Book Title: KalpaSutra Mool Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 79
________________ વ્યાખ્યાનક એંસીમું વર્ષ ચાલી રહેલ છે. ૧૩૯ ♦ [૧૯૩] અત્યંત ‘સુવિધિ'ને યાવત્ સર્વ દુઃખોથી પૂર્ણપણે મુક્ત થયાંને એક કરોડ સાગરોપમનો સમય વ્યતીત થઈ ગયો અન્ય બીજું વૃત્તાંત જેમ શીતલ અર્હતના સંબંધમાં કહેલ છે તેમજ જાણવું. તે આ પ્રમાણે કે-દશ કરોડ સાગરોપમમાંથી બેંતાલીસ હજાર ત્રણ વરસ તથા સાડા આઠ માસ ઓછા કરતાં જે સમય આવે તે સમયે મહાવીર સ્વામી નિર્વાણને પ્રાપ્ત થયા. તે પછી નવસો વરસ વ્યતીત થયાં વગેરે બધું પૂર્વવત્ કહેવું. ♦ [૧૯૪] અર્હત્ ‘ચંદ્રપ્રભ’ને સર્વ દુઃખોથી મુક્ત થયાંને એકસો કરોડ સાગરોપમ જેટલો સમય વ્યતીત થઈ ગયો. બાકી બધું જેમ શીતલ અર્હતના વિષયમાં કહ્યું તેમજ જાણવું. તે આ પ્રમાણે – આ સો કરોડ સાગરોપમમાંથી બેંતાલીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ વ્યતીત થયા તે ઉપરાંત જે સમય આવે છે તે વખતે મહાવીર નિર્વાણને પ્રાપ્ત થયા અને તે પછી નવસો વરસ વ્યતીત થઈ ગયાં વગેરે પૂર્વવત્ સમાન સમજવું. કલ્પ [બારસા] સૂત્ર ♦ [૧૯૫] અત્યંત સુપાર્શ્વને યાવત્ સર્વદુઃખોથી પૂર્ણપણે મુક્ત થયાંને એક હજાર કરોડ સાગરોપમ જેટલો સમય વ્યતીત થઈ ગયો. બાકી બધું ભગવંત શીતલ મુજબ જાણવું. તે આ પ્રમાણે—એક હજાર કરોડ સાગરોપમમાંથી બેંતાલીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ઓછાં કરતાં જે સમય આવે છે તે સમયે ભગવાન મહાવીર નિર્વાણને પ્રાપ્ત થયા, વગેરે બધું પૂર્વવત્ કહેવું. ૧૪૦ ૦ [૧૯૬] અહંત પદ્મપ્રભને યાવત્ સર્વદુઃખોથી પૂર્ણપણે મુક્ત થયાંને દશ હજાર કરોડ સાગરોપમ જેટલો સમય વ્યતીત થઈ ગયો. બાકીનો બધો વૃત્તાંત ભગવંત શીતલ મુજબ જાણવો. તે આ રીતે છે :– દશ હજાર કરોડ સાગરોપમ જેટલા સમયમાંથી બેંતાલીસ હજાર ત્રણ વર્ષ અને સાડા આઠ માસ ઓછાં કરતાં જે સમય આવે તે સમયે મહાવીરનું નિર્વાણ થયું આ પ્રમાણે બધું પૂર્વવત્ કહેવું. ♦ [૧૯૭] અર્હત સુમતિને યાવત્ સર્વ દુઃખોથી પૂર્ણપણે મુક્ત થયાંને એક લાખ કરોડ સાગરોપમ જેટલો સમય વ્યતીત થઈ ગયો, બાકી બધું ભગવંત શીતલ મુજબ જાણવું. તે આ રીતે – એક લાખ કરોડ સાગરોપમ જેટલા સમયમાં બેંતાલીસ હજાર ત્રણ વર્ષ અને સાડા આઠ માસ ઓછા

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96