Book Title: KalpaSutra Mool Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 91
________________ વ્યાખ્યાન ૧૬૩ પ્રશ્ન :- તે શાખાઓ કઈ કઈ છે ? ઉત્તર :- તે શાખાઓ આ રીતે : (૧) કાશ્યપિયા (૨) ગૌતમીયા (૩) વાશિષ્ઠિયા (૪) સૌરાષ્ટ્રીયા તે ચાર શાખાઓ છે. પ્રશ્ન :- તે કુળ ક્યાં ક્યાં છે ? ઉત્તર ઃ- તે કુળ આ રીતનાં છે : (૧) ઋષિગુપ્તિક (૨) ઋષિદત્તિક (૩) અને અભિજસંત એ ત્રણ કુળ માનવક ગણનાં છે. [૨૪૬] કોટિક કાકંદક કહેવાતા અને વ્યાધ્રાપત્ય ગોત્રીય સ્થવિર સુસ્થિત અને સુપ્રતિબુદ્ધથી ત્યાં કોડિયગણ નામનો ગણ નીકળ્યો. તેની ચાર શાખાઓ આ રીતે છે. પ્રશ્ન :- તે શાખાઓ કઈ કઈ છે ? ઉત્તર ઃ- તે શાખાઓ આ રીતે છે : (૧) ઉચ્ચાનાગરી (૨) વિધાધરી (૩) વજ્રિ (૪) મધ્યમા એ ચાર શાખાઓ કોટિક ગણની છે. પ્રશ્ન :- તે કુળ ક્યાં ક્યાં છે ? ઉત્તર ઃ- તે કુળ આ રીતે છે ઃ પ્રથમ બંભલિજ્જ કુળ, બીજું વચ્છલિજ્જ ત્રીજું વાણિજ્જ અને ચોથું પ્રશ્નવાહન. કલ્પ [બારસા] સૂત્ર [૨૪] કોટિક કાકંદક કહેવાતા અને વ્યાધ્રાપત્ય ગોત્રીય ાનિ સુતિ તથા સુપ્રતિષ્ણુને પાંચ વિટ પુત્ર સમાન અને પ્રખ્યાત અંતેવાસી હતા. જેમકે : (૧) સ્થવિર આર્ય ઈન્દ્રદિશ, (૨) સ્થવિર પ્રિયગ્રંથ (૩) સ્થવિર વિધાધર ગોપાલ કાશ્યપ ગોત્રીય (૪) સ્થવિર ‘ઈસિદત્ત' ‘ઋષિદત્ત' અને સ્થવિર (૫) ‘અર્હદત્ત'. ૧૬૪ સ્થવિર પ્રિયગ્રંથથી મધ્યશાખા નીકળી. કાશ્યપ ગોત્રીય સ્થવિર વિધાધર ગોપાલથી વિધાધરી શાખાનો પ્રારંભ થયો. • [૨૪૮] કાશ્યપગોત્રીય સ્થવિર આર્ય ઈન્દ્રદત્તના ગૌતમ ગોત્રીય સ્થવિર આર્યદિન્ન અંતેવાસી હતા. ગૌતમ ગોત્રીય સ્થવિર આર્યદિન્નના બે સ્થવિર પુત્ર સમાન અને પ્રખ્યાત અંતેવાસી હતા. આર્ય શાંતિશ્રેણિક સ્થવિર માઢર ગોત્રીય અને જાતિસ્મરણ જ્ઞાનવાળા કૌશિક ગોત્રીય આર્ય સિંહગિરિ, માઢર ગોત્રીય સ્થવિર આર્ય શાંતિ-શ્રેણિકથી ઉચ્ચાનાગરી શાખાનો પ્રારંભ થયો. • [૨૪] માઢર ગોત્રીય સ્થવિર આર્ય શાંતિશ્રેણિકના

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96