Book Title: KalpaSutra Mool Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
વ્યાખ્યાન
૧૫૭
સ્થવિર આર્ય નાગિલથી આર્ય નાગિલા શાખા નીકળી, સ્થવિર આર્ય પોમિલથી આર્ય પોમિલા શાખા નીકળી, સ્થવિર આર્ય જયંતથી આર્ય જયંતી શાખા નીકળી, સ્થવિર આર્ય તાપસથી આર્ય તાપસી શાખા નીકળી.
• [૨૨૭] તે પછી આર્ય યશોભદ્રથી આગળની સ્થવિરાવલી વિસ્તૃત વાચનાથી આ રીતે દૃષ્ટિગોચર થાય છે. જેમકે તુંગિયાયન ગોત્રીય સ્થવિર આર્ય યશોભદ્રના પુત્ર સમાન બે પ્રખ્યાત સ્થવિર અંતેવાસી હતા. તે પ્રાચીન ગોત્રીય આર્ય ભદ્રબાહુ સ્થવિર અને માઢર ગોત્રીય આર્ય સંભૂતવિજય.
પ્રાચીન ગોત્રીય આર્ય ભદ્રબાહુ સ્થવિરના આ ચાર સ્થવિર અંતેવાસી હતા. :- (૧) સ્થવિર ગોદાસ (૨) સ્થવિર અગ્નિદત્ત (૩) સ્થવિર યજ્ઞદત્ત (૪) અને સ્થવિર સોમદત્ત, તે ચારેય સ્થવિર કાશ્યપ ગોત્રીય હતા.
કાશ્યપ ગોત્રીય સ્થવિર ગોદાસથી ગોદાસ ગણનો પ્રારંભ થયો. તે ગણની ચાર શાખાઓ આ રીતે છે :
(૧) તામ્રલિપ્તિકા (૨) કોડિવરિસિકા (૩) પુંડ્રવર્ધ્વનિકા (૪) દાસી ખર્બટિકા
કલ્પ [બારસા] સૂત્ર
• [૨૨૮] માઢર ગોત્રીય સ્થવિર આર્ય સંભૂતવિજયના પુત્ર સમાન અને પ્રખ્યાત બાર સ્થવિર અંતેવાસી હતા, તે આ પ્રમાણે બે ગાથામાં બતાવેલ છે–
૧૫૮
♦ [૨૨૯,૨૩૦] (૧) નંદનભદ્ર (૨) ઉપનંદભદ્ર (૩) તિષ્યભદ્ર (૪) યશોભદ્ર (૫) સ્થવિર સુમનભદ્ર (૬) મણિભદ્ર (૭) પૂર્ણભદ્ર..... (૮) આર્યસ્થૂલભદ્ર (૯) ઋજુમતિ (૧૦) જંબૂ (૧૧) સ્થવિર દીર્ધભદ્ર (૧૨) સ્થવિરપાંડુભદ્ર.
૦ [૨૩૧] માઢર ગોત્રીય સ્થવિર આર્ય સંભૂતવિજયની પુત્રી સમાન પ્રખ્યાત આ સાત અંતેવાસિનીઓ (શિષ્યાઓ) હતા. તે આ પ્રમાણે છે–
૭ [૨૩૨] (૧) યક્ષા (૨) યક્ષદત્તા (૩) ભૂતા (૪) ભૂતદત્તા (૫) સેણા (૬) વેણા અને (૭) રેણા. એ સાતેય આર્ય સ્થૂલભદ્રની બહેનો હતી.
• [૨૩૩] ગૌતમ ગોત્રીય આર્ય સ્થૂલભદ્ર સ્થવિરના પુત્ર સમાન પ્રખ્યાત આ બે સ્થવિર અંતેવાસી હતા.

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96