Book Title: KalpaSutra Mool Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 50
________________ વ્યાખ્યાન-૪ કા [બારસા સૂત્ર ગર્ભનું હરણ થયેલ નથી કે મારો ગર્ભ ગળી ગયો નથી. જે મારો ગર્ભ પહેલાં હલતો ન હતો તે હવે હલવા લાગ્યો છે.” આ રીતે વિચારીને તે અત્યંત પ્રસન્ન થઈ, સંતોષને પ્રાપ્ત કર્યો અને ઘણા આનંદપૂર્વક રહેવા લાગી. [૬૦] ત્યારે ત્રિશલા ક્ષત્રિયાણીના મનમાં એવા પ્રકારનો વિચાર આવ્યો કે - શું મારો આ ગર્ભ હરાઈ ગયો છે કે શું મરી ગયો છે કે અથવા શું મારો ગર્ભ ચ્યવી ગયો છે ! કારણ કે મારો આ ગર્ભ પહેલાં હાલતો ચાલતો હતો તે હવે હાલતો ચાલતો નથી. આવા પ્રકારનો વિચાર કરીને તે ખિન્ન મનવાળી બનીને ચિંતા અને શોકના સાગરમાં ડૂબી ગઈ. હથેળી ઉપર મુખ રાખી આર્તધ્યાન ધરવા લાગી. ભૂમિ તરફ દષ્ટિ કેન્દ્રિત કરીને ચિંતા કરવા લાગી. તે વખતે સિદ્ધાર્થ રાજાનું સંપૂર્ણ ઘર શોકાકુળ થઈ ગયું. જ્યાં પહેલાં મૃદંગ, વીણા વગેરે વાધ વાગતાં હતાં, રાસ ક્રીડાઓ થતી હતી, નાટક થતાં હતાં, જય જયકાર થતો હતો ત્યાં સર્વત્ર શૂન્યતા વ્યાપી ગઈ, ઉદાસીનતા છવાઈ ગઈ. દિન-વિમનસ્ક થઈ ગયું. [૬૩] તે પછી શ્રમણ ભગવાન મહાવીરે ગર્ભમાં રહ્યાં રહ્યાં આવી જાતનો અભિગ્રહ (નિયમ કે સંકલ્પ) સ્વીકાર્યો કે-જ્યાં સુધી મારા માતાપિતા જીવતાં હશે ત્યાં સુધી હું મુંડિત થઈને ગૃહવાસનો ત્યાગ કરી દીક્ષા અંગીકાર કરીશ નહિ.” [૧] તે પછી શ્રમણ ભગવાન મહાવીર, માતાના મનમાં સમુત્પન્ન આ જાતના વિચાર, ચિંતન અભિલાષારૂપ મનોગત સં૫ને જાણીને શરીરના એક ભાગને હલાવે છે. [૬૪] તે પછી ત્રિશલા ક્ષત્રિયાણીએ સ્નાન કર્યું. બળિકર્મ કર્યું, કૌતુક-મંગળ અને પ્રાયશ્ચિત્ત કર્યું. સંપૂર્ણ અલંકારોથી ભૂષિત થઈ તે ગર્ભનું પોષણ કરવા લાગી. તેણીએ અત્યંત ઠંડા, અત્યંત ગરમ, અત્યંત તીખાં, અત્યંત કડવા, અત્યંત તુરા, અત્યંત ખાટાં, અત્યંત મીઠા, અત્યંત ચીકણાં, અત્યંત સૂકાં, અત્યંત આદ્ર, ઋતુથી પ્રતિકૂળ એવાં ભોજન અને માળાઓનો ત્યાગ કરી દીધો. ઋતુને અનુકૂળ સુખકારી, ભોજન, વસ્ત્ર, ગંધ અને માળાઓને ધારણ કર્યા. તે રોગરહિત, શોકરહિત, મોહરહિત, ભયરહિત, ત્રાસરહિત રહેવા લાગી તથા તે ગર્ભને માટે હિતકર, પરિમિત પથ્ય અને ગર્ભને પોષણ આપનારા, આહાર-વિહાર કરતી સાવધાની પૂર્વક રહેવા લાગી. તે દેશ અને કાળ અનુસાર [૨] તે પછી તે ત્રિશલા ક્ષત્રિયાણી ખૂબ પ્રસન્ન થઈ, તુષ્ટ થઈ. પ્રસન્નતાથી તેનું હૃદય વિકસિત થયું. પ્રસન્ન થઈને તે આ પ્રમાણે વિચારવા લાગી. “નક્કી લાગે છે કે મારા 42/6]

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96