Book Title: KalpaSutra Mool Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 64
________________ વ્યાખ્યાન-૬ ૧૦૯ ૧૧૦ ક [બારસા] સૂત્ર ગોદોહિકા આસને અવસ્થિત હતા. આતાપના દ્વારા તપ કરી રહેલ હતા. છઠનું તપ હતું. જે સમયે ઉત્તરાફાલ્વની નક્ષત્રનો યોગ આવ્યો, ભગવાન ધ્યાનમાં મગ્ન હતા તે સમયે ભગવાનને અંતરહિત, ઉત્તમોત્તમ, વ્યાઘાત રહિત, આવરણ રહિત, સમગ્ર અને પરિપૂર્ણ એવું કેવળ જ્ઞાન અને કેવળ દર્શન ઉત્પન્ન થયા. પ્રથમ વર્ષાવાસ અસ્થિક ગામમાં થયો. ચંપાનગરીમાં અને પૃષ્ઠચંપામાં ભગવાને ત્રણ ચાતુર્માસ કર્યા. વૈશાલી નગરીમાં અને વાણિજ્ય ગ્રામમાં ભગવાન બાર વખત ચાતુર્માસ કરવા માટે આવ્યા હતા. રાજગૃહમાં અને તેની બહાર નાલંદાપાડામાં ભગવાન ચૌદ વખત ચાતુર્માસ કરવા માટે આવેલ હતા. મિથિલાનગરીમાં છ વાર, ભક્િલાનગરીમાં બે વાર, શ્રાવસ્તીમાં એકવાર, પ્રણીતભૂમિ અર્થાત્ વજભૂમિ નામક અનાર્ય દેશમાં એકવાર ભગવાન વર્ષાવાસ કરવા માટે પધાર્યા હતા અને અંતિમ ચાતુર્માસ કરવા માટે ભગવાન મધ્યમ પાવાના રાજા હસ્તિપાલની રજુક સભામાં પધાર્યા હતા. •[૧૨] તે પછી ભગવાન અહંત થયા. જિન, કેવલી, સર્વજ્ઞ અને સર્વદર્શી થયા. હવે ભગવાન દેવ, માનવ અને અસુરસહિત લોકમાં સંપૂર્ણ પર્યાયો જાણે છે, જુએ છે, સંપૂર્ણ લોકમાં બધા જીવોનું આગમન, ગમન, સ્થિતિ, ચ્યવન, ઉપઘાત, તેમનો માનસિક સંકલ્પ, ભક્ત, કૃત, પ્રતિસેવિત, પ્રગટ કર્મ કે અપ્રગટ કર્મ અર્થાત છુપાઈને કરેલ કર્મ, તેમાંનું કંઈજ ભગવંતથી છૂ૫ રહેલ નથી. તેઓ અરહસ્યના ભાગી થયા. આ પ્રમાણે અહત થયેલા, ભગવાન તે કાળે માનસિક, વાચિક અને કાયિક પ્રવૃત્તિયોમાં રહેતાં સમગ્ર લોકના સમસ્ત જીવોના સંપૂર્ણ ભાવોને જાણતાં અને દેખતાં વિચરે છે. •[૧૨૯] ભગવાન છેલ્લું ચોમાસું કરવા માટે મધ્યમપાવા નગરીના રાજા હસ્તિપાલની જુક સભામાં રહ્યા હતા. ચાતુર્માસનો ચોથો માસ અને વર્ષાઋતુનો સાતમો પક્ષ ચાલી રહ્યો હતો અર્થાત્ કારતક કૃષ્ણ પક્ષ અમાસનો દિવસ હતો. અંતિમ રાત્રિનો સમય હતો. તે રાત્રિમાં શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પ્રાપ્ત થયા. જન્મગ્રહણની પરંપરાનો ઉચ્છેદ કરી ચાલ્યા ગયા. તેમના જન્મ જરા અને મરણનાં બધાં બંધનો નષ્ટ થઈ ગયાં. ભગવાન સિદ્ધ થયા, બુદ્ધ થયા, મુક્ત થયા, બધાં દુઃખોનો અંત કરી પરિનિર્વાણને પ્રાપ્ત થયા. • [૧૨૮] તે કાળે શ્રમણ ભગવાન મહાવીરે અસ્થિક ગામનો આશ્રય લઈને વર્ષાવાસ કર્યો. અર્થાત ભગવાનનો શ્રમણ ભગવાન મહાવીર જે સમયે કાળ ધર્મને પ્રાપ્ત

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96