Book Title: KalpaSutra Mool Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 74
________________ વ્યાખ્યાન-૩ ૧૨૯ પર્યાયમાં રહીને એ રીતે પૂરેપૂરાં સિત્તેર વરસ સુધી શ્રમણ પર્યાયનું પાલન કરીને, કુલ સો વરસ સુધી તેમનું સંપૂર્ણ આયુષ્ય ભોગવીને, વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર કર્મ ક્ષીણ થયાં ત્યારે દુષમ-સુષમ નામનો અવસર્પિણી કાળનો ચોથો આરો ઘણો વ્યતીત થઈ ગયો ત્યારે વર્ષાઋતુનો પ્રથમ માસ બીજો પક્ષ અર્થાત્ જ્યારે શ્રાવણ માસનું શુક્લ પખવાડિયું આવ્યું ત્યારે એટલે કે શ્રાવણ સુદ-૮ના દિવસે સમ્મેત શિખર પર્વત ઉપર પોતાના સહિત ચોત્રીસ પુરુષોની સાથે (૧ પાર્શ્વનાથ અને બીજા તેત્રીસ શ્રમણ આ પ્રમાણે કુલ ૩૪) એક માસનું અનશન કરીને સવારના વખતે વિશાખા નક્ષત્રનો યોગ આવ્યો ત્યારે બન્ને હાથ લાંબા કરેલ હતા એવા પ્રકારની ધ્યાનમુદ્રામાં અવસ્થિત રહીને કાળધર્મને પ્રાપ્ત થયા, યાવત્ સર્વ દુઃખોથી મુક્ત થયા. ૭ [૧૬૯] પુરુષાદાનીય અર્હત પાર્શ્વને કાળધર્મ પ્રાપ્ત થયાને યાવત્ સર્વ દુઃખોથી પૂર્ણ રીતે મુક્ત થયાને બારસો વરસ વ્યતીત થયા. આ તેરસોખું વરસ ચાલી રહેલ છે. ૦ [૧૭] તે કાળે તે સમયે અર્હત અરિષ્ટનેમિ પાંચ ચિત્રાયુક્ત હતા અર્થાત્ તેમના પાંચે કલ્યાણકો ચિત્રા 42/9 ૧૩૦ કલ્પ [બારસા] સૂત્ર નક્ષત્રમાં થયા. અર્હત અરિષ્ટનેમિ ચિત્રા નક્ષત્રમાં સ્વર્ગથી વ્યુત થયા, ચ્યવીને ગર્ભમાં આવ્યા ઈત્યાદિ સંપૂર્ણ હકીકત ચિત્રા નક્ષત્રના પાઠની સાથે પૂર્વની માફક સમજવું. યાવત્ ચિત્રા નક્ષત્રમાં તેઓ પરિનિર્વાણને પ્રાપ્ત થયા. ♦ [૧૭૧] તે કાળે તે સમયે અર્હત અરિષ્ટનેમિ, જ્યારે વર્ષાઋતુનો ચોથો માસ, સાતમો પક્ષ અર્થાત્ કારતક માસના કૃષ્ણ પક્ષનો સમય આવ્યો ત્યારે કારતક દ્વાદશી (વદ૧૨)ના દિવસે, બત્રીસ સાગરોપમની આયુષ્ય મર્યાદાવાળા અપરાજિત નામના મહાવિમાનમાંથી ચ્યવીને આ જંબુદ્વીપમાં ભારતવર્ષના સોરિયપુર નામના નગરમાં સમુદ્રવિજય રાજાની પત્ની શિવાદેવીની કુક્ષિમાં, રાત્રિના પૂર્વ અને અપરભાગની સંધિવેળામાં અર્થાત્ મધ્યરાત્રિમાં ચિત્રા નક્ષત્રનો યોગ થયો ત્યારે ગર્ભરૂપે ઉત્પન્ન થયા. ત્યારપછીનું બધું વર્ણન ભગવાન મહાવીરના પ્રકરણમાં આવેલા સ્વપ્નદર્શન, દ્રવ્ય સંહરણ આદિ ઈત્યાદિ સમાન અહીં પણ કહેવું જોઈએ. ૦ [૧૭૨] તે કાળે તે સમયે વર્ષાઋતુનો પ્રથમ માસ, દ્વિતીય પક્ષ અર્થાત્ શ્રાવણ માસનો શુક્લ પક્ષ આવ્યો, તે સમયે શ્રાવણ સુદ-૫ના દિવસે નવ માસ અને સાડા સાત

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96