Book Title: KalpaSutra Mool Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 71
________________ વ્યાખ્યાન-૩ ૧૨૩ ૧૨૪ કલ્પ [બારસા સૂત્ર પૂર્વભાગ સમાપ્ત થવા આવ્યો હતો અને પાછળના ભાગનો પ્રારંભ થઈ રહ્યો હતો તે સંધિવેળામાં વિશાખા નક્ષત્રનો યોગ થતાં જ આરોગ્યવાળી માતાએ આરોગ્યપૂર્વક પુરુષાદાનીય અર્વત પાર્શ્વ નામના પુત્રને જન્મ આપ્યો. • [૧૫૫] તે કાળે તે સમયે પુરુષાદાનીય અહંત પાર્થ જ્યારે ગ્રીષ્મ ઋતુનો પ્રથમ માસ, પ્રથમ પક્ષ અર્થાત્ ચૈત્રમાસનો કૃષ્ણપક્ષ હતો તે ચૈત્રવદ-૪ના દિવસે વીસ સાગરોપમના આયુષ્યવાળા પ્રાણત નામના કપથી આયુષ્ય પૂર્ણ કરીને, દેવસંબંધી આહાર, ભવ અને શરીર વ્યુત્ક્રાંત થતાં જ શીઘ ચ્યવન કરીને આ જંબૂદ્વીપના ભારતવર્ષની વારાણસી નગરીમાં અશ્વસેન રાજાની રાણી વામાદેવીની કુક્ષિમાં જ્યારે રાત્રિનો પૂર્વ ભાણ સમાપ્ત થઈ રહ્યો હતો અને પાછલો ભાગ પ્રારંભ થઈ રહ્યો હતો, તે સંધિવેળાએ અર્થાત્ મધ્યરાત્રિમાં વિશાખા નક્ષત્રનો યોગ થતાં જ ગર્ભરૂપમાં ઉત્પન્ન થયા. જે રાત્રિએ પુરુષાદાનીય અહેતુ પાર્વે જન્મ ગ્રહણ કર્યો, તે સત્રિએ ઘણાએ દેવ અને દેવીઓ જન્મકલ્યાણક મનાવવા માટે આવ્યા જેથી તે સત્રિ પ્રકાશમાન બની ગઈ અને દેવ-દેવીઓના કોલાહલથી ગૂંજવા લાગી. સ્વપ્ન તથા જન્મ સંબંધી અન્ય બધું વૃત્તાન્ત ભગવાન મહાવીરના વર્ણનમાં આવેલા વૃત્તાન્ત સમાન અહીં પણ સમજવું. વિશેષમાં ભગવાન મહાવીરને સ્થાને ભગવાન પાર્શ્વનું નામ લેવું. ચાવત્ માતાપિતાએ કુમારનું નામ “પાર્થ” રાખ્યું. •[૧૫૬] પુરુષાદાનીય અહંત પાર્શ્વ ત્રણ જ્ઞાનથી યુક્ત હતા. “હું અહીંથી ચુત થઈશ” તે જાણતા હતા. શ્રુત થાઉં છું તે જાણતા ન હતા અને “ચુત થઈ ગયો છું' તે જાણતા હતા. અહીંથી માંડીને સ્વપ્ન સંબંધનું આખુંએ વર્ણન ભગવંત મહાવીર મુજબ જાણવું. ચાવતુ માતા પોતાના ઘરમાં પ્રવેશ કરે છે અને સુખપૂર્વક ગર્ભને ધારણ કરે છે. • [૧૫૮] પુરુષાદાનીય અતિ પાર્થ દક્ષ હતા, દક્ષ પ્રતિજ્ઞાવાળા હતા, ઉત્તમ રૂપવાળા, સર્વગુણોથી યુક્ત ભદ્ર અને વિનીત હતા. તેઓ ત્રીસ વર્ષ સુધી ગૃહવાસમાં રહ્યા. તે પછી પોતાની પરંપરાનું પાલન કરતાં લોકાતિક દેવોએ આવીને ઈષ્ટવાણી દ્વારા આ પ્રમાણે કહ્યું – “હે નંદ ! (આનંદકારી) તમારો જય થાઓ, વિજય થાઓ ! હે ભદ્ર ! તમારો જય થાઓ, વિજય થાઓ !” ચાવતુ આ પ્રમાણે જય-જય શબ્દનો પ્રયોગ કરે છે. • [૧૫] તે કાળે તે સમયે હેમંત ઋતુનો બીજો માસ ત્રીજો પક્ષ અર્થાત્ પોષ માસના વદ દસમના દિવસે નવ માસ અને સાડા સાત સત્રિ-દિવસ પસાર થયા ત્યારે રાત્રિનો

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96