Book Title: KalpaSutra Mool Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 57
________________ વ્યાખ્યાન-પ 'વર્ધમાન' થાઓ. " ૦ [૧૦૭] શ્રમણ ભગવાન મહાવીર કાશ્યપ ગોત્રના હતા. તેમનાં ત્રણ નામ આ પ્રમાણે કહેવામાં આવે છે. તેમનાં માતાપિતાએ તેમનું પ્રથમ નામ ‘વર્ધમાન’ રાખ્યું. સ્વાભાવિક સહનશક્તિના કારણે તેમનું બીજું નામ ‘શ્રમણ’ પડ્યું. કોઈ પણ જાતના ભય (દેવ, દાનવ, માનવ અને તિર્યંચ સંબંધી ભયો) ઉત્પન્ન થવા છતાં પણ અચળ રહેનારા, પોતાના સંકલ્પથી જરા પણ વિચલિત નહિ થનારા, નિષ્કામ, કોઈપણ જાતના પરીષહ ભૂખ, તરસ, ઠંડી ગરમી વગેરેનું સંકટ આવે કે ઉપસર્ગ ઉપસ્થિત થાય તો પણ ચલિત ન થતાં. તે પરીષહો અને ઉપસર્ગોને શાંત ભાવથી સહન કરવામાં સમર્થ, ભિક્ષુ પ્રતિમાઓનું પાલન કરનારા, ધીરજવાળા, શોકમાં અને હર્ષમાં સમભાવી, સદ્ગુણોના આગાર, અતુલ બળવાળા હોવાના કારણે દેવતાઓએ તેમનું ત્રીજું નામ ‘મહાવીર' રાખ્યું. ૭ [૧૦૮] શ્રમણ ભગવાન મહાવીરના પિતા કાશ્યપ ગોત્રના હતા. તેમનાં ત્રણ નામ આ પ્રમાણે છે – સિદ્ધાર્થ, શ્રેયાંસ અને યશસ્વી. ૦ [૧૦૯] શ્રમણ ભગવાન મહાવીરના માતા વાસિષ્ઠ કલ્પ [બારસા] સૂત્ર ગોત્રનાં હતાં. તેમના ત્રણ નામ આ પ્રમાણે છે – (૧) ત્રિશલા (૨) વિદેહદિન્ના અને (૩) પ્રિયકારિણી. Εξ ૭ [૧૧૦] શ્રમણ ભગવાન મહાવીરના કાકાનું નામ સુપાર્શ્વ હતું. મોટાભાઈનું નામ નંદિવર્ધન હતું. બહેનનું નામ સુદર્શના હતું, પત્નીનું નામ યશોદા હતું અને તેનું ગોત્ર કૌડિન્ય હતું. ૭ [૧૧૧] શ્રમણ ભગવાન મહાવીરની પુત્રી કાશ્યપ ગોત્રની હતી. તેનાં બે નામ આ પ્રમાણે છે. (૧) અણોજ્જા (અનવધા) અને (૨) પ્રિયદર્શના. ♦ [૧૧૨] શ્રમણ ભગવાન મહાવીરની દોહિત્રી (પુત્રીની પુત્રી) કાશ્યપગોત્રી હતી. તેના બે નામ (૧) શેષવતી અને (૨) યશસ્વતી આ પ્રમાણે હતા. ૭૦ [૧૧૩] શ્રમણ ભગવાન મહાવીર દક્ષ-કુશળ હતા. તેમની પ્રતિજ્ઞા પણ દક્ષ હતી. તેઓ અત્યંત રૂપવાન હતા. સંયમી-કાચબાની માફક ઈન્દ્રિયોને ગોપન કરવાવાળા હતા, ભદ્ર, વિનીત અને જ્ઞાત હતા અને જ્ઞાતપુત્ર હતા. જ્ઞાતૃવંશના

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96