________________
વ્યાખ્યાન-૨
૩૬
કલ્પ [બારસા] સૂત્ર
ભિક્ષુક કુળ વગેરેમાં ભૂતકાળે આવ્યા હોય, વર્તમાને આવતા હોય, અથવા ભવિષ્યમાં આવે, નિશ્ચયથી અરિહંતો, ચકવર્તીઓ, બળદેવો, વાસુદેવો, ઉગ્રકુળમાં, ભોગકુળમાં, રાજન્યકુળમાં, જ્ઞાતકુળમાં, ક્ષત્રિકુળમાં, ઈક્વાકુકુળમાં, હરિવંશકુળમાં તથા તેવા પ્રકારના વિશુદ્ધ કુળ વંશોમાં અતીતકાળમાં આવ્યા હતા. વર્તમાનમાં આવે છે અને ભવિષ્યમાં આવશે.
ભગવાનને, તેવા પ્રકારના અંતકુળ, પ્રાંતકુળ, તુચ્છકુળ, દરિદ્રકુળ, ભિક્ષુકકુળ, કૃપણકુળમાં આવ્યાં હોય તો તેમને ત્યાંથી ઉપાડીને ઉગ્રકુળ, ભોગકુળ, રાજન્યકુળ, જ્ઞાતકુળ, ક્ષત્રિયકુળ, હરિવંશકુળ અને તે જાતના બીજા પણ વિશુદ્ધ જાતિ કુળ વંશોમાં સમ્યક્ષણે (સંહરિત) લાવીને મૂકવા.
તેથી મારા માટે આ શ્રેયસ્કર છે કે ચરમ તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીરને કે જે પૂર્વ તીર્થકરો દ્વારા નિર્દિષ્ટ છે, બ્રાહમણકુંડ ગ્રામ નગરથી-કોડાલ ગોત્રીય ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની જાલંધર ગોટીયા દેવાનંદા બ્રાહ્મણીના ઉદરમાંથી ક્ષત્રિયકુંડ ગ્રામનગરના જ્ઞાતવંશીય ક્ષત્રિયોમાંના કાશ્યપ-ગોત્રીય સિદ્ધાર્થ ક્ષત્રિયની ભાર્યા વાશિષ્ઠ ગોત્રીય ત્રિશલા ક્ષત્રિયાણીના ઉદરમાં ગર્ભરૂપ પરિવર્તન કરવું અને જે ત્રિશલા ક્ષત્રિયાણીનો ગર્ભ છે તેને તે દેવાનંદા બ્રાહ્મણીના ઉદરમાં ગર્ભરૂપે સ્થાપિત કરવો.
શકેન્દ્ર આ રીતે વિચાર કર્યો અને વિચાર કરીને પાયદળ સેનાના અધિપતિ હરિર્ઝેગમેપી દેવને બોલાવે છે. બોલાવીને તેને આ પ્રમાણે આદેશ કરે છે.
[૨૨] પરંતુ આવો પણ ભાવ થયો છે કે જે લોકોમાં આશ્ચર્યભૂત છે. આવી ઘટના અનંત અવસર્પિણી, ઉત્સર્પિણી પસાર થતાં ક્વચિત્ બને છે. જ્યારે નામ ગોત્ર કર્મ ક્ષીણ થતું નથી, તેનું પૂર્ણ વેદન થતું નથી, પૂર્ણ રીતે નિર્જરતું નથી ત્યારે તે ઉદયમાં આવે છે તે વખતે અરિહંતો, ચકવર્તીઓ, બળદેવો, વાસુદેવો, અંતકુળમાં પ્રાંતકુળમાં, ભિક્ષુકકુળમાં, ભૂતકાળમાં આવ્યાં હતા, વર્તમાનમાં આવે છે અને ભવિષ્યમાં આવશે. પરંતુ તેઓએ ત્યાં ભૂતકાળમાં જન્મ લીધો નથી, વર્તમાનમાં લેતા નથી અને ભવિષ્યમાં જન્મ લેશે નહિ.
[૨૧] હે દેવાનુપ્રિય નિશ્ચયથી આ પ્રમાણે ભૂતકાળમાં બન્યું નથી, વર્તમાનમાં એવું બનતું નથી અને ભવિષ્યમાં એવું બનશે નહિ કે અરિહંતો, ચક્રવર્તીઓ બળદેવો, વાસુદેવો અંત કુળ, પ્રાંત કુળ, કૃપણ કુળ, દરિદ્ર કુળ, તુચ્છ કુળ,
[૨૩] (પરંતુ) આ શ્રમણ ભગવાન મહાવીર જંબૂદ્વીપ નામના દ્વીપના ભરતક્ષેત્રના બ્રાહ્મણકુંડગ્રામ નામના નગરમાં કોડાલગોત્રીય રાષભદત્ત બ્રાહ્મણની પત્ની જાલંધર ગોટીયા દેવાનંદા બ્રાહ્મણીના ઉદરમાં ગર્ભપણે ઉત્પન્ન થયેલ છે.