Book Title: KalpaSutra Mool Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 26
________________ વ્યાખ્યાન-૨ ૩૪. કલ્પ [બાસા] સૂત્ર બતાવેલા અને અપુનરાવૃત્તિ-સિદ્ધગતિને પામવાની અભિલાષાવાળા છે. અહીં (સ્વર્ગમાં) રહેલો હું ત્યાં (દેવાનંદાના) ગર્ભમાં રહેલા ભગવાનને વંદન કરું છું. ત્યાં રહેલા ભગવાન અહીં રહેલા મને જુઓ આ પ્રમાણે ભાવના ભાવીને દેવરાજ દેવેન્દ્ર શ્રમણ ભગવાન મહાવીરને વંદન અને નમન કરે છે. વંદન તથા નમસ્કાર કરીને પોતાના શ્રેષ્ઠ સિંહાસન ઉપર પૂર્વ દિશા તરફ મુખ કરીને બેસે છે. [૧૮] પરંતુ લોકમાં આવા પ્રકારે આશ્ચર્યકારી બનાવો પણ અનંત અવસર્પિણી ઉત્સર્પિણી વીતી ગયા પછી થાય છે. જ્યારે અરિહંત ભગવાન, ચવુર્તી, બલદેવ, વાસુદેવ તેવા પ્રકારના નામ ગોત્ર કર્મ ક્ષીણ ન થવાથી (સ્થિતિક્ષયના અભાવે) સ વિપાક વડે કર્મ નહિ ભોગવવાને લીધે, કર્મોની નિર્જરા ન થવાથી તેમજ તેવા કર્મના ઉદયથી તેઓ અન્ત કુળમાં, પ્રાન્ત કુળમાં, તુચ્છકુળમાં, દરિદ્રકુળમાં, કૃપણકુળમાં, ભિક્ષુકકુળમાં અતીતકાળમાં આવ્યા છે, વર્તમાનમાં આવે છે અને ભવિષ્યકાળમાં આવશે. કુક્ષિમાં ગર્ભરૂપે ભૂતકાળમાં ઉત્પન્ન થયા છે, વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં પણ થશે. પરંતુ ભૂતકાળમાં પણ ત્યાં તેમણે જન્મ લીધો નથી, વર્તમાનમાં લેતા નથી તેમ ભવિષ્યમાં જન્મ લેશે પણ નહીં. [૧] તે પછી તે શક્ર, દેવેન્દ્ર દેવરાજને આવા પ્રકારનો અધ્યવસાય ચિંતન તથા અભિલાષારૂપે મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે આવું પહેલાં ક્યારેય થયું નથી, વર્તમાનમાં થતું નથી તેમ ભવિષ્યમાં થશે નહિ કે અરિહંતો, (તીર્થકરો) ચક્રવર્તીઓ, બળદેવો, વાસુદેવો, અંત્યકુળમાં, પ્રાંતકુળમાં, અધમકુળમાં તુચ્છકુળમાં, દરિદ્રકુળમાં, કૃપણ-કુળમાં, ભિક્ષુકુળમાં અથવા બ્રાહ્મણ કુળમાં જન્મ્યા હોય, જન્મતા હોય અથવા જન્મે. આ પ્રમાણે ખરેખર અરિહંતો, ચવર્તીઓ, બળદેવો, વાસુદેવો, ઉગ્રકુળમાં, ભોગકુળમાં રાજન્યકુળમાં, ઈક્વાકુ કુળમાં, ક્ષત્રિયકુળમાં, હરિવંશકુળમાં, તથા તેવા પ્રકારના બીજા પણ ઉત્તમ જાતિ અને કુળવાળા વંશોમાં જન્મ્યા હતા, જન્મે છે અને જન્મશે. [૧૯] (શક્રેન્દ્ર વિચાર કરે છે) તે શ્રમણ ભગવાન મહાવીર જંબૂદ્વીપ નામના દ્વીપમાં, ભરતક્ષેત્રમાં બ્રાહ્મણકુંડ ગ્રામ નામના નગરમાં કોડાલગોબીય ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની જાલંધરગોટીયા દેવાનંદા બ્રાહ્મણીના ઉદરમાં ગર્ભરૂપે આવ્યા છે. [૨૦] ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળના દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્રનો એવો જીતાચાર છે કે અરિહંત 42/3]

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96