Book Title: KalpaSutra Mool Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 38
________________ વ્યાખ્યાન-૩ પ૮ [૪૮] તે પછી ત્રિશલાદેવી તેમાં સ્વપ્નમાં નિધૂમ-ધૂમાડા વગરની અગ્નિને જુએ છે. તે અગ્નિથી શિખાઓ ઉપરની તરફ ઊઠી રહેલ હતી. તે સફેદ ઘી અને પીળા મધથી પરિસિંચિત હોવાને કારણે ધૂમાડા વગરની દેદીપ્યમાન, ઉજ્જવળ જ્વાળાઓથી મનોહર હતી. તે જવાળાઓ તરતમતાના યોગથી એક્બીજાથી નાની મોટી હતી, એકમેકમાં મળેલી દેખાતી હતી. તેમાં કેટલીક જવાળાઓ મોટી હતી. તે એવી રીતે ઊછળી રહી હતી જાણે કે આકાશને હમણાં પકાવી દેશે. તે જવાળાઓના અતિશય વેગના કારણે તે અગ્નિ ઘણો ચંચળ હતો. એવા નિયમ પ્રજવલિત અગ્નિને ચૌદમાં સ્વપ્નમાં જુએ છે. કલ્પ [બાસાં સૂત્ર [૫૧] તે પછી તે ત્રિશલા ક્ષત્રિયાણી આ રીતે ઉપર બતાવેલા ચૌદ મહાસ્વપ્નોને જોઈને જાગૃત થઈ. હર્ષિત સંતુષ્ટ બનેલી તે જેમ મેઘધારાથી સીંચાયેલ કબપુષ્પ પુલકિત થાય તેમ તેનાં રોમરોમ પુલકિત થઈ ગયાં. તે સ્વપ્નોનું સ્મરણ કરે છે, સ્મરણ કરીને શયામાંથી ઊઠે છે અને ઊઠીને પાદપીઠ ઉપરથી ઊતરે છે. ઊતરીને ધીમે ધીમે અચપળ, અસંભ્રાંત અવિલંબિત, રાજહંસની માફક મંદમંદ ગતિથી ચાલીને જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિયનો શયનખંડ છે અને જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિય સુખપૂર્વક સૂતેલા છે, ત્યાં આવે છે. આવીને સિદ્ધાર્થ ક્ષત્રિયને ઈષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મનોહર, ઉદાર, લ્યાણરૂપ, શિવરૂપ, ધન્ય, મંગળકારી, શોભાયુક્ત, હૃદયને રુચિકર, હૃદયને આફ્લાદકારી, મિત, મધુર અને મંજુલ શબ્દોથી જગાડે છે. [૪૯] આ જાતનાં શુભ, સૌમ્ય, પ્રિય દર્શન એવાં અને સુરૂપ સ્વપ્નાંને જોઈને કમળ સમાન વિકસિત નયનવાળી દેવી ત્રિશલાનાં શરીરનાં રોમે રોમ પ્રસન્નતાથી પુલકિત થઈ ગયાં, તે શયા ઉપરથી એકદમ જાગૃત થઈ ગઈ. [પર ત્યારબાદ તે ત્રિશલા ક્ષત્રિયાણી સિદ્ધાર્થ રાજાની આજ્ઞા પ્રાપ્ત કરીને વિવિધ મણિરત્નોથી રચિત ભદ્રાસન ઉપર બેસે છે. બેસીને ચાલવાથી લાગેલા શ્રમને દૂર કરીને, ક્ષોભરહિત થઈને સિદ્ધાર્થ ક્ષત્રિયને તેવા પ્રકારે ઈષ્ટ એટલે હૃદયને આહલાદિત કરનારી વાણીથી સંબોધતી સંબોધતી આ પ્રમાણે બોલે છે : [૫૦] જે રાત્રિએ મહાયશસ્વી તીર્થકરો માતાના ઉદરમાં આવે છે, તે રાત્રિમાં પ્રત્યેક તીર્થકરની માતા આ ઉપર કહ્યાં તે ચૌદ સ્વપ્નોને જુએ છે. [૫૩] આ રીતે હે સ્વામી ! હું આજે તે રમણીય શયનખંડમાં શય્યા ઉપર સૂતેલી હતી (જેનું વર્ણન આ પહેલાં

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96