Book Title: KalpaSutra Mool Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 39
________________ વ્યાખ્યાન-૩ કલ્પ [બારસા] સૂત્ર કરવામાં આવેલ છે). ત્યાં જાગૃત થઈ. તે ચૌદ મહાસ્વપ્નો ગજ, વૃષભ વગેરે જે હતાં તે જોયાં. હે સ્વામીનું ! તે ઉદાર ચૌદ મહાસ્વપ્નોનું શું કલ્યાણરૂપ ફળ વિશેષ હશે ? તમે જે સ્વપ્ન જોયાં છે તેનાથી અર્થલાભ, ભોગલાભ, પુખલાભ, સુખલાભ અને રાજ્યલાભ થશે. હે દેવાનુપ્રિયા ! તમને પૂરેપૂરા નવમાસ અને સાડાસાત અહોરાત્રિ પસાર થતાં આપણા કુળમાં કેતુરૂપ કુળપ્રદીપ, કુળપર્વત કુલાવર્તસક કુલતિલક, કુલકીર્તિકર, કુલવૃત્તિકર, કુલદિનકર, કુલાધાર, કુળમાં આનંદ પ્રસરાવનાર, કુળને યશ અપાવનાર, કુળપાદપ કુળ વિવર્ધક, સુકોમળ હાથ પગવાળા, સંપૂર્ણ પંચેન્દ્રિય શરીરવાળા, લક્ષણો વગેરે ચિહ્નો વ્યંજનો અને ગુણોથી યુક્ત, માન, ઉન્માન, પ્રમાણથી પરિપૂર્ણ, શોભાયુક્ત, સર્વાગ સુંદર શરીરવાળા, ચંદ્રસમાન સૌમ્યાકાર, કાંત, પ્રિયદર્શી અને સુરૂપ બાળકને જન્મ આપશો. [૫૪] તે પછી તે સિદ્ધાર્થ રાજા ત્રિશલા ક્ષત્રિયાણી પાસેથી આ અર્થ સાંભળીને અને તેનો હદયમાં વિચાર કરીને હર્ષિત અને સંતુષ્ટ ચિત્તવાળા થયા, આનંદિત થયા. મનમાં પ્રીતિ ઉત્પન્ન થઈ. તેનું મન ઘણું જ આફ્લાદિત થયું. હર્ષથી તેનું હૃદય પ્રફૂલ્લિત થયુ. મેઘની ધારાથી તાડિત કદંબ પુષ્પની માફક તેનાં રોમેરોમ ઉલ્લસિત થઈ ગયાં. તે તે સ્વપ્નોને ગ્રહણ કરે છે, ગ્રહણ કરીને તેના ઉપર સામાન્ય વિચાર કરે છે અને સામાન્ય વિચાર કર્યા પછી ફરીને તે સ્વપ્નોનો પૃથફ પૃથક રૂપે વિશિષ્ટ વિચાર કરે છે. કરીને પોતાની સ્વાભાવિક પ્રજ્ઞાસહિત બુદ્ધિવિજ્ઞાનથી તે સ્વપ્નોનાં વિશેષ ફળોનો પૃથક્ પૃથક રૂપથી નિશ્ચય કરે છે. વિશેષ નિશ્ચય કરીને ઈષ્ટ અથવા મંગળરૂપ પરિમિત, મધુર અને શોભાયુક્ત વાણીથી ત્રિશલા ક્ષત્રિયાણીને આ રીતે કહે છે : [૫૬] અને તે બાળક બાળભાવથી ઉમુક્ત બનીને સમજદાર થશે તથા કળા વગેરેમાં કુશળ બનીને યુવાવસ્થા પ્રાપ્ત કરશે ત્યારે દાનમાં શૂર, સંગ્રામમાં વી-પરાક્રમી બનશે. તેની પાસે વિપુલ બળ, વાહન (સેના વગેરે) હશે. તે રાજ્યનો અધિપતિ-રાજા બનશે. હે દેવાનુપ્રિયા ! તમે જે મહાસ્વપ્ન જોયાં છે તે ઉત્તમ છે. આ રીતે સિદ્ધાર્થ રાજા ત્રિશલારાણીને બીજી અને ત્રીજી વાર કહીને તેના ચિત્તને અધિક પ્રકુલિત કરે છે. [૫] હે દેવાનુપ્રિયા ! તમે જે સ્વપ્નાં જોયાં છે તે ઉદાર, કલ્યાણકારી, શિવરૂપ, મંગળરૂપ, શોભાયુક્ત, આરોગ્યપ્રદ, તુષ્ટિપ્રદ, દીર્ધાયુપ્રદ, કલ્યાણપ્રદ સ્વપ્નાં છે. હે દેવાનુપિયા ! [૫] ત્યારબાદ ત્રિશલા ક્ષત્રિયાણી સિદ્ધાર્થ રાજા પાસેથી

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96