Book Title: KalpaSutra Mool Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 32
________________ વ્યાખ્યાન-૨ કલ્પ [બાસાં સૂત્ર હતી કે જેનાથી તેનું મોટું સુશોભિત દેખાતું હતું. તેના બંને હોઠ સ્વચ્છ, ઉત્તમ કમળની જેમ કોમળ, પ્રમાણસર અને સુંદર હતા. તેનાં તાળવાં રક્ત કમળની જેમ લાલ અને સુકોમળ હતાં. તેની જીભ લપલપાયમાન થઈ રહી હતી. તેનાં બંને નેત્ર સુવર્ણકારના પાત્રમાં રાખેલાં તપેલાં ગોળ સ્વર્ણ સમાન ચમકદાર વિજળીની માફક ચમકતાં હતાં, તેની વિશાળ જાંધો અત્યંત પુષ્ટ અને ઉત્તમ હતી. તેની કાંધ પરિપૂર્ણ અને નિર્મળ હતી. તેની દીર્ધ કેશવાળી કોમળ, સૂક્ષ્મ, ઉજ્જવલ, શ્રેષ્ઠ લક્ષણયુક્ત અને વિસ્તૃત હતી. ઉન્નત પૂંછડું કુંડળના આકારે અને શોભાયુક્ત હતું. તેના નખ ઘણા તીક્ષ્ણ હતા. તેની આકૃતિ ઘણી સૌમ્ય હતી અને નવીન પાલવની માફક ફેલાયેલ મનોહર જીભ હતી. એવા સિંહને આકાશમાંથી લીલાપૂર્વક નીચે ઊતરતો અને પોતાના મુખમાં પ્રવેશ કરતો જુએ છે – ત્રિીજું સ્વપ્ન. હતા તથા માંસયુક્ત ઉભરાયેલા, પાતળા ત્રાંબાની માફક લાલ અને નિષ્પ હતા. તેણીના હાથ અને પગકમળ-દળ સમાન કોમળ હતાં. તેની આંગળીઓ પણ સુકોમળ અને શ્રેષ્ઠ હતી, પિંડલીઓજાંઘ કુવૃન્દના આવર્ત સમાન અનુક્રમે ગોળ હતી. તેણીના બન્ને ઘૂંટણ શરીર પુષ્ટ હોવાને લીધે બહાર દેખાય નહિ તેવાં હતાં. તેણીની જાંઘ ઉત્તમ હાથીની સૂંટની માફક પરિપુષ્ટ હતી. તેણીની કેડનો ભાગ મનોહર અને સુવિસ્તૃત કનકમય કંદોરાથી યુક્ત હતો. તેની રોમરાજિ શ્રેષ્ઠ અંજન, ભ્રમર અને મેધસમૂહ સમાન શ્યામ વર્ણવાળી તથા સરસ, સીધી, ક્રમબદ્ધ, અત્યંત પાતળી, મનોહર પુષ્પાદિની જેમ મૃદુ અને રમણીય હતી, નાભિમંડળના કારણે તેની જાંઘ સરસ, સુંદર અને વિશાળ હતી. તેણીની કમર મુઠીમાં આવી જાય એટલી પાતળી અને સુંદર બિવલીથી યુક્ત હતી. તેણીનાં અંગોપાંગ અનેકવિધ મણિયો, રત્નો, સુવર્ણ તથા વિમલ લાલ સુવર્ણના આભૂષણોથી સુશોભિત હતાં. તેણીનાં સ્તનયુગલ સોનાનાં કળશની માફક ગોળ અને કઠ્ઠણ હતાં, તથા વક્ષસ્થળ મોતીઓના હારથી અને કુંદ પુષ્પમાળાથી દેદીપ્યમાન હતાં. તેના ગળામાં નેત્રોને પ્રિય લાગે એવી જાતના હાર હતા કે જેમાં મોતીઓનાં ઝૂમખાં લટકી રહેલ હતાં. સુવર્ણમાળા તેમજ મણિસૂત્ર પણ બિરાજી રહેલ હતાં. તેણીના બન્ને કાનોમાં ચમકદાર કુંડલ પહેરેલ હતાં અને તે ખભા સુધી લટકતાં હતાં. મુખથી અત્યંત શોભા [૩૮] ત્યારપછી પૂર્ણ ચંદ્ર સમાન મુખવાળી ત્રિશલા ક્ષત્રિયાણી ચોથા સ્વપ્નમાં લક્ષ્મીદેવીને જુએ છે. તે લક્ષ્મી અત્યંત ઉન્નત હિમવાન પર્વત ઉપર ઉત્પન્ન થયેલ શ્રેષ્ઠ કમળના આસન ઉપર સંસ્થિત હતી. પ્રશસ્ત રૂપવતી હતી, તેણીના ચરણ યુગલ સારી રીતે સ્થાપન કરેલા સુવર્ણમય કાચબાની જેમ ઉન્નત હતાં. તેણીના અંગુઠા ઉભરાયેલા અને પુષ્ટ હતા. તેણીના નખ રંગથી રંગાયેલા હોવા છતાં પણ રંજિત લાગતા

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96