Book Title: KalpaSutra Mool Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 35
________________ વ્યાખ્યાન-૩ ૫૧ [૪૦] તે પછી છઠ્ઠ સ્વપ્નમાં ત્રિશલા માતા ચંદ્રને જુએ છે. તે ચંદ્ર ગાયના દૂધ, પાણીનો ફુવારો, જળના કણિયા અને રજત-ઘટની માફક સફેદ હતો, શુભ હતો અને હૃદય તથા નયનોને અત્યંત પ્રિય હતો, પરિપૂર્ણ હતો, ઘોર અંધકારને નષ્ટ કરનારો હતો. પૂર્ણિમાના ચંદ્રની માફક પૂર્ણ કળાયુક્ત હતો, કુમુદ વનોને વિકસિત કરનારો હતો, રાતની શોભાને વધારનારો હતો, સ્વચ્છ કરેલા દર્પણની જેમ ચમકી રહેલ હતો. હંસની માફક શ્વેત હતો, તે તારાગણ અને નક્ષત્રોમાં પ્રધાન હતો. રાતની શોભામાં અભિવૃદ્ધિ કરનારો હતો. તે અંધકારનો શત્રુ હતો. કામદેવનાં બાણોનાં ભાથા જેવો હતો. સમુદ્રનાં પાણી ઉછાળનારો હતો. વિરહની વેદના ભોગવનારાને વ્યથિત કરનારો હતો. તે સૌમ્ય અને સુંદર હતો. વિરાટ ગગન મંડળમાં સારી રીતે પરિભ્રમણ કરનારો હતો. જાણે આકાશમંડળનું હરતું ફરતું તિલક હોય તેવો હતો. રોહિણીના મનને આહ્લાદિત કરનારો, એવા પૂર્ણ ખીલેલાં ચંદ્રને ત્રિશલાદેવી છટ્ઠા સ્વપ્નમાં જુએ છે. [૪૧] તે પછી ત્રિશલાદેવી સ્વપ્નમાં સૂર્યને જુએ છે. તે સૂર્ય અંધકારના સમૂહને નાશ કરનારો અને તેજથી જાજ્વલ્યમાન હતો. લાલ અશોક, વિકસિત કિંશુક, પોપટની ચાંચ, ચણોઠીનો અર્ધ લાલભાગ-આ બધી વસ્તુઓની માફક રક્ત વર્ણવાળો હતો. કમળ વનોને સુશોભિત કરનારો, કલ્પ [બારસા] સૂત્ર જ્યોતિષ ચક્ર ઉપર સંક્રમણ કરવાના કારણે તેનાં લક્ષણો બતાવનારો હતો. આકાશનો પ્રદીપ, હિમને નષ્ટ કરનારો, ઉદય અને અસ્ત સમયે જ થોડાક વખત સુધી સુખપૂર્વક સામે જોઈ શકાય તેવો અને અન્ય સમયે ન જોઈ શકાય તેવો તેજસ્વી, રાત્રિમાં વિચરનારા લુંટારા અને તસ્કરોનો પ્રમર્દક, ઠંડીને દૂર કરનારો, મેરુપર્વતની પ્રદક્ષિણા કરનારો, પોતાનાં સહસ્ર કિરણોથી ચમકતા ચાંદ અને તારાગણોની શોભાને નષ્ટ કરનારો હતો. એવા સૂર્યને ત્રિશલાદેવી સાતમાં સ્વપ્નમાં જુએ છે. – ૫૨ [૪૨] ત્યારપછી ત્રિશલાદેવી સ્વપ્નમાં ધ્વજા જુએ છે. તે ધ્વજા શ્રેષ્ઠ સુવર્ણના દંડ ઉપર પ્રતિષ્ઠિત હતી. તે લીલા, લાલ, પીળા, શ્વેત વગેરે વિવિધ રંગોના વસ્ત્રોથી બનેલી હતી. પવનથી લહેરાતી તે ધ્વજા મયુર પંખ સમાન શોભાયમાન હતી. તે ધ્વજાના ઉપરના ભાગમાં શ્વેતવર્ણનો સિંહ ચિતરેલ હતો. જે સ્ફટિક, શંખ, અંકરત્ન, મોગરા, જળકણ અને રજત કળશ સમાન ઉજ્જવળ હતો, પવનને લીધે ધ્વજા અહીં તહીં ડોલાયમાન થઈ રહેલ હતો. જેથી એમ લાગતું હતું કે સિંહ આકાશમંડળ ભેદન કરવા માટે ઉધમ કરી રહેલ છે. તે ધ્વજા સુખકારી, મંદ મંદ પવનથી લહેરાતી હતી, અતિશય ઉન્નત હતી. મનુષ્યોને માટે દર્શનીય હતી એવી ધ્વજા આઠમે સ્વપ્ને ત્રિશલાદેવી જુએ છે.

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96