________________
વ્યાખ્યાન-૨
૧
હરિણૈગમેષી દેવે શક્રની આજ્ઞાથી માહણકુંડ ગ્રામ નગરમાંથી કોડાલગોત્રીય ઋષભદત્ત બ્રાહ્મણની ભર્યા જાલંધર ગોત્રીયા દેવાનંદા બ્રાહ્મણીના ઉદરમાંથી ક્ષત્રિયકુંડ ગ્રામ નગરના જ્ઞાતૃક્ષત્રિય, કાશ્યપગોત્રીય સિદ્ધાર્થ ક્ષત્રિયની ભાર્યા વાસિષ્ઠ ગોત્રીયા ત્રિશલા ક્ષત્રિયાણીના ઉદરમાં પોતાના દિવ્ય પ્રભાવથી
ભગવંતને સુખપૂર્વક સંહ–સંસ્થાપિત કર્યા.
[૩૧] શ્રમણ ભગવાન મહાવીર (તે સમયે) ત્રણ જ્ઞાનથી યુક્ત હતા. “મારું અહીંથી સંહરણ થશે'' તે જાણતા હતા. ‘સંહરણ થઈ રહેલ છે’ તે જાણતા ન હતા, ‘સંહરણ થઈ ગયું છે' તે જાણતા હતા.
[૩૨] જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીરને જાલંધર ગોત્રીયા દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાંથી વાશિષ્ઠ ગોત્રીયા ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં ગર્ભરૂપે સંહરાયા તે રાત્રે તે દેવાનંદા બ્રાહ્મણી તેની શય્યામાં અર્ધ નિદ્રાવસ્થામાં હતી. તે સમયે તેણે એવું સ્વપ્ન જોયું કે મારાં ઉદર, કલ્યાણકારી, શિવરૂપ, ધન્ય, મંગળરૂપ, શ્રી યુક્ત ચૌદ મહાસ્વપ્નાં ત્રિશલા ક્ષત્રિયાણીએ હરી લીધાં છે. એવું જોઈને તેણી જાગી. તે ચૌદ મહાસ્વપ્ન છે-હાથી, વૃષભ વગેરે.
કલ્પ [બારસા] સૂત્ર
[૩૩] જે રાતે શ્રમણ ભગવાન મહાવીરને જાલંધર ગોત્રીયા દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાંથી વાસિષ્ઠ ગોત્રીયા ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં ગર્ભપણે સંહરાયા, તે રાત્રિએ તે ત્રિશલા ક્ષત્રિયાણી જે ભવ્ય ભવનમાં નિદ્રા લઈ રહેલ હતી તે વાસગૃહનો અંદરનો ભાગ ચિત્રોથી સુશોભિત હતો. બહારનો ભાગ ચૂનાથી ધોળાયેલ હતો. ઘસીને ચીકણો, સુંવાળો તથા
ચમકદાર બનાવેલ હતો. ઉપર છતમાં વિવિધ પ્રકારનાં ચિત્રો ચિતરેલાં હતાં. મણિ-રત્નોની ઝગઝગાટ કરતી જ્યોતિથી ત્યાંનો અંધકાર નષ્ટ થઈ ગયો હતો. નીચે ફર્શનો ભાગ સમતલ અને સુરચિત હતો. તેના ઉપર પાંચ રંગનાં સરસસુગંધિત ફૂલો જ્યાં ત્યાં વિખરાયેલાં પડ્યાં હતાં.
તે વાસગૃહ કાલાગુરુ, ઉત્તમ કુંદરુ, લોબાન વગેરે વિવિધ જાતના ધૂપથી મહેકી રહેલ હતો. અન્ય પણ સુગંધિત પદાર્થોની સુગંધિથી તે સુગંધિત હતો. ગંધ દ્રવ્યની ગોળીની માફક તે સુગંધિત હતો. એવા શ્રેષ્ઠ વાસગૃહમાં તે એવી જાતના પલંગ ઉપર સૂતેલ હતી કે જેનાં ઉપર પ્રમાણયુક્ત ઉપધાન (તકિયા) હતા. માથા અને પગ બન્ને બાજુ ઉપધાન રાખેલ હતાં.
૪૨
તે શય્યા બન્ને બાજુથી ઉન્નત અને મધ્યમાં નીચી હતી. ગંગા નદીના તટની રેતી સમાન તે મુલાયમ અને કોમળ હતી. સ્વચ્છ અળસીના વસ્ત્રથી વીંટળાયેલ હતી અને ધૂળ ન પડે તે રીતે આચ્છાદિત હતી. તેના ઉપર લાલવસ્ત્રની
મચ્છરદાની નાખેલી હતી. તે મૃગચર્મ, કીમતી ઊંચા રૂ, બૂર