________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
નથી લેખકને નથી કવિ હું, નથી જ્ઞાની વા નથી વિદ્વાન; બાલક ચાલે પ્રેમે લખ્યું મહે, સત્ય જણાય તે લેશે જ્ઞાન.
કેવી લઘુતા ? કેટલું નિરભિમાનપણું? કકાવલિ સુધમાં જે જે, ભૂલચૂક ને થયો જે દેષ, સર્વ સંઘની આગળ તેની માફી માગું બહુ ગુણ પોષ.
અને છેવટે ઉપસંહાર કરતાં મંગલ સ્વરૂપ સદ્દગુરૂદેવતાઓને સ્મરી લે છેગુરૂ રવિસાગર સુખસાગર ગુરૂ, પામી તેને પૂર્ણ પસાય; બુદ્ધિસાગર મંગલમાલા, ગ્રંથ રચી પાપે સુખદાય.
આમ આ મહાન કwાવલિ કાવ્ય ગ્રંથ સર્વ રસ વડે પૂર્ણ-પરિપુરિત થયો છે.
અત્યારે શ્રીમદ્દના ભત જીવનની જવલંત તસમા ૧૦૮ મહાગ્રંથ શ્રીમદની એક મહાવિદ્વાન, મહાપંડિત, મહાકવિ, ઉત્કૃષ્ટ લેખક, શ્રેષ્ટ સ્વાનુભાવી સમર્થ યોગીરાજ, ઉચ્ચકોટિના અધ્યાત્મી, તિવ્ર તપત્યાગ, વિભૂષિત મહાન પુરૂષ તરીકેની ખ્યાતી કરતા વિશ્વમાં વિદ્યમાન છે.
આવા કક્કાવલીના જોટાના તથા તેવી શૈલીના કયા કયા ને કેટલા ગ્રંથ ગુર્જર ભાષામાં છે તેને તપાસ આ લેખકે કર્યો છે. છતાં ભારતવર્ષના ગુર્જર ભાષા લેખકોએ આવા પ્રકારને તથા આવી અદ્દભુત ઉચકેટિની રસસામગ્રીવાળો કોઈ ગ્રંથ વિદ્યમાન હવાનું જણાઈ શકયું નથી.
આ ગ્રંથની વિશિષ્ટતામાં તેમાં અનેક પ્રકારને સર્વોપયોગી સબધ હોવા ઉપરાંત તે જૈન સાધુનો આલેખેલે હોવા છતાં પણ તે વિશ્વના તમામ ધર્મને, તમામ કામના, તમામ વયનાં, તમામ રસજ્ઞોના, આબાળ વૃદ્ધ સ્ત્રી પુરૂષોને એક સરખો ઉપયોગી, સમજી શકાય તે બન્યો છે.
આમાં પાશ્ચાત્ય દેશોના દાખલા તથા ત્યાંની પરિસ્થિતીને પણ ખ્યાલ આપી દીધો છે અને સ્વદેશ (બાહ્ય) તથા આંતર સ્વદેશ તથા સ્વરાજ્ય (મુક્તિ) તેમજ આદર્શ ગ્રહસ્થાશ્રમ તથા આર્યોનાં કર્તવ્યનું ભાન, રાજા–પ્રજાની ફરજ
For Private And Personal Use Only