________________
,
,
જીવવું અમૃત
જેના વડે પદાર્થ જણાય તે જ્ઞાન. જ્ઞાન એ આત્મા(જીવદ્રવ્ય)નો ગુણ
જેને દર્શન બે પ્રકારનો બોધ માને છે. ૧) સામાન્ય બોધ, ૨) વિશેષ બોધ.
દા.ત. દૂરથી જોતાં સામે કંઇક છે, એવો ખ્યાલ આવે તે સામાન્ય બોધ છે અને માણસ છે | ઝાડનું ઠૂંઠું છે. એવો ખ્યાલ આવે તે વિશેષ બોધ છે. સામાન્ય બોધને જૈન શાસનમાં “દર્શન' કહેવામા આવે છે. અને વિશેષ બોધને “જ્ઞાન' કહેવામાં આવે છે.
જ્ઞાન એ જીવનો સ્વાભાવિક ગુણ છે. એટલે જો કોઇ કર્મરૂપ આવરણ ન હોય તો જીવ સ્વભાવથી જ સંપૂર્ણ જ્ઞાન ધરાવે છે. ત્રણે કાળના-ત્રણે લોકના સર્વ પદાર્થોને જાણે છે. જેને કેવળજ્ઞાન કહે છે. પરંતુ અનાદિકાળથી જીવ ઉપર કર્મનું આવરણ છે જ, જે તેના સ્વભાવને ઢાંકે છે. તેમાં દર્શનાવરણ કર્મથી દર્શન ઢંકાય છે, અને જ્ઞાનાવરણ કર્મથી જ્ઞાન ઢંકાય છે. છતાં કોઇપણ કર્મ જીવના ગુણને સંપૂર્ણપણે ઢાંકી શકતું નથી, નહીં તો જીવ પોતાના સ્વભાવ વિનાનો થતાં અજીવરૂપ બની જાય..
એટલે જ્ઞાનાવરણ કર્મથી ઢંકાયા પછી પણ જીવને કેટલુંક જ્ઞાન તો હોય જ છે.
જૈન દર્શનમાં જ્ઞાન મુખ્ય બે પ્રકારનું છે.
૧) પ્રત્યક્ષ – જે બાહ્ય કોઇ પણ સામગ્રી (ઇન્દ્રિય, મન વિ.) ની સહાય વિના સીધું આત્માને થાય છે. અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન પ્રત્યક્ષ છે.
જીવનનું અમૃત
,