Book Title: Jivannu Amrut
Author(s): Bhavyasundarvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 14
________________ वाच्यवाचकभावपुरस्सरीकारेण शब्दसंस्पृष्टार्थग्रहणहेतुरूपलब्धिविशेषः । વાચ્યવાચકભાવની પ્રધાનતાથી શબ્દમાંથી ઉપજતા અર્થના ગ્રહણના કારણભૂત જ્ઞાનશક્તિને શ્રુતજ્ઞાન કહ્યું છે અને તે પણ ઇન્દ્રિય અને મનના નિમિત્તથી જ થાય છે. શ્રુતં ૬ તવ્ જ્ઞાન ના=શ્રુતજ્ઞાન=સાંભળેલું જ્ઞાન, સંભળાયેલું જ્ઞાન, બોલાતું જ્ઞાન, એ શ્રુતજ્ઞાન છે. પાંચ જ્ઞાનમાં બોલકું જ્ઞાન શ્રુતજ્ઞાન છે, અને તેથી તે અતિ ઉપકારી છે. અનભિલાપ્ય અનંત ભાવો છે. તેનાથી અનંતમા ભાગે અભિલાપ્ય ભાવો છે જે બોલી શકાય છે. તેનો અનંતમો ભાગ ૧૪ પૂર્વમાં ગણધરોએ ગુંથ્યો છે. અક્ષરોની સંખ્યા સમાન હોવા છતાં પૂર્વધરોને અર્થલાભમાં ફરક ષટ્યાન પતિત હોય છે. તેનું કારણ છે મતિશ્રુતજ્ઞાનનો તે તે પૂર્વધરને થયેલો યથામાત્રાનો ક્ષયોપશમ...આત્મપ્રત્યક્ષથી થના૨ જ્ઞાન ત્રણ છે. અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન. અવધિજ્ઞાનને ક્ષેત્ર અને દ્રવ્યમાં મર્યાદા છે માટે નામ છે અવધિજ્ઞાન, ક્ષેત્રમાં દેવ-નાકને આશ્રયીને નીચે-નીચેનું જાણી શકાય છે અને દ્રવ્યમાં રૂપીમાત્રમાં જ પ્રવૃત્તિ થાય છે. પરંતુ આ જ્ઞાનમાં થતો અર્થસાક્ષાત્કાર તે સીધો આત્મામાંથી થાય છે. આ જ્ઞાનના અનુગામી વિગેરે ૬ ભેદ છે. મનઃ પર્યવજ્ઞાનથી મનના ભાવો જાણી શકાય છે. તેના બે ભેદ છે. ઋજુમતિ, વિપુલમતિ. પહેલા કરતા બીજું સ્પષ્ટતમ હોય છે. કેવળજ્ઞાન એ કેવળ છે. એક જ છે. મતિજ્ઞાન વિગેરેથી નિરપેક્ષ છે. સંપૂર્ણ જ્ઞાન થયા પછી અધુરા જ્ઞાન વિલય પામે છે, અને આત્માથી અભિન્નરૂપે સર્વપદાર્થ પ્રકાશક લોકાલોકવ્યાપી કેવળજ્ઞાન સહજરૂપે વિલસે છે. આત્મામાં રહેલા જ્ઞાનગુણ પર પાંચ જાતના જ આવા૨ક કર્મો હોવાથી અનાવરણ પામતા સર્વજ્ઞાનસમુદાયનો સમાવેશ આ પાંચ જ્ઞાનમાં થઇ જાય છે. જૈન દર્શનમાં જ્ઞાનવિષયક જ્ઞાનસમૃદ્ધિના આ ઉપરછલ્લા દર્શનથી પણ એટલું સમજી શકાય છે. આ કોઇ મીમાંસા નથી પણ કેવળજ્ઞાનના બળે પીરસાયેલું કેવળ સત્ય છે. આપણને મળેલા આગમો અને શાસ્ત્રો એ સત્યરૂપી ધૃતના ભંડાર છે. આપણી બુદ્ધિને એનું સમુચિત વિધિથી પાન કરાવીએ તો આરૂગ્ગબોહિલાભ મળ્યા વગર ન જ રહે...મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન આ બેની પણ સમ્યઉપાસના ઉઘડ્યા વિનાના તમામ આત્મપ્રદેશોને મુક્તિ કાજે સફાળા ક૨વા સમર્થ છે. સા વિદ્યા યા વિમુક્તયે... જ્ઞાનના આવા તેજોમય પ્રદેશનો પ્રવાસ કરાવી રહ્યા છે...મુનિવરશ્રી ભવ્યસુંદરવિજયજી મ.સા. સ્વયં જ્ઞાનગંગામાં મસ્ત છે, સ્પષ્ટ અને સ્વસ્થ જ્ઞાન એ એમનો જીવનમંત્ર છે અને જ્ઞાનપ્રસાદીનું વિતરણ એ એમની જીવન પ્રણાલિ છે...આવા મુનિવરના માધ્યમે આપણે મોક્ષમાર્ગની ત્રિપદીમાંના એક તત્ત્વ જ્ઞાનના તેજોમય વિસ્તારને ખુંદતા ખુંદતા કેવળજ્ઞાનના પરમોચ્ચ પ્રદેશને વરીએ એ જ મંગલ શુભાભિલાષા... માધવ

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54