Book Title: Jivannu Amrut
Author(s): Bhavyasundarvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 18
________________ કેવળજ્ઞાનની સાથે કેવળદર્શન પણ હોય જ છે. બંનેનો ઉપયોગ વારાફરતી ૧-૧ સમય માટે રહે છે. જે સમયે કેવળજ્ઞાન થાય તેના પ્રથમ સમયે કેવળજ્ઞાન, પછી કેવળદર્શન, પછી કેવળજ્ઞાન એમ ઉપયોગનું પરાવર્તન થયા કરે છે. કેવળદર્શનથી સર્વ પદાર્થોનો સામાન્ય બોધ અને કેવળજ્ઞાનથી વિશેષ બોધ થાય છે. કેવળજ્ઞાન સમયે ઇન્દ્રિયાદિથી થતાં મતિજ્ઞાન હોતા નથી. એટલે કેવળજ્ઞાનીને આંખ હોવા છતાં આંખથી જોતા નથી, કાનથી સાંભળતા નથી, નાકથી સૂંઘતા નથી, જીભથી ચાખતા નથી કે ચામડીથી સ્પર્શનો અનુભવ કરતા નથી. બધાનું જ્ઞાન તેમને કેવળજ્ઞાનથી જ થાય છે. અરિહંતની દેશના સાંભળવા ઔચિત્યથી કેવલી ભગવંતો જાય છે, પણ કાનથી સાંભળતા નથી, કેવળજ્ઞાનથી જ દેશના જાણે છે. જે પોતાના સ્થાને બેઠાં બેઠાં પણ જણાય જ છે. ગોચરી વાપરે, તેમાં લાડવો આવે તો જીભથી તેની મીઠાશનો અનુભવ કરતા નથી, કેવળજ્ઞાનથી જ લાડવો મીઠો છે, તે જાણે છે. તેમ તેમને વિચારરૂપ ભાવમન નથી હોતું. પ્રશ્ન – કેવલી ભગવંત ગોચરી શા માટે વાપરે ? – ઉત્તર - કેવલી ભગવંતને ઔદારિક શરીર છે, વેદનીય કર્મનો ઉદય છે. તેમાં ક્ષુધા વેદનીયનો ઉદય પણ હોય છે, તેથી ભૂખ લાગે છે, અને શરીર આહાર વિના ટકી શકે નહીં. તેથી આહાર કરે છે. બધા સિદ્ધ ભગવંતોને તો કેવળજ્ઞાન છે જ. મનુષ્યલોકમાં દરેક કાળે ઓછામાં ઓછા ૨ કરોડ અને વધુમાં વધુ ૯ કરોડ કેવલી ભગવંતો વિદ્યમાન હોય છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ - અપ્રમત્તપણે ચારિત્રનું પાલન કરતા પ્રથમ સંઘયણ ધરાવનારા સાધુને દેશ-કાળ અનુકૂળ હોય, અર્થાત્ મહાવિદેહ ક્ષેત્રમાં સદાકાળે, ભરત-એ૨વતમાં ઉત્સર્પિણીમાં ત્રીજા-ચોથા આરામાં અને અવસર્પિણીમાં ત્રીજા-ચોથા-પાંચમા આરામાં વિશિષ્ટ અધ્યવસાયથી ક્ષપકશ્રેણિની પ્રાપ્તિ થાય તો ચાર ઘાતીકર્મોનો નાશ કરી તેરમા ગુણસ્થાને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. મનુષ્યપણામાં કેવળજ્ઞાનનો ઉત્કૃષ્ટ કાળ દેશોન ક્રોડ પૂર્વ છે. ૪ જ્ઞાનનું સ્વરૂપ

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54