________________
મન:પર્યવજ્ઞાનના બે પ્રકાર છે. ૧) ઋજુમતિ અને ૨) વિપુલમતિ.
ઋજુમતિ મન:પર્યવજ્ઞાન કરતાં વિપુલમતિ મન:પર્યવજ્ઞાનથી વસ્તુ વધારે સ્પષ્ટ જાણી શકાય છે.
જેને વિપુલમતિ મન:પર્યવજ્ઞાન થાય, તેને તે જ ભવમાં અવશ્ય કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે, અર્થાત્ તે ચરમશરીરી હોય છે. નિયમ મોક્ષમાં જાય છે.
એક જીવને મન:પર્યવજ્ઞાન ઉત્કૃષ્ટથી દેશોન ક્રોડ પૂર્વ (૧ પૂર્વ = ૭૦,૫૬૦ અબજ વર્ષો સુધી રહી શકે. સંપૂર્ણ વિશ્વમાં મન:પર્યવજ્ઞાની જીવોની કુલ સંખ્યા ઓછામાં ઓછી ૨ હજાર અને વધુમાં વધુ ૯ લાખ હોઇ શકે.
પ્રશ્ન - મન:પર્યવજ્ઞાનથી માત્ર મન જ દેખાય છે, બીજા દ્રવ્યો નહીં. તો પછી દિવાલ પાછળ રહેલી વ્યક્તિનું મન દેખાય, તેથી વિચાર જણાય; પણ વ્યક્તિ તો દેખાતી નથી, તો પછી તે વિચાર કોના છે, તે કેવી રીતે જણાય ?
ઉત્તર - વિશિષ્ટ શ્રુતજ્ઞાનના બળથી. (ઇતિ શ્રીજયઘોષસૂરય:) હાલ ભરતક્ષેત્રમાં મન:પર્યવજ્ઞાનનો વિચ્છેદ થયેલો છે.
જ્ઞાનનું સ્વરૂપ