________________
મતિજ્ઞાની જીવો જઘન્ય અને ઉત્કૃષ્ટથી ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા છે.
પ્રતિભા, બુદ્ધિ, આવડત, દક્ષતા, ઇન્દ્રિયોની વિશિષ્ટશક્તિ (ચાના બગીચામાં રખાતા માણસો-જે દરેક ચાની quality જુદી પારખી શકે છે, પગીની નિરીક્ષણશક્તિ ઇત્યાદિ...) મતિજ્ઞાનરૂપ જ છે.
મતિજ્ઞાનનું ઉત્કૃષ્ટ અંત૨ દેશોન અર્ધપુદ્ગલપરાવર્ત જેટલું છે. અર્થાત્ મતિજ્ઞાન પામ્યા પછી નાશ પામે (મિથ્યાત્વે જવાથી અજ્ઞાનરૂપ બને) તો પણ ઉત્કૃષ્ટથી તેટલા કાળ પછી અવશ્ય પુનઃ મતિજ્ઞાન પામે. મતિ-શ્રુતનો ભેદ
-
શબ્દને અનુસરીને થતું જ્ઞાન, તે શ્રુતજ્ઞાન છે. શબ્દને અનુસર્યા વિના થતું જ્ઞાન તે મતિજ્ઞાન છે.
દા.ત. આંખથી ઘડો જોયો. તેનાથી થતું ઘડાનું જ્ઞાન તે ચાક્ષુપ મતિજ્ઞાન. ઘડાને અડવાથી સ્પર્શથી થાય તે પણ ઘડાનું સ્પાર્શન મતિજ્ઞાન. ઘડાનો રણકારભર્યો અવાજ સાંભળવાથી ઘડાનું જ્ઞાન થાય તે પણ ઘડાનું શ્રોત્ર મતિજ્ઞાન... પાણીના માટીયુક્ત વિશિષ્ટ સ્વાદના આધારે ઘડાનું જ્ઞાન થાય તે પણ રાસન મતિજ્ઞાન. પાણીમાં માટીની સુગંધ આવવાથી ઘડાનું જ્ઞાન થાય તે પણ ઘ્રાણજ મતિજ્ઞાન. મનથી પનિહારીનો વિચાર કરતાં ઘડાનું જ્ઞાન થાય તે ઘડાનું માનસ મતિજ્ઞાન.
અલબત્ત અહીં પણ ઘડાનું જ્ઞાન થયા પછી, તેનું નામ ‘ઘડો' એવા શબ્દનું પણ જ્ઞાન થાય છે, પણ ઘડારૂપ પદાર્થનું જ્ઞાન, ‘ઘડો’ એવા શબ્દના જ્ઞાન વિના જ થઇ જાય છે. તેથી તે મતિજ્ઞાન છે.
જ્યારે કોઇ ‘ઘડો’ એમ બોલે, ત્યારે પહેલા કાનથી ‘ઘ' અને ‘ડો’ એવા અક્ષરોનું જ્ઞાન થાય છે, તે શ્રોત્ર મતિજ્ઞાન છે. ત્યારબાદ ઘડારૂપ પદાર્થનું જ્ઞાન થાય છે, તે ‘ઘડો’ શબ્દના આધારે થતું હોવાથી શ્રુતજ્ઞાન છે. તે રીતે, પુસ્તકમાં લખેલા ‘ઘડો' એવા અક્ષરોને જોઇને પહેલાં તે શબ્દનું ચાક્ષુષ મતિજ્ઞાન ક્ષય છે. પછી તેના આધારે ઘડારૂપ પદાર્થનું જ્ઞાન થાય, તે શ્રુતજ્ઞાન છે.
પ્રશ્ન આ રીતે તો શ્રુતજ્ઞાન શ્રોત્રેન્દ્રિય અને ચક્ષુરિન્દ્રિયથી જ થશે. ઉત્તર - સ્પર્શથી પણ અક્ષરોનું જ્ઞાન થાય છે. અંધજનો બ્રેઇલ લિપિ દ્વા૨ા અક્ષરોનું જ્ઞાન કરે છે અને પછી તેના આધારે તેમને શ્રુતજ્ઞાન થાય છે. જીવનનું અમૃત
૧૯