________________
અનુમિતિ – જે બે વસ્તુ વચ્ચે અવિનાભાવ સંબંધ હોય, તેમાંની એકને જોતા, બીજી પણ છે જ એવું જ્ઞાન થાય તે. [બે વસ્તુ સાથે જ રહેતી હોય, એકના વગર બીજી ન જ રહેતી હોય તે અવિનાભાવ સંબંધ. દા. ત. અગ્નિના અભાવમાં ધૂમાડો ન રહે. ]
દા.ત. ધૂમાડો દેખાવાથી જ “આગ લાગી છે' તેવું જ્ઞાન થઇ જાય છે. • સમ્યગુ-મિથ્યા શ્રુત સમ્યક્ શ્રત – જૈન શાસનના શાસ્ત્રો. મિથ્યા ભૃત – અન્ય ધર્મોના શાસ્ત્રો, લોકિક ગ્રંથો અથવા સમ્યક્ શ્રુત - સમકિતી જીવનું જ્ઞાન - ભલે તે કોઇપણ વિષયનું હોય. મિથ્યા શ્રુત - મિથ્યાત્વી જીવનું જ્ઞાન - ભલે તે જૈન ધર્મનું હોય.
(જ્ઞાનાવરણ કર્મ બાંધવાના કારણો) ૧) જ્ઞાનના ઉપકરણો (પુસ્તક, પેન, કાગળ વિ.) ની આશાતના
ખાતાં-પીતાં-સૂતાં વાંચવા. જે ગમે ત્યાં રખડતા મૂકવા, ફેંકવા. • પગ લગાડવો, થૂક લગાડવું. • કાગળ પર ખાવું. • કાગળ ફાડવા, સાપડા વિગેરે પડવાથી તૂટવા.
• ઉપકરણો તરફ પગ કરીને અનાદરથી બેસવું, સૂવું. ૨) એંઠા મોં બોલવું. ૩) બહેનોએ અંતરાય (M.C.)માં વાંચવું-લખવું વિગેરે. ૪) ભણનારાને અંતરાય કરવો. * ભણતો હોય તો અવાજ કરવો. (ઉપાશ્રયમાં મોબાઇલ પર વાત કરવી.)
પુસ્તક વિગેરે ખોવાડી, બગાડી નાખવા. * ભણતાં હોય તે સમયે વિશિષ્ટ કામ ન હોય તો પણ વાતો કરવી, બોલાવવા. ૫) ભણવા-ભણાવવાની અનુકૂળતા હોવા છતાં આળસ કરવી. ૬) જ્ઞાનીની-ગુરુની-શિક્ષકની નિંદા-અવહેલના-મશ્કરી કરવી, તેમને હેરાનપરેશાન કરવા. ૭) શ્રુતજ્ઞાન-જિનવચનની ‘આ બધું બોગસ છે' વિગેરે રૂ૫) નિંદા કરવી.
જ્ઞાનનું સ્વરૂપ