________________
દુર્નયોમાંથી જ બીજા બધા (બૌદ્ધ, સાંખ્ય વિ.) દર્શનોની ઉત્પત્તિ થઇ છે. તે અભિનિવેશ | અભિગ્રહ રૂપ છે, મિથ્યાત્વ છે.
જે નયમાં પોતાને માન્ય ધર્મથી વિરુદ્ધ ધર્મનું ખંડન ન હોય તે સુનય છે. સુનય જૈનદર્શનને માન્ય છે. વસ્તુતઃ વ્યવહારમાં સર્વત્ર નયનો જ પ્રયોગ થતો હોય છે.
જ્ઞાનનું જ્ઞાન - જૈન દર્શનના મતે જ્ઞાન સ્વપ્રકાશક છે એટલે જ્ઞાન પોતે જ પોતાને જણાવે છે.
અર્થાત્ જ્યારે ઘટ દેખાય ત્યારે “આ ઘડો છે' એવું જ્ઞાન થતાંની સાથે જ “મને ઘડો દેખાયો | મેં ઘડો જોયો | મને ઘડાનું (ચાક્ષુષ મતિ)જ્ઞાન થાય” આવું જ્ઞાન થઇ જ જાય છે. નેયાયિકોના મતે જ્ઞાનનું જ્ઞાન-અનુવ્યવસાયજ્ઞાન પાછળથી થાય છે. અર્થાત્ પ્રથમક્ષણે “આ ઘડો છે” એવું જ્ઞાન થયા પછી બીજી ક્ષણે “મને ઘડાનું જ્ઞાન થયું' તેવું જ્ઞાન થાય છે.
(જ્ઞાનપ્રાપ્તિના ઉપાયો) ૧) જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના ઉપકરણો (પુસ્તક, પેન વિ.) પ્રત્યે હાર્દિક
બહુમાન. જ્ઞાનનું પૂજન.
જ્ઞાનના લેખન, છપાઇ (પ્રિન્ટીંગ) વિ.માં આર્થિક સહયોગ. ૪) જ્ઞાનની સુરક્ષા, વ્યવસ્થિત સંગ્રહ વિ.માં સહાય અર્થાત્ જ્ઞાનભંડારોની
જાળવણી.
જ્ઞાની મહાત્માઓની અનેક પ્રકારે ભક્તિ. ૬) જ્ઞાનાભ્યાસ કરનારને સહાય-અનુકૂળતા કરી આપવી-જગ્યા, પંડિતો,
પુસ્તકો વિ. સામગ્રી ઉપલબ્ધ કરવી. ૭) પાઠશાળામાં ભણનારને પ્રોત્સાહન, બહુમાન. ૮) જ્ઞાનદાતાનું બહુમાન. ૯) જ્ઞાનપંચમી તપ, ખમાસમણ, કાઉસ્સગ્ન વિ. દ્વારા જ્ઞાનની આરાધના. ૧૦) ગોખવું, ભણવું, વાંચવું, પુનરાવર્તન કરવું વિ. પુરુષાર્થ. ૧૧) સારી રીતે ભણેલા હોય તો બીજાને આળસ વિના સમય આપીને ભણાવવા.
જ્ઞાનનું સ્વરૂપ
જે
જે