Book Title: Jivannu Amrut
Author(s): Bhavyasundarvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar
Catalog link: https://jainqq.org/explore/023302/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ - મતિજ્ઞાન સુતજ્ઞાન કેવલજ્ઞાન અવધિજ્ઞાન મન:પર્યવજ્ઞાન જીવનનું - અમૃત જૈન દર્શન પ્રરૂપિત જ્ઞાનનું સૂક્ષ્મતમ અને સ્પષ્ટતમ નિરૂપણ પ્રેરક પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. Page #2 -------------------------------------------------------------------------- ________________ ૫.પૂ. સકલસંઘહિતચિંતક ન્યાયવિશારદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભુવનભાનુ-પદાર્થ-પરિચય-શ્રેણિ-૮ / જયઉ સવણુસાસણ-શ્રી વર્ધમાનસ્વામિને નમઃ | // શ્રી પ્રેમ-ભુવનભાનુ-પ-જયઘોષ-હેમચંદ્રગુરૂભ્યો નમઃ | જીવનનું અમૃત (જૈન દર્શન પ્રરૂપિત જ્ઞાનનું સૂક્ષ્મતમ અને સ્પષ્ટતમ નિરૂપણ) -: પ્રેરક :પ.પૂ. સકલસંઘહિતચિંતક આધ્યાત્મિક-શિબિર-આદ્યપ્રણેતા આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા -: લેખક :પ.પૂ. સરસ્વતી લબ્ધપ્રસાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરત્નસુંદરસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પ.પૂ. વિદ્ધદગ્રણી મુનિરાજશ્રી ભવ્યસુંદરવિજયજી મ.સા. -: સંયોજક :પ.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પ.પૂ. પંન્યાસજી શ્રી સંયમબોચિવિજયજી મ.સા. -: પ્રકાશક :જૈનમર્પરિવાર Page #4 -------------------------------------------------------------------------- ________________ વીર સં. ૨૫૪૦૦ વિ. સં. ૨૦૭૦• ઇ.સ. ૨૦૧૪ 2 – જીવનનું અમૃત Jeevananu Amrut S u Name Author's પ.પૂ. મુનિરાજશ્રી ભવ્યસુંદરવિજયજી મ.સા. P.P. Munirajshree Bhavyasundervijayji M.S. સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન..© પ્રથમ આવૃત્તિ • ૩૦૦૦ નકલ મૂલ્ય રૂા. ૫૦.૦૦ -: સંશોધક :પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયઅજિતશેખરસૂરિજી મ.સા. પ.પૂ. પંન્યાસજી શ્રી મહાબોચિવિજયજી મ.સા. -: પ્રાપ્તિ સ્થાન :a જૈનમ્ પરિવાર, અમદાવાદ. મો. ૮૯૮૦૧૨૧૭૧૨ 2 દિવ્યદર્શન, ૩૯, કલિકુંડ સોસાયટી, ધોળકા, જિ. અમદાવાદ. મયંકભાઇ પી. શાહ, મો. ૯૮૨૧૦ ૯૪૬૬૫ a દેવાંગ અરવિંદભાઇ શાહ, મો. ૯૩૨૨૨૭૭૩૧૭ અમિતભાઇ કે. શાહ, વડોદરા મો. ૯૮૯૮૫૮૬૨૨૪ 3 હસિત દિપકભાઇ બંગડીવાલા, સુરત મો. ૯૪૨૭૧ ૫૮૪૦૦ Page #5 -------------------------------------------------------------------------- ________________ સ્વસંપત્તિના સવ્યય દ્વારા જેમણે શાસનને સમૃદ્ધ અને પોતાના પરલોકને સદ્ધર બનાવ્યા શુતપ્રેમી ગુરૂભક્ત પરિવાર શી ભુલાલીલા પાઈ-પરિચય શણિવી ડ્રી વલ્થ થતી] - શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિ પૂજક તપગચ્છ જૈન સંઘ-ઘાટકોપર (ઇ.) ૦ શ્રી રાંદેર રોડ શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ સુરત OUR SU श्री भुवनभानु-पदार्थ-परिचय श्रेणि तत्त्वज्ञानश्रेणि के प्रस्तुत प्रकाशन में प.पू.पंन्यासजी श्री संयमबोधिविजयजी म.सा. की प्रेरणा से है। श्री सीमंधरस्वामि जैन संघ, अंधेरी (पूर्व) ने । अपने ज्ञाननिधिसे सुंदर लाभ लिया है। मूल्य चुकाये बिना जैन गृहस्थ इस की मालकियत न करे। Page #6 --------------------------------------------------------------------------  Page #7 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રીનો અનુજ્ઞાપત્ર नि तीर्थ ९५५२मात्मा सर्वोत्कृष्ट ५०६ ९गळी खा देश-देखो समझ ध्या पूर्वे शासन- मोजमार्ग स्थापना अपनानधन खाया नेधाद नेनेनिन उहेबाद तेयो ने धर्मस्थापे तेने नैतधत उद्देशाद- तेघामने स्वतझरणार आराधनार माननार ने नैन ईबाद साया प्रदृष्टन्द यने शक्ति शाजी धनार परमात्मा नैनधर्मण आप अदमनो साझयो छे सेअवश्य साथमा जाइ‌क्शासम धापे समनु शासन ने स्थाझदेछे नेमांमदम स्वाभरणारा संयम नार नेमना मुख्य शिवस्यो अनुपादियो जननार साउ संख्यामां नादन होय छे तेमने गएराझर उद्देवाद पहन इत्सान्तरे ते सर्जरी काय परंतु रोमने प्रभुना आशिषहिधा सदस्प्रे लावभा खेदनुज्ञान दानिसयि पुन्य तरत प्रगढ़ ाद छेक जलको रोमने पा सला मानवा प्रराळा गावा के महापुरूषो 'सर्वज्ञ‌वास्त चित्र अने सर्वी कहोदा छ वा वास्ता अपना जने अंहुमे श्री तीर्थ फेर लगवान श्री गडावर लगवान कई वादो ধ ताधकर लगवान रोड गणे दार-त भगवान आने करत होममी 205 काय परंतु सा लगदानना सावाप्र‌लाव पूल्द शाजी गएरधर शिक्षक स६९द्ध जनो धाद-जघा गुरुलाओ अनेप्रायः समान शक्ति पाया परमात्मा समवेदालासना होय छे श्री परमात्माना हाधे रोमना to शिवाय या गसार लगो 4 Gym देता वधता परमात्माददान्य ज्ञान पत्mने या शासन प्ररूपधे रुने योग्य शिष्योने शासन बहन ईई‌का संभावना स्थापछे स्थापना पूर्वी परमात्मा योग्य १४९योने संतियां संमना मझना उतररूपे संजितमा किपटिनु ज्ञान आपछे रुने सेशताब्दी पोताने मर्जेस ज्ञानका अवधी प्रभुना प्रलाप खेने पुन्यथा शासन मादेना सजअ डाटना मार्गो उपायों विघानो हात्दो पोरे सुचादर रूपे रयेो नियत रोते मां प्रभुने नवाज आपले संक्रिया अशा रूपेो अने गराइरहेको सूत्र रूपे जार अंगश्ये छे रुने सेनो अर्थ विस्तारखे हुआ दिया जाई तर लगान Page #8 -------------------------------------------------------------------------- ________________ से रखनाने प्रामापताना ज्ञान नाही चीत ओल होदाला मोर छाप असे प्रामानुङ्खार आने सामने पठन पाठवली अनुझाने संघनासनना संभाजनता अनुशा आप हो या अनुझाने लाभ आपना इटे अऊ आस्थापना प्रभुना ईदजहाान पछी त प्रथम देशनामा बायो प्रतु महजार उमायिक प्रथम देशना औपाहिल, रूपण्ड औ उप‌धित जननादी ददतुझे जाडी हरेक प्रभु प्रथम देशनामासनस्थापना गणधर स्थापना हुन्छ हो भने संघ शासन संयोजन गणाध कोने सौंपे छे- पद्मी प्रभु जन्म अनेकन होता आया उन्हें परंतु सेोद्धाने तैयार हदवानी न्याजहारी गणधर खेया विन्स्याने सोपलक्हादेछे आा दिरको जगराते आसन संभाला असा सक्षम तैयार करना होद हो जघा समोवडीदा भेमा राज्जित होदा छता जझा महादिनया नम्र नानामदानी मदाने जगुणोमहाद जघान एकात्मा प्रेम तेल अवश्य मोजे कच्छे तम जघान गणधर दो पक्ष बहुलव पट्टी नुतन G4p4 मोजे दो-प्रभुता ध ध्वजगर शासन धपाउन तम योग्यता है कि वगर शासन बहन उधर, सावा भोडाले दिशा सर्व प्रभुला 2xrani सक कि ज्ञान उग्ने आधार संपन्नता होय छ आमा हुडा सबस भिमा दोष धन से न्यूनता आवे छे साच्हते अनंत कुले हुयादन आदछे छता सूर्य अहम Baziamछे राहुना ग्रहामधी ग्रसने सो सूर्य५०% से हैदराने देो दामन नष्ट्र ओझे प्रेम प्रभुशासन विक्रम अवाधित सर्व हेतु आये हो रहेछ रहेको साप्रलाव हो प्रतुतो सने स‌िजलादिततत्काननो उसने डानद्वारा प्रगढ दोस लादिन धरतेस आधार ना बदन पद्धतिनो Page #9 -------------------------------------------------------------------------- ________________ yogi BDIO 6202012912 2047 2 2mL B2142171 246५२ २८°NAM MInaniya dhay 2010 2012154 nhar 2734. 32312m 47 २०६१ २६0 x 2.7 Pn.ary 2940 दादा 23nai, SA/24varan cartoog200 301240 2 200 2168 - 241342 Monp 1044 2nt and infanोप 827 02-225cfursgeni ५९.. २Page #10 -------------------------------------------------------------------------- ________________ નાdi gયાસાં | પ્રકાશકીય અનંતજ્ઞાનગુણસંપન્ન તીર્થકર ભગવં તો મોહના અંધકારમાં અથડાતા જીવોને સુખની ઓળખ અને સાચા સુખનો માર્ગ મળે તે માટે જ્ઞાનના પ્રકાશનું છૂટે હાથે દાન કરવા કેવલજ્ઞાની બન્યા પછી રોજ બે દેશના=૭ કલાક જિનવાણી પ્રકાશે છે. શાસનની સ્થાપના બાદ તુર્ત જ ગણધર ભગવંતોએ વ્યક્ત કરેલી તત્ત્વ-જિજ્ઞાસાના પ્રત્યુત્તરમાં પ્રભુએ સમગ્ર સંસાર સ્વરૂપને ઓળખવાની ચાવી રૂપ ત્રિપદી પ્રકાશી. ‘ઉપ્પન્ન ઇ વા, વિગમે ઇ વા, ધુવે ઇ વા’, અને એ ત્રિપદીના નાના દ્વારમાં છુપાયેલો મહાતત્ત્વખજાનો ગણધર ભગવંતોએ પોતાની વિશિષ્ટ પ્રજ્ઞાથી દ્વાદશાગીરૂપે પ્રગટ કર્યો.. જિનશાસનના સારસર્વસ્વસમો એ દ્વાદશાંગીનો પ્રવાહ કાળબળે વિલુપ્ત થતો રોકવા પૂર્વાચાર્યોએ લેખન-વિવેચનસર્જન અને પ્રકરણ-ભાષ્ય આદિ ઉદ્ધરણરૂપે સતત પુરૂષાર્થ કરી ટકાવ્યો...પરંતુ કાળનું વિષમ આક્રમણ નિતનવા રૂપો ધારણ કરે છે. સંસ્કૃત-પ્રાકૃત ગિરાનો પ્રવાહ રુંધાયો અને પુણ્યપુરૂષોએ લોકબોલીમાં પ્રભુવાણીની ધારા વહાવી.. - પ.પૂ. સકલ ઘહિતચિંતક યુ વાજનો દ્ધારક આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાએ કોઇ પુણ્યવંતી ધન્યપળે જિનશાસનના તત્ત્વજ્ઞાનને વિષયવાર વિભાજિત કરી સરળ ભાષામાં પ્રકાશિત કરવાનો વિચાર વહેતો મૂક્યો...વર્ષો બાદ પ.પૂ. પરમાત્મભક્તિનિમગ્ન આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય પ.પૂ. પંન્યાસજી શ્રી સંયમબોધિવિજયજી મ.સા.એ ગુરૂભક્તિથી એ વિચારને સાકાર કરવા કમર કસી, જબરદસ્ત જહેમત ઉઠાવી. અનેક મહાત્માઓને વિનંતી કરતા તે મહાત્માઓએ પણ શ્રુતભક્તિ, ગુરૂભક્તિ અને સંઘભક્તિના આ અવસરને વધાવી લીધો, જેની અમે ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. | પ.પૂ. શાસ્ત્ર-શાસનમર્મજ્ઞ આચાર્યદેવ શ્રીમદ્ વિજયઅજિતશેખરસૂરીશ્વરજી મ.સા. તથા પ.પૂ. બહુશ્રુત પ્રવચનપટુ પંન્યાસજી શ્રી મહાબોધિવિજયજી મ.સા. એ આવેલ તમામ લખાણને પોતાની શાસ્ત્ર-પરિકર્મિત મતિથી સંશોધિત કરી આપ્યું છે તે બદલ પૂજ્યશ્રીઓના અત્યંત ઋણી છીએ. - નિશ્ચિત કરેલા ૪૦ થી અધિક વિષયોમાંથી પ્રથમ ચરણ રૂપે ૧૧ પુસ્તકોનો સેટ પ્રકાશિત કરી રહ્યા છીએ, તેમાં જીવનનું અમૃત (જૈન દર્શન પ્રરૂપિત જ્ઞાનનું સૂક્ષ્મતમ અને સ્પષ્ટતમ નિરૂપણ) પુસ્તક ૫.પૂ. મુનિરાજ શ્રી ભવ્યસુંદરવિજયજી મહારાજ સાહેબશ્રીએ આગવી શૈલીમાં અને તમામ તત્ત્વોનો સમાવેશ કરીને લખી આપેલ છે. પૂજ્યશ્રીની શ્રુતભક્તિની અંતરથી અનુમોદના...અમારી વિનંતિનો સ્વીકાર કરી સારગ્રાહી પ્રસ્તાવના ‘માધવ'ના ઉપનામથી લખી આપનાર પૂ.મુનિવરશ્રીને ભાવભરી વંદના. પ્રિન્ટીંગનું કાર્ય દિલ દઇને કરી આપનાર શુભાય આસવાળા દિનેશભાઇ મુડકર્ણીને પણ હજારો સલામ. પ્રાન્ત, શાસનની, સંઘની, શ્રુતની સર્વતોમુખી સેવા સાતત્યપૂર્વક, સમર્પણપૂર્વક અને સફળતાપૂર્વક કરી | શકીએ એવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના.. જૈનમ્ પરિવાર Page #11 -------------------------------------------------------------------------- ________________ ભવોદધિતારક प. पू. गुहेवश्रीनो આશિર્વાદ पत्र नमो नमः श्रीगुरु प्रेमसूरये। सुपिशाची गरछना सभई स्व सिद्धांतमहाईघि खायार्य हेव समह यन्य प्रेमसूरी धरल महाराल शून्यमोश लभने विराट सक्न म्यु संवत पिंडवाडा यानुमयि प्रसंगे रच-गुरु साथै साई सागस्थ रखने हयात थघने लगलग एकरথ वधु मुनिसोनु समयग छा रखनी ज्ञानी, गीतार्थ, तपस्वी, प्रथ थन बटुल- संयमीजीको मशाज समुदायसभी जन्या हाएगा हता ने ना तेजो लेखोना पटघर, भवन भर सुध गुरु लगयंतनी घरछा सोनी पूर्ति दुखानु अर्थ भन्मार्ग यु ले स्वा पूल्य पाह अनुरुप सामायी लगयंत महलक्य भुवनलानु सूट घzm महारान श्रेष्ठ संयम् उग्रतप साथ विशिष्ट शानसेमेल विशेषता हती, अत्तु शासन ले प्राप्ति के संघनी सेवामा खा भवन समर्पित ड्यू, अजण पुरु षार्थ ड्यौ काननी टेली संध्या सुद्ध संप्रमत साधना साथे ते सोपे सर्त्यत समाधि साथै परसोड प्रयागड्यु जुद्धि व्हरस्पति भेजी हुती, लेश जल्युदय मारे रमती कधी क प्रनुशासन रखने संघना प्रसरन योभनायो तमना मनमा खनो त्थ अनु शासन खाने तपसी साधुसोना दाण (2) ऋतु शासनना दिशा साहित्दन रक्षाक. त्सूित्र उन्मार्गको अतिकर की प्रत्तु शासननी रआ डरती संघना खल्युहरु माटे संयम, ज्ञानी समूहायनुं सर्वन हरखु (3) साधु-साधको नमी सेयमनुकले माटे दिशार इसम्मा दायनाकी खापया लोग का प्रतापइयाग बारे घमंत्रात शोमी लोवा Page #12 -------------------------------------------------------------------------- ________________ (4) मानान) पायम २९ 10 पे ज14मना (सातामा २५स्थि६२८). ( MYHMA AMy + त्या ) नवा नाय र २१६ मत पाट [. ___460 431) MAHY संयम लनु 105240 साथ प्रल 201210 PM सघना भु६५ मारमा भ्य). auan शापानमन) CavCENCHAR 2yA ANCHOn५ २. जी सायो भु यह अपना २७ मा पारेमन से CRt Minute RL .4141)2) नय, (2000, सारे प्रकृतिको । स्थ34005) मुज सुर व्य10 20 मल्ल 2011 MAY 2 मी 20 मा ५२ आ ) स्थापना थापाम) या या 24 249 या कालर) Cra ) CALLutयो 12 नानी 0 + 1200 2 2 ) साल 20 ma) +0 ( 42) Hin2044FROYA JUNE260) ५ २५सरल मा C44-41 संबनाMrim२/ 44dNHAL) 2014 DAN.HयमबाAaraur सारा 4 . अब सपना । 1021 202+ MAH MPun 4) 26. 20 520 मार सnoram 2 2 ल ५ 4004)dk5 तान) साथ मम २ 404) जय PD23 ५० १२4) भल2016 2 सपत कर लेरा - भOH. ईम12 घन 214, २०५६ १२ ) Page #13 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનના તેજોમય પ્રદેશની યાત્રા જૈન દર્શનની પદાર્થ વ્યવસ્થા સર્વથા અવિસંવાદી છે, એવું સર્વદર્શનના જાણકારોની બુદ્ધિએ સ્વીકાર કર્યો છે...જ્ઞાન વિશે જૈનધર્મની સૂક્ષ્મતા બિનહરીફ તો છે જ, સાથે જીવનવ્યવહારો સાથે સંવાદિ પણ છે. નૈયાયિકો જ્ઞાનને મુક્તાત્મામાં નથી માનતા અને ઇશ્વરમાં નિત્યજ્ઞાન માને છે. સાંખ્યો જ્ઞાનને પ્રકૃતિનું જ તત્ત્વ ગણે છે. મીમાંસક પાસે મુક્તિ નથી અને ઇશ્વર નથી તેથી જ્ઞાનની સત્તા પ્રકૃતિગત થઇ જાય છે. બૌદ્ધોના યોગાચારમાં જ્ઞાનને આત્મસ્વરૂપ માન્યું છે.' જૈનદર્શને આત્માના અનંત ગુણોમાં જ્ઞાનને પણ એક ગુણ ગણ્યો છે. આ ગુણ દરેક જીવમાં અને જીવની દરેક અવસ્થામાં વિકૃત કે અવિકૃતરૂપે ડોકીયું તો કરે જ છે. માટે જ શાસ્ત્રોમાં કહ્યું છે કે નિગોદમાં પણ અક્ષરનો અનંતમો ભાગ ઉઘાડો છે. આમ તો દરેક ગુણની અનંતમો ભાગ ઉઘાડો હોય છે, છતાં જ્ઞાનની પ્રધાનવિલક્ષા એટલા માટે છે, કે તે પ્રદિપની જેમ સ્વપરપ્રકાશક છે. કર્મયુક્ત સર્વે જીવોના સર્વ ગુણો | અવગુણો, ઔદયિક ચેષ્ટાઓ અને ઓપશમિક પરિણામો વિ. સર્વ અવસ્થામાં અભિવ્યક્તિ ઊભી કરનાર તત્ત્વ જ્ઞાનગુણ છે. લજામણીનો સંકોચ અને બકુલનો વિકોચ, નાળીયેરની બદ્ધમૂલતા અને રુદતીનો શોક, આ બધી વનસ્પતિમાં પણ દેખાતી અભિવ્યક્તિનું ઉપાદાન કારણ જ્ઞાનગુણ છે. અભિવ્યંજકતાને લીધે જ્ઞાનગુણ આત્માની કર્મયુક્ત અવસ્થામાં પણ સમસ્ત અચેતન દુનિયાથી આત્માને વેગળો જાહેર કરે છે...માટે જ ઘણા સ્થળોએ ચેતનાન્નક્ષણો નીવ:-જીવની આવી વ્યાખ્યા આપી છે. કર્મયુત અવસ્થામાં મિથ્યાત્વ મોહથી વિકૃત થયેલા જ્ઞાનગુણને અજ્ઞાન કહેવામાં આવે છે. જ્ઞાનનો અભાવ અને વિપરીત જ્ઞાન બંને સમાન કાર્ય કરે છે. લક્ષથી દૂર રાખવાનું...માટે મિથ્યાત્વમોહથી કલંકિત જ્ઞાનાવરણીયના ક્ષયોપશમને અજ્ઞાનરૂપ જ ગણવામાં આવે છે, અને મિથ્યાત્વરહિત અવિકૃત જ્ઞાનગુણને જ જ્ઞાનરૂપે બિરદાવ્યો છે. તેમાં પ્રથમ બે જ્ઞાન મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન છે, જે ઇન્દ્રિયસાપેક્ષ હોવાથી પરોક્ષ છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન પ્રાયઃ પરસ્પર સાપેક્ષ છે. | મતિજ્ઞાન : બે પ્રકારે છે, શ્રુતનિશ્રિત અને અશ્રુતનિશ્રિત. ઔત્પાતિકી વિગેરે ૪ પ્રકારની બુદ્ધિ તે અશ્રુતનિશ્ચિત છે...શ્રુતનિશ્રિતમાં ઇન્દ્રિયો અને મન સાથે અર્થાવગ્રહ, ઇહા, અપાય અને ધારણાના ૨૮ ભેદ થાય છે. શ્રુતજ્ઞાનના અક્ષરદ્યુત વિગેરે ૧૪ ભેદ છે... મતિજ્ઞાનનું બીજુ નામ આભિનિબોધિક જ્ઞાન છે. નંદિસૂત્રમાં સરળ વ્યાખ્યા આપતા કહે છે. “ન્દ્રિયમનોનિમિત્તો યોગ્યેશાવસ્થિતવસ્તુવિષય: ભુટાતિમાસો વોથવિશેષો ત્યર્થ:' ઇન્દ્રિય અને મનના સહકારે યોગ્યદેશમાં રહેલી વસ્તુનો સ્પષ્ટ પ્રતિભાસરૂપ બોધવિશેષ, તે છે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની વ્યાખ્યાને પણ સરળતાથી રજુ કરી છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ वाच्यवाचकभावपुरस्सरीकारेण शब्दसंस्पृष्टार्थग्रहणहेतुरूपलब्धिविशेषः । વાચ્યવાચકભાવની પ્રધાનતાથી શબ્દમાંથી ઉપજતા અર્થના ગ્રહણના કારણભૂત જ્ઞાનશક્તિને શ્રુતજ્ઞાન કહ્યું છે અને તે પણ ઇન્દ્રિય અને મનના નિમિત્તથી જ થાય છે. શ્રુતં ૬ તવ્ જ્ઞાન ના=શ્રુતજ્ઞાન=સાંભળેલું જ્ઞાન, સંભળાયેલું જ્ઞાન, બોલાતું જ્ઞાન, એ શ્રુતજ્ઞાન છે. પાંચ જ્ઞાનમાં બોલકું જ્ઞાન શ્રુતજ્ઞાન છે, અને તેથી તે અતિ ઉપકારી છે. અનભિલાપ્ય અનંત ભાવો છે. તેનાથી અનંતમા ભાગે અભિલાપ્ય ભાવો છે જે બોલી શકાય છે. તેનો અનંતમો ભાગ ૧૪ પૂર્વમાં ગણધરોએ ગુંથ્યો છે. અક્ષરોની સંખ્યા સમાન હોવા છતાં પૂર્વધરોને અર્થલાભમાં ફરક ષટ્યાન પતિત હોય છે. તેનું કારણ છે મતિશ્રુતજ્ઞાનનો તે તે પૂર્વધરને થયેલો યથામાત્રાનો ક્ષયોપશમ...આત્મપ્રત્યક્ષથી થના૨ જ્ઞાન ત્રણ છે. અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન. અવધિજ્ઞાનને ક્ષેત્ર અને દ્રવ્યમાં મર્યાદા છે માટે નામ છે અવધિજ્ઞાન, ક્ષેત્રમાં દેવ-નાકને આશ્રયીને નીચે-નીચેનું જાણી શકાય છે અને દ્રવ્યમાં રૂપીમાત્રમાં જ પ્રવૃત્તિ થાય છે. પરંતુ આ જ્ઞાનમાં થતો અર્થસાક્ષાત્કાર તે સીધો આત્મામાંથી થાય છે. આ જ્ઞાનના અનુગામી વિગેરે ૬ ભેદ છે. મનઃ પર્યવજ્ઞાનથી મનના ભાવો જાણી શકાય છે. તેના બે ભેદ છે. ઋજુમતિ, વિપુલમતિ. પહેલા કરતા બીજું સ્પષ્ટતમ હોય છે. કેવળજ્ઞાન એ કેવળ છે. એક જ છે. મતિજ્ઞાન વિગેરેથી નિરપેક્ષ છે. સંપૂર્ણ જ્ઞાન થયા પછી અધુરા જ્ઞાન વિલય પામે છે, અને આત્માથી અભિન્નરૂપે સર્વપદાર્થ પ્રકાશક લોકાલોકવ્યાપી કેવળજ્ઞાન સહજરૂપે વિલસે છે. આત્મામાં રહેલા જ્ઞાનગુણ પર પાંચ જાતના જ આવા૨ક કર્મો હોવાથી અનાવરણ પામતા સર્વજ્ઞાનસમુદાયનો સમાવેશ આ પાંચ જ્ઞાનમાં થઇ જાય છે. જૈન દર્શનમાં જ્ઞાનવિષયક જ્ઞાનસમૃદ્ધિના આ ઉપરછલ્લા દર્શનથી પણ એટલું સમજી શકાય છે. આ કોઇ મીમાંસા નથી પણ કેવળજ્ઞાનના બળે પીરસાયેલું કેવળ સત્ય છે. આપણને મળેલા આગમો અને શાસ્ત્રો એ સત્યરૂપી ધૃતના ભંડાર છે. આપણી બુદ્ધિને એનું સમુચિત વિધિથી પાન કરાવીએ તો આરૂગ્ગબોહિલાભ મળ્યા વગર ન જ રહે...મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન આ બેની પણ સમ્યઉપાસના ઉઘડ્યા વિનાના તમામ આત્મપ્રદેશોને મુક્તિ કાજે સફાળા ક૨વા સમર્થ છે. સા વિદ્યા યા વિમુક્તયે... જ્ઞાનના આવા તેજોમય પ્રદેશનો પ્રવાસ કરાવી રહ્યા છે...મુનિવરશ્રી ભવ્યસુંદરવિજયજી મ.સા. સ્વયં જ્ઞાનગંગામાં મસ્ત છે, સ્પષ્ટ અને સ્વસ્થ જ્ઞાન એ એમનો જીવનમંત્ર છે અને જ્ઞાનપ્રસાદીનું વિતરણ એ એમની જીવન પ્રણાલિ છે...આવા મુનિવરના માધ્યમે આપણે મોક્ષમાર્ગની ત્રિપદીમાંના એક તત્ત્વ જ્ઞાનના તેજોમય વિસ્તારને ખુંદતા ખુંદતા કેવળજ્ઞાનના પરમોચ્ચ પ્રદેશને વરીએ એ જ મંગલ શુભાભિલાષા... માધવ Page #15 -------------------------------------------------------------------------- ________________ , , જીવવું અમૃત જેના વડે પદાર્થ જણાય તે જ્ઞાન. જ્ઞાન એ આત્મા(જીવદ્રવ્ય)નો ગુણ જેને દર્શન બે પ્રકારનો બોધ માને છે. ૧) સામાન્ય બોધ, ૨) વિશેષ બોધ. દા.ત. દૂરથી જોતાં સામે કંઇક છે, એવો ખ્યાલ આવે તે સામાન્ય બોધ છે અને માણસ છે | ઝાડનું ઠૂંઠું છે. એવો ખ્યાલ આવે તે વિશેષ બોધ છે. સામાન્ય બોધને જૈન શાસનમાં “દર્શન' કહેવામા આવે છે. અને વિશેષ બોધને “જ્ઞાન' કહેવામાં આવે છે. જ્ઞાન એ જીવનો સ્વાભાવિક ગુણ છે. એટલે જો કોઇ કર્મરૂપ આવરણ ન હોય તો જીવ સ્વભાવથી જ સંપૂર્ણ જ્ઞાન ધરાવે છે. ત્રણે કાળના-ત્રણે લોકના સર્વ પદાર્થોને જાણે છે. જેને કેવળજ્ઞાન કહે છે. પરંતુ અનાદિકાળથી જીવ ઉપર કર્મનું આવરણ છે જ, જે તેના સ્વભાવને ઢાંકે છે. તેમાં દર્શનાવરણ કર્મથી દર્શન ઢંકાય છે, અને જ્ઞાનાવરણ કર્મથી જ્ઞાન ઢંકાય છે. છતાં કોઇપણ કર્મ જીવના ગુણને સંપૂર્ણપણે ઢાંકી શકતું નથી, નહીં તો જીવ પોતાના સ્વભાવ વિનાનો થતાં અજીવરૂપ બની જાય.. એટલે જ્ઞાનાવરણ કર્મથી ઢંકાયા પછી પણ જીવને કેટલુંક જ્ઞાન તો હોય જ છે. જૈન દર્શનમાં જ્ઞાન મુખ્ય બે પ્રકારનું છે. ૧) પ્રત્યક્ષ – જે બાહ્ય કોઇ પણ સામગ્રી (ઇન્દ્રિય, મન વિ.) ની સહાય વિના સીધું આત્માને થાય છે. અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન પ્રત્યક્ષ છે. જીવનનું અમૃત , Page #16 -------------------------------------------------------------------------- ________________ ૨) પરોક્ષ - જે આત્માને સીધું થતું નથી, ઇન્દ્રિયાદિ સામગ્રી દ્વારા થાય છે તે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પરોક્ષ છે. તેમાં પણ ઇન્દ્રિય-મન દ્વારા થતુ મતિજ્ઞાન એ સંવ્યવહારથી પ્રત્યક્ષ ગણાય છે (જેને તૈયાયિકો વગેરે પ્રત્યક્ષ કહે છે.). અને શાસ્ત્રવચન-અનુમાનાદિથી થતાં મતિ-શ્રુતજ્ઞાન તો પરોક્ષ જ છે. મિથ્યાત્વીના જ્ઞાનને અજ્ઞાન (વિપરીત જ્ઞાન) કહેવાય છે. પ્રશ્ન - મિથ્યાત્વી પણ ઘડાને “ઘડો” જ માને છે તો પછી તે અજ્ઞાન કેમ કહેવાય ? ઉત્તર - સમ્યકત્વી ઘડાને સ્યાદ્વાદદષ્ટિથી પૂર્ણપણે જાણે છે. અર્થાત્ ઘડો ભૂતકાળની અપેક્ષાએ માટીનો ઢગલો પણ છે, ભવિષ્યકાળની અપેક્ષાએ ઠીકરું પણ છે, વિ. બધું જાણે છે-સ્વીકારે છે. મિથ્યાત્વી એક જ દૃષ્ટિકોણ (વર્તમાન)ની પક્કડવાળો હોવાથી કદી ઘડાને પૂર્ણપણે જાણતો નથી. ઊલટું આ ઘડો જ છે, માટી કે ઠીકરું નથી, એમ માને છે, તે જ્ઞાન વિપરીત જ હોવાથી અજ્ઞાન છે. તેમ મિથ્યાત્વીને જ્ઞાનના ફળરૂપ વિરતિ અને મોક્ષ ન થતા હોવાથી તેને જ્ઞાન છે જ નહીં, અજ્ઞાન જ છે. મિથ્યાત્વીને ૩ જ્ઞાન થઇ શકે – મતિ, શ્રુત અને અવધિ, જેને મતિઅજ્ઞાન, શ્રુત-અજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન કહેવાય છે. એક જીવને એક સાથે ૧,૨,૩ કે ૪ જ્ઞાન હોઇ શકે. ૧) માત્ર કેવળજ્ઞાન ૨) મતિ-શ્રુત જ્ઞાન અથવા મતિ-શ્રુત અજ્ઞાન ૩) મતિ-શ્રુત-અવધિ જ્ઞાન અથવા મતિ-શ્રુત અજ્ઞાન, વિર્ભાગજ્ઞાન અથવા મતિ-શ્રુત-મન:પર્યવ જ્ઞાન. ૪) મતિ-શ્રુત-અવધિ અને મન:પર્યવજ્ઞાન મતિ-શ્રુત જ્ઞાન (કે અજ્ઞાન) વિનાનો કોઇ જીવ હોતો નથી. સૂક્ષ્મ નિગોદના જીવને પણ અક્ષરના અનંતમા ભાગ જેટલું જ્ઞાન તો હોય જ છે. જ્ઞાનનું સ્વરૂપ Page #17 -------------------------------------------------------------------------- ________________ ન કેવળજ્ઞાન : જીવ પરનું જ્ઞાનાવરણ કર્મ સર્વથા નાશ પામી જાય તો જીવનો સ્વાભાવિક જ્ઞાનગુણ પ્રગટ થાય છે, જેને કેવળજ્ઞાન કહે છે. કેવળજ્ઞાનમાં એક સાથે-પ્રત્યેક સમયે ત્રણે લોકના-ત્રણે કાળના-સર્વ દ્રવ્યોના-સર્વ પર્યાયોનું જ્ઞાન થાય છે. કેવળજ્ઞાન થાય પછી મતિ વિ. જ્ઞાનો હોતા નથી. અહીં આ વાત દૃષ્ટાંતથી સમજીએ-ચોમાસાની ઋતુમાં ઘનઘોર વાદળો છવાયેલા હોય ત્યારે ભરદિવસે પણ ઘણું અંધારું થઈ જતું હોય છે. જો કે રાત જેવું અંધારું થતું નથી. જ્યારે વાદળો સાથે સૂર્ય સંતાકુકડી રમે ત્યારે ક્યારેક સૂર્યના કિરણો કાણામાંથી બહાર આવતા દેખાય છે. સૂર્ય સમાન જીવનો જ્ઞાનસ્વભાવ છે. ઘનઘોર વાદળા એ કેવળજ્ઞાનાવરણ કર્મ છે, જે સૂર્યના પ્રકાશને ઢાંકી દે છે, તેથી કેવળજ્ઞાન થતું નથી. પણ આ વાદળામાં વચ્ચે ક્યાંક ક્યાંક થોડાં છિદ્રો હોય છે, જે મતિ વિ. જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમરૂપ છે. તેમાંથી થોડો થોડો પ્રકાશ આવે છે, તે મતિ વિ. જ્ઞાનો છે. હવે જો વાદળા સંપૂર્ણ દૂર થઇ જાય તો સૂર્યનો પૂર્ણ પ્રકાશ આવે, પછી કાણાંમાંથી આવતો પ્રકાશ ન રહે; તેમ કેવળજ્ઞાનાવરણ કર્મનો ક્ષય ક્ષતાં પૂર્ણજ્ઞાન-કેવળજ્ઞાન પ્રગટ થઇ જતાં બાકીના મતિ વિ. જ્ઞાનો રહેતા નથી. એટલે એકલું માત્ર તે જ હોવાથી જ તેને કેવળજ્ઞાન કહેવાય છે. કેવળજ્ઞાન શાશ્વત છે. અર્થાત્ આવ્યા પછી અનંતકાળ સુધી રહે છે, કદી નાશ પામતું નથી. કેવળજ્ઞાન એક જ છે, પેટાભેદ નથી. તે શુદ્ધ, પરિપૂર્ણ, અનંત (અનંત દ્રવ્યો અને તેની અવસ્થાઓને જાણનાર) અને અવ્યાઘાતી છે. મતિ વિ. જ્ઞાનનો ઉપયોગ જીવે કરવો પડે છે. દા.ત. સામે આ પુસ્તક હોવા માત્રથી વંચાઇ જતું નથી, ઇચ્છાપૂર્વક વાંચવું પડે છે. તેમ અવધિજ્ઞાન દ્વારા કંઈ જાણવું હોય તો ઉપયોગ મૂકવો પડે, તો જ જાણી શકાય, અન્યથા નહીં. જ્યારે કેવળજ્ઞાનનો ઉપયોગ મૂકવો પડતો નથી. અરીસામાં જેમ વસ્તુનું પ્રતિબિંબ પડ્યા જ કરે, તેમ કેવળજ્ઞાનથી સર્વ પદાર્થો જણાયા જ કરે છે. જીવનનું અમૃત Page #18 -------------------------------------------------------------------------- ________________ કેવળજ્ઞાનની સાથે કેવળદર્શન પણ હોય જ છે. બંનેનો ઉપયોગ વારાફરતી ૧-૧ સમય માટે રહે છે. જે સમયે કેવળજ્ઞાન થાય તેના પ્રથમ સમયે કેવળજ્ઞાન, પછી કેવળદર્શન, પછી કેવળજ્ઞાન એમ ઉપયોગનું પરાવર્તન થયા કરે છે. કેવળદર્શનથી સર્વ પદાર્થોનો સામાન્ય બોધ અને કેવળજ્ઞાનથી વિશેષ બોધ થાય છે. કેવળજ્ઞાન સમયે ઇન્દ્રિયાદિથી થતાં મતિજ્ઞાન હોતા નથી. એટલે કેવળજ્ઞાનીને આંખ હોવા છતાં આંખથી જોતા નથી, કાનથી સાંભળતા નથી, નાકથી સૂંઘતા નથી, જીભથી ચાખતા નથી કે ચામડીથી સ્પર્શનો અનુભવ કરતા નથી. બધાનું જ્ઞાન તેમને કેવળજ્ઞાનથી જ થાય છે. અરિહંતની દેશના સાંભળવા ઔચિત્યથી કેવલી ભગવંતો જાય છે, પણ કાનથી સાંભળતા નથી, કેવળજ્ઞાનથી જ દેશના જાણે છે. જે પોતાના સ્થાને બેઠાં બેઠાં પણ જણાય જ છે. ગોચરી વાપરે, તેમાં લાડવો આવે તો જીભથી તેની મીઠાશનો અનુભવ કરતા નથી, કેવળજ્ઞાનથી જ લાડવો મીઠો છે, તે જાણે છે. તેમ તેમને વિચારરૂપ ભાવમન નથી હોતું. પ્રશ્ન – કેવલી ભગવંત ગોચરી શા માટે વાપરે ? – ઉત્તર - કેવલી ભગવંતને ઔદારિક શરીર છે, વેદનીય કર્મનો ઉદય છે. તેમાં ક્ષુધા વેદનીયનો ઉદય પણ હોય છે, તેથી ભૂખ લાગે છે, અને શરીર આહાર વિના ટકી શકે નહીં. તેથી આહાર કરે છે. બધા સિદ્ધ ભગવંતોને તો કેવળજ્ઞાન છે જ. મનુષ્યલોકમાં દરેક કાળે ઓછામાં ઓછા ૨ કરોડ અને વધુમાં વધુ ૯ કરોડ કેવલી ભગવંતો વિદ્યમાન હોય છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ - અપ્રમત્તપણે ચારિત્રનું પાલન કરતા પ્રથમ સંઘયણ ધરાવનારા સાધુને દેશ-કાળ અનુકૂળ હોય, અર્થાત્ મહાવિદેહ ક્ષેત્રમાં સદાકાળે, ભરત-એ૨વતમાં ઉત્સર્પિણીમાં ત્રીજા-ચોથા આરામાં અને અવસર્પિણીમાં ત્રીજા-ચોથા-પાંચમા આરામાં વિશિષ્ટ અધ્યવસાયથી ક્ષપકશ્રેણિની પ્રાપ્તિ થાય તો ચાર ઘાતીકર્મોનો નાશ કરી તેરમા ગુણસ્થાને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. મનુષ્યપણામાં કેવળજ્ઞાનનો ઉત્કૃષ્ટ કાળ દેશોન ક્રોડ પૂર્વ છે. ૪ જ્ઞાનનું સ્વરૂપ Page #19 -------------------------------------------------------------------------- ________________ . કેવળજ્ઞાન પામ્યા પછી કેવલિ ભગવંત વ્યવહારથી સાધુધર્મનું પાલન કરે છે. જો ગૃહસ્થપણામાં જ કેવળજ્ઞાન થયું હોય તો સાધુવેશ લે. કેવળજ્ઞાન સમયે દેવતાઓને ખ્યાલ આવે તો મહોત્સવાદિ કરે, પણ તેવો નિયમ નથી. કોઇને ખબર ન પડે તેવું પણ બની શકે છે. શાસ્ત્રમાં કૂર્માપુત્ર કેવલિનું દ્રષ્ટાંત આવે છે. જેઓ કેવલિ બન્યા પછી પણ દેવતાને ખ્યાલ ન આવતા છેક સુધી ગૃહસ્થવેષમાં જ રહેલ. તેવી જ રીતે સાધુપણામાં કેવળજ્ઞાન પામેલ પરંતુ દેવતાથી અજ્ઞાત કેવલી આવશ્યકતા મુજબ પોતાની કે બીજાની ગોચરી લેવા જાય. જેમ અર્ણિકાપુત્ર આચાર્યની ગોચરી લેવા પુષ્પચૂલા કેવલી સાધ્વીજી જતા હતા. પાછળથી આચાર્યશ્રીને ખ્યાલ આવતા બંધ ક્યું. બીજાને ખબર પડે કે કેવળજ્ઞાન થયું છે તો કેવલીની ભક્તિ ન લે. કેવળજ્ઞાની ભગવંતનું આયુષ્ય પૂર્ણ થવા આવે ત્યારે જો વેદનીય વિગેરે ૩ કર્મોની સ્થિતિ આયુષ્યકર્મ કરતા વધારે હોય તો ૮ સમયના કેવલિ સમુદ્દાત વડે બધા કર્મોની સ્થિતિ સમાન કરે. ત્યારબાદ યોગનિરોધ કરીને અયોગિ થાય. જ્યાં પાંચ હૃસ્વ સ્વર (અ, ઇ, ઉ, 8, લુ)ના ઉચ્ચારણ જેટલો કાળ રહે. તે સમયે સર્વસંવર હોય છે અર્થાત્ બિલકુલ કર્મબંધ હોતો નથી. ત્યાર પછી આયુષ્ય પૂર્ણ થતાં અસ્પૃશદ્ગતિથી ૧ સમયમાં મોક્ષે જાય. અસ્પૃશદ ગતિ એટલે વચ્ચેના આકાશપ્રદેશોને સ્પર્યા વિના જાય. જે અવસ્થામાં રહીને આયુ પૂર્ણ થાય તેમાં શરીરના પોલાણોને પૂરી દઈને આત્મા ઘન બને એટલે તેની અવગાહના ૧/૩ ભાગ ઓછી થાય. એટલી અવગાહનામાં તેનો આત્મા સિદ્ધક્ષેત્રમાં રહે. કેવલિ ભગવંત સંસારમાં રહે ત્યાં સુધી માત્ર ૧ શાતાવેદનીય કર્મ બાંધે. તેની સ્થિતિ માત્ર ૨ સમયની હોય છે. પ્રથમ સમયે બંધાય અને બીજા સમયે ભોગવાઇને ખરી જાય. તેને ઇર્યાપથિક (= યોગથી થતો) કર્મબંધ કહે છે. સાંપરાયિક (કષાયથી થતો) કર્મબંધ તેમને હોતો નથી. કેવલિને અશાતા, દુઃસ્વર વિ. અશુભ અઘાતી કર્મોનો ઉદય હોઇ શકે છે. અનાદેય, અપયશ વિ.નો નથી હોતો. તીર્થકર કેવલિને તેવી અશુભ પ્રકૃ જીવનનું અમૃત Page #20 -------------------------------------------------------------------------- ________________ તિનો ઉદય ન હોય. યોગ્ય ભવ્ય જીવોને કેવલિ દેશના આપે, દીક્ષા પણ આપે. અનંતા કેવલિઓ એવા પણ થઇ ગયા છે કે જેઓ કેવળજ્ઞાન થયા પછી એક પણ દેશના આપ્યા વિના જ મોક્ષે ચાલ્યા ગયા. તેમને મૂકકેવલિ કહેવાય છે. આયુષ્યના છેલ્લા અંતર્મુહૂર્તમાં જ કેવળજ્ઞાન પામીને તરત મોક્ષે જનારાને અંતઃકૃત્ કેવલિ કહેવાય છે. (ગજસુકુમાળ વિ.) આ ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં પ્રથમ કેવળજ્ઞાન ઋષભદેવ ભગવાનને થયું. છેલ્લે જંબૂવામીને થયું. ત્યારબાદ કેવળજ્ઞાનનો વિચ્છેદ થયો. હવે આવતી ઉત્સર્પિણીમાં પ્રથમ તીર્થંકર પાનાભ સ્વામીને પહેલું કેવળજ્ઞાન થશે. , શાનનું સ્વરૂપ Page #21 -------------------------------------------------------------------------- ________________ મનઃ પર્યવજ્ઞાન દેવો, નારકો, ગર્ભજ મનુષ્યો અને ગર્ભજ તિર્યંચો લાંબુ વિચારવાની શક્તિ ધરાવે છે, જેને દીર્ઘકાલિકી સંજ્ઞા કહેવાય છે, અને આ જીવો સંશી કહેવાય છે. વિચારવા માટે તેઓ મન:પર્યાપ્તિ દ્વારા આકાશમાંથી મનોવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે છે. તેને દ્રવ્યમન રૂપે બનાવે છે. તેના આધારે તેઓ વિચાર કરે છે-જે ભાવમન કહેવાય છે. આપણે જેવો વિચાર કરીએ છીએ / કરવો હોય તેવું દ્રવ્યમન બને છે. દા.ત. ઘડાનો વિચાર કરીએ તો દ્રવ્યમન ઘડા જેવું બને. મનઃપર્યવ (અથવા મન:પર્યાય) જ્ઞાનથી, અઢી દ્વીપમાં રહેલા સંશી જીવોના દ્રવ્યમનને જાણી શકાય છે. અર્થાત્ આનું દ્રવ્યમન ઘડા જેવું છે તે જાણી શકાય અને તેના પરથી તે ઘડાનો વિચાર કરી રહ્યો છે, તે જાણી શકાય છે. તે ભાવમન અર્થાત્ વિચાર તો અરૂપી હોવાથી મનઃપર્યવજ્ઞાનથી જણાતું નથી, પણ મનઃપર્યવજ્ઞાનથી જણાયેલા દ્રવ્યમનના આધારે, મતિ-શ્રુતજ્ઞાન દ્વારા તેના ભાવમનનું-વિચારનું અનુમાન થઇ શકે છે. મન:પર્યવજ્ઞાન, સંશી જીવે ગ્રહણ કરેલ મનોવર્ગણાના પુદ્ગલોને જ જાણી શકે છે, આકાશમાં રહેલા મનોવર્ગણાના પુદ્ગલોને નહીં. તેમ બીજા કોઇ પણ દ્રવ્યને જાણી શકતું નથી. મનઃપર્યવજ્ઞાન ૭મા ગુણસ્થાનકે રહેલા અપ્રમત્ત સાધુને જ ઉત્પન્ન થાય છે. તે સમયે તેમને મતિ-શ્રુતજ્ઞાન નિયમથી હોય છે. અવધિજ્ઞાન હોય પણ ખરું અને ન પણ હોય. એટલે કે અવધિજ્ઞાન ન હોય તેને પણ મનઃપર્યવજ્ઞાન થઇ શકે છે. અઢી દ્વીપની બહાર પણ સંશી જીવો છે ખરા, પણ તેમના દ્રવ્યમનને મન:પર્યવજ્ઞાનથી જાણી શકાતું નથી. મનઃપર્યવજ્ઞાનથી ઉત્કૃષ્ટથી ભૂત અને ભવિષ્યકાળમાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા કાળ સુધીના મનોદ્રવ્યને જાણી શકાય છે. અરિહંત પરમાત્મા દીક્ષા લે તે સમયે તેમને અવશ્ય મનઃપર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે. જીવનનું અમૃત Page #22 -------------------------------------------------------------------------- ________________ મન:પર્યવજ્ઞાનના બે પ્રકાર છે. ૧) ઋજુમતિ અને ૨) વિપુલમતિ. ઋજુમતિ મન:પર્યવજ્ઞાન કરતાં વિપુલમતિ મન:પર્યવજ્ઞાનથી વસ્તુ વધારે સ્પષ્ટ જાણી શકાય છે. જેને વિપુલમતિ મન:પર્યવજ્ઞાન થાય, તેને તે જ ભવમાં અવશ્ય કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે, અર્થાત્ તે ચરમશરીરી હોય છે. નિયમ મોક્ષમાં જાય છે. એક જીવને મન:પર્યવજ્ઞાન ઉત્કૃષ્ટથી દેશોન ક્રોડ પૂર્વ (૧ પૂર્વ = ૭૦,૫૬૦ અબજ વર્ષો સુધી રહી શકે. સંપૂર્ણ વિશ્વમાં મન:પર્યવજ્ઞાની જીવોની કુલ સંખ્યા ઓછામાં ઓછી ૨ હજાર અને વધુમાં વધુ ૯ લાખ હોઇ શકે. પ્રશ્ન - મન:પર્યવજ્ઞાનથી માત્ર મન જ દેખાય છે, બીજા દ્રવ્યો નહીં. તો પછી દિવાલ પાછળ રહેલી વ્યક્તિનું મન દેખાય, તેથી વિચાર જણાય; પણ વ્યક્તિ તો દેખાતી નથી, તો પછી તે વિચાર કોના છે, તે કેવી રીતે જણાય ? ઉત્તર - વિશિષ્ટ શ્રુતજ્ઞાનના બળથી. (ઇતિ શ્રીજયઘોષસૂરય:) હાલ ભરતક્ષેત્રમાં મન:પર્યવજ્ઞાનનો વિચ્છેદ થયેલો છે. જ્ઞાનનું સ્વરૂપ Page #23 -------------------------------------------------------------------------- ________________ અવધિજ્ઞાન જગતમાં રહેલા છ દ્રવ્યોમાંથી માત્ર પુદ્ગલ દ્રવ્ય રૂપી છે, અર્થાત્ વર્ણ-ગંધ-રસ-સ્પર્શ ધરાવે છે. અવધિજ્ઞાનથી નિયત ક્ષેત્ર અને કાળમાં રહેલ અમુક રૂપી દ્રવ્યોને જાણી શકાય છે. જેમ જેમ અવધિજ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ વધતો જાય, તેમ તેમ અવધિજ્ઞાન નિર્મળ થતું જાય અને તેથી વધુ મોટા ક્ષેત્ર, વધુ લાંબા કાળમાં રહેલ વધુ સૂક્ષ્મ દ્રવ્યો પણ તેનાથી જાણી શકાય. ક્ષેત્રથી વિચારીએ તો અવધિજ્ઞાન ઉત્કૃષ્ટથી સંપૂર્ણ લોકમાં રહેલા રૂપી દ્રવ્યોને જાણી શકે, ઉપરાંત અલોકમાં પણ અમુક મર્યાદા સુધીમાં રહેલા રૂપી દ્રવ્યોને જાણી શકે, પરંતુ અલોકમાં રૂપી દ્રવ્યો જ ન હોવાથી જાણવાનો પ્રશ્ન નથી રહેતો. કાળથી વિચારીએ તો અવધિજ્ઞાન ભૂત અને ભવિષ્યમાં અસંખ્ય કાળચક્ર (ઉત્સર્પિણી-અવસર્પિણી) સુધીના રૂપી દ્રવ્યોને જાણી શકે. દ્રવ્ય દૃષ્ટિએ વિચારીએ તો અવધિજ્ઞાન ઉત્કૃષ્ટથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ પુદ્ગલદ્રવ્ય-પરમાણુને પણ જાણી શકે છે. આવા અવધિજ્ઞાનથી મનોવર્ગણાના પુદ્ગલો પણ જાણી શકાય, તેથી બીજાના વિચારો પણ જાણી શકાય. કાર્યણવર્ગણાના પુદ્ગલો પણ જોઇ શકાય, તેથી બીજાના કર્મો પણ જાણી શકાય. ભાવની દ્રષ્ટિએ વિચારીએ તો દરેક દ્રવ્યના અસંખ્ય પરિણામો (અવસ્થાબદલાવ આદિ) જોઇ શકે છે. અવધિજ્ઞાન ૨ પ્રકારે થાય છે. ૧) ભવપ્રત્યયિક - દેવો અને નાકોને જન્મથી જ નિયમા-અવધિજ્ઞાન અથવા વિભંગજ્ઞાન હોય છે-તે તેમનીં ગતિના કારણે જ ઉત્પન્ન થતું હોવાથી ભવપ્રત્યયિક કહેવાય છે. ૨) ગુણપ્રત્યયિક - મનુષ્યો અને તિર્યંચોને વિરતિ વિ. ગુણોના પ્રભાવે અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે તે ગુણપ્રત્યયિક કહેવાય છે. તીર્થંકર ભગવંતો પૂર્વના (દેવ કે નારકના) ભવથી અવધિજ્ઞાન સાથે લઇને આવે છે-અર્થાત્ ચ્યવન(ગર્ભાવાસથી)જ તેમને અવધિજ્ઞાન હોય છે. જીવનનું અમૃત ૯ Page #24 -------------------------------------------------------------------------- ________________ જે અવધિજ્ઞાન ઉત્કૃષ્ટ દ્રવ્ય-ક્ષેત્ર-કાળમાં રહેલા દ્રવ્યોને જાણે છે તે પરમાવધિજ્ઞાન કહેવાય છે. પરમાવધિજ્ઞાન થયા પછી ૧ અંતર્મુહૂર્તની અંદર અવશ્ય કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. " - મિથ્યાત્વની સાથે રહેલા અવધિજ્ઞાનને વિર્ભાગજ્ઞાન કહેવાય છે. મિથ્યાત્વી દેવો-નારકોને તો વિર્ભાગજ્ઞાન હોય જ છે, દ્રવ્યવિરતિ વિ. થી મિથ્યાત્વી મનુષ્યો | તિર્યંચોને પણ વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થઇ શકે છે. શિવરાજર્ષિને વિર્ભાગજ્ઞાનંથી ૭ દ્વીપ-સમુદ્ર સુધીનો તિર્થાલોક દેખાયોતેથી ૭ સમુદ્રપ્રમાણ લોકની પ્રરૂપણા તેણે કરી હતી. શ્રેણિક રાજાના સેચનક હાથીને વિર્ભાગજ્ઞાન હતું. અવધિજ્ઞાનની (કે વિર્ભાગજ્ઞાનની) સાથે અવધિદર્શન નિયમથી હોય છે, જેનાથી રૂપી દ્રવ્યોનો સામાન્ય બોધ થાય છે. દેવગતિમાં ઉપર-ઉપરના દેવોનું અવધિજ્ઞાન વધુ વિશુદ્ધ હોય છે. અનુત્તર વિમાનના દેવો કંઇક ન્યૂન સંપૂર્ણ લોકને અવધિજ્ઞાનથી જોઇ શકે છે. પોતાને કોઇ શંકા થાય તો મનથી જ, અઢી દ્વીપમાં રહેલા કેવલી ભગવંતને પ્રશ્ન પૂછે છે. કેવલિ ભગવંતના કેવલજ્ઞાનમાં તે પ્રશ્ન જણાય એટલે પોતાના દ્રવ્યમનને તે પ્રશ્નના જવાબના આકારે ગોઠવે છે (કેવલીને ભાવમન હોતું નથી.) જેને અનુત્તર દેવ પોતાના વિશુદ્ધ અવધિજ્ઞાનથી જાણીને જવાબ મેળવી લે છે. નરકગતિમાં નીચે-નીચેના નારકોનું અવધિજ્ઞાન ઘટતું હોય છે. તેમના અવધિજ્ઞાનના ક્ષેત્ર | કાળ એટલા અલ્પ છે કે તેઓ તિસ્તૃલોકમાં થયેલા પોતાના પૂર્વભવને અવધિજ્ઞાનથી જાણી શકતા નથી કારણકે તિસ્કૃલોક તેમના અવધિજ્ઞાનના ક્ષેત્રની બહાર છે. અલબત્ત જાતિસ્મરણ જ્ઞાન દ્વારા પૂર્વભવને જાણી શકે છે. | વ્યંતર-વાણવ્યંતર વિ. હલકી જાતિના દેવોનું અવધિજ્ઞાન પણ અલ્પ હોય છે. જો પોતાના અવધિજ્ઞાનના ક્ષેત્રની બહાર તેઓ નીકળી જાય, તો પાછા પોતાના ભવનમાં પહોંચવાનો માર્ગ ન જાણી શકવાથી ભટક્યા કરે છે. દેવ અને નરકગતિમાં રહેલા જીવોના અવધિજ્ઞાનમાં કેટલા દ્રવ્યક્ષેત્ર-કાળ દેખાય, તેમના ક્ષેત્રનો આકાર વિ. નું વિસ્તૃત વર્ણન વિશેષાવશ્યક ભાષ્ય વિ. શાસ્ત્રોમાં આપેલું છે. અવધિજ્ઞાન ૧ જીવને ઉત્કૃષ્ટથી સાધિક ૬૬ સાગરોપમ સુધી રહી જ્ઞાનનું સ્વરૂપ Page #25 -------------------------------------------------------------------------- ________________ શકે. તે આ રીતે ૧) બે વાર અનુત્તરમાં ૩૩ સાગરોપમના આયુષ્યમાં-વચ્ચે ૧ મનુષ્યના ભવમાં. ૨) ત્રણ વા૨ બારમા દેવલોકે ૨૨ સાગરોપમ ના આયુષ્યમાં અને વચ્ચે ૨ મનુષ્યના ભવમાં. = વિશ્વમાં અવધિજ્ઞાની જીવોની કુલ સંખ્યા અસંખ્ય = ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી છે. અવધિજ્ઞાની દેવ-નાક-તિર્યંચો અસંખ્ય છે, મનુષ્યો સંખ્યાતા છે. અવધિજ્ઞાનના અનેક પ્રકારો છે. કેટલાક આ પ્રમાણે જે અવધિજ્ઞાન આવ્યા પછી જાય નહીં-કેવળજ્ઞાન સુધી ટકી જ રહે, અપ્રતિપાતી કહેવાય અથવા ભવના અંત સુધી રહે તે પણ અપ્રતિપાતી ગણાય દા.ત. દેવોને... જે જીવને સંપૂર્ણ લોક ઉપરાંત અલોકમાં અંશમાત્ર ક્ષેત્રનું પણ અવધિજ્ઞાન થાય, તે નિયમા અપ્રતિપાતી હોય છે. કેટલાક જીવોનું અવધિજ્ઞાન એવું હોય છે કે તેમની સાથે જાય. અર્થાત્ ૧૦૦ યોજનનું અવધિજ્ઞાન હોય તો જ્યાં જાય ત્યાંથી ૧૦૦ યોજન સુધીનું જ્ઞાન થાય. એને અનુગામી અવધિજ્ઞાન કહેવાય છે. કેટલાક જીવોનું અવધિજ્ઞાન જ્યાં ઉત્પન્ન થયું હોય, તેની આસપાસના ક્ષેત્રનું જ થાય છે. જો જીવ તે ક્ષેત્રની બહાર જાય તો અવધિજ્ઞાન તેની સાથે ન આવે, અર્થાત્ તેને અવધિજ્ઞાનથી કશું ન જણાય. પાછો તે ક્ષેત્રમાં આવે, તો પાછું જણાય. આને અનનુગામી અવધિજ્ઞાન કહેવાય છે. કેટલાકનું અવધિજ્ઞાન એવું હોય છે કે પોતે જ્યાં હોય ત્યાંથી દૂરનું જાણી શકે, આસપાસનું ન જાણી શકે દા.ત. ભારતમાં બેઠેલો હોય અને અવધિજ્ઞાનથી બ્રિટનને જાણી શકે, ભારતને નહીં. આને અપ્રતિબદ્ધ અવધિજ્ઞાન કહેવાય છે. કેટલાક અવધિજ્ઞાન એવા પણ હોય છે કે જેમાં ક્ષેત્ર સળંગ ન જણાય, વચ્ચેના અમુક ભાગ જણાય, અમુક નહીં. દા.ત. પહેલે માળે પોતે હોય, બીજો માળ જણાય, ત્રીજો માળ ન જણાય, ચોથો માળ જણાય વિગેરે આને સાંતર અવધિજ્ઞાન કહેવાય છે. જીવનનું અમૃત ૧૧ Page #26 -------------------------------------------------------------------------- ________________ અવધિજ્ઞાન બધી દિશામાં સરખું નથી હોતું. કોઇ એક દિશામાં વધારે હોય, બીજી દિશામાં ઓછું હોય તેવું બની શકે છે. થયેલું અવધિજ્ઞાન, તે જ ભવમાં ચાલ્યું જાય, તેવું પણ બની શકે છે. શાસ્ત્રોમાં વાત આવે છે કે મુનિને અવધિજ્ઞાન થયું. દેવલોકમાં રિસાઇ ગયેલી ઇન્દ્રાણીને મનાવતા ઇન્દ્રને જોયો, તેથી હસવું આવ્યું-તે પ્રમાદથી અવધિજ્ઞાન ચાલ્યું ગયું. આને પ્રતિપાતી અવધિજ્ઞાન કહેવાય. કેટલાક જીવોનું અવધિજ્ઞાન ઉત્પન્ન થયા પછી આત્મવિશુદ્ધિના કારણે વધતું જઈ શકે છે એટલે કે પહેલા ઓછું હોય, પછી વધે. આને વર્ધમાન અવધિજ્ઞાન કહેવાય. - કેટલાક જીવોનું અવધિજ્ઞાન ઉત્પન્ન થયા પછી દોષો આદિની અશુદ્ધિના કારણે ઘટી શકે છે એટલે કે પહેલા વધારે જુએ, ધીમે ધીમે ઓછું જણાય. આને હીયમાન અવધિજ્ઞાન કહેવાય. અવધિજ્ઞાનથી દરેક પદાર્થના જઘન્યથી ચાર પર્યાય-વર્ણ-ગંધ-રસસ્પર્શ અને ઉત્કૃષ્ટથી અસંખ્ય પર્યાય જણાય છે. જ્ઞાનનું સ્વરૂપ Page #27 -------------------------------------------------------------------------- ________________ औत्पातिकी बुद्धि वनयिकी बुद्धि १. विद्याध्ययन राजा का आदेश ३.दो प्रकार के उत्तर शिला मंडप २. वृद्धा का प्रश्न ५. विनीत का सम्मान ४. पुत्र मिलन भयभीत मेंढा 'અશ્વતનિશ્રિત મતિજ્ઞાન कुकुट-युद्ध-शिवाण Page #28 -------------------------------------------------------------------------- ________________ महामंत्री शकटार अवाय की स्थिति અશ્રુતનિશ્રિત મતિજ્ઞાન पारिणामिकी बुद्धि अवग्रह नन्दराजा वररुचि 20 Ba धारणा ईहा मंत्री पुत्री यक्षा अपमानित वररुचि શ્રુત-નિશ્ચિત મતિજ્ઞાન Page #29 -------------------------------------------------------------------------- ________________ અવધિ જ્ઞાનના ભેદ अवधि ज्ञान के भेद १. आनुगामिक अवधिज्ञान अवधि ज्ञान के भेद अनानुगामिक अवधिज्ञान वर्द्धमान हीयमान हीयमान अप्रतिपाति अवधिज्ञान प्रतिपातिक अवधिज्ञान Page #30 -------------------------------------------------------------------------- ________________ सातों नरक भूमि भव प्रत्यातिक अवधिज्ञान चारों जाति के देव मनःपर्यव ज्ञान भाव तरंग भाव तरंगे व तरंगें गुण प्रत्यायिक मनः पर्यवज्ञानी कल्पातीत देव भाव तरंगे मनः पर्यवज्ञानी संज्ञी तिर्यञ्च भाव विशुद्धि जन्य चगति में शुभ भाव जन्य Page #31 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન નહિ ઇન્દ્રિય અને મન દ્વારા, શ્રતને અનુસર્યા વિના જે જ્ઞાન થાય છે, તે મતિજ્ઞાન કહેવાય છે. મતિજ્ઞાનના બે ભેદ છે. ૧) ચુતનિશ્રિત મતિજ્ઞાન ૨) અશ્રુતનિશ્ચિત મતિજ્ઞાન, એમાં શ્રુતનિશ્ચિત મતિજ્ઞાનના ૪ પ્રકાર પડે છે. ૧) અવગ્રહ – જે વસ્તુનો બોધ થવાનો છે તે વસ્તુ અને બોધ કરનાર ઇન્દ્રિયનો સંબંધ થતા જે અસ્પષ્ટ બોધ થાય છે, તે અવગ્રહ કહેવાય છે. - (Grasping Power) વસ્તુતઃ અવગ્રહનો સમાવેશ “દર્શન' માં થાય છે. અવગ્રહના બે ભેદ છે. અ. વ્યંજનાવગ્રહ - વસ્તુ અને ઇન્દ્રિયનો સંબંધ. જેમ કે કાનમાં શબ્દો અથડાવા. આ વ્યંજનાવગ્રહનો કાળ એક અંતર્મુહૂર્તનો છે. બ. અર્થાવગ્રહ - વ્યંજનાવગ્રહના અંતે થતો વસ્તુનો અસ્પષ્ટ બોધ. કંઇક થયું' એવા સ્વરૂપનો અર્થાવગ્રહનો કાળ એક સમયનો છે. ૨) ઇહા-અર્થાવગ્રહ થયા બાદ વિચારણા-શું થયું? તેવી. (Logic Power.) ૩) અપાય - ઇહા પછીનો નિશ્ચય-“કોઇક અવાજ આવ્યો” વિ. રૂપ. - (Decision Power) અપાય થયા પછી ફરી પાછી ઈહા થાય છે. “શેનો અવાજ આવ્યો ?' વિ. રૂપ. ફરી પાછો અપાય થાય છે-“માણસનો’ ફરી પાછી ઇહા થાય છે-કોનો ? સ્ત્રીનો કે પુરુષનો ?' ફરી પાછો અપાય... આમ ચાલ્યા કરે છે જ્યાં સુધી શક્ય તેટલો સ્પષ્ટ બોધ થાય. સૌથી પહેલા જે અર્થાવગ્રહ થયો-(કંઇક થયું), તે નેયિક અર્થાવગ્રહ કહેવાય છે. (જે “દર્શન' રૂપ છે, ૧ સમયનો છે.) ત્યારબાદ ઈહા અને અપાય થાય છે. પછી ફરી થતી ઇહા માટે પહેલો અપાય જ અવગ્રહ રૂપ બને છે, તેને વ્યાવહારિક અર્થાવગ્રહ કહેવાય છે-જે અંતર્મુહૂર્ત સમયનો છે અને “જ્ઞાન” રૂપ છે. ૪) ધારણા - વસ્તુના નિર્ણયની દઢતા(Memory Power) ધાર- - ણાના ૩ પ્રકાર છે. અ. અવિશ્રુતિ – અપાય થયા બાદ, તેનું વારંવાર + સતત પુનરાવર્તન થવું તે. જેમ કોઇ વસ્તુને બરાબર યાદ રાખવી હોય તો ધારી-ધારીને જોવામાં આવે છે. જીવનનું અમૃત Page #32 -------------------------------------------------------------------------- ________________ બ. વાસના - અવિચ્યુતિના કારણે આત્મામાં પડી જતા સંસ્કાર. ક. સ્મૃતિ - નિમિત્ત મળવાથી સંસ્કારનું જાગરણ થતાં થતું સ્મરણ. આપણો અનુભવ છે કે વસ્તુનું જ્ઞાન થવા છતાં જો તેના ૫૨ વ્યવસ્થિત ધ્યાન અપાયું ન હોય તો લગભગ ભૂલી જવાય છે, સ્મૃતિ થતી નથી, તેનું કારણ એ જ છે કે અવિચ્યુતિના અભાવે સંસ્કાર પડતા નથી. સંસ્કાર અસંખ્યકાળ સુધી આત્મા પર રહી શકે છે. નવો જન્મેલો બાળક ભૂખ શમાવવા સ્તનપાન કરે છે, ત્યારે પૂર્વભવોના સંસ્કારને કા૨ણે જ તેવા પ્રકારની પ્રવૃત્તિ ક૨વાનું જ્ઞાન એને થાય છે. સંસ્કારો જેટલા ગાઢ હોય. તેટલી સ્મૃતિ તરત થાય છે-લાંબા કાળ પછી પણ થાય છે. સંસ્કારો નબળા હોય તો યાદ કરવા મહેનત કરવી પડે, લાંબા કાળ પછી યાદ ન આવે. મૃત્યુ અને જન્મ એવી ઘટનાઓ છે કે ઘણાખરા સંસ્કારો નષ્ટ થઇ જાય છે, છતાં અત્યંત ગાઢ સંસ્કાર પડી ગયા હોય તો પછીના ભવમાં પણ પૂર્વભવની ઘટનાઓનું સ્મરણ થાય છે, જેને જાતિસ્મરણ જ્ઞાન કહેવાય છે. વર્તમાનમાં પણ ઘણા જીવોને જાતિસ્મરણ જ્ઞાન થયેલું જોવા મળ્યું છે. જાતિસ્મરણ જ્ઞાનથી પૂર્વના સંખ્યાતભવોનું જ્ઞાન પણ થઇ શકે છે. જાતિસ્મરણજ્ઞાનના દૃષ્ટાંત - શિકારીના તીરથી ઘાયલ થયેલી સમડીને મૃત્યુ સમયે મુનિ ભગવંતે નવકાર સંભળાવતા મરીને શ્રીલંકામાં રાજકુમારી બની... રાજસભામાં ભારતથી આવેલા શ્રેષ્ઠિને છીંક આવતાં ‘નમો અરિહંતાણં' બોલ્યા, તે સાંભળતા રાજકુમારીને પૂર્વભવમાં સાંભળેલા નવકારના સંસ્કારો જાગ્રત થયા, જાતિસ્મરણ જ્ઞાન થયું. પ્રતિબોધ પામી, પોતાના મૃત્યુસ્થળે આવીને શકુનિકાવિહાર (સમડીવિહાર-ભરૂચ) જિનાલય બંધાવ્યું. વલ્કલચીરીને પોતાના તાપસપણાંનાં કમંડલ વિ. ૫૨ની ધૂળને સાફ કરતાં પૂર્વભવમાં સાધુપણાંમાં કરેલાં પડિલેહણના સંસ્કારો જાગ્રત થયા. જાતિસ્મરણ જ્ઞાન થયું. શુભ પરિણામોથી ત્યાં જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઇ. જાતિસ્મરણ પણ એક પ્રકારની સ્મૃતિ-ધારણાનો જ ભેદ છે. આ ચારે પ્રકારનું મતિજ્ઞાન પાંચ ઇન્દ્રિય અને મનથી થાય છે, તેથી બધાના ૬-૬ પ્રકાર થાય છે. ૧) સ્પર્શનેન્દ્રિય (ત્વચા / ચામડી)થી થતું સ્પાર્શન મતિજ્ઞાન. (જીભ)થી થતું રાસન મતિજ્ઞાન. ૨) રસનેન્દ્રિય ૩) ઘ્રાણેન્દ્રિય (નાક)થી થતું પ્રાણજ મતિજ્ઞાન. ૧૪ જ્ઞાનનું સ્વરૂપ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૪) ચક્ષુરિન્દ્રિય (આંખ)થી થતું ચાક્ષુષ મતિજ્ઞાન. ૫) શ્રોત્રેન્દ્રિય (કાન)થી થતું શ્રોત્ર મતિજ્ઞાન. ૬) મનથી થતું માનસ મતિજ્ઞાન. તેમાં ચક્ષુરિન્દ્રિય અને મનથી વસ્તુનું જ્ઞાન થાય ત્યારે ચહ્યું કે મન સાથે વસ્તુનો સંબંધ થતો નથી. જેમ કે દૂર રહેલા પર્વતો વિગેરે પણ આંખથી દેખાય છે અને દેવલોક વિગેરે પણ મનથી વિચારી શકાય છે, એટલે ચાક્ષુષ અને માનસ મતિજ્ઞાનમાં વ્યંજનાવગ્રહ હોતો નથી. તેથી જ ચહ્યું અને મન અપ્રાપ્યકારી કહેવાય છે, અર્થાત્ દૂર રહેલી વસ્તુનો બોધ કરનાર છે. બાકીની ચાર ઇન્દ્રિયો પ્રાપ્યકારી છે, અર્થાત્ વસ્તુનો સંબંધ થયા પછી જ તેનો બોધ કરે છે. પ્રશ્ન - અવાજ તો દૂરથી પણ સંભળાય છે. ઉત્તર - સાઉન્ડ પ્રફ રૂમમાં થયેલો અવાજ બહાર સંભળાતો નથી. તે બતાવે છે કે અવાજના યુગલો કાન સુધી પહોંચે તો જ અવાજ સંભળાય છે. તે રીતે દૂર રહેલી વસ્તુની સુગંધ કે દુર્ગધ આવે છે, તેનું કારણ પણ તેના પુગલો નાક સુધી પહોંચે છે તે છે. તેથી ટાઇટ પેક ડબીમાં રાખેલ વસ્તુની ગંધ બહાર આવતી નથી. (તેવી જ રીતે તળાવ વિ.ની નજીક ઠંડક અનુભવાય તે સ્પાર્શન જ્ઞાન કે દૂર રંધાતી વસ્તુના સ્વાદનો અનુભવ થાય તે રાસન મતિજ્ઞાન માટે પણ સમજી લેવું.) આમ વ્યંજનાવગ્રહના ચાક્ષુષ-માનસ છોડીને ૪, અર્થાવગ્રહ-ઇહાઅપાય-ધારણાના ૬-૬ એમ કુલ ૨૮ ભેદો મતિજ્ઞાનના થાય છે. સ્પર્શનેન્દ્રિય દ્વારા વધુમાં વધુ ૯ યોજન દૂર રહેલી વસ્તુનું સ્પાર્શન મતિજ્ઞાન થઈ શકે છે. રસનેન્દ્રિય દ્વારા ૯ યોજન, ધ્રાણેન્દ્રિય દ્વારા ૯ યોજન, ચક્ષુરિન્દ્રિય દ્વારા ૧ લાખ યોજના અને શ્રોત્રેન્દ્રિય દ્વારા ૧૨ યોજન દૂર રહેલી વસ્તુનું જ્ઞાન થઇ શકે. ચક્ષુરિન્દ્રિય માટે કહેલી ૧ લાખ યોજનાની મર્યાદા, જે વસ્તુ પોતે અપ્રકાશિત છે, તેના માટે છે. સૂર્ય-ચંદ્ર વિ. સ્વયં પ્રકાશિત એવી વસ્તુઓ તો વધુ દૂરથી પણ જોઇ શકાય છે. જૈન દર્શન પાંચ ઇન્દ્રિય દ્વારા સ્પર્શ-રસ વિ. ગુણની જેમ દ્રવ્યનું પણ જ્ઞાન સ્વીકારે છે. દા.ત. મોઢામાં મૂક્તા જ “આ મીઠું (Salt) છે” એવું જ્ઞાન થાય છે. નૈયાયિકો માત્ર સ્પર્શનેન્દ્રિય અને ચક્ષુરિન્દ્રિયથી જ દ્રવ્યનું જ્ઞાન માને છે. જીવનનું અમૃત Page #34 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન મનને અવગ્રહાદિ શી રીતે થાય ? ઉત્તર - સ્વપ્નમાં થાય છે, તે અનુભવસિદ્ધ છે જ. આ ૨૮ પ્રકારના મતિજ્ઞાનના દરેકના ૧૨-૧૨ ભેદ પડે છે. - ૧) બહુ - ઘણાં બધા અવાજ એકસાથે સંભળાય તો દરેક અવાજને ઓળખી શકે. ૨) બહુવિધ - જે અવાજ સંભળાયો, તેના અનેક ગુણધર્મો-મીઠો, જાડો, તીણો વિ. ને જાણી શકે. ૩) ક્ષિપ્ર - તરત જ-ઝડપથી ઓળખી જાય. ૪) નિશ્ચિત - કોઇ ચિહ્ન હોય તો જ ઓળખી શકે. જેમ કે ધજાથી મંદિર ઓળખાય. (કોઇ hint મળે તો ઓળખી જાય) ૫) અસંદિગ્ધ - પોતાના જ્ઞાનમાં શંકા ન હોય. ખાતરીબદ્ધ રીતે કહે. ૬) ધ્રુવ - દરેક વખતે એકસરખી રીતે જાણે. આ ૬ અને તેનાથી વિપરીત ૬ - અબહુ, અબહુવિધ, અક્ષિપ્ર, અનિશ્રિત, સંદિગ્ધ અને અધ્રુવ (એનો અર્થ સરળ છે.) એમ કુલ ૧૨ ભેદ થાય. કુલ ૨૮ ૪ ૧૨ ૩૩૬ ભેદ મતિજ્ઞાનના થયા. અશ્રુતનિશ્રિત મતિજ્ઞાન = ચાર પ્રકારની બુદ્ધિ તે અશ્રુતનિશ્રિત મતિજ્ઞાન કહેવાય છે. ૧) વૈયિકી - ગુરુનો, વડીલોનો વિનય કરવાથી જ્ઞાનાવરણનો વિશિષ્ટ ક્ષયોપશમ થાય છે. તેનાથી જે બુદ્ધિ ઉત્પન્ન થાય છે, તે વૈનયિકી બુદ્ધિ કહેવાય છે. આ બુદ્ધિ કેવી હોય ? તે સમજવા શાસ્ત્રમાં દૃષ્ટાંત આપેલું છે. એક જ ગુરુ પાસે બે શિષ્યોએ જ્ઞાન મેળવ્યું. છતાં એક વિદ્યાર્થી ગુરુનો વિનય નહોતો કરતો તો તેને શાસ્ત્રીય પદાર્થોના રહસ્યોનો વિશિષ્ટ બોધ ન થયો. જ્યારે બીજો શિષ્ય ગુરૂનો વિશેષ વિનય કરતો હતો. માત્ર બાહ્ય વિનય જ નહિ, તેના રોમરોમમાં ગુરૂ પ્રત્યે વિશિષ્ટ બહુમાનભાવ હતો. પરિણામે શાસ્ત્રોના વિશિષ્ટ રહસ્યોને તે પામી શક્યો. તેની બુદ્ધિ એવી વિશિષ્ટ થઇ ગઇ કે જેના કારણે તે જે કાંઇ કહે તે સત્ય ઠરવા લાગ્યું. એક વાર એક ડોસીમાએ આ બંને જણને પૂછું કે, ‘“મારો દીકરો ઘણા વર્ષોથી પરદેશ ગયો છે. તેના કોઇ સમાચાર નથી. તે ક્યારે આવશે ?'' ત્યાં જ તેની પાસે રહેલો પાણી ભરેલો ઘડો નીચે પડ્યો. ફૂટી ગયો. અવિનયી જ્ઞાનનું સ્વરૂપ ૧૬ Page #35 -------------------------------------------------------------------------- ________________ શિષ્ય કહ્યું કે, “ઘડો ફૂટી ગયો છે એમ સૂચવે છે કે તમારો દીકરો મરી ગયો છે.” અને ડોસીએ પોક મૂકી. પણ વિનયી શિષ્ય આશ્વાસન આપતાં કહ્યું કે, “માજી ! જરાય ચિંતા ન કરો. અરે ! આનંદ પામો. તમારો પુત્ર તમારા ઘરના દરવાજે આવીને ઊભો છે. ઘડો ફૂટતાં માટીમાં માટી મળી ગઇ, તે એ સૂચવે છે કે તમારો દીકરો પાછો તમારી પાસે આવી ગયો. તે રાહ જુએ છે. જલ્દી ઘરે પહોંચો.” ડોસીમા ઘરે પહોંચ્યાં. ખરેખર તેમનો દીકરો પરદેશથી આવીને તેમની રાહ જોતો ઊભો હતો. ૨) કાર્મિકી - કોઇપણ વસ્તુનો વારંવાર અભ્યાસ કરવાથી તેમાં જે નિપુણતા આવે છે, તે કાર્મિકી બુદ્ધિ છે. સુથાર રંધાથી લાકડાને છોલે તો સીધું સપાટ છોલાય છે. આપણે છોલવા જઇએ તો વાંકુંચૂકું જાય. સુથારની તે આવડત તે કાર્મિકી બુદ્ધિ છે. થાળીનૃત્ય વિ. અનેક દૃષ્ટાંતો કાર્મિકી બુદ્ધિના છે. ૩) પારિણામિકી - અનેક પ્રકારના અનુભવોના આધારે ઘડાતી બુદ્ધિ પારિણામિકી બુદ્ધિ કહેવાય છે. “ઘરડાં ગાડાં વાળે' એ કહેવત વૃદ્ધોની અનુભવજન્ય પરિણામિકી બુદ્ધિને જ જણાવે છે. અનેક કથાઓ-પ્રસંગોમાં પણ વૃદ્ધોનું શાણપણ જણાય છે. ૪) ઓત્યાતિકી - તેવા કોઇ અનુભવ કે અભ્યાસ વિના સહજ જકોઠાસૂઝથી જે બુદ્ધિ ઉત્પન્ન થાય છે, તે અત્પાતિકી બુદ્ધિ કહેવાય છે. ઔત્પાતિકી બુદ્ધિ માટે શાસ્ત્રમાં રોહકનું દૃષ્ટાંત આપેલું છે. રોહક નામનો નાનકડો બાળક પોતાના પિતાની સાથે પ્રથમવાર રાજગૃહી નગરી ગયો. પાછા ફરતાં ભુલાઈ ગયેલી વસ્તુ લેવા પિતા પાછા નગરમાં ગયા. નદી કિનારે બેઠેલા તે રોહને, નદીની રેતમાં આખી રાજગૃહી નગરીનું મોડેલ તૈયાર કરી દીધું ! પ્રથમવાર જ જોયેલી નગરીનું તરત જ આબેહૂબ રીતે મોડેલ તૈયાર કરી દેવું તે શું નાનીસૂની વાત ગણાય ? નગરનો રાજા ઘોડા ઉપર તે તરફ આવી રહયો છે, ત્યારે બહાદુર નાનો બાળક કહે છે, “કોણ છો ? ત્યાં જ ઊભા રહો. અહીં રાજમહેલ છે. રાજમહેલમાં ઘોડો ન આવી શકે !' વગેરે જીવનનું અમૃત ૧૭ ... Page #36 -------------------------------------------------------------------------- ________________ અને પોતાની રાજગૃહી નગરીને આબેહૂબ રીતે રેતીમાં તૈયાર થયેલી જોઇને રાજા તેની બુદ્ધિ ઉપર વારી ગયો. પછી તો રાજાએ અનેક રીતે તેની બુદ્ધિની કસોટી કરી. ગામની બહાર રહેલી પથ્થરની શિલાને જરા પણ ખસેડ્યા વિના તે શિલાનો મંડપ બનાવવા કહ્યું ત્યારે ગામના બધા લોકોની ચિંતા રોહકે દૂર કરી. શિલાની એકબાજુ નીચે ખાડો કરીને પીલ્લર ઊભો ર્યો. પછી તેની સામેની ત્રાંસી બાજુના છેડે શિલા નીચે ખાડો કરીને પીલ્લર ઊભો ર્યો. બે પીલ્લરના સહારે ટકેલી શિલાની નીચેના બાકીના બે છેડે પણ નીચે ખાડો કરાવીને પીલ્લર કરાવી દીધા. પછી નીચે બધે ખાડો કરાવ્યો. અને એ રીતે શીલા નીચે મંડપ તૈયાર થઇ ગયો. ત્યાર પછી તો તે રાજાએ તેની બુદ્ધિ-ચાતુરીની અનેક પરીક્ષા કરી. દરેકમાં તરત જ રોહકે પોતાની બુદ્ધિથી ઉકેલ આપી દીધો. પૂર્વે કહેલા મતિજ્ઞાનના ૩૩૬ ભેદ ઋતનિશ્ચિત મતિજ્ઞાનના છે. તેમાં અશ્રુતનિશ્ચિત મતિજ્ઞાનના આ ૪ ભેદ ઉમેરતાં કુલ ૩૪૦ ભેદ મતિજ્ઞાનના છે. પ્રશ્ન - તમે શરૂઆતમાં જ જણાવ્યું કે “શ્રુતને અનુસર્યા વિના જે જ્ઞાન થાય તે મતિજ્ઞાન' હવે મતિજ્ઞાનના ૩૩૬ ભેદ તમે કૃતનિશ્રિત મતિજ્ઞાનના જણાવો છો. તો તેમાં પરમાર્થ શું છે ? ઉત્તર - આગળ મતિ-શ્રુતનો ભેદ જણાવતી વખતે સમજાવશું કે મતિજ્ઞાન થાય ત્યારે શબ્દને અનુસરીને જ્ઞાન નથી થતું, તેથી તે શ્રુતાનુસારી નથી. - હવે તેમાં જે મતિજ્ઞાન થવું, તે પૂર્વે ક્યારેય પણ શ્રુતજ્ઞાન રૂપે થયું હોય, તેના સંસ્કારથી અત્યારે શબ્દના અનુસરણ વિના જ મતિજ્ઞાન થાય તે શ્રુતનિશ્ચિત ગણાય. દા.ત. નાના બાળકને ગાય દેખાડીને કહેવાય કે “આ ગાય છે ત્યારે શ્રુતજ્ઞાન થાય છે. પછી વારંવારના સંસ્કારથી મોટા થયા પછી ગાય દેખાતાં જ “આ ગાય છે' એવું જ્ઞાન થાય તે મતિજ્ઞાન છે, પણ તે શ્રુતના સંસ્કારથી થયું હોવાથી શ્રુતનિશ્ચિત છે. જેનું શ્રુતજ્ઞાન પૂર્વે ક્યારેય થયું જ નથી, છતાં વિશિષ્ટ ક્ષયોપશમથી - બુદ્ધિથી જ્ઞાન થઈ જાય (જેમ ઉપર બુદ્ધિના દૃષ્ટાંતમાં બતાવ્યું તેમ) તો તે અશ્રુતનિશ્ચિત મતિજ્ઞાન છે. મતિજ્ઞાનનો ઉત્કૃષ્ટ કાળ સમ્યકત્વના ઉત્કૃષ્ટ કાળ જેટલો સાધિક ૬૬ સાગરોપમ છે. જ્ઞાનનું સ્વરૂપ Page #37 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાની જીવો જઘન્ય અને ઉત્કૃષ્ટથી ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા છે. પ્રતિભા, બુદ્ધિ, આવડત, દક્ષતા, ઇન્દ્રિયોની વિશિષ્ટશક્તિ (ચાના બગીચામાં રખાતા માણસો-જે દરેક ચાની quality જુદી પારખી શકે છે, પગીની નિરીક્ષણશક્તિ ઇત્યાદિ...) મતિજ્ઞાનરૂપ જ છે. મતિજ્ઞાનનું ઉત્કૃષ્ટ અંત૨ દેશોન અર્ધપુદ્ગલપરાવર્ત જેટલું છે. અર્થાત્ મતિજ્ઞાન પામ્યા પછી નાશ પામે (મિથ્યાત્વે જવાથી અજ્ઞાનરૂપ બને) તો પણ ઉત્કૃષ્ટથી તેટલા કાળ પછી અવશ્ય પુનઃ મતિજ્ઞાન પામે. મતિ-શ્રુતનો ભેદ - શબ્દને અનુસરીને થતું જ્ઞાન, તે શ્રુતજ્ઞાન છે. શબ્દને અનુસર્યા વિના થતું જ્ઞાન તે મતિજ્ઞાન છે. દા.ત. આંખથી ઘડો જોયો. તેનાથી થતું ઘડાનું જ્ઞાન તે ચાક્ષુપ મતિજ્ઞાન. ઘડાને અડવાથી સ્પર્શથી થાય તે પણ ઘડાનું સ્પાર્શન મતિજ્ઞાન. ઘડાનો રણકારભર્યો અવાજ સાંભળવાથી ઘડાનું જ્ઞાન થાય તે પણ ઘડાનું શ્રોત્ર મતિજ્ઞાન... પાણીના માટીયુક્ત વિશિષ્ટ સ્વાદના આધારે ઘડાનું જ્ઞાન થાય તે પણ રાસન મતિજ્ઞાન. પાણીમાં માટીની સુગંધ આવવાથી ઘડાનું જ્ઞાન થાય તે પણ ઘ્રાણજ મતિજ્ઞાન. મનથી પનિહારીનો વિચાર કરતાં ઘડાનું જ્ઞાન થાય તે ઘડાનું માનસ મતિજ્ઞાન. અલબત્ત અહીં પણ ઘડાનું જ્ઞાન થયા પછી, તેનું નામ ‘ઘડો' એવા શબ્દનું પણ જ્ઞાન થાય છે, પણ ઘડારૂપ પદાર્થનું જ્ઞાન, ‘ઘડો’ એવા શબ્દના જ્ઞાન વિના જ થઇ જાય છે. તેથી તે મતિજ્ઞાન છે. જ્યારે કોઇ ‘ઘડો’ એમ બોલે, ત્યારે પહેલા કાનથી ‘ઘ' અને ‘ડો’ એવા અક્ષરોનું જ્ઞાન થાય છે, તે શ્રોત્ર મતિજ્ઞાન છે. ત્યારબાદ ઘડારૂપ પદાર્થનું જ્ઞાન થાય છે, તે ‘ઘડો’ શબ્દના આધારે થતું હોવાથી શ્રુતજ્ઞાન છે. તે રીતે, પુસ્તકમાં લખેલા ‘ઘડો' એવા અક્ષરોને જોઇને પહેલાં તે શબ્દનું ચાક્ષુષ મતિજ્ઞાન ક્ષય છે. પછી તેના આધારે ઘડારૂપ પદાર્થનું જ્ઞાન થાય, તે શ્રુતજ્ઞાન છે. પ્રશ્ન આ રીતે તો શ્રુતજ્ઞાન શ્રોત્રેન્દ્રિય અને ચક્ષુરિન્દ્રિયથી જ થશે. ઉત્તર - સ્પર્શથી પણ અક્ષરોનું જ્ઞાન થાય છે. અંધજનો બ્રેઇલ લિપિ દ્વા૨ા અક્ષરોનું જ્ઞાન કરે છે અને પછી તેના આધારે તેમને શ્રુતજ્ઞાન થાય છે. જીવનનું અમૃત ૧૯ Page #38 -------------------------------------------------------------------------- ________________ રસનેન્દ્રિયથી શ્રુતજ્ઞાન આ રીતે થઇ શકે. કોઈ અંધ વ્યક્તિની સામે બે શરબત મૂક્યા અને કહ્યું કે જે ખાટું છે તે લીંબુનું છે અને ગળ્યું છે તે ગોળનું છે. હવે તે કોઇપણ એક શરબત પીવે છે. તેને સ્વાદ ખાટો જણાય છે. એટલે તરત તેને કહેનાર વ્યક્તિના શબ્દો યાદ આવે છે કે “જે ખાટું છે, તે લીંબુનું છે અને તેથી તેને “આ શરબત લીંબુનું છે” એવું જ્ઞાન થાય છે, તે કહેનાર વ્યક્તિના શબ્દોના આધારે થાય છે, તેથી શ્રુતજ્ઞાન છે. | (આપણને શરબત પીવાથી ખાટું જણાય અને કોઇપણ શબ્દો યાદ ર્યા વિના સ્વાદ પરથી જ લીંબુનું હોવાનું જ્ઞાન થાય તો તે રાસન મતિજ્ઞાન છે.) આપણે એવું ઘણીવાર અનુભવીએ છીએ કે કોઇના પૂર્વે સાંભળેલા શબ્દો કાનમાં અથડાતા હોય તેવી સ્મૃતિ થાય છે. તેના આધારે થતું જ્ઞાન શ્રુતજ્ઞાન જ છે. તેમ ગોખેલી કોઇ વસ્તુ યાદ કરતી વખતે નજર સામે પુસ્તકના પાના ફરતા હોય, તેના શબ્દો વંચાતા હોય તેવી સ્મૃતિ થાય છે. તેના આધારે થતું જ્ઞાન પણ શ્રુતજ્ઞાન છે. આ રીતે ઘાણાજ શ્રુતજ્ઞાન પણ સમજી શકાય છે. અભિલાણ-અનભિલાપ્ય પદાર્થો આ જગતમાં ઘણા પદાર્થો એવા છે જેનો અનુભવ કરી શકાય છે, પણ વર્ણન કરી શકાતું નથી. દા.ત. ગોળ મીઠો છે, સાકર પણ મીઠી છે. પણ બન્નેની મીઠાશમાં તફાવત છે. કોઇ બે વચ્ચેના તફાવતનું વર્ણન કરવાનું કહે તો તે શક્ય નથી. એમ જ કહેવું પડે કે “ચાખી લો, ખબર પડી જશે.' આ મીઠાશનો તફાવત એ વર્ણવી ન શકાય તેવી ચીજ છે આવા બધા જ પર્યાયો-અનભિલાય કહેવાય છે. અનભિલાપ્ય પર્યાયો શબ્દથી વાચ્ય ન હોવાથી તે શ્રુતજ્ઞાનનો વિષય બની શકતા નથી. અર્થાત્ શ્રુતજ્ઞાનથી જાણી શકાતા નથી. પણ મતિજ્ઞાનથી જાણી શકાય છે. (કેવળજ્ઞાનથી પણ જાણી શકાય છે.) અભિલાપ્ય ભાવો કરતાં અનભિલાખ ભાવો અનંત ગણા છે. અભિલાપ્ય ભાવો શબ્દથી વાચ્ય હોય છે, પણ એ બધા ભાવો શ્રુતરૂપે (૧૪ પૂર્વમાં) ગૂંથવામાં આવ્યા નથી. અભિલાખ ભાવોનો અનંતમો ભાગ જ ઋતરૂપે ગૂંથવામાં આવ્યો છે. શાનનું સ્વરૂપ Page #39 -------------------------------------------------------------------------- ________________ ી શ્રુતજ્ઞાન પર શ્રુતને અનુસરીને ઇન્દ્રિય અને મન દ્વારા થતું જ્ઞાન તે શ્રુતજ્ઞાન છે. શ્રુતજ્ઞાનની ઉત્પત્તિ - તીર્થકર ભગવંતો કેવળજ્ઞાન થયા પછી શાસનની સ્થાપના સમયે યોગ્ય શિષ્યોને ગણધર પદે સ્થાપે છે. ત્યારે પ્રભુ તેમને ઉપન્ન ઇવા વિગમે છે વા ધુવે ઇ વા' એ પ્રમાણેની ત્રિપદી આપે છે. જે આખા જગતના સ્વરૂપને જણાવે છે. પૂર્વભવની આરાધનાના કારણે ગણધર ભગવંતોને આ ત્રિપદીના શ્રવણથી જ્ઞાનાવરણ કર્મનો વિશિષ્ટ ક્ષયોપશમ થાય છે અને દ્વાદશાંગી-બાર અંગ રૂપ સમસ્ત શ્રુતજ્ઞાનની રચના કરે છે. પરમાત્મા તેમના પર વાસક્ષેપ કરીને એ દ્વાદશાંગીને અધિકૃત કરે છે. આમ શ્રુતજ્ઞાનના અર્થથી પ્રરૂપક તીર્થકર ભગવંત છે. શબ્દથી રચયિતા ગણધર ભગવંતો છે. જેટલા ગણધર ભગવંતો હોય, તે બધા દ્વાદશાંગી રચે છે. બધાની દ્વાદશાંગી શબ્દથી જુદી જુદી હોય છે. મહાવીર સ્વામી ભગવંતના ૧૧ ગણધરો વચ્ચે સૂત્રથી ભિન્ન ભિન્ન ૯ દ્વાદશાંગી રચાઇ હતી. તેથી જ ૯ ગણ હતા. પરંતુ સુધર્માસ્વામી સિવાયના બીજા બધા ગણધરોની પરંપરા લુપ્ત થઇ, કારણકે તે બધા પોતાના શિષ્યો સુધર્માસ્વામીને સોંપીને ગયા. તેથી માત્ર સુધર્માસ્વામી ભગવાનની રચેલી દ્વાદશાંગીની પરંપરા ટકી. જુદા જુદા તીર્થંકરના શાસનમાં દ્વાદશાંગી શબ્દથી જુદી જુદી હોય છે પણ અર્થથી તો સમાન જ હોય છે. ત્રિપદીનો અર્થ - ઉપન્ને ઇ વા - દરેક પદાર્થ ઉત્પન્ન પણ થાય છે. ' વિગમે ઇ વા - દરેક પદાર્થ નાશ પણ પામે છે. ધુવે છે વા – દરેક પદાર્થ સ્થિર પણ રહે છે. દા.ત. સોનાની ગીનીમાંથી હાર બનાવ્યો તો તે પદાર્થ હાર રૂપે ઉત્પન્ન થયો, ગીનીરૂપે નાશ પામ્યો અને સોના રૂપે સ્થિર રહ્યો. આ રીતે દરેક પદાર્થ-દરેક ઘટનામાં આ ત્રણે સમાયેલા છે. દ્વાદશાંગી – બાર સંખ્યાને જણાવતો સંસ્કૃત શબ્દ દ્વાદશ છે. જીવનનું અમૃત Page #40 -------------------------------------------------------------------------- ________________ બાર અંગો હોવાથી તેને દ્વાદશાંગી કહેવાય છે. ગણિ = આચાર્ય ભગવંતોનું તે પિટક = નિધાન – ખજાનો હોવાથી તેને ગણિપિટક પણ કહે છે. જગતમાં તે પ્રકૃષ્ટ = શ્રેષ્ઠ વચન હોવાથી પ્રવચન પણ કહેવાય છે. દૃષ્ટિવાદ-ચૌદ પૂર્વો - સૌથી પ્રથમ બારમાં અંગ-દૃષ્ટિવાદની રચના કરાય છે, જેની અંદર ચૌદ પૂર્વો આવેલા છે. પહેલા પૂર્વે) રચના થઇ હોવાથી તેને પૂર્વો કહેવાય છે. પૂર્વો સંસ્કૃતમાં છે અને અતિવિશાળ છે. તેનું પ્રમાણ શાસ્ત્રોમાં આ રીતે જણાવ્યું છે. મહાવિદેહ ક્ષેત્રના ૬ ગાઉ(૧૨ માઇલ)ના શરીરવાળા હાથીના વજન પ્રમાણ શાહીની ભૂકી લઇ, તેમાંથી શાહી બનાવીને જેટલું લખી શકાય, તેટલું પહેલું પૂર્વ છે. બીજા પૂર્વને લખવા ૨ હાથીના વજન પ્રમાણ શાહી જોઇએ. ત્રીજા પૂર્વને લખવા ૪ હાથીના વજન પ્રમાણ શાહી જોઇએ. ચોથા પૂર્વને લખવા ૮ હાથીના વજન પ્રમાણે શાહી જોઇએ. આમ બમણું બમણું કરતા જવું. ચૌદ પૂર્વોને લખવા કુલ ૧૬,૩૮૩ હાથીના વજન પ્રમાણ શાહી જોઇએ. દૃષ્ટિવાદમાં જગતનું બધું શ્રુત સમાઇ જતું હોવાથી તેને સર્વાક્ષરસંનિપાતી કહેવાય છે. ચોદે ચૌદ પૂર્વોને ભણનાર ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાની-શ્રુતકેવલી કહેવાય છે. તેમની દેશના કેવલજ્ઞાની જેવી જ હોય છે. કેવલી ભગવંત જેજેવું-જેટલું બોલી શકે તેટલું બધું જ શ્રુતકેવલી બોલી શકે છે, કારણકે શબ્દથી કહી શકાય તે બધું તેઓ જાણે છે. કોઇપણ પ્રશ્નોના જવાબ આપી શકે. અસંખ્ય ભવો જાણી શકે-કહી શકે. બધા ચૌદ પૂર્વીઓનું શબ્દ રૂપ દ્રવ્યશ્રુતજ્ઞાન સરખું હોય છે. પણ તેનાથી થતું ભાવશ્રુતજ્ઞાન તો વધતું-ઓછું પણ હોય છે. એક ચૌદ પૂર્વ કરતાં બીજા ચૌદ પૂર્વીનું ભાવશ્રુતજ્ઞાન અનંતગણું વધારે પણ હોઇ શકે છે. ચૌદ પૂર્વીને પણ કોઇ પદાર્થમાં સૂક્ષ્મ શંકા થાય તો આહારકલબ્ધિ હોય તો આહારક શરીર બનાવીને વિહરમાન તીર્થંકર પાસે મોકલીને પૂછે. આ અવસર્પિણીમાં અર્થથી છેલ્લા ૧૪ પૂર્વધર ભદ્રબાહુસ્વામી થયા. જ્ઞાનનું સ્વરૂપ Page #41 -------------------------------------------------------------------------- ________________ સૂત્રથી છેલ્લા ૧૪ પૂર્વધર સ્થૂલિભદ્રજી થયા. છેલ્લા ૧૦ પૂર્વધર વજસ્વામી થયા. કાળની સાથે સંઘયણ હીન થતાં સ્મૃતિ મંદ થતી ગઇ, તેથી પૂર્વો લુપ્ત થતા ગયા.. હાલ એકપણ પૂર્વ વિદ્યમાન નથી. મિથ્યાત્વ રહેલો જીવ વધુમાં વધુ ૯ાા પૂર્વ ભણી શકે છે. ૧૦મું પૂર્વ સંપૂર્ણપણે સમકિતી જ જાણી શકે. અભવ્ય જીવ પણ ૯ાા પૂર્વ ભણી શકે. અગિયાર અંગ - દૃષ્ટિવાદની રચના પછી ગણધર ભગવંતો ૧૧ અંગ રચે છે. જે પ્રાકૃત (= સામાન્ય લોકોની ભાષા)માં હોય છે, જેથી આબાલગોપાલ સહુ સમજી શકે. પહેલું અંગ આચારાંગ સૂત્ર છે, જેમાં ૧૮,૦૦૦ પદ હતા. ૧ પદ = ૫૧, ૦૮, ૮૬, ૮૪૦ શ્લોક + ૨૮ અક્ષર, ૧ શ્લોક = ૩૨ અક્ષર. આ રીતે અગિયારે અંગો વિશાળ હતા. છઠ્ઠા અંગ જ્ઞાતાધર્મકથામાં ૩ કરોડ કથાઓ હતી. પણ કાળના પ્રભાવે ધીરે ધીરે લુપ્ત થતાં બધાના અંશમાત્રો બચ્યા છે. અંગબાહ્ય શ્રુત - ગણધર ભગવંતો પણ અંગ સિવાયના આવશ્યક વિગેરે સૂત્રોની રચના કરે છે અને બીજા જ્ઞાની ભગવંતો પણ બીજા ઉપાંગ, પ્રકીર્ણક સૂત્રો વિગેરેની રચના કરે છે, તે અંગબાહ્ય શ્રુત ગણાય છે. ૧૨ અંગ અને બીજા ૭૨ સૂત્રો એમ કુલ ૮૪ સૂત્રો આગમ તરીકે પ્રસિદ્ધ છે. તેમાં હાલ ૪૫ આગમો વિદ્યમાન છે. ૧) ૧૧ અંગ ૨) ૧૨ ઉપાંગ ૩) ૧૦ પન્ના (પ્રકીર્ણક સૂત્ર) ૪) ૬ છેદસૂત્ર ૫) ૪ મૂળસૂત્ર ૬) નંદીસૂત્ર અને અનુયોગ દ્વારા આ આગમો ભણવાનો મુખ્ય અધિકાર યોગોહન કરીને અધિકાર પ્રાપ્ત કરી ચૂકેલા સાધુ ભગવંતોને જ છે. સાધ્વીજી ભગવંતોને કેટલાક આગમો અને શ્રાવકોને અમુક જ આગમો જાણવાનો અધિકાર છે. પંચાંગી - આ બધા આગમો ગંભીર અર્થવાળા છે. કાળની સાથે સમજણ શક્તિ ઘટવાથી તેને સરળ કરતું બીજું શ્રુત પણ રચાયું તેમાંજીવનનું અમૃત ૨૩૨ Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧) નિર્યુક્તિ - અંતિમ ૧૪ પૂર્વધર ભદ્રબાહુ સ્વામીએ અનેક સૂત્રો પર નિર્યુક્તિની રચના કરી. જે પ્રાકૃત ભાષામાં ગાથાબદ્ધ છે. ૨) ભાષ્ય - કાળક્રમે તેના પર પ્રાકૃતમાં ગાથાબદ્ધ વિસ્તૃત વિવેચનો રચાયા જે “ભાષ્ય' તરીકે ઓળખાયા. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વિગેરે ભાષ્યના રચયિતા છે. ૩) ચૂર્ણિ - પ્રાકૃતમાં સળંગ ગદ્ય રૂપે રચાયેલું વિવેચન તે ચૂર્ણિ કહેવાય છે. જિનદાસગણિ મહત્તર વિગેરે મુખ્ય ચૂર્ણિકારો છે. ૪) વૃત્તિ, ટીકા - સંસ્કૃત વિવેચન વૃત્તિ કહેવાય છે. હરિભદ્રસૂરિ મ., અભયદેવસૂરિ મ. વિ. મુખ્ય વૃત્તિકારો છે. આ મૂળ સૂત્ર અને ઉપરના ચાર મળીને આગમના પાંચ અંગ બને છે. એ સિવાય દીપિકા, અવચૂરિ વિ. સંક્ષિપ્ત સંસ્કૃત વિવેચનો પણ હોય છે. ઉપરાંત સ્વતંત્ર પ્રકરણાદિ અનેક ગ્રંથો છે. કરોડો શ્લોક પ્રમાણ શ્રુતજ્ઞાન આજે પણ ઉપલબ્ધ છે. હજારો પ્રતો કદાચ એવી છે કે જે એક વાર વંચાઇ નથી. છેલ્લી ૪-૫ સદીઓમાં કાળને અનુસાર મહોપાધ્યાય વિનયવિજયજી મ., મહોપાધ્યાય યશોવિજયજી મ., વીરવિજયજી મ. વિગેરે અનેક જ્ઞાની પુરુષોએ ગુજરાતી ભાષામાં પણ રાસ, પૂજા, ટબા, સ્તવન, સાય વિગેરે અનેક ગ્રંથોની રચના કરી છે. હાલમાં પણ અનેક વિદ્વાનો સંસ્કૃત ભાષામાં હજારો શ્લોક પ્રમાણ સર્જન કરે છે. ચાર અનુયોગ - આ સંપૂર્ણ શ્રુત ચાર અનુયોગમાં વહેંચાયેલું છે. ૧) દ્રવ્યાનુયોગ - જેમાં લોકનું અને તેમાં રહેલા પદાર્થોનું સ્વરૂપ જણાવાયું છે. દા.ત. ભગવતી સૂત્ર વિગેરે. ૨) ચરણકરણાનુયોગ - જેમાં હેય-ઉપાદેય અર્થાત્ આચરવા યોગ્ય, છોડવા યોગ્ય કાર્યોનું વર્ણન છે. દા.ત. આચારાંગ સૂત્ર વિગેરે. ૩) ધર્મકથાનુયોગ - જેમાં કથા-વાર્તાઓ-ચરિત્રો છે. દા.ત. જ્ઞાતાધર્મકથા. ૪) ગણિતાનુયોગ - જેમાં સૂર્ય-ચંદ્ર વિ.ની ગતિના ગણિત વિગેરે બતાવાયા છે. દા.ત. સૂર્યપ્રજ્ઞપ્તિ વિગેરે. જ્ઞાનનું સ્વરૂપ Page #43 -------------------------------------------------------------------------- ________________ આમાં ચરણકરણાનુયોગ મોક્ષમાર્ગમાં સાક્ષાત્ ઉપયોગી છે. તે તો સ્પષ્ટ છે. તેથી તે પ્રધાન છે. બાકીના અનુયોગ તેની રક્ષક વાડ સમાન કહેવાયા છે. ચરણકરણાનુયોગમાં કહેલા પદાર્થોને સરળતાથી સમજવા, યાદ રાખવા, દઢ કરવા ધર્મકથાનુયોગ ઉપયોગી છે. આપણે અનુભવીએ છીએ કે દૃષ્ટાંત દ્વારા પદાર્થ જલદી અને સારી રીતે સમજાય છે. જેમ સુપાત્રદાનનું ફળ કોઇએ કહ્યું હોય તે ભૂલી જવાય છે, પણ શાલિભદ્રને સુપાત્રદાનના પ્રભાવે ૯૯ દેવતાઇ પેટી રોજ ઉતરતી હતી, તે વાત ભૂલાતી નથી. દ્રવ્યાનુયોગ પણ અનેક રીતે ઉપયોગી છે. અ. ચરણકરણાનુયોગને સમજવા માટે દ્રવ્યાનુયોગનું જ્ઞાન જરૂરી છે. દા.ત. જીવહિંસા ત્યાજ્ય છે. તે ચરણકરણાનુયોગમાં આવશે. પણ જીવ ક્યાં છે, ક્યાં નથી ? શેનાથી હિંસા થાય ? વિ. વાતો દ્રવ્યાનુયોગમાં આવશે. તેના વિના એ ઉપદેશનું પાલન શક્ય નથી. બ. દ્રવ્યાનુયોગમાં ઊંડાણ ઘણું હોય છે. તેના ચિંતનમાં મન અત્યંત એકાગ્ર બની જાય છે. તેથી સંકલ્પ-વિકલ્પોનો નાશ થાય છે અને પ્રચુર કર્મનિર્જરા થાય છે. ઉત્કૃષ્ટ ગણાતા શુક્લધ્યાનમાં દ્રવ્યાનુયોગના આધારે જ ચિંતન થતું હોય છે.' આ અપેક્ષાએ દ્રવ્યાનુયોગને શ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે. ક. દ્રવ્યાનુયોગમાં બતાવેલા સૂક્ષ્મ પદાર્થોથી પ્રભુની સર્વજ્ઞતા પર દઢ શ્રદ્ધા થાય છે. સમ્યગ્દર્શન નિર્મળ થાય છે. તેમ સ્યાદ્વાદના અભ્યાસથી પણ સમ્યગ્દર્શન નિર્મળ થાય છે. ગણિતાનુયોગનો ઉપયોગ શુભકાર્યો માટે શુભ મુહૂર્ત જોવા આદિ માટે થાય છે. અંતિમ ૧૦ પૂર્વધર વજસ્વામી થયા. તેમના પછી આર્યરક્ષિતસૂરિ મ. ૯ો પૂર્વે જ ભણી શક્યા. તેમણે જોયું કે તેમની પછીના સાધુઓ તેટલું પણ યાદ રાખી શકતા ન હતા. તે કાળે ચારે અનુયોગ દરેક સૂત્રમાં હતા, પણ મંદબુદ્ધિના કારણે તે સમજવા અઘરા પડતા હોવાથી આર્યરક્ષિતસૂરિ મહારાજે ચારે અનુયોગ જુદા કરી નાખ્યા અને તેના સૂત્રો નિશ્ચિત કરી દીધા. જીવનનું અમૃત ૨૫ Page #44 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાર્ગમાં શ્રુતજ્ઞાનની ઉપયોગિતા - મોક્ષમાર્ગ સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ છે. તેથી જ્ઞાન મોક્ષમાર્ગમાં અનિવાર્ય છે. જ્ઞાનથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. સમ્યગ્દર્શનના કા૨ણ રૂપે અધિગમ-ગુરૂનો ઉપદેશ બતાવાયો છે, જે શ્રુતજ્ઞાન રૂપ છે. તેમ જ્ઞાનથી સમ્યગ્દર્શનની નિર્મળતા થાય છે, તે પૂર્વે જણાવ્યું છે. ચારિત્રના પાલન માટે પણ જ્ઞાન આવશ્યક છે. શાસ્ત્રકારે કહ્યું જ છે - ‘પહેલું જ્ઞાન અને પછી દયા.' જેને આચારનું જ્ઞાન નથી તે આચાર પાળે શી રીતે ? જેને જીવો ક્યાં છે તે ખબર નથી, તે જીવોને બચાવે શી રીતે ? જ્ઞાન વિના ચારિત્રનું પાલન શક્ય નથી. એટલે જ શાસ્ત્રકારોએ ઠેર-ઠેર જ્ઞાનને પ્રાધાન્ય આપ્યું છે. સાધુ ભગવંતોને દિવસ-રાતમાં થઇને પાંચ પ્રહર (૧૫ કલાક) સ્વાધ્યાય જ કરવાનો છે. જ્ઞાન ભણવા માટે જરૂર પડે તો લાંબા વિહારો કરીને (તેમાં અનિવાર્યપણે દોષો સેવવા પડે તો સેવીને પણ) દૂર સુધી જવાનો ઉપદેશ કરવામાં આવ્યો છે. સ્થૂલભદ્ર સ્વામી વિગેરે ભણવા માટે નેપાળ ગયા હતા. હીરસૂરિજી મહારાજ દક્ષિણમાં દેવગિરિ, યશોવિજયજી ઉપાધ્યાય કાશી ગયા હતા. પોતાના ગુરુ ભણાવી શકે તેમ ન હોય તો તેમની રજા લઇને બીજાની પાસે ભણવા જવાની પણ છૂટ આપવામાં આવી છે. પર્યાપ્ત પ્રમાણમાં અભ્યાસ કરી ચૂકેલા સાધુને ‘ગીતાર્થ’ કહેવામાં આવે છે. જે સાધુ ‘ગીતાર્થ’ નથી તેને સ્વતંત્ર વિચરવાની મનાઇ કરવામાં આવી છે. ગીતાર્થની આજ્ઞામાં રહેવું અને બધું જ તેમને પૂછીને, તેમણે કહ્યા મુજબ ક૨વું ફરજિયાત છે. સાધુને તપ પણ એ રીતે જ કરવાનો છે, જેથી જ્ઞાનની-સ્વાધ્યાયની હાનિ ન થાય. વિહાર અને સ્થિરતા માટેની ક્ષેત્રોની પસંદગી કરવામાં પણ જ્ઞાનની હાનિ ન થાય, તે જોવાનું શાસ્ત્રકારોએ જણાવ્યું છે. ઘણાં સાધુઓ સાથે વિચરે તેમાં ઘણાં દોષોની સંભાવના હોય છે. જ્ઞાનનું સ્વરૂપ ૨૬ Page #45 -------------------------------------------------------------------------- ________________ છતાં તેમાં જ્ઞાનની વૃદ્ધિ થતી હોવાથી તેનો જ ઉપદેશ કરવામાં આવ્યો છે. આમ સર્વત્ર જ્ઞાનને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આત્મહિતેચ્છુ જીવોએ જ્ઞાનપ્રાપ્તિ-વૃદ્ધિ અને રક્ષણ માટે અવશ્ય પ્રયાસ કરવો જોઇએ. શ્રુતજ્ઞાનના વિવિધ પ્રકારો અ. પદાર્થ-વાક્યાર્થ-મહાવાક્યાર્થ-દંપર્યાર્થ.. ૧. પદાર્થ – શબ્દોના આધારે વાક્યનો અર્થ કરવો તે. સાદો અર્થ તે પદાર્થ છે. ૨) વાક્યર્થ - પ્રસ્તુત વાક્યનો જે અર્થ થયો, તેનાથી ભિન્ન કે વિપરીત અર્થ ધરાવતા બીજા શાસ્ત્રવચનોના આધારે વિચારણા કરવી, પ્રશ્નો ઊભા કરવા. દા.ત. “જીવહિંસા ત્યાજ્ય છે' આવા શાસ્ત્રવચનનો સાદો અર્થ સ્પષ્ટ છે. હવે પછી વિચારે કે શ્રાવકોને તો પુષ્પાદિ દ્રવ્યોથી પ્રભુની પૂજા કરવાનું કહ્યું છે. તેમાં પુષ્યના જીવોની હિંસા તો થાય જ છે. તો પછી તે બંને વાક્યો પરસ્પર વિરોધી થયા. તેમાં સાચું શું ? ૩) મહાવાક્યર્થ - વાક્યર્થમાં ઉપસ્થિત થયેલા વિરુદ્ધ અર્થ ધરાવતા બે વચનોનો સ્યાદ્વાદ શૈલીથી સમન્વય કરવો. ઉપરોક્ત બે વચનોમાં વિચારે કે અનુબંધ હિંસા (જે રાગ-દ્વેષ જનિત છે) જ ત્યાજ્ય છે, પ્રભુપૂજામાં સ્વરૂપહિંસા છે, અનુબંધહિંસા નથી, તેથી તે ત્યાજ્ય નથી. એટબે બંને જુદી જુદી અપેક્ષાએ યોગ્ય છે. ૪) એદંપર્યાર્થ – દરેક પદાર્થમાં છેલ્લે તો જિનવચન જ અંતિમ સત્ય છે, એવું જ્ઞાન. આજ્ઞાપાલન તે જ ધર્મ અને આજ્ઞાભંગ તે જ અધર્મ, આવી સમજણ.... ઉપરોક્ત વાતમાં વિચારે કે શા માટે પ્રભુપૂજામાં અનુબંધહિંસા નથી ? તો કારણ એ કે પ્રભુની આજ્ઞા છે કે પૂજા કરવી-તેને કારણે પૂજા કરે તેમાં અનુબંધથી હિંસા નથી. વિગેરે. બ. શ્રત-ચિંતા-ભાવના જ્ઞાન.. શ્રુતજ્ઞાન - પદાર્થજ્ઞાન રૂપ છે. ચિંતાજ્ઞાન - વાક્યાર્થ-મહાવાક્યર્થ રૂપ છે. ભાવનાજ્ઞાન - ઐદંપર્યાર્થરૂપ છે. " ક. વિષયપ્રતિભાસ – આત્મપરિણતિમતું - તત્ત્વસંવેદન જ્ઞાન. જીવનનું અમૃત ૨૭ Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧) વિષયપ્રતિભાસ જ્ઞાન - મિથ્યાત્વી જીવને, જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી જે જ્ઞાન થાય, તે વિષયપ્રતિભાસ જ્ઞાન છે. તેમાં પદાર્થનું જ્ઞાન થાય છે, પણ તે આત્માને હિતકર કે અહિતકર ? હેય કે ઉપાદેય ? તેનું જ્ઞાન નથી હોતું. દા.ત. ધનમાં આખી દુનિયા ખરીદવાની શક્તિ છે, આવું જ્ઞાન હોય, પણ પરિગ્રહ-લોભને દુર્ગતિના કારણ તરીકે ન જાણે તો તે વિષયપ્રતિભાસ જ્ઞાન છે. વસ્તુતઃ તે અજ્ઞાન જ છે. ૨) આત્મપરિણતિમતું જ્ઞાન - મિથ્યાત્વ મોહનીય અને જ્ઞાનાવરણ બંનેના ક્ષયોપશમથી આત્મપરિણતિમતું જ્ઞાન થાય છે. તેમાં આત્માના હિત-અહિતનો વિચાર હોય છે, તેનું સાચું જ્ઞાન હોય છે, પણ ચારિત્ર મોહનીયના ઉદયને કારણે આચરણ ન હોય. દા.ત. ધનને દુર્ગતિનું કારણ માને, પણ છોડી ન શકે. લોભ પ્રબળ હોય. આ જ્ઞાન અવિરત સમ્યક્તીને હોય. ૩) તત્ત્વસંવેદન જ્ઞાન - મિથ્યાત્વ મોહનીય, જ્ઞાનાવરણ અને ચારિત્ર મોહનીય ત્રણેના ક્ષયોપશમથી આ જ્ઞાન થાય છે. તેમાં પદાર્થની સાચી હેયતાઉપાદેયતા જાણીને હેય પદાર્થોનો ત્યાગ કરે, ઉપાદેયમાં પ્રવૃત્તિ કરે. આ જ્ઞાન મુખ્યત્વે સાધુ ભગવંતોને હોય છે. ડ. અક્ષર-અક્ષર શ્રુત i) અક્ષરદ્યુત - “ક'-“ખ” વિગેરે અક્ષરોથી થતું જ્ઞાન તે અક્ષરદ્યુત છે. અક્ષરના ૩ પ્રકાર છે. ૧) વ્યંજનાક્ષર – બોલાતાં-ઉચ્ચારાતાં “ક” વિગેરે અક્ષરો. ૨) સંજ્ઞાક્ષર – લખાયેલા “ક” વિગેરે અક્ષરો. બંનેમાં ફરક એ છે કે ભાષા કોઇ પણ હોય, “ક” નો ઉચ્ચાર એકસરખો “ક” જ થશે. વ્યંજનાક્ષર સમાન જ રહેશે. જ્યારે લખવામાં જુદું જુદું આવશે. ગુજરાતીમાં “ક', દેવનાગરીમાં 5' અંગ્રેજીમાં 'K' આ રીતે સંજ્ઞાક્ષર જુદા જુદા હોય છે. ( ૩) લબ્ધિ-અક્ષર – શ્રુતજ્ઞાનાવરણનો ક્ષયોપશમ, કે જેનાથી અક્ષર સાંભળતા કે વાંચતા અક્ષરનું જ્ઞાન થાય, અથવા સાંભળીને | વાંચીને થતું અક્ષરનું જે જ્ઞાન, તે લધ્યક્ષર. ૨ શાનનું સ્વરૂપ Page #47 -------------------------------------------------------------------------- ________________ ii) અનાર શ્રુત - ઉચ્છવાસ-નિઃશ્વાસના અવાજથી શોકયુક્ત છે, તેવું જ્ઞાન થાય. બગાસુ આવવાના અવાજથી કંટાળો આવે છે, કંટાળાજનક છે, તેવું જ્ઞાન થાય, આ બધું અક્ષરરહિત અવાજના સાંભળવાથી થતું હોવાથી અનક્ષરદ્યુત છે. ઇ. દ્રવ્ય-ભાવશ્રુત દ્રવ્યશ્રુત - પુસ્તકાદિમાં લખાયેલા અક્ષરો કે ઉચ્ચારાતા અક્ષરો. ભાવશ્રુત - તે અક્ષરોના આધારે થતું જ્ઞાન. 2 સ્વાધ્યાયના પાંચ પ્રકાર૧) વાચના – ગુરુ પાસેથી વિધિપૂર્વક શ્રુત ગ્રહણ કરવું. ૨) પૃચ્છના - જેમાં શંકા હોય તે પૂછવું. ૩) પરાવર્તન - શ્રુતનું પુનરાવર્તન કરવું (બોલીને) ૪) અનુપ્રેક્ષા - શ્રુત ઉપર ચિંતન કરવું અથવા માનસિક પરાવર્તન કરવું. ૫) ધર્મકથા – બીજાને ઉપદેશ કરવો. અજ્ઞાનના ત્રણ પ્રકાર ૧) સંશય - વસ્તુનો નિર્ણય ન થાય, શંકા જ રહે. દા.ત. આ દોરડું છે કે સાપ ? પ્રશ્ન - આવી વિચારણાને તો ઇહારૂપ જ્ઞાન જણાવ્યું છે. ઉત્તર - ઇહા અને સંશયમાં ફરક એ છે કે જે વિચારણાને અંતે નિર્ણય થાય તે ઇહા છે, અને જેમાં અંતે પણ કોઇ નિર્ણય ન જ થાય, શંકા ઊભી રહે તે સંશય છે. ૨) વિપર્યય - વસ્તુનો વિપરીત બોધ થાય. દા.ત. દોરડાને સાપ માની લે. ૩) અનધ્યવસાય - ઉપયોગ ન હોવાથી વસ્તુનો બોધ જ ન થાય. દા.ત. વિચારમાં રહેલા માણસની સામેથી કોઇ ચીજ પસાર થાય તો પણ તેનું જ્ઞાન થતું નથી. જ્ઞાનના અન્ય પ્રકારો પ્રત્યભિજ્ઞા - કોઇ વસ્તુને જોયા પછી, ફરી વાર દેખાય ત્યારે “આ પહેલાં જે વસ્તુ જોઇ હતી, તે જ છે.' આ રીતે ઓળખી લેવું તે. જીવનનું અમૃત ૨૯ Page #48 -------------------------------------------------------------------------- ________________ અનુમિતિ – જે બે વસ્તુ વચ્ચે અવિનાભાવ સંબંધ હોય, તેમાંની એકને જોતા, બીજી પણ છે જ એવું જ્ઞાન થાય તે. [બે વસ્તુ સાથે જ રહેતી હોય, એકના વગર બીજી ન જ રહેતી હોય તે અવિનાભાવ સંબંધ. દા. ત. અગ્નિના અભાવમાં ધૂમાડો ન રહે. ] દા.ત. ધૂમાડો દેખાવાથી જ “આગ લાગી છે' તેવું જ્ઞાન થઇ જાય છે. • સમ્યગુ-મિથ્યા શ્રુત સમ્યક્ શ્રત – જૈન શાસનના શાસ્ત્રો. મિથ્યા ભૃત – અન્ય ધર્મોના શાસ્ત્રો, લોકિક ગ્રંથો અથવા સમ્યક્ શ્રુત - સમકિતી જીવનું જ્ઞાન - ભલે તે કોઇપણ વિષયનું હોય. મિથ્યા શ્રુત - મિથ્યાત્વી જીવનું જ્ઞાન - ભલે તે જૈન ધર્મનું હોય. (જ્ઞાનાવરણ કર્મ બાંધવાના કારણો) ૧) જ્ઞાનના ઉપકરણો (પુસ્તક, પેન, કાગળ વિ.) ની આશાતના ખાતાં-પીતાં-સૂતાં વાંચવા. જે ગમે ત્યાં રખડતા મૂકવા, ફેંકવા. • પગ લગાડવો, થૂક લગાડવું. • કાગળ પર ખાવું. • કાગળ ફાડવા, સાપડા વિગેરે પડવાથી તૂટવા. • ઉપકરણો તરફ પગ કરીને અનાદરથી બેસવું, સૂવું. ૨) એંઠા મોં બોલવું. ૩) બહેનોએ અંતરાય (M.C.)માં વાંચવું-લખવું વિગેરે. ૪) ભણનારાને અંતરાય કરવો. * ભણતો હોય તો અવાજ કરવો. (ઉપાશ્રયમાં મોબાઇલ પર વાત કરવી.) પુસ્તક વિગેરે ખોવાડી, બગાડી નાખવા. * ભણતાં હોય તે સમયે વિશિષ્ટ કામ ન હોય તો પણ વાતો કરવી, બોલાવવા. ૫) ભણવા-ભણાવવાની અનુકૂળતા હોવા છતાં આળસ કરવી. ૬) જ્ઞાનીની-ગુરુની-શિક્ષકની નિંદા-અવહેલના-મશ્કરી કરવી, તેમને હેરાનપરેશાન કરવા. ૭) શ્રુતજ્ઞાન-જિનવચનની ‘આ બધું બોગસ છે' વિગેરે રૂ૫) નિંદા કરવી. જ્ઞાનનું સ્વરૂપ Page #49 -------------------------------------------------------------------------- ________________ છે. શ્રુતજ્ઞાનનું આદાન-પ્રદાન કરે મતિ વિગેરે ચાર જ્ઞાનોથી વ્યક્તિ પોતે જાણી શકે છે, પણ પોતે જાણેલું બીજાને જણાવવા માટે તો શબ્દોનો-શ્રુતનો જ સહારો લેવો પડે છે. એટલે શ્રુતજ્ઞાન જ વ્યવહારમાં ઉપયોગી છે, સ્વ-પર પ્રકાશક છે. તેનું જ આદાન-પ્રદાન થઇ શકે છે. તેના આદાન-પ્રદાનનો વિધિ લેશથી જણાવાય છે. પ્રદાન - ગીતાર્થ ગુરુ જ શ્રુતજ્ઞાનનું પ્રદાન કરવાના અધિકારી છે. તેમણે પણ શ્રોતાની પાત્રતા જોઇને જ આપવાનું છે. અપાત્રને શ્રુત આપનાર કે પાત્રતાથી વધુ-ઓછું આપનાર ગુરુ પણ દોષના ભાગીદાર થાય છે. ભદ્રબાહુ સ્વામીએ શ્રુતનો વિચ્છેદ સ્વીકારી લીધો પણ સ્થૂલિભદ્રજીની પાત્રતા ઓછી જણાતાં છેલ્લા ચાર પૂર્વ અર્થથી ન જ આપ્યા. પહેલી વારમાં સૂત્ર અને સામાન્ય અર્થ (શબ્દાર્થ) કહેવા. બીજી વારમાં નિર્યુક્લિમિશ્રિત અર્થ (વિશેષાર્થ) કહેવો. ત્રીજી વારમાં સંપૂર્ણ અર્થ કહેવો. ગ્રહણ - શ્રુતજ્ઞાન ગુરુને આધીન છે-ગુરુ પાસેથી જ મળે છે. એટલે શિષ્યએ ગુરુની સર્વ પ્રકારે ભક્તિ-વિનય કરવા જોઇએ. તેનાથી જ જ્ઞાનાવરણનો ક્ષયોપશમ થાય છે અને જ્ઞાન પ્રાપ્તિ થાય છે. વાચના સમયે ગુરુનું આસન પાથરવું, તેમને જરૂરી અન્ય સામગ્રીઓ બાજુમાં તૈયાર રાખવી, સ્થાપનાચાર્ય પધરાવવા, ગુરુ પધારે તે પહેલાં આવી જવું, ગુરુ આવે ત્યારે ઊભા થવું, વિધિવત્ ગુરુને વંદન કરવું. આ બધો ગ્રહણ પૂર્વેનો વિધિ છે. હાથ જોડીને, વિસ્મિત-હર્ષસભર એકાગ્ર ચિત્તે સાંભળવું, ગુરુની દરેક વાતમાં તહત્તિ કરવું હોંકારો આપવો વિગેરે શ્રવણનો વિધિ છે. વાચના પૂર્ણ થયા બાદ પુનઃ ગુરુને વંદન કરવું, સુખશાતા પૂછવી, તેમના સ્થાને લઈ જવા, આસન વિગેરે પાથરવું, સામગ્રીઓ મૂકવી પણ વિનય છે. પુસ્તકમાંથી વાંચીને ભણવાનું હોય તો પણ ગ્રંથકર્તા અને પોતાને ભણવાની અનુજ્ઞા આપનાર ગુરુને યાદ કરીને વંદન કરવું, પુસ્તકને બહુમાજીવનનું અમૃત ( ૩૧ ) Page #50 -------------------------------------------------------------------------- ________________ નપૂર્વક યોગ્ય સ્થાને પધરાવવું વિગેરે રૂપ વિનય કરવો જોઇએ. ન સમજાય, શંકા રહે ત્યાં વિનયપૂર્વક ઔચિત્યપૂર્વક પૂછવું જોઇએ. “ગુરુને ખબર નથી-સમજાવતા આવડતું નથી” વિગેરે સ્વરૂપ માનસિક કે વાણીથી આશાતના અવશ્ય ત્યાગવી. - ઉદ્દેશ-સમુદેશ-અનુશા - ગુરુ શિષ્યને ભણાવે ત્યારે આ ક્રમથી ભણાવે છે. ૧) ઉદ્દેશ - પહેલાં સૂત્ર સંભળાવે અને ભણવાની રજા આપે. ૨) સમુદેશ - શિષ્ય સૂત્ર ભણે એટલે ગુરુને સંભળાવે. ગુરુને તે શુદ્ધ-બરાબર લાગે તો પુનરાવર્તન કરીને-ગોખીને યાદ કરી લેવા કહે. ૩) અનુજ્ઞા - શિષ્ય બરાબર ગોખી લે, શુદ્ધ રીતે સંભળાવે એટલે પછી તે સૂત્ર બીજાને ભણાવવાની રજા આપે. અસજઝાય - અમુક સંયોગોમાં સ્વાધ્યાય કરવાનો નિષેધ કરવામાં આવેલો છે, તેને અસક્ઝાય કહેવામાં આવે છે. મુખ્યત્વે અસક્ઝાય આટલી છે. ૧) સવારે સૂર્યોદય પૂર્વે ૪૮ મિનિટ. ૨) સાંજે સૂર્યાસ્ત પછી ૪૮ મિનિટ. ૩) મધ્યાહ્ન પૂર્વે અને પછી ૨૪ મિનિટ. ૪) મધ્યરાત્રિ પૂર્વે અને પછી ૨૪ મિનિટ. ૫) ત્રણે ચોમાસી ચૌદશ (કારતક, ફાગણ, અષાડ સુદ ૧૪) ના બપોરે ૧૨ વાગ્યાથી વદ બીજના સૂર્યોદય સુધી. ૬) ચૈત્ર અને આસો સુદ પાંચમના બપોરે ૧૨ વાગ્યાથી વદ બીજ ના સૂર્યોદય સુધી. ૭) અકાળે (આદ્રા નક્ષત્રમાં સૂર્યના પ્રવેશ પૂર્વે) વરસાદ પડે કે વાદળાની ગડગડાટી, વીજળીના કડાકા થાય, તો ત્યારથી ૨ પ્રહર. ૮) સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ સમયે. (વિશેષ ગુરુગમથી જાણવી.) ૯) ૧૦૦ ડગલાંની અંદર મનુષ્યનું શુદ્ધ લોહી, માંસ, હાડકા, ચામડી, દાંત વિગેરે પડ્યા હોય. (મૂળ સાથેના વાળ, કપાઇ ગયેલો જીવતો નખ) ૧૦) ૬૦ ડગલાંની અંદર પંચેન્દ્રિય તિર્યંચનું કલેવર, લોહી, હાડકા વિગેરે હોય, ફૂટેલું ઇંડું હોય. ૩ર જ્ઞાનનું સ્વરૂપ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૧) ધૂમ્મસ હોય ત્યારે. • અસક્ઝાયમાં મુખ્યત્વે ઑગમા, પૂવઘર મહર્ષિકૃત ગ્રંથોનું પઠનપાઠનાદિ કરવાનું નથી. તેનું જ માનસિક પરાવર્તન (બોલ્યા વિના) કરવાનો નિષેધ નથી. તેમ બીજા ગ્રંથો, ગુજરાતી સ્તવનો વિગેરેના પઠનાદિનો પણ નિષેધ નથી. આનો વિસ્તાર ગુરુગમથી જાણવો. અસક્ઝાયના સમયે સ્વાધ્યાય કરવાથી મિથ્યાત્વી દેવતા ઉપદ્રવ કરે, તેથી સ્વાધ્યાય કરવાનો નથી. ' ઉચ્ચારશુદ્ધિ - સૂત્રોના ઉચ્ચાર શુદ્ધ કરવા જોઇએ. અશુદ્ધ ઉચ્ચારથી અર્થનો અનર્થ થાય અને ઘણાં નુકસાન થઇ શકે. અશુદ્ધ ઉચ્ચાર કરનાર એક પ્રકારે સૂત્રનો નાશ જ કરતો હોઇ, તેને સૂત્ર આપવાનો જ શાસ્ત્રકારોએ નિષેધ કરેલો છે. નય-પ્રમાણ જ્ઞાન - જૈન દર્શન દરેક વસ્તુમાં અનંત ધર્મો (અલગઅલગ પ્રકારના સ્વભાવ) માને છે. - જ્યારે વસ્તુના સર્વધર્મોનું જ્ઞાન થાય ત્યારે તે પ્રમાણ કહેવાય છે. પ્રશ્ન - તેવું જ્ઞાન તો કેવલિને જ થાય. ઉત્તર - સમકિતી જીવોને કેવલિના વચન પર શ્રદ્ધા હોય છે. તેના દ્વારા તેમને પણ જે જ્ઞાન થાય છે, તેમાં વસ્તુના અનંતધર્મોનો સ્વીકાર હોય છે, તેથી તેમનું જ્ઞાન પણ પ્રમાણ હોય છે. જ્યારે વસ્તુના કોઇ એકાદ ધર્મનું જ્ઞાન થાય, ત્યારે તે “નય” કહેવાય છે. - જેમ કે ઘડો દેખાતાં-આ ઘડો છે. ભૂતકાળની અપેક્ષાએ માટી (કે અન્ય પાણી વિગેરેના પુદ્ગલ રૂપ) પણ છે, ભવિષ્યકાળની અપેક્ષાએ ઠીકરું (કે અન્ય પુદ્ગલરૂપ) પણ છે, વિગેરે બધા ધર્મોનું જ્ઞાન હોય તે પ્રમાણ છે. માત્ર “ઘડો છે' એવું જ્ઞાન થાય તો તે નય છે. જે નયમાં પોતાને માન્ય ધર્મનો સ્વીકાર હોય અને તેનાથી વિરુદ્ધ બીજા ધર્મોનું ખંડન હોય તે “દુર્નય બને છે. દા.ત. “આ ઘડો જ છે, માટી કે ઠીકરું નથી જ' તેવું માને તો તે દુર્નય છે. જીવનનું અમૃત Page #52 -------------------------------------------------------------------------- ________________ દુર્નયોમાંથી જ બીજા બધા (બૌદ્ધ, સાંખ્ય વિ.) દર્શનોની ઉત્પત્તિ થઇ છે. તે અભિનિવેશ | અભિગ્રહ રૂપ છે, મિથ્યાત્વ છે. જે નયમાં પોતાને માન્ય ધર્મથી વિરુદ્ધ ધર્મનું ખંડન ન હોય તે સુનય છે. સુનય જૈનદર્શનને માન્ય છે. વસ્તુતઃ વ્યવહારમાં સર્વત્ર નયનો જ પ્રયોગ થતો હોય છે. જ્ઞાનનું જ્ઞાન - જૈન દર્શનના મતે જ્ઞાન સ્વપ્રકાશક છે એટલે જ્ઞાન પોતે જ પોતાને જણાવે છે. અર્થાત્ જ્યારે ઘટ દેખાય ત્યારે “આ ઘડો છે' એવું જ્ઞાન થતાંની સાથે જ “મને ઘડો દેખાયો | મેં ઘડો જોયો | મને ઘડાનું (ચાક્ષુષ મતિ)જ્ઞાન થાય” આવું જ્ઞાન થઇ જ જાય છે. નેયાયિકોના મતે જ્ઞાનનું જ્ઞાન-અનુવ્યવસાયજ્ઞાન પાછળથી થાય છે. અર્થાત્ પ્રથમક્ષણે “આ ઘડો છે” એવું જ્ઞાન થયા પછી બીજી ક્ષણે “મને ઘડાનું જ્ઞાન થયું' તેવું જ્ઞાન થાય છે. (જ્ઞાનપ્રાપ્તિના ઉપાયો) ૧) જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના ઉપકરણો (પુસ્તક, પેન વિ.) પ્રત્યે હાર્દિક બહુમાન. જ્ઞાનનું પૂજન. જ્ઞાનના લેખન, છપાઇ (પ્રિન્ટીંગ) વિ.માં આર્થિક સહયોગ. ૪) જ્ઞાનની સુરક્ષા, વ્યવસ્થિત સંગ્રહ વિ.માં સહાય અર્થાત્ જ્ઞાનભંડારોની જાળવણી. જ્ઞાની મહાત્માઓની અનેક પ્રકારે ભક્તિ. ૬) જ્ઞાનાભ્યાસ કરનારને સહાય-અનુકૂળતા કરી આપવી-જગ્યા, પંડિતો, પુસ્તકો વિ. સામગ્રી ઉપલબ્ધ કરવી. ૭) પાઠશાળામાં ભણનારને પ્રોત્સાહન, બહુમાન. ૮) જ્ઞાનદાતાનું બહુમાન. ૯) જ્ઞાનપંચમી તપ, ખમાસમણ, કાઉસ્સગ્ન વિ. દ્વારા જ્ઞાનની આરાધના. ૧૦) ગોખવું, ભણવું, વાંચવું, પુનરાવર્તન કરવું વિ. પુરુષાર્થ. ૧૧) સારી રીતે ભણેલા હોય તો બીજાને આળસ વિના સમય આપીને ભણાવવા. જ્ઞાનનું સ્વરૂપ જે જે Page #53 -------------------------------------------------------------------------- ________________ કેવળજ્ઞાન तीन प्रकार की परिषद् ગુરૂ મહારાજની પાસે જ્ઞાનની પ્રાપ્તિ ३. दुर्विदग्धा परिषद् अविनीत श्रोता १. ज्ञायिका परिषद् विधिपूर्वक श्रोता अनायिका परिषद अविधियक्त श्रोता Page #54 -------------------------------------------------------------------------- ________________ नाणं पयासगं શ્રી ભુવનભાનું પદાર્થ પરિચય પ્રકIBE જૈનમ પરિવાર SHUBHAY