SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન મનને અવગ્રહાદિ શી રીતે થાય ? ઉત્તર - સ્વપ્નમાં થાય છે, તે અનુભવસિદ્ધ છે જ. આ ૨૮ પ્રકારના મતિજ્ઞાનના દરેકના ૧૨-૧૨ ભેદ પડે છે. - ૧) બહુ - ઘણાં બધા અવાજ એકસાથે સંભળાય તો દરેક અવાજને ઓળખી શકે. ૨) બહુવિધ - જે અવાજ સંભળાયો, તેના અનેક ગુણધર્મો-મીઠો, જાડો, તીણો વિ. ને જાણી શકે. ૩) ક્ષિપ્ર - તરત જ-ઝડપથી ઓળખી જાય. ૪) નિશ્ચિત - કોઇ ચિહ્ન હોય તો જ ઓળખી શકે. જેમ કે ધજાથી મંદિર ઓળખાય. (કોઇ hint મળે તો ઓળખી જાય) ૫) અસંદિગ્ધ - પોતાના જ્ઞાનમાં શંકા ન હોય. ખાતરીબદ્ધ રીતે કહે. ૬) ધ્રુવ - દરેક વખતે એકસરખી રીતે જાણે. આ ૬ અને તેનાથી વિપરીત ૬ - અબહુ, અબહુવિધ, અક્ષિપ્ર, અનિશ્રિત, સંદિગ્ધ અને અધ્રુવ (એનો અર્થ સરળ છે.) એમ કુલ ૧૨ ભેદ થાય. કુલ ૨૮ ૪ ૧૨ ૩૩૬ ભેદ મતિજ્ઞાનના થયા. અશ્રુતનિશ્રિત મતિજ્ઞાન = ચાર પ્રકારની બુદ્ધિ તે અશ્રુતનિશ્રિત મતિજ્ઞાન કહેવાય છે. ૧) વૈયિકી - ગુરુનો, વડીલોનો વિનય કરવાથી જ્ઞાનાવરણનો વિશિષ્ટ ક્ષયોપશમ થાય છે. તેનાથી જે બુદ્ધિ ઉત્પન્ન થાય છે, તે વૈનયિકી બુદ્ધિ કહેવાય છે. આ બુદ્ધિ કેવી હોય ? તે સમજવા શાસ્ત્રમાં દૃષ્ટાંત આપેલું છે. એક જ ગુરુ પાસે બે શિષ્યોએ જ્ઞાન મેળવ્યું. છતાં એક વિદ્યાર્થી ગુરુનો વિનય નહોતો કરતો તો તેને શાસ્ત્રીય પદાર્થોના રહસ્યોનો વિશિષ્ટ બોધ ન થયો. જ્યારે બીજો શિષ્ય ગુરૂનો વિશેષ વિનય કરતો હતો. માત્ર બાહ્ય વિનય જ નહિ, તેના રોમરોમમાં ગુરૂ પ્રત્યે વિશિષ્ટ બહુમાનભાવ હતો. પરિણામે શાસ્ત્રોના વિશિષ્ટ રહસ્યોને તે પામી શક્યો. તેની બુદ્ધિ એવી વિશિષ્ટ થઇ ગઇ કે જેના કારણે તે જે કાંઇ કહે તે સત્ય ઠરવા લાગ્યું. એક વાર એક ડોસીમાએ આ બંને જણને પૂછું કે, ‘“મારો દીકરો ઘણા વર્ષોથી પરદેશ ગયો છે. તેના કોઇ સમાચાર નથી. તે ક્યારે આવશે ?'' ત્યાં જ તેની પાસે રહેલો પાણી ભરેલો ઘડો નીચે પડ્યો. ફૂટી ગયો. અવિનયી જ્ઞાનનું સ્વરૂપ ૧૬
SR No.023302
Book TitleJivannu Amrut
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy