SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ શિષ્ય કહ્યું કે, “ઘડો ફૂટી ગયો છે એમ સૂચવે છે કે તમારો દીકરો મરી ગયો છે.” અને ડોસીએ પોક મૂકી. પણ વિનયી શિષ્ય આશ્વાસન આપતાં કહ્યું કે, “માજી ! જરાય ચિંતા ન કરો. અરે ! આનંદ પામો. તમારો પુત્ર તમારા ઘરના દરવાજે આવીને ઊભો છે. ઘડો ફૂટતાં માટીમાં માટી મળી ગઇ, તે એ સૂચવે છે કે તમારો દીકરો પાછો તમારી પાસે આવી ગયો. તે રાહ જુએ છે. જલ્દી ઘરે પહોંચો.” ડોસીમા ઘરે પહોંચ્યાં. ખરેખર તેમનો દીકરો પરદેશથી આવીને તેમની રાહ જોતો ઊભો હતો. ૨) કાર્મિકી - કોઇપણ વસ્તુનો વારંવાર અભ્યાસ કરવાથી તેમાં જે નિપુણતા આવે છે, તે કાર્મિકી બુદ્ધિ છે. સુથાર રંધાથી લાકડાને છોલે તો સીધું સપાટ છોલાય છે. આપણે છોલવા જઇએ તો વાંકુંચૂકું જાય. સુથારની તે આવડત તે કાર્મિકી બુદ્ધિ છે. થાળીનૃત્ય વિ. અનેક દૃષ્ટાંતો કાર્મિકી બુદ્ધિના છે. ૩) પારિણામિકી - અનેક પ્રકારના અનુભવોના આધારે ઘડાતી બુદ્ધિ પારિણામિકી બુદ્ધિ કહેવાય છે. “ઘરડાં ગાડાં વાળે' એ કહેવત વૃદ્ધોની અનુભવજન્ય પરિણામિકી બુદ્ધિને જ જણાવે છે. અનેક કથાઓ-પ્રસંગોમાં પણ વૃદ્ધોનું શાણપણ જણાય છે. ૪) ઓત્યાતિકી - તેવા કોઇ અનુભવ કે અભ્યાસ વિના સહજ જકોઠાસૂઝથી જે બુદ્ધિ ઉત્પન્ન થાય છે, તે અત્પાતિકી બુદ્ધિ કહેવાય છે. ઔત્પાતિકી બુદ્ધિ માટે શાસ્ત્રમાં રોહકનું દૃષ્ટાંત આપેલું છે. રોહક નામનો નાનકડો બાળક પોતાના પિતાની સાથે પ્રથમવાર રાજગૃહી નગરી ગયો. પાછા ફરતાં ભુલાઈ ગયેલી વસ્તુ લેવા પિતા પાછા નગરમાં ગયા. નદી કિનારે બેઠેલા તે રોહને, નદીની રેતમાં આખી રાજગૃહી નગરીનું મોડેલ તૈયાર કરી દીધું ! પ્રથમવાર જ જોયેલી નગરીનું તરત જ આબેહૂબ રીતે મોડેલ તૈયાર કરી દેવું તે શું નાનીસૂની વાત ગણાય ? નગરનો રાજા ઘોડા ઉપર તે તરફ આવી રહયો છે, ત્યારે બહાદુર નાનો બાળક કહે છે, “કોણ છો ? ત્યાં જ ઊભા રહો. અહીં રાજમહેલ છે. રાજમહેલમાં ઘોડો ન આવી શકે !' વગેરે જીવનનું અમૃત ૧૭ ...
SR No.023302
Book TitleJivannu Amrut
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy