SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ મતિજ્ઞાન નહિ ઇન્દ્રિય અને મન દ્વારા, શ્રતને અનુસર્યા વિના જે જ્ઞાન થાય છે, તે મતિજ્ઞાન કહેવાય છે. મતિજ્ઞાનના બે ભેદ છે. ૧) ચુતનિશ્રિત મતિજ્ઞાન ૨) અશ્રુતનિશ્ચિત મતિજ્ઞાન, એમાં શ્રુતનિશ્ચિત મતિજ્ઞાનના ૪ પ્રકાર પડે છે. ૧) અવગ્રહ – જે વસ્તુનો બોધ થવાનો છે તે વસ્તુ અને બોધ કરનાર ઇન્દ્રિયનો સંબંધ થતા જે અસ્પષ્ટ બોધ થાય છે, તે અવગ્રહ કહેવાય છે. - (Grasping Power) વસ્તુતઃ અવગ્રહનો સમાવેશ “દર્શન' માં થાય છે. અવગ્રહના બે ભેદ છે. અ. વ્યંજનાવગ્રહ - વસ્તુ અને ઇન્દ્રિયનો સંબંધ. જેમ કે કાનમાં શબ્દો અથડાવા. આ વ્યંજનાવગ્રહનો કાળ એક અંતર્મુહૂર્તનો છે. બ. અર્થાવગ્રહ - વ્યંજનાવગ્રહના અંતે થતો વસ્તુનો અસ્પષ્ટ બોધ. કંઇક થયું' એવા સ્વરૂપનો અર્થાવગ્રહનો કાળ એક સમયનો છે. ૨) ઇહા-અર્થાવગ્રહ થયા બાદ વિચારણા-શું થયું? તેવી. (Logic Power.) ૩) અપાય - ઇહા પછીનો નિશ્ચય-“કોઇક અવાજ આવ્યો” વિ. રૂપ. - (Decision Power) અપાય થયા પછી ફરી પાછી ઈહા થાય છે. “શેનો અવાજ આવ્યો ?' વિ. રૂપ. ફરી પાછો અપાય થાય છે-“માણસનો’ ફરી પાછી ઇહા થાય છે-કોનો ? સ્ત્રીનો કે પુરુષનો ?' ફરી પાછો અપાય... આમ ચાલ્યા કરે છે જ્યાં સુધી શક્ય તેટલો સ્પષ્ટ બોધ થાય. સૌથી પહેલા જે અર્થાવગ્રહ થયો-(કંઇક થયું), તે નેયિક અર્થાવગ્રહ કહેવાય છે. (જે “દર્શન' રૂપ છે, ૧ સમયનો છે.) ત્યારબાદ ઈહા અને અપાય થાય છે. પછી ફરી થતી ઇહા માટે પહેલો અપાય જ અવગ્રહ રૂપ બને છે, તેને વ્યાવહારિક અર્થાવગ્રહ કહેવાય છે-જે અંતર્મુહૂર્ત સમયનો છે અને “જ્ઞાન” રૂપ છે. ૪) ધારણા - વસ્તુના નિર્ણયની દઢતા(Memory Power) ધાર- - ણાના ૩ પ્રકાર છે. અ. અવિશ્રુતિ – અપાય થયા બાદ, તેનું વારંવાર + સતત પુનરાવર્તન થવું તે. જેમ કોઇ વસ્તુને બરાબર યાદ રાખવી હોય તો ધારી-ધારીને જોવામાં આવે છે. જીવનનું અમૃત
SR No.023302
Book TitleJivannu Amrut
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy