SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ બ. વાસના - અવિચ્યુતિના કારણે આત્મામાં પડી જતા સંસ્કાર. ક. સ્મૃતિ - નિમિત્ત મળવાથી સંસ્કારનું જાગરણ થતાં થતું સ્મરણ. આપણો અનુભવ છે કે વસ્તુનું જ્ઞાન થવા છતાં જો તેના ૫૨ વ્યવસ્થિત ધ્યાન અપાયું ન હોય તો લગભગ ભૂલી જવાય છે, સ્મૃતિ થતી નથી, તેનું કારણ એ જ છે કે અવિચ્યુતિના અભાવે સંસ્કાર પડતા નથી. સંસ્કાર અસંખ્યકાળ સુધી આત્મા પર રહી શકે છે. નવો જન્મેલો બાળક ભૂખ શમાવવા સ્તનપાન કરે છે, ત્યારે પૂર્વભવોના સંસ્કારને કા૨ણે જ તેવા પ્રકારની પ્રવૃત્તિ ક૨વાનું જ્ઞાન એને થાય છે. સંસ્કારો જેટલા ગાઢ હોય. તેટલી સ્મૃતિ તરત થાય છે-લાંબા કાળ પછી પણ થાય છે. સંસ્કારો નબળા હોય તો યાદ કરવા મહેનત કરવી પડે, લાંબા કાળ પછી યાદ ન આવે. મૃત્યુ અને જન્મ એવી ઘટનાઓ છે કે ઘણાખરા સંસ્કારો નષ્ટ થઇ જાય છે, છતાં અત્યંત ગાઢ સંસ્કાર પડી ગયા હોય તો પછીના ભવમાં પણ પૂર્વભવની ઘટનાઓનું સ્મરણ થાય છે, જેને જાતિસ્મરણ જ્ઞાન કહેવાય છે. વર્તમાનમાં પણ ઘણા જીવોને જાતિસ્મરણ જ્ઞાન થયેલું જોવા મળ્યું છે. જાતિસ્મરણ જ્ઞાનથી પૂર્વના સંખ્યાતભવોનું જ્ઞાન પણ થઇ શકે છે. જાતિસ્મરણજ્ઞાનના દૃષ્ટાંત - શિકારીના તીરથી ઘાયલ થયેલી સમડીને મૃત્યુ સમયે મુનિ ભગવંતે નવકાર સંભળાવતા મરીને શ્રીલંકામાં રાજકુમારી બની... રાજસભામાં ભારતથી આવેલા શ્રેષ્ઠિને છીંક આવતાં ‘નમો અરિહંતાણં' બોલ્યા, તે સાંભળતા રાજકુમારીને પૂર્વભવમાં સાંભળેલા નવકારના સંસ્કારો જાગ્રત થયા, જાતિસ્મરણ જ્ઞાન થયું. પ્રતિબોધ પામી, પોતાના મૃત્યુસ્થળે આવીને શકુનિકાવિહાર (સમડીવિહાર-ભરૂચ) જિનાલય બંધાવ્યું. વલ્કલચીરીને પોતાના તાપસપણાંનાં કમંડલ વિ. ૫૨ની ધૂળને સાફ કરતાં પૂર્વભવમાં સાધુપણાંમાં કરેલાં પડિલેહણના સંસ્કારો જાગ્રત થયા. જાતિસ્મરણ જ્ઞાન થયું. શુભ પરિણામોથી ત્યાં જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઇ. જાતિસ્મરણ પણ એક પ્રકારની સ્મૃતિ-ધારણાનો જ ભેદ છે. આ ચારે પ્રકારનું મતિજ્ઞાન પાંચ ઇન્દ્રિય અને મનથી થાય છે, તેથી બધાના ૬-૬ પ્રકાર થાય છે. ૧) સ્પર્શનેન્દ્રિય (ત્વચા / ચામડી)થી થતું સ્પાર્શન મતિજ્ઞાન. (જીભ)થી થતું રાસન મતિજ્ઞાન. ૨) રસનેન્દ્રિય ૩) ઘ્રાણેન્દ્રિય (નાક)થી થતું પ્રાણજ મતિજ્ઞાન. ૧૪ જ્ઞાનનું સ્વરૂપ
SR No.023302
Book TitleJivannu Amrut
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy