________________
. કેવળજ્ઞાન પામ્યા પછી કેવલિ ભગવંત વ્યવહારથી સાધુધર્મનું પાલન કરે છે.
જો ગૃહસ્થપણામાં જ કેવળજ્ઞાન થયું હોય તો સાધુવેશ લે.
કેવળજ્ઞાન સમયે દેવતાઓને ખ્યાલ આવે તો મહોત્સવાદિ કરે, પણ તેવો નિયમ નથી. કોઇને ખબર ન પડે તેવું પણ બની શકે છે. શાસ્ત્રમાં કૂર્માપુત્ર કેવલિનું દ્રષ્ટાંત આવે છે. જેઓ કેવલિ બન્યા પછી પણ દેવતાને ખ્યાલ ન આવતા છેક સુધી ગૃહસ્થવેષમાં જ રહેલ. તેવી જ રીતે સાધુપણામાં કેવળજ્ઞાન પામેલ પરંતુ દેવતાથી અજ્ઞાત કેવલી આવશ્યકતા મુજબ પોતાની કે બીજાની ગોચરી લેવા જાય. જેમ અર્ણિકાપુત્ર આચાર્યની ગોચરી લેવા પુષ્પચૂલા કેવલી સાધ્વીજી જતા હતા. પાછળથી આચાર્યશ્રીને ખ્યાલ આવતા બંધ ક્યું. બીજાને ખબર પડે કે કેવળજ્ઞાન થયું છે તો કેવલીની ભક્તિ ન લે.
કેવળજ્ઞાની ભગવંતનું આયુષ્ય પૂર્ણ થવા આવે ત્યારે જો વેદનીય વિગેરે ૩ કર્મોની સ્થિતિ આયુષ્યકર્મ કરતા વધારે હોય તો ૮ સમયના કેવલિ સમુદ્દાત વડે બધા કર્મોની સ્થિતિ સમાન કરે.
ત્યારબાદ યોગનિરોધ કરીને અયોગિ થાય. જ્યાં પાંચ હૃસ્વ સ્વર (અ, ઇ, ઉ, 8, લુ)ના ઉચ્ચારણ જેટલો કાળ રહે. તે સમયે સર્વસંવર હોય છે અર્થાત્ બિલકુલ કર્મબંધ હોતો નથી. ત્યાર પછી આયુષ્ય પૂર્ણ થતાં અસ્પૃશદ્ગતિથી ૧ સમયમાં મોક્ષે જાય.
અસ્પૃશદ ગતિ એટલે વચ્ચેના આકાશપ્રદેશોને સ્પર્યા વિના જાય.
જે અવસ્થામાં રહીને આયુ પૂર્ણ થાય તેમાં શરીરના પોલાણોને પૂરી દઈને આત્મા ઘન બને એટલે તેની અવગાહના ૧/૩ ભાગ ઓછી થાય. એટલી અવગાહનામાં તેનો આત્મા સિદ્ધક્ષેત્રમાં રહે.
કેવલિ ભગવંત સંસારમાં રહે ત્યાં સુધી માત્ર ૧ શાતાવેદનીય કર્મ બાંધે. તેની સ્થિતિ માત્ર ૨ સમયની હોય છે. પ્રથમ સમયે બંધાય અને બીજા સમયે ભોગવાઇને ખરી જાય. તેને ઇર્યાપથિક (= યોગથી થતો) કર્મબંધ કહે છે. સાંપરાયિક (કષાયથી થતો) કર્મબંધ તેમને હોતો નથી.
કેવલિને અશાતા, દુઃસ્વર વિ. અશુભ અઘાતી કર્મોનો ઉદય હોઇ શકે છે. અનાદેય, અપયશ વિ.નો નથી હોતો. તીર્થકર કેવલિને તેવી અશુભ પ્રકૃ
જીવનનું અમૃત