SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ બાર અંગો હોવાથી તેને દ્વાદશાંગી કહેવાય છે. ગણિ = આચાર્ય ભગવંતોનું તે પિટક = નિધાન – ખજાનો હોવાથી તેને ગણિપિટક પણ કહે છે. જગતમાં તે પ્રકૃષ્ટ = શ્રેષ્ઠ વચન હોવાથી પ્રવચન પણ કહેવાય છે. દૃષ્ટિવાદ-ચૌદ પૂર્વો - સૌથી પ્રથમ બારમાં અંગ-દૃષ્ટિવાદની રચના કરાય છે, જેની અંદર ચૌદ પૂર્વો આવેલા છે. પહેલા પૂર્વે) રચના થઇ હોવાથી તેને પૂર્વો કહેવાય છે. પૂર્વો સંસ્કૃતમાં છે અને અતિવિશાળ છે. તેનું પ્રમાણ શાસ્ત્રોમાં આ રીતે જણાવ્યું છે. મહાવિદેહ ક્ષેત્રના ૬ ગાઉ(૧૨ માઇલ)ના શરીરવાળા હાથીના વજન પ્રમાણ શાહીની ભૂકી લઇ, તેમાંથી શાહી બનાવીને જેટલું લખી શકાય, તેટલું પહેલું પૂર્વ છે. બીજા પૂર્વને લખવા ૨ હાથીના વજન પ્રમાણ શાહી જોઇએ. ત્રીજા પૂર્વને લખવા ૪ હાથીના વજન પ્રમાણ શાહી જોઇએ. ચોથા પૂર્વને લખવા ૮ હાથીના વજન પ્રમાણે શાહી જોઇએ. આમ બમણું બમણું કરતા જવું. ચૌદ પૂર્વોને લખવા કુલ ૧૬,૩૮૩ હાથીના વજન પ્રમાણ શાહી જોઇએ. દૃષ્ટિવાદમાં જગતનું બધું શ્રુત સમાઇ જતું હોવાથી તેને સર્વાક્ષરસંનિપાતી કહેવાય છે. ચોદે ચૌદ પૂર્વોને ભણનાર ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાની-શ્રુતકેવલી કહેવાય છે. તેમની દેશના કેવલજ્ઞાની જેવી જ હોય છે. કેવલી ભગવંત જેજેવું-જેટલું બોલી શકે તેટલું બધું જ શ્રુતકેવલી બોલી શકે છે, કારણકે શબ્દથી કહી શકાય તે બધું તેઓ જાણે છે. કોઇપણ પ્રશ્નોના જવાબ આપી શકે. અસંખ્ય ભવો જાણી શકે-કહી શકે. બધા ચૌદ પૂર્વીઓનું શબ્દ રૂપ દ્રવ્યશ્રુતજ્ઞાન સરખું હોય છે. પણ તેનાથી થતું ભાવશ્રુતજ્ઞાન તો વધતું-ઓછું પણ હોય છે. એક ચૌદ પૂર્વ કરતાં બીજા ચૌદ પૂર્વીનું ભાવશ્રુતજ્ઞાન અનંતગણું વધારે પણ હોઇ શકે છે. ચૌદ પૂર્વીને પણ કોઇ પદાર્થમાં સૂક્ષ્મ શંકા થાય તો આહારકલબ્ધિ હોય તો આહારક શરીર બનાવીને વિહરમાન તીર્થંકર પાસે મોકલીને પૂછે. આ અવસર્પિણીમાં અર્થથી છેલ્લા ૧૪ પૂર્વધર ભદ્રબાહુસ્વામી થયા. જ્ઞાનનું સ્વરૂપ
SR No.023302
Book TitleJivannu Amrut
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy