________________
શકે. તે આ રીતે
૧) બે વાર અનુત્તરમાં ૩૩ સાગરોપમના આયુષ્યમાં-વચ્ચે ૧ મનુષ્યના
ભવમાં.
૨) ત્રણ વા૨ બારમા દેવલોકે ૨૨ સાગરોપમ ના આયુષ્યમાં અને વચ્ચે ૨ મનુષ્યના ભવમાં.
=
વિશ્વમાં અવધિજ્ઞાની જીવોની કુલ સંખ્યા અસંખ્ય = ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી છે. અવધિજ્ઞાની દેવ-નાક-તિર્યંચો અસંખ્ય છે, મનુષ્યો સંખ્યાતા છે.
અવધિજ્ઞાનના અનેક પ્રકારો છે. કેટલાક આ પ્રમાણે
જે અવધિજ્ઞાન આવ્યા પછી જાય નહીં-કેવળજ્ઞાન સુધી ટકી જ રહે, અપ્રતિપાતી કહેવાય અથવા ભવના અંત સુધી રહે તે પણ અપ્રતિપાતી ગણાય દા.ત. દેવોને... જે જીવને સંપૂર્ણ લોક ઉપરાંત અલોકમાં અંશમાત્ર ક્ષેત્રનું પણ અવધિજ્ઞાન થાય, તે નિયમા અપ્રતિપાતી હોય છે.
કેટલાક જીવોનું અવધિજ્ઞાન એવું હોય છે કે તેમની સાથે જાય. અર્થાત્ ૧૦૦ યોજનનું અવધિજ્ઞાન હોય તો જ્યાં જાય ત્યાંથી ૧૦૦ યોજન સુધીનું જ્ઞાન થાય. એને અનુગામી અવધિજ્ઞાન કહેવાય છે.
કેટલાક જીવોનું અવધિજ્ઞાન જ્યાં ઉત્પન્ન થયું હોય, તેની આસપાસના ક્ષેત્રનું જ થાય છે. જો જીવ તે ક્ષેત્રની બહાર જાય તો અવધિજ્ઞાન તેની સાથે ન આવે, અર્થાત્ તેને અવધિજ્ઞાનથી કશું ન જણાય. પાછો તે ક્ષેત્રમાં આવે, તો પાછું જણાય. આને અનનુગામી અવધિજ્ઞાન કહેવાય છે.
કેટલાકનું અવધિજ્ઞાન એવું હોય છે કે પોતે જ્યાં હોય ત્યાંથી દૂરનું જાણી શકે, આસપાસનું ન જાણી શકે દા.ત. ભારતમાં બેઠેલો હોય અને અવધિજ્ઞાનથી બ્રિટનને જાણી શકે, ભારતને નહીં. આને અપ્રતિબદ્ધ અવધિજ્ઞાન કહેવાય છે.
કેટલાક અવધિજ્ઞાન એવા પણ હોય છે કે જેમાં ક્ષેત્ર સળંગ ન જણાય, વચ્ચેના અમુક ભાગ જણાય, અમુક નહીં. દા.ત. પહેલે માળે પોતે હોય, બીજો માળ જણાય, ત્રીજો માળ ન જણાય, ચોથો માળ જણાય વિગેરે આને સાંતર અવધિજ્ઞાન કહેવાય છે.
જીવનનું અમૃત
૧૧