SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૧) વિષયપ્રતિભાસ જ્ઞાન - મિથ્યાત્વી જીવને, જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી જે જ્ઞાન થાય, તે વિષયપ્રતિભાસ જ્ઞાન છે. તેમાં પદાર્થનું જ્ઞાન થાય છે, પણ તે આત્માને હિતકર કે અહિતકર ? હેય કે ઉપાદેય ? તેનું જ્ઞાન નથી હોતું. દા.ત. ધનમાં આખી દુનિયા ખરીદવાની શક્તિ છે, આવું જ્ઞાન હોય, પણ પરિગ્રહ-લોભને દુર્ગતિના કારણ તરીકે ન જાણે તો તે વિષયપ્રતિભાસ જ્ઞાન છે. વસ્તુતઃ તે અજ્ઞાન જ છે. ૨) આત્મપરિણતિમતું જ્ઞાન - મિથ્યાત્વ મોહનીય અને જ્ઞાનાવરણ બંનેના ક્ષયોપશમથી આત્મપરિણતિમતું જ્ઞાન થાય છે. તેમાં આત્માના હિત-અહિતનો વિચાર હોય છે, તેનું સાચું જ્ઞાન હોય છે, પણ ચારિત્ર મોહનીયના ઉદયને કારણે આચરણ ન હોય. દા.ત. ધનને દુર્ગતિનું કારણ માને, પણ છોડી ન શકે. લોભ પ્રબળ હોય. આ જ્ઞાન અવિરત સમ્યક્તીને હોય. ૩) તત્ત્વસંવેદન જ્ઞાન - મિથ્યાત્વ મોહનીય, જ્ઞાનાવરણ અને ચારિત્ર મોહનીય ત્રણેના ક્ષયોપશમથી આ જ્ઞાન થાય છે. તેમાં પદાર્થની સાચી હેયતાઉપાદેયતા જાણીને હેય પદાર્થોનો ત્યાગ કરે, ઉપાદેયમાં પ્રવૃત્તિ કરે. આ જ્ઞાન મુખ્યત્વે સાધુ ભગવંતોને હોય છે. ડ. અક્ષર-અક્ષર શ્રુત i) અક્ષરદ્યુત - “ક'-“ખ” વિગેરે અક્ષરોથી થતું જ્ઞાન તે અક્ષરદ્યુત છે. અક્ષરના ૩ પ્રકાર છે. ૧) વ્યંજનાક્ષર – બોલાતાં-ઉચ્ચારાતાં “ક” વિગેરે અક્ષરો. ૨) સંજ્ઞાક્ષર – લખાયેલા “ક” વિગેરે અક્ષરો. બંનેમાં ફરક એ છે કે ભાષા કોઇ પણ હોય, “ક” નો ઉચ્ચાર એકસરખો “ક” જ થશે. વ્યંજનાક્ષર સમાન જ રહેશે. જ્યારે લખવામાં જુદું જુદું આવશે. ગુજરાતીમાં “ક', દેવનાગરીમાં 5' અંગ્રેજીમાં 'K' આ રીતે સંજ્ઞાક્ષર જુદા જુદા હોય છે. ( ૩) લબ્ધિ-અક્ષર – શ્રુતજ્ઞાનાવરણનો ક્ષયોપશમ, કે જેનાથી અક્ષર સાંભળતા કે વાંચતા અક્ષરનું જ્ઞાન થાય, અથવા સાંભળીને | વાંચીને થતું અક્ષરનું જે જ્ઞાન, તે લધ્યક્ષર. ૨ શાનનું સ્વરૂપ
SR No.023302
Book TitleJivannu Amrut
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy