________________
જ્ઞાનના તેજોમય પ્રદેશની યાત્રા
જૈન દર્શનની પદાર્થ વ્યવસ્થા સર્વથા અવિસંવાદી છે, એવું સર્વદર્શનના જાણકારોની બુદ્ધિએ સ્વીકાર કર્યો છે...જ્ઞાન વિશે જૈનધર્મની સૂક્ષ્મતા બિનહરીફ તો છે જ, સાથે જીવનવ્યવહારો સાથે સંવાદિ પણ છે. નૈયાયિકો જ્ઞાનને મુક્તાત્મામાં નથી માનતા અને ઇશ્વરમાં નિત્યજ્ઞાન માને છે. સાંખ્યો જ્ઞાનને પ્રકૃતિનું જ તત્ત્વ ગણે છે. મીમાંસક પાસે મુક્તિ નથી અને ઇશ્વર નથી તેથી જ્ઞાનની સત્તા પ્રકૃતિગત થઇ જાય છે. બૌદ્ધોના યોગાચારમાં જ્ઞાનને આત્મસ્વરૂપ માન્યું છે.'
જૈનદર્શને આત્માના અનંત ગુણોમાં જ્ઞાનને પણ એક ગુણ ગણ્યો છે. આ ગુણ દરેક જીવમાં અને જીવની દરેક અવસ્થામાં વિકૃત કે અવિકૃતરૂપે ડોકીયું તો કરે જ છે. માટે જ શાસ્ત્રોમાં કહ્યું છે કે નિગોદમાં પણ અક્ષરનો અનંતમો ભાગ ઉઘાડો છે.
આમ તો દરેક ગુણની અનંતમો ભાગ ઉઘાડો હોય છે, છતાં જ્ઞાનની પ્રધાનવિલક્ષા એટલા માટે છે, કે તે પ્રદિપની જેમ સ્વપરપ્રકાશક છે. કર્મયુક્ત સર્વે જીવોના સર્વ ગુણો | અવગુણો, ઔદયિક ચેષ્ટાઓ અને ઓપશમિક પરિણામો વિ. સર્વ અવસ્થામાં અભિવ્યક્તિ ઊભી કરનાર તત્ત્વ જ્ઞાનગુણ છે. લજામણીનો સંકોચ અને બકુલનો વિકોચ, નાળીયેરની બદ્ધમૂલતા અને રુદતીનો શોક, આ બધી વનસ્પતિમાં પણ દેખાતી અભિવ્યક્તિનું ઉપાદાન કારણ જ્ઞાનગુણ છે. અભિવ્યંજકતાને લીધે જ્ઞાનગુણ આત્માની કર્મયુક્ત અવસ્થામાં પણ સમસ્ત અચેતન દુનિયાથી આત્માને વેગળો જાહેર કરે છે...માટે જ ઘણા સ્થળોએ ચેતનાન્નક્ષણો નીવ:-જીવની આવી વ્યાખ્યા આપી છે.
કર્મયુત અવસ્થામાં મિથ્યાત્વ મોહથી વિકૃત થયેલા જ્ઞાનગુણને અજ્ઞાન કહેવામાં આવે છે. જ્ઞાનનો અભાવ અને વિપરીત જ્ઞાન બંને સમાન કાર્ય કરે છે. લક્ષથી દૂર રાખવાનું...માટે મિથ્યાત્વમોહથી કલંકિત જ્ઞાનાવરણીયના ક્ષયોપશમને અજ્ઞાનરૂપ જ ગણવામાં આવે છે, અને મિથ્યાત્વરહિત અવિકૃત જ્ઞાનગુણને જ જ્ઞાનરૂપે બિરદાવ્યો છે.
તેમાં પ્રથમ બે જ્ઞાન મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન છે, જે ઇન્દ્રિયસાપેક્ષ હોવાથી પરોક્ષ છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન પ્રાયઃ પરસ્પર સાપેક્ષ છે. | મતિજ્ઞાન : બે પ્રકારે છે, શ્રુતનિશ્રિત અને અશ્રુતનિશ્રિત. ઔત્પાતિકી વિગેરે ૪ પ્રકારની બુદ્ધિ તે અશ્રુતનિશ્ચિત છે...શ્રુતનિશ્રિતમાં ઇન્દ્રિયો અને મન સાથે અર્થાવગ્રહ, ઇહા, અપાય અને ધારણાના ૨૮ ભેદ થાય છે. શ્રુતજ્ઞાનના અક્ષરદ્યુત વિગેરે ૧૪ ભેદ છે...
મતિજ્ઞાનનું બીજુ નામ આભિનિબોધિક જ્ઞાન છે. નંદિસૂત્રમાં સરળ વ્યાખ્યા આપતા કહે છે. “ન્દ્રિયમનોનિમિત્તો યોગ્યેશાવસ્થિતવસ્તુવિષય: ભુટાતિમાસો વોથવિશેષો ત્યર્થ:' ઇન્દ્રિય અને મનના સહકારે યોગ્યદેશમાં રહેલી વસ્તુનો સ્પષ્ટ પ્રતિભાસરૂપ બોધવિશેષ, તે છે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની વ્યાખ્યાને પણ સરળતાથી રજુ કરી છે.