Book Title: Jivannu Amrut
Author(s): Bhavyasundarvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 50
________________ નપૂર્વક યોગ્ય સ્થાને પધરાવવું વિગેરે રૂપ વિનય કરવો જોઇએ. ન સમજાય, શંકા રહે ત્યાં વિનયપૂર્વક ઔચિત્યપૂર્વક પૂછવું જોઇએ. “ગુરુને ખબર નથી-સમજાવતા આવડતું નથી” વિગેરે સ્વરૂપ માનસિક કે વાણીથી આશાતના અવશ્ય ત્યાગવી. - ઉદ્દેશ-સમુદેશ-અનુશા - ગુરુ શિષ્યને ભણાવે ત્યારે આ ક્રમથી ભણાવે છે. ૧) ઉદ્દેશ - પહેલાં સૂત્ર સંભળાવે અને ભણવાની રજા આપે. ૨) સમુદેશ - શિષ્ય સૂત્ર ભણે એટલે ગુરુને સંભળાવે. ગુરુને તે શુદ્ધ-બરાબર લાગે તો પુનરાવર્તન કરીને-ગોખીને યાદ કરી લેવા કહે. ૩) અનુજ્ઞા - શિષ્ય બરાબર ગોખી લે, શુદ્ધ રીતે સંભળાવે એટલે પછી તે સૂત્ર બીજાને ભણાવવાની રજા આપે. અસજઝાય - અમુક સંયોગોમાં સ્વાધ્યાય કરવાનો નિષેધ કરવામાં આવેલો છે, તેને અસક્ઝાય કહેવામાં આવે છે. મુખ્યત્વે અસક્ઝાય આટલી છે. ૧) સવારે સૂર્યોદય પૂર્વે ૪૮ મિનિટ. ૨) સાંજે સૂર્યાસ્ત પછી ૪૮ મિનિટ. ૩) મધ્યાહ્ન પૂર્વે અને પછી ૨૪ મિનિટ. ૪) મધ્યરાત્રિ પૂર્વે અને પછી ૨૪ મિનિટ. ૫) ત્રણે ચોમાસી ચૌદશ (કારતક, ફાગણ, અષાડ સુદ ૧૪) ના બપોરે ૧૨ વાગ્યાથી વદ બીજના સૂર્યોદય સુધી. ૬) ચૈત્ર અને આસો સુદ પાંચમના બપોરે ૧૨ વાગ્યાથી વદ બીજ ના સૂર્યોદય સુધી. ૭) અકાળે (આદ્રા નક્ષત્રમાં સૂર્યના પ્રવેશ પૂર્વે) વરસાદ પડે કે વાદળાની ગડગડાટી, વીજળીના કડાકા થાય, તો ત્યારથી ૨ પ્રહર. ૮) સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ સમયે. (વિશેષ ગુરુગમથી જાણવી.) ૯) ૧૦૦ ડગલાંની અંદર મનુષ્યનું શુદ્ધ લોહી, માંસ, હાડકા, ચામડી, દાંત વિગેરે પડ્યા હોય. (મૂળ સાથેના વાળ, કપાઇ ગયેલો જીવતો નખ) ૧૦) ૬૦ ડગલાંની અંદર પંચેન્દ્રિય તિર્યંચનું કલેવર, લોહી, હાડકા વિગેરે હોય, ફૂટેલું ઇંડું હોય. ૩ર જ્ઞાનનું સ્વરૂપ

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54