________________
૧૧) ધૂમ્મસ હોય ત્યારે.
• અસક્ઝાયમાં મુખ્યત્વે ઑગમા, પૂવઘર મહર્ષિકૃત ગ્રંથોનું પઠનપાઠનાદિ કરવાનું નથી. તેનું જ માનસિક પરાવર્તન (બોલ્યા વિના) કરવાનો નિષેધ નથી.
તેમ બીજા ગ્રંથો, ગુજરાતી સ્તવનો વિગેરેના પઠનાદિનો પણ નિષેધ નથી. આનો વિસ્તાર ગુરુગમથી જાણવો.
અસક્ઝાયના સમયે સ્વાધ્યાય કરવાથી મિથ્યાત્વી દેવતા ઉપદ્રવ કરે, તેથી સ્વાધ્યાય કરવાનો નથી.
' ઉચ્ચારશુદ્ધિ - સૂત્રોના ઉચ્ચાર શુદ્ધ કરવા જોઇએ. અશુદ્ધ ઉચ્ચારથી અર્થનો અનર્થ થાય અને ઘણાં નુકસાન થઇ શકે. અશુદ્ધ ઉચ્ચાર કરનાર એક પ્રકારે સૂત્રનો નાશ જ કરતો હોઇ, તેને સૂત્ર આપવાનો જ શાસ્ત્રકારોએ નિષેધ કરેલો છે.
નય-પ્રમાણ જ્ઞાન - જૈન દર્શન દરેક વસ્તુમાં અનંત ધર્મો (અલગઅલગ પ્રકારના સ્વભાવ) માને છે. -
જ્યારે વસ્તુના સર્વધર્મોનું જ્ઞાન થાય ત્યારે તે પ્રમાણ કહેવાય છે. પ્રશ્ન - તેવું જ્ઞાન તો કેવલિને જ થાય.
ઉત્તર - સમકિતી જીવોને કેવલિના વચન પર શ્રદ્ધા હોય છે. તેના દ્વારા તેમને પણ જે જ્ઞાન થાય છે, તેમાં વસ્તુના અનંતધર્મોનો સ્વીકાર હોય છે, તેથી તેમનું જ્ઞાન પણ પ્રમાણ હોય છે.
જ્યારે વસ્તુના કોઇ એકાદ ધર્મનું જ્ઞાન થાય, ત્યારે તે “નય” કહેવાય છે.
- જેમ કે ઘડો દેખાતાં-આ ઘડો છે. ભૂતકાળની અપેક્ષાએ માટી (કે અન્ય પાણી વિગેરેના પુદ્ગલ રૂપ) પણ છે, ભવિષ્યકાળની અપેક્ષાએ ઠીકરું (કે અન્ય પુદ્ગલરૂપ) પણ છે, વિગેરે બધા ધર્મોનું જ્ઞાન હોય તે પ્રમાણ છે. માત્ર “ઘડો છે' એવું જ્ઞાન થાય તો તે નય છે.
જે નયમાં પોતાને માન્ય ધર્મનો સ્વીકાર હોય અને તેનાથી વિરુદ્ધ બીજા ધર્મોનું ખંડન હોય તે “દુર્નય બને છે.
દા.ત. “આ ઘડો જ છે, માટી કે ઠીકરું નથી જ' તેવું માને તો તે દુર્નય છે.
જીવનનું અમૃત