________________
છે. શ્રુતજ્ઞાનનું આદાન-પ્રદાન કરે
મતિ વિગેરે ચાર જ્ઞાનોથી વ્યક્તિ પોતે જાણી શકે છે, પણ પોતે જાણેલું બીજાને જણાવવા માટે તો શબ્દોનો-શ્રુતનો જ સહારો લેવો પડે છે. એટલે શ્રુતજ્ઞાન જ વ્યવહારમાં ઉપયોગી છે, સ્વ-પર પ્રકાશક છે. તેનું જ આદાન-પ્રદાન થઇ શકે છે. તેના આદાન-પ્રદાનનો વિધિ લેશથી જણાવાય છે.
પ્રદાન - ગીતાર્થ ગુરુ જ શ્રુતજ્ઞાનનું પ્રદાન કરવાના અધિકારી છે. તેમણે પણ શ્રોતાની પાત્રતા જોઇને જ આપવાનું છે. અપાત્રને શ્રુત આપનાર કે પાત્રતાથી વધુ-ઓછું આપનાર ગુરુ પણ દોષના ભાગીદાર થાય છે.
ભદ્રબાહુ સ્વામીએ શ્રુતનો વિચ્છેદ સ્વીકારી લીધો પણ સ્થૂલિભદ્રજીની પાત્રતા ઓછી જણાતાં છેલ્લા ચાર પૂર્વ અર્થથી ન જ આપ્યા.
પહેલી વારમાં સૂત્ર અને સામાન્ય અર્થ (શબ્દાર્થ) કહેવા. બીજી વારમાં નિર્યુક્લિમિશ્રિત અર્થ (વિશેષાર્થ) કહેવો. ત્રીજી વારમાં સંપૂર્ણ અર્થ કહેવો.
ગ્રહણ - શ્રુતજ્ઞાન ગુરુને આધીન છે-ગુરુ પાસેથી જ મળે છે. એટલે શિષ્યએ ગુરુની સર્વ પ્રકારે ભક્તિ-વિનય કરવા જોઇએ. તેનાથી જ જ્ઞાનાવરણનો ક્ષયોપશમ થાય છે અને જ્ઞાન પ્રાપ્તિ થાય છે.
વાચના સમયે ગુરુનું આસન પાથરવું, તેમને જરૂરી અન્ય સામગ્રીઓ બાજુમાં તૈયાર રાખવી, સ્થાપનાચાર્ય પધરાવવા, ગુરુ પધારે તે પહેલાં આવી જવું, ગુરુ આવે ત્યારે ઊભા થવું, વિધિવત્ ગુરુને વંદન કરવું. આ બધો ગ્રહણ પૂર્વેનો વિધિ છે.
હાથ જોડીને, વિસ્મિત-હર્ષસભર એકાગ્ર ચિત્તે સાંભળવું, ગુરુની દરેક વાતમાં તહત્તિ કરવું હોંકારો આપવો વિગેરે શ્રવણનો વિધિ છે.
વાચના પૂર્ણ થયા બાદ પુનઃ ગુરુને વંદન કરવું, સુખશાતા પૂછવી, તેમના સ્થાને લઈ જવા, આસન વિગેરે પાથરવું, સામગ્રીઓ મૂકવી પણ વિનય છે.
પુસ્તકમાંથી વાંચીને ભણવાનું હોય તો પણ ગ્રંથકર્તા અને પોતાને ભણવાની અનુજ્ઞા આપનાર ગુરુને યાદ કરીને વંદન કરવું, પુસ્તકને બહુમાજીવનનું અમૃત ( ૩૧ )