________________
ii) અનાર શ્રુત - ઉચ્છવાસ-નિઃશ્વાસના અવાજથી શોકયુક્ત છે, તેવું જ્ઞાન થાય. બગાસુ આવવાના અવાજથી કંટાળો આવે છે, કંટાળાજનક છે, તેવું જ્ઞાન થાય, આ બધું અક્ષરરહિત અવાજના સાંભળવાથી થતું હોવાથી અનક્ષરદ્યુત છે.
ઇ. દ્રવ્ય-ભાવશ્રુત દ્રવ્યશ્રુત - પુસ્તકાદિમાં લખાયેલા અક્ષરો કે ઉચ્ચારાતા અક્ષરો. ભાવશ્રુત - તે અક્ષરોના આધારે થતું જ્ઞાન. 2 સ્વાધ્યાયના પાંચ પ્રકાર૧) વાચના – ગુરુ પાસેથી વિધિપૂર્વક શ્રુત ગ્રહણ કરવું. ૨) પૃચ્છના - જેમાં શંકા હોય તે પૂછવું. ૩) પરાવર્તન - શ્રુતનું પુનરાવર્તન કરવું (બોલીને) ૪) અનુપ્રેક્ષા - શ્રુત ઉપર ચિંતન કરવું અથવા માનસિક પરાવર્તન
કરવું.
૫) ધર્મકથા – બીજાને ઉપદેશ કરવો.
અજ્ઞાનના ત્રણ પ્રકાર ૧) સંશય - વસ્તુનો નિર્ણય ન થાય, શંકા જ રહે. દા.ત. આ દોરડું છે કે સાપ ?
પ્રશ્ન - આવી વિચારણાને તો ઇહારૂપ જ્ઞાન જણાવ્યું છે.
ઉત્તર - ઇહા અને સંશયમાં ફરક એ છે કે જે વિચારણાને અંતે નિર્ણય થાય તે ઇહા છે, અને જેમાં અંતે પણ કોઇ નિર્ણય ન જ થાય, શંકા ઊભી રહે તે સંશય છે. ૨) વિપર્યય - વસ્તુનો વિપરીત બોધ થાય. દા.ત. દોરડાને સાપ માની લે. ૩) અનધ્યવસાય - ઉપયોગ ન હોવાથી વસ્તુનો બોધ જ ન થાય. દા.ત. વિચારમાં રહેલા માણસની સામેથી કોઇ ચીજ પસાર થાય તો પણ તેનું જ્ઞાન થતું નથી.
જ્ઞાનના અન્ય પ્રકારો
પ્રત્યભિજ્ઞા - કોઇ વસ્તુને જોયા પછી, ફરી વાર દેખાય ત્યારે “આ પહેલાં જે વસ્તુ જોઇ હતી, તે જ છે.' આ રીતે ઓળખી લેવું તે.
જીવનનું અમૃત
૨૯