________________
છતાં તેમાં જ્ઞાનની વૃદ્ધિ થતી હોવાથી તેનો જ ઉપદેશ કરવામાં આવ્યો છે.
આમ સર્વત્ર જ્ઞાનને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આત્મહિતેચ્છુ જીવોએ જ્ઞાનપ્રાપ્તિ-વૃદ્ધિ અને રક્ષણ માટે અવશ્ય પ્રયાસ કરવો જોઇએ.
શ્રુતજ્ઞાનના વિવિધ પ્રકારો અ. પદાર્થ-વાક્યાર્થ-મહાવાક્યાર્થ-દંપર્યાર્થ..
૧. પદાર્થ – શબ્દોના આધારે વાક્યનો અર્થ કરવો તે. સાદો અર્થ તે પદાર્થ છે.
૨) વાક્યર્થ - પ્રસ્તુત વાક્યનો જે અર્થ થયો, તેનાથી ભિન્ન કે વિપરીત અર્થ ધરાવતા બીજા શાસ્ત્રવચનોના આધારે વિચારણા કરવી, પ્રશ્નો ઊભા કરવા. દા.ત. “જીવહિંસા ત્યાજ્ય છે' આવા શાસ્ત્રવચનનો સાદો અર્થ સ્પષ્ટ છે. હવે પછી વિચારે કે શ્રાવકોને તો પુષ્પાદિ દ્રવ્યોથી પ્રભુની પૂજા કરવાનું કહ્યું છે. તેમાં પુષ્યના જીવોની હિંસા તો થાય જ છે. તો પછી તે બંને વાક્યો પરસ્પર વિરોધી થયા. તેમાં સાચું શું ?
૩) મહાવાક્યર્થ - વાક્યર્થમાં ઉપસ્થિત થયેલા વિરુદ્ધ અર્થ ધરાવતા બે વચનોનો સ્યાદ્વાદ શૈલીથી સમન્વય કરવો. ઉપરોક્ત બે વચનોમાં વિચારે કે અનુબંધ હિંસા (જે રાગ-દ્વેષ જનિત છે) જ ત્યાજ્ય છે, પ્રભુપૂજામાં સ્વરૂપહિંસા છે, અનુબંધહિંસા નથી, તેથી તે ત્યાજ્ય નથી. એટબે બંને જુદી જુદી અપેક્ષાએ યોગ્ય છે.
૪) એદંપર્યાર્થ – દરેક પદાર્થમાં છેલ્લે તો જિનવચન જ અંતિમ સત્ય છે, એવું જ્ઞાન. આજ્ઞાપાલન તે જ ધર્મ અને આજ્ઞાભંગ તે જ અધર્મ, આવી સમજણ.... ઉપરોક્ત વાતમાં વિચારે કે શા માટે પ્રભુપૂજામાં અનુબંધહિંસા નથી ? તો કારણ એ કે પ્રભુની આજ્ઞા છે કે પૂજા કરવી-તેને કારણે પૂજા કરે તેમાં અનુબંધથી હિંસા નથી. વિગેરે.
બ. શ્રત-ચિંતા-ભાવના જ્ઞાન..
શ્રુતજ્ઞાન - પદાર્થજ્ઞાન રૂપ છે. ચિંતાજ્ઞાન - વાક્યાર્થ-મહાવાક્યર્થ રૂપ છે.
ભાવનાજ્ઞાન - ઐદંપર્યાર્થરૂપ છે. " ક. વિષયપ્રતિભાસ – આત્મપરિણતિમતું - તત્ત્વસંવેદન જ્ઞાન.
જીવનનું અમૃત
૨૭