Book Title: Jivannu Amrut
Author(s): Bhavyasundarvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 38
________________ રસનેન્દ્રિયથી શ્રુતજ્ઞાન આ રીતે થઇ શકે. કોઈ અંધ વ્યક્તિની સામે બે શરબત મૂક્યા અને કહ્યું કે જે ખાટું છે તે લીંબુનું છે અને ગળ્યું છે તે ગોળનું છે. હવે તે કોઇપણ એક શરબત પીવે છે. તેને સ્વાદ ખાટો જણાય છે. એટલે તરત તેને કહેનાર વ્યક્તિના શબ્દો યાદ આવે છે કે “જે ખાટું છે, તે લીંબુનું છે અને તેથી તેને “આ શરબત લીંબુનું છે” એવું જ્ઞાન થાય છે, તે કહેનાર વ્યક્તિના શબ્દોના આધારે થાય છે, તેથી શ્રુતજ્ઞાન છે. | (આપણને શરબત પીવાથી ખાટું જણાય અને કોઇપણ શબ્દો યાદ ર્યા વિના સ્વાદ પરથી જ લીંબુનું હોવાનું જ્ઞાન થાય તો તે રાસન મતિજ્ઞાન છે.) આપણે એવું ઘણીવાર અનુભવીએ છીએ કે કોઇના પૂર્વે સાંભળેલા શબ્દો કાનમાં અથડાતા હોય તેવી સ્મૃતિ થાય છે. તેના આધારે થતું જ્ઞાન શ્રુતજ્ઞાન જ છે. તેમ ગોખેલી કોઇ વસ્તુ યાદ કરતી વખતે નજર સામે પુસ્તકના પાના ફરતા હોય, તેના શબ્દો વંચાતા હોય તેવી સ્મૃતિ થાય છે. તેના આધારે થતું જ્ઞાન પણ શ્રુતજ્ઞાન છે. આ રીતે ઘાણાજ શ્રુતજ્ઞાન પણ સમજી શકાય છે. અભિલાણ-અનભિલાપ્ય પદાર્થો આ જગતમાં ઘણા પદાર્થો એવા છે જેનો અનુભવ કરી શકાય છે, પણ વર્ણન કરી શકાતું નથી. દા.ત. ગોળ મીઠો છે, સાકર પણ મીઠી છે. પણ બન્નેની મીઠાશમાં તફાવત છે. કોઇ બે વચ્ચેના તફાવતનું વર્ણન કરવાનું કહે તો તે શક્ય નથી. એમ જ કહેવું પડે કે “ચાખી લો, ખબર પડી જશે.' આ મીઠાશનો તફાવત એ વર્ણવી ન શકાય તેવી ચીજ છે આવા બધા જ પર્યાયો-અનભિલાય કહેવાય છે. અનભિલાપ્ય પર્યાયો શબ્દથી વાચ્ય ન હોવાથી તે શ્રુતજ્ઞાનનો વિષય બની શકતા નથી. અર્થાત્ શ્રુતજ્ઞાનથી જાણી શકાતા નથી. પણ મતિજ્ઞાનથી જાણી શકાય છે. (કેવળજ્ઞાનથી પણ જાણી શકાય છે.) અભિલાપ્ય ભાવો કરતાં અનભિલાખ ભાવો અનંત ગણા છે. અભિલાપ્ય ભાવો શબ્દથી વાચ્ય હોય છે, પણ એ બધા ભાવો શ્રુતરૂપે (૧૪ પૂર્વમાં) ગૂંથવામાં આવ્યા નથી. અભિલાખ ભાવોનો અનંતમો ભાગ જ ઋતરૂપે ગૂંથવામાં આવ્યો છે. શાનનું સ્વરૂપ

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54