________________
અને પોતાની રાજગૃહી નગરીને આબેહૂબ રીતે રેતીમાં તૈયાર થયેલી જોઇને રાજા તેની બુદ્ધિ ઉપર વારી ગયો.
પછી તો રાજાએ અનેક રીતે તેની બુદ્ધિની કસોટી કરી.
ગામની બહાર રહેલી પથ્થરની શિલાને જરા પણ ખસેડ્યા વિના તે શિલાનો મંડપ બનાવવા કહ્યું ત્યારે ગામના બધા લોકોની ચિંતા રોહકે દૂર કરી. શિલાની એકબાજુ નીચે ખાડો કરીને પીલ્લર ઊભો ર્યો. પછી તેની સામેની ત્રાંસી બાજુના છેડે શિલા નીચે ખાડો કરીને પીલ્લર ઊભો ર્યો. બે પીલ્લરના સહારે ટકેલી શિલાની નીચેના બાકીના બે છેડે પણ નીચે ખાડો કરાવીને પીલ્લર કરાવી દીધા. પછી નીચે બધે ખાડો કરાવ્યો. અને એ રીતે શીલા નીચે મંડપ તૈયાર થઇ ગયો.
ત્યાર પછી તો તે રાજાએ તેની બુદ્ધિ-ચાતુરીની અનેક પરીક્ષા કરી. દરેકમાં તરત જ રોહકે પોતાની બુદ્ધિથી ઉકેલ આપી દીધો.
પૂર્વે કહેલા મતિજ્ઞાનના ૩૩૬ ભેદ ઋતનિશ્ચિત મતિજ્ઞાનના છે. તેમાં અશ્રુતનિશ્ચિત મતિજ્ઞાનના આ ૪ ભેદ ઉમેરતાં કુલ ૩૪૦ ભેદ મતિજ્ઞાનના છે.
પ્રશ્ન - તમે શરૂઆતમાં જ જણાવ્યું કે “શ્રુતને અનુસર્યા વિના જે જ્ઞાન થાય તે મતિજ્ઞાન' હવે મતિજ્ઞાનના ૩૩૬ ભેદ તમે કૃતનિશ્રિત મતિજ્ઞાનના જણાવો છો. તો તેમાં પરમાર્થ શું છે ?
ઉત્તર - આગળ મતિ-શ્રુતનો ભેદ જણાવતી વખતે સમજાવશું કે મતિજ્ઞાન થાય ત્યારે શબ્દને અનુસરીને જ્ઞાન નથી થતું, તેથી તે શ્રુતાનુસારી નથી.
- હવે તેમાં જે મતિજ્ઞાન થવું, તે પૂર્વે ક્યારેય પણ શ્રુતજ્ઞાન રૂપે થયું હોય, તેના સંસ્કારથી અત્યારે શબ્દના અનુસરણ વિના જ મતિજ્ઞાન થાય તે શ્રુતનિશ્ચિત ગણાય. દા.ત. નાના બાળકને ગાય દેખાડીને કહેવાય કે “આ ગાય છે ત્યારે શ્રુતજ્ઞાન થાય છે. પછી વારંવારના સંસ્કારથી મોટા થયા પછી ગાય દેખાતાં જ “આ ગાય છે' એવું જ્ઞાન થાય તે મતિજ્ઞાન છે, પણ તે શ્રુતના સંસ્કારથી થયું હોવાથી શ્રુતનિશ્ચિત છે.
જેનું શ્રુતજ્ઞાન પૂર્વે ક્યારેય થયું જ નથી, છતાં વિશિષ્ટ ક્ષયોપશમથી - બુદ્ધિથી જ્ઞાન થઈ જાય (જેમ ઉપર બુદ્ધિના દૃષ્ટાંતમાં બતાવ્યું તેમ) તો તે અશ્રુતનિશ્ચિત મતિજ્ઞાન છે.
મતિજ્ઞાનનો ઉત્કૃષ્ટ કાળ સમ્યકત્વના ઉત્કૃષ્ટ કાળ જેટલો સાધિક ૬૬ સાગરોપમ છે.
જ્ઞાનનું સ્વરૂપ