Book Title: Jivannu Amrut
Author(s): Bhavyasundarvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 39
________________ ી શ્રુતજ્ઞાન પર શ્રુતને અનુસરીને ઇન્દ્રિય અને મન દ્વારા થતું જ્ઞાન તે શ્રુતજ્ઞાન છે. શ્રુતજ્ઞાનની ઉત્પત્તિ - તીર્થકર ભગવંતો કેવળજ્ઞાન થયા પછી શાસનની સ્થાપના સમયે યોગ્ય શિષ્યોને ગણધર પદે સ્થાપે છે. ત્યારે પ્રભુ તેમને ઉપન્ન ઇવા વિગમે છે વા ધુવે ઇ વા' એ પ્રમાણેની ત્રિપદી આપે છે. જે આખા જગતના સ્વરૂપને જણાવે છે. પૂર્વભવની આરાધનાના કારણે ગણધર ભગવંતોને આ ત્રિપદીના શ્રવણથી જ્ઞાનાવરણ કર્મનો વિશિષ્ટ ક્ષયોપશમ થાય છે અને દ્વાદશાંગી-બાર અંગ રૂપ સમસ્ત શ્રુતજ્ઞાનની રચના કરે છે. પરમાત્મા તેમના પર વાસક્ષેપ કરીને એ દ્વાદશાંગીને અધિકૃત કરે છે. આમ શ્રુતજ્ઞાનના અર્થથી પ્રરૂપક તીર્થકર ભગવંત છે. શબ્દથી રચયિતા ગણધર ભગવંતો છે. જેટલા ગણધર ભગવંતો હોય, તે બધા દ્વાદશાંગી રચે છે. બધાની દ્વાદશાંગી શબ્દથી જુદી જુદી હોય છે. મહાવીર સ્વામી ભગવંતના ૧૧ ગણધરો વચ્ચે સૂત્રથી ભિન્ન ભિન્ન ૯ દ્વાદશાંગી રચાઇ હતી. તેથી જ ૯ ગણ હતા. પરંતુ સુધર્માસ્વામી સિવાયના બીજા બધા ગણધરોની પરંપરા લુપ્ત થઇ, કારણકે તે બધા પોતાના શિષ્યો સુધર્માસ્વામીને સોંપીને ગયા. તેથી માત્ર સુધર્માસ્વામી ભગવાનની રચેલી દ્વાદશાંગીની પરંપરા ટકી. જુદા જુદા તીર્થંકરના શાસનમાં દ્વાદશાંગી શબ્દથી જુદી જુદી હોય છે પણ અર્થથી તો સમાન જ હોય છે. ત્રિપદીનો અર્થ - ઉપન્ને ઇ વા - દરેક પદાર્થ ઉત્પન્ન પણ થાય છે. ' વિગમે ઇ વા - દરેક પદાર્થ નાશ પણ પામે છે. ધુવે છે વા – દરેક પદાર્થ સ્થિર પણ રહે છે. દા.ત. સોનાની ગીનીમાંથી હાર બનાવ્યો તો તે પદાર્થ હાર રૂપે ઉત્પન્ન થયો, ગીનીરૂપે નાશ પામ્યો અને સોના રૂપે સ્થિર રહ્યો. આ રીતે દરેક પદાર્થ-દરેક ઘટનામાં આ ત્રણે સમાયેલા છે. દ્વાદશાંગી – બાર સંખ્યાને જણાવતો સંસ્કૃત શબ્દ દ્વાદશ છે. જીવનનું અમૃત

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54