________________
અવધિજ્ઞાન બધી દિશામાં સરખું નથી હોતું. કોઇ એક દિશામાં વધારે હોય, બીજી દિશામાં ઓછું હોય તેવું બની શકે છે.
થયેલું અવધિજ્ઞાન, તે જ ભવમાં ચાલ્યું જાય, તેવું પણ બની શકે છે. શાસ્ત્રોમાં વાત આવે છે કે મુનિને અવધિજ્ઞાન થયું. દેવલોકમાં રિસાઇ ગયેલી ઇન્દ્રાણીને મનાવતા ઇન્દ્રને જોયો, તેથી હસવું આવ્યું-તે પ્રમાદથી અવધિજ્ઞાન ચાલ્યું ગયું. આને પ્રતિપાતી અવધિજ્ઞાન કહેવાય.
કેટલાક જીવોનું અવધિજ્ઞાન ઉત્પન્ન થયા પછી આત્મવિશુદ્ધિના કારણે વધતું જઈ શકે છે એટલે કે પહેલા ઓછું હોય, પછી વધે. આને વર્ધમાન અવધિજ્ઞાન કહેવાય.
- કેટલાક જીવોનું અવધિજ્ઞાન ઉત્પન્ન થયા પછી દોષો આદિની અશુદ્ધિના કારણે ઘટી શકે છે એટલે કે પહેલા વધારે જુએ, ધીમે ધીમે ઓછું જણાય. આને હીયમાન અવધિજ્ઞાન કહેવાય.
અવધિજ્ઞાનથી દરેક પદાર્થના જઘન્યથી ચાર પર્યાય-વર્ણ-ગંધ-રસસ્પર્શ અને ઉત્કૃષ્ટથી અસંખ્ય પર્યાય જણાય છે.
જ્ઞાનનું સ્વરૂપ