________________
જે અવધિજ્ઞાન ઉત્કૃષ્ટ દ્રવ્ય-ક્ષેત્ર-કાળમાં રહેલા દ્રવ્યોને જાણે છે તે પરમાવધિજ્ઞાન કહેવાય છે. પરમાવધિજ્ઞાન થયા પછી ૧ અંતર્મુહૂર્તની અંદર અવશ્ય કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. " - મિથ્યાત્વની સાથે રહેલા અવધિજ્ઞાનને વિર્ભાગજ્ઞાન કહેવાય છે. મિથ્યાત્વી દેવો-નારકોને તો વિર્ભાગજ્ઞાન હોય જ છે, દ્રવ્યવિરતિ વિ. થી મિથ્યાત્વી મનુષ્યો | તિર્યંચોને પણ વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થઇ શકે છે.
શિવરાજર્ષિને વિર્ભાગજ્ઞાનંથી ૭ દ્વીપ-સમુદ્ર સુધીનો તિર્થાલોક દેખાયોતેથી ૭ સમુદ્રપ્રમાણ લોકની પ્રરૂપણા તેણે કરી હતી. શ્રેણિક રાજાના સેચનક હાથીને વિર્ભાગજ્ઞાન હતું.
અવધિજ્ઞાનની (કે વિર્ભાગજ્ઞાનની) સાથે અવધિદર્શન નિયમથી હોય છે, જેનાથી રૂપી દ્રવ્યોનો સામાન્ય બોધ થાય છે.
દેવગતિમાં ઉપર-ઉપરના દેવોનું અવધિજ્ઞાન વધુ વિશુદ્ધ હોય છે. અનુત્તર વિમાનના દેવો કંઇક ન્યૂન સંપૂર્ણ લોકને અવધિજ્ઞાનથી જોઇ શકે છે. પોતાને કોઇ શંકા થાય તો મનથી જ, અઢી દ્વીપમાં રહેલા કેવલી ભગવંતને પ્રશ્ન પૂછે છે. કેવલિ ભગવંતના કેવલજ્ઞાનમાં તે પ્રશ્ન જણાય એટલે પોતાના દ્રવ્યમનને તે પ્રશ્નના જવાબના આકારે ગોઠવે છે (કેવલીને ભાવમન હોતું નથી.) જેને અનુત્તર દેવ પોતાના વિશુદ્ધ અવધિજ્ઞાનથી જાણીને જવાબ મેળવી લે છે.
નરકગતિમાં નીચે-નીચેના નારકોનું અવધિજ્ઞાન ઘટતું હોય છે. તેમના અવધિજ્ઞાનના ક્ષેત્ર | કાળ એટલા અલ્પ છે કે તેઓ તિસ્તૃલોકમાં થયેલા પોતાના પૂર્વભવને અવધિજ્ઞાનથી જાણી શકતા નથી કારણકે તિસ્કૃલોક તેમના અવધિજ્ઞાનના ક્ષેત્રની બહાર છે. અલબત્ત જાતિસ્મરણ જ્ઞાન દ્વારા પૂર્વભવને જાણી શકે છે.
| વ્યંતર-વાણવ્યંતર વિ. હલકી જાતિના દેવોનું અવધિજ્ઞાન પણ અલ્પ હોય છે. જો પોતાના અવધિજ્ઞાનના ક્ષેત્રની બહાર તેઓ નીકળી જાય, તો પાછા પોતાના ભવનમાં પહોંચવાનો માર્ગ ન જાણી શકવાથી ભટક્યા કરે છે.
દેવ અને નરકગતિમાં રહેલા જીવોના અવધિજ્ઞાનમાં કેટલા દ્રવ્યક્ષેત્ર-કાળ દેખાય, તેમના ક્ષેત્રનો આકાર વિ. નું વિસ્તૃત વર્ણન વિશેષાવશ્યક ભાષ્ય વિ. શાસ્ત્રોમાં આપેલું છે. અવધિજ્ઞાન ૧ જીવને ઉત્કૃષ્ટથી સાધિક ૬૬ સાગરોપમ સુધી રહી
જ્ઞાનનું સ્વરૂપ