Book Title: Jivannu Amrut
Author(s): Bhavyasundarvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 33
________________ ૪) ચક્ષુરિન્દ્રિય (આંખ)થી થતું ચાક્ષુષ મતિજ્ઞાન. ૫) શ્રોત્રેન્દ્રિય (કાન)થી થતું શ્રોત્ર મતિજ્ઞાન. ૬) મનથી થતું માનસ મતિજ્ઞાન. તેમાં ચક્ષુરિન્દ્રિય અને મનથી વસ્તુનું જ્ઞાન થાય ત્યારે ચહ્યું કે મન સાથે વસ્તુનો સંબંધ થતો નથી. જેમ કે દૂર રહેલા પર્વતો વિગેરે પણ આંખથી દેખાય છે અને દેવલોક વિગેરે પણ મનથી વિચારી શકાય છે, એટલે ચાક્ષુષ અને માનસ મતિજ્ઞાનમાં વ્યંજનાવગ્રહ હોતો નથી. તેથી જ ચહ્યું અને મન અપ્રાપ્યકારી કહેવાય છે, અર્થાત્ દૂર રહેલી વસ્તુનો બોધ કરનાર છે. બાકીની ચાર ઇન્દ્રિયો પ્રાપ્યકારી છે, અર્થાત્ વસ્તુનો સંબંધ થયા પછી જ તેનો બોધ કરે છે. પ્રશ્ન - અવાજ તો દૂરથી પણ સંભળાય છે. ઉત્તર - સાઉન્ડ પ્રફ રૂમમાં થયેલો અવાજ બહાર સંભળાતો નથી. તે બતાવે છે કે અવાજના યુગલો કાન સુધી પહોંચે તો જ અવાજ સંભળાય છે. તે રીતે દૂર રહેલી વસ્તુની સુગંધ કે દુર્ગધ આવે છે, તેનું કારણ પણ તેના પુગલો નાક સુધી પહોંચે છે તે છે. તેથી ટાઇટ પેક ડબીમાં રાખેલ વસ્તુની ગંધ બહાર આવતી નથી. (તેવી જ રીતે તળાવ વિ.ની નજીક ઠંડક અનુભવાય તે સ્પાર્શન જ્ઞાન કે દૂર રંધાતી વસ્તુના સ્વાદનો અનુભવ થાય તે રાસન મતિજ્ઞાન માટે પણ સમજી લેવું.) આમ વ્યંજનાવગ્રહના ચાક્ષુષ-માનસ છોડીને ૪, અર્થાવગ્રહ-ઇહાઅપાય-ધારણાના ૬-૬ એમ કુલ ૨૮ ભેદો મતિજ્ઞાનના થાય છે. સ્પર્શનેન્દ્રિય દ્વારા વધુમાં વધુ ૯ યોજન દૂર રહેલી વસ્તુનું સ્પાર્શન મતિજ્ઞાન થઈ શકે છે. રસનેન્દ્રિય દ્વારા ૯ યોજન, ધ્રાણેન્દ્રિય દ્વારા ૯ યોજન, ચક્ષુરિન્દ્રિય દ્વારા ૧ લાખ યોજના અને શ્રોત્રેન્દ્રિય દ્વારા ૧૨ યોજન દૂર રહેલી વસ્તુનું જ્ઞાન થઇ શકે. ચક્ષુરિન્દ્રિય માટે કહેલી ૧ લાખ યોજનાની મર્યાદા, જે વસ્તુ પોતે અપ્રકાશિત છે, તેના માટે છે. સૂર્ય-ચંદ્ર વિ. સ્વયં પ્રકાશિત એવી વસ્તુઓ તો વધુ દૂરથી પણ જોઇ શકાય છે. જૈન દર્શન પાંચ ઇન્દ્રિય દ્વારા સ્પર્શ-રસ વિ. ગુણની જેમ દ્રવ્યનું પણ જ્ઞાન સ્વીકારે છે. દા.ત. મોઢામાં મૂક્તા જ “આ મીઠું (Salt) છે” એવું જ્ઞાન થાય છે. નૈયાયિકો માત્ર સ્પર્શનેન્દ્રિય અને ચક્ષુરિન્દ્રિયથી જ દ્રવ્યનું જ્ઞાન માને છે. જીવનનું અમૃત

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54