Book Title: Jivan Vyavaharni Sahajikta Author(s): T U Mehta Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad View full book textPage 8
________________ રીતે શ્રી સૌરાષ્ટ્ર સ્થાનકવાસી જૈન મિત્ર મંડળ સાથે પણ સહકાર સાધ્યો. તેઓ એક સારા તરૈયા હતા. આ રીતે અનેકાંત દ્રષ્ટિથી વિવિધ ક્ષેત્રે પોતાની પ્રતિભા પાડી તેઓએ આ જીવનમાંથી વિદાય લીધી અને તેમનો સંસ્કારમય વારસો તેમના ધર્મપત્ની શ્રીમતી ચંદ્રાબહેન તથા બે પુત્રો ડૉ. રોહિત તથા શ્રી નિખિલ માટે છોડતા ગયા છે. સ્નેહીજનનું મૃત્યુ માનવ સ્નેહ તથા પાછળ રહેલ આપ્ત જનોની ભાવોર્મીઓ ઉપરનો શક્તિશાળી પ્રહાર છે જે સહન કર્યું જ છુટકો છે. મૃત્યુ સર્વ માટે અનિવાર્ય છે પરંતુ તે આવે છે ત્યારે ચિંતનના ક્ષેત્રે પાયાનો પ્રશ્ન જ ઉદ્ભવે છે તે એ છે કે શું મૃત્યુ એ જીવનનો અંત છે? જો હા, તો તે એક એવું પૂર્ણ વિરામ છે કે જે સમગ્ર અસ્તિત્વને માટે ભયજનક પરિણામો લાવી શકે છે. પરંતુ જવાબ જો ન કારમાં હોય એટલે કે જેને આપણે મૃત્યુ કહીએ છીએ તે જીવનનો અંત ન હોય તો તે એક વિસ્મયજનક જાગૃતિ પેદા કરે છે જે સમસ્ત વિશ્વના જીવનનું રહસ્ય ખુલ્લુ કરે છે. આથી મૃત્યુ એક એવી ક્ષણ ઉત્પન્ન કરે છે કે જે કાંતો અસ્તિત્વની અપૂર્ણતા અને શૂન્યતામાં પરિણમે છે અગર તો અસ્તિત્વની અર્થપૂર્ણતા તથા સાર્થકતામાં પરિણમે છે. ધીરુભાઈનું અચાનક મૃત્યુ આપણે સૌ સ્નેહીજનોને જીવનની અર્થપૂર્ણતા અને સાર્થકતામાં પરિણમો તે જ પ્રાર્થના સામે આ પુસ્તિકા સદગતને અર્પણ થઈ તે યોગ્ય છે અમદાવાદ તા. ૩૧-૧૦-૨૦૦૪ ત્રંબકલાલ ઉ. મહેતા (અનેકાન્ત દષ્ટિE Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52