Book Title: Jivan Vyavaharni Sahajikta
Author(s): T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 50
________________ માફક ન્યાયશાસ્ત્ર પણ સંપૂર્ણ જ્ઞાનને ધરાવતું નથી, જે ત્રુટી-પ્રસ્ત છે અને તેવું રહેશે પણ ખરું. પરંતુ તેનો ઉદેશ ઘણો જ ઉદાત છે જે મેળવવા તેણે અવિરત પરિશ્રમ કરવો જોઈશે અને સત્યની નજીક જેટલું જઈ શકાય તેટલું જવું જોઈશે.” રૂડોલ્ફ સોમની આ દષ્ટિ અનેકાન્તની દષ્ટિ જ છે. ઉપસંહારઃ આ રીતે વિશ્વમાં ચિંતનની ભૂમિકાએ અનેકાન્તનો સિધ્ધાંત અત્યંત વૈજ્ઞાનિક અને મૌલિક છે. તેનું ઉદભવસ્થાન તત્ત્વજ્ઞાનના વિકાસમાં હતું, પરંતુ સંસારના રોજીંદા જીવન-વ્યવહારમાં પણ તે તેટલું જ ઉપયોગી છે. કોઈપણ પ્રકારના અંતિમ કક્ષાના વાદનું તેમાં સ્થાન નથી તેનો પ્રયાસ સત્યની ખોજનો જ હોઈ કોઈપણ ખુણે ખાંચરેથી તે સત્યાંશોને શોધવાનો પ્રયત્ન કરે છે. વિશ્વના મહાન વૈજ્ઞાનિક અને ચિંતક બટ્રોન્ડ રસેલ ઠીકજ કહે છે કે : “The distnictive feature of an unintelligent man is the hastiness and absoluteness of his opinions. The scientist is slow to believe and never speaks without modification - always ready to concede that it may be wrong.”. અર્થાત્ “અજ્ઞાની વ્યક્તિની એક વ્યક્ત ખાસીઅત એવી હોય છે કે તેના અભિપ્રાયો અંતિમ કક્ષાના હોય છે અને તેની અભિવ્યક્તિ કરવામાં તે બિનજરૂરી ઉતાવળમાં હોય છે. પરંતુ વૈજ્ઞાનિક દષ્ટિ ધરાવતી વ્યક્તિ કોઈપણ વસ્તુ કે વિચારનો સ્વીકાર કરવામાં ઉતાવળ કરતી નથી અને પર્યાયો (modifications) ની અપેક્ષાએ જ વિધાનો કરે છે અને અમુક વિધાન ખોટું હોઈ શકે છે તેમ માનવા હંમેશા તૈયાર હોય છે.” રસેલનું આ વિધાન વાંચીને એક વિદ્વાને સ્યાદવાદનો સિધ્ધાંત સમજાવતાં કહ્યું કે કોઈ વ્યક્તિ ભ. મહાવીરને જઈને કહે “ભગવાન ! આપની અહિંસાની વાતો તો માણસોને ગેરરસ્તે દોરવવા વાળી છે અને તેનાથી તો ઘણો અન્યાય સર્જાય તેમ છે.” અહિંસાના પ્રખર હિમાયતી ભ. મહાવીર આ વ્યક્તિને કેવો પ્રતિકાર આપશે? વિદ્વાને કહ્યું કે ભગવાન આ વ્યક્તિને ફક્ત એટલું જ કહેશે “સ્યાત અસ્તિ”. મતલબ કે અમુક અપેક્ષાએ તું પણ સાચો છે. જીવનમાં ઘણા એવા પ્રસંગો બને છે કે યોગ્ય પ્રકારની હિંસાનો આશરો લીધા વિના કોઈ મોટી હિંસા અને ગંભીર પ્રકારનો અન્યાયનિવારી શકતો નથી. આવા સંજોગોમાં અમુક પ્રકારની હિંસાનો આશરો લેવાનું અનિવાર્ય બને તો તેનું પ્રાયશ્ચિત કરવાનો પણ પ્રબંધ છે. અનેકાન્તની આ વૈચારિક સહિષ્ણુતા જ્યારે જૈનોમાં જ જોવામાં ન આવે ત્યારે તે અત્યંત દુઃખનો વિષય બને છે. H૪૭) (અનેકાન્ત દષ્ટિE Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52