Book Title: Jivan Vyavaharni Sahajikta
Author(s): T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/004589/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જીવન - વ્યવહારની સાહજિકતા - અનેકાન્ત દૃષ્ટિ અને ન્યાયતંત્ર ત્રંબકલાલ ઉ. મહેતા પ્રકાશક ઉમેદચંદભાઈ એન્ડ કસુંબાબેન ચેરીટેબલ ટ્રસ્ટ “સિધ્ધાર્થ” ૩, દાદા રોકડનાથ સોસાયટી, નારાયણનગર, પાલડી, અમદાવાદ-૩૮૦OO૭ 2010_04 Page #2 -------------------------------------------------------------------------- ________________ જીવન - વ્યવહારની સાહજિકતા - અનેકાંન્ત દૃષ્ટિ અને ન્યાયતંત્ર ચં. ઉ. મહેતા પ્રકાશક ઉમેદચંદભાઈ એન્ડ કસુંબાબેન ચેરીટેબલ ટ્રસ્ટ સિધ્ધાર્થ” ૩, દાદા રોકડનાથ સોસાયટી, નારાયણનગર, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ ફોનઃ (૦૭૯) ૨૬૬૦૮૮૧૬ મોબાઈલ: ૯૮૭૯૦૨૬૩૫૪ (અનેકાન્ત દૃષ્ટિE 2010_04 Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : ઉમેદચંદભાઈ એન્ડ કસુંબાબેન ચેરીટેબલ ટ્રસ્ટ “સિધ્ધાર્થ”૩, દાદા રોકડનાથ સોસાયટી, નારાયણનગર, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ ફોન : (૦૭૯) ૨૬૬૦૮૮૧૬ મોબાઈલ : ૯૮૭૯૦૨૬૩૫૪ આવૃત્તિ : પ્રથમ – ઓક્ટોબર-૨૦૦૪ નકલ કિંમત : : ૧000 ૩૦-00 મુદ્રક : અરિહંત પ્રિન્ટર્સ કે-૬ વિભાગ-૧, શાયોના સિટી, ઘાટલોડીયા, અમદાવાદ-૩૮૦૦૬૧. મોબાઈલ: ૯૮૨૫૦૨૩૨૩૯ પ્રાપ્તિસ્થાન : ૧. ચં. ઉ.મહેતા “સિધ્ધાર્થ”૩, દાદા રોકડનાથ સોસાયટી, નારાયણનગર, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ ફોન : (૦૭૯) ૨૬૬૦૮૮૧૬ મોબાઈલ: ૯૮૭૯૦૨૬૩૫૪ ૨. રોહિતભાઈ મહેતા સર્વોદય નં. ૧, શંકર શેઠ રોડ, પૂના-૪૧૧ ૦૪૨ ફોન નં. ૦૨૨-૨૬૪૫૯૦૨૭ ૦૨૦-૨૬૩૫૯૦૨૭ =અનેકાન્ત દષ્ટિક 2010_04 Page #4 -------------------------------------------------------------------------- ________________ અર્પણ જન્મ તા. ૫-૯-૧૯૧૯ દેહ વિલય તા.૨૪-૬-૨૦૦૪ અમો છીએ આપનાં સંસ્કાર વૈભવનાં વારસદાશે ચંદ્રાગૌરી મહેતા ડૉ. રોહિત ધીરજલાલ મહેતા નિખિલ ધીરજલાલ મહેતા શ્રીમતી કિરણ રોહિત મહેતા શ્રીમતી મોનિકા શાહ દર્શન શેહિત મહેતા 2010_04 Page #5 -------------------------------------------------------------------------- ________________ 2010_04 Page #6 -------------------------------------------------------------------------- ________________ અમુક સંસ્થાઓ તરફથી શ્રી ધીરુભાઈને શોકાંજલિઓ અર્પણ થઈ છે તેમાંના અવતરણોઃ ★ તેઓએ સમાજના જુદા જુદા પદે પદાધિકારી તરીકે રહીને સમાજની તથા સંસ્થાની ઘણી સેવાઓ કરી છે. જતાં જતાં પણ તેઓએ ઘણું જ ઉમદા કામ કર્યું છે કે તેઓએ ચક્ષુદાન કરી બે માનવીને આ રંગબેરંગી દુનિયાના દર્શનનો લહાવો આપ્યો. - શ્રી પુના ગુજરાતી બંધુ સમાજ - During this long period, at the helm of affairs, Mr. Mehta brought the Library's Finances through wise and thrifty management, to its present enviable healthy state today. This was done without restricting the facilities offered to its members. He became the Vice-President of the Library on May 29 the, 2003 to his sudden passing away on 24th June 2004. - United Services Library ઉચ્ચ પ્રેરણાદાયી વિચારો, નિઃસ્વાર્થ અને નિર્મળ પ્રેમ-મુશ્કેલીના સમયમાં ધૈર્ય, સમ્યક જ્ઞાન, કુટુંબ અને સમાજ પ્રત્યેની વફાદારી નિખાલસતા, હકારાત્મક વિચાર સરણી, હસતો ચહેરો તેમના જીવનમાં વણાઈ ગયા છે. વાણી એ આત્માનું આભૂષણ છે. તેમની વાણી ખૂબ જ સુંદર અને અર્થસહીતની હતી, કોઈપણ પ્રસંગે બોલવા ઉભા થતા ત્યારે સાંભળવા માટે જીજ્ઞાસા જાગતી. વિચારપૂર્વક અને સમજદારીપૂર્વકની ભાષા હતી. - શ્રી સૌરાષ્ટ્ર સ્થાનકવાસી જૈન મિત્ર મંડળ સદ્ગત કુટુંબવતસલ, સેવાભાવી, પરોપકારી અને ધર્મપ્રેમી હતા. આ સંસ્થા તરફ તેમની હંમેશા સદ્ભાવના રહેલી હતી. 2010_04 R -ગુજરાતી કેળવણી હિતવર્ધક મંડળ અનેકાન્ત દૃષ્ટિ Page #7 -------------------------------------------------------------------------- ________________ ભાવાંજલિ સ્વ. શ્રી ધીરુભાઈ સાથેનો મારો ગાઢ મૈત્રી ભરેલ સંસર્ગ ૬૫ વર્ષથી વધુ સમય રહ્યો તેથી હવે તે આપણી વચ્ચે નથી તે વાસ્તવિકતાનો સ્વીકાર માનસિક રીતે હું કરી શકતો નથી. કાયદા શાસ્ત્રના અભ્યાસમાં અમો સાથે જોડાયા તે પહેલાંની અમારી મૈત્રી હતી. કોલેજના અભ્યાસ દરમિયાન પણ અમો બંને સાથે જ વિદ્યાર્થી પ્રવૃત્તિઓમાં તેમજ હોસ્ટેલમાં સાથે. કાનુની અભ્યાસ પૂરો કર્યા બાદ વ્યવસાયી દૃષ્ટિએ અમો જુદા પડયા. તેઓ પુનામાં તેમના મામાશ્રીની સાથે મેન્યુફેકચરીંગના વ્યવસાયમાં જોડાયા જયારે રાજકોટમાં કાનુની ક્ષેત્રે વકીલના વ્યવસાયમાં હું જોડાયો. તેમ છતાં અમારો અંગત મૈત્રી સંબંધ વધુને વધુ ગાઢ થતો ચાલ્યો. પુનામાં ધીરુભાઈએ ફક્ત આપ બળે જ શુન્યમાંથી મોટું સર્જન કર્યું અને પોતાના લઘુ બંધુઓ શ્રી દીનકરભાઈ તથા સ્વ. મહાસુખભાઈને પણ પુના બોલાવી ધંધાસર કર્યા. આવું વ્યવહારીક શાણપણ અને શાલીનતા હોવી તે આપણા સમાજમાં ખાસ નવીનતા નથી. પરંતુ વ્યાપારી વ્યવસાયમાં ગળાડુબ રહેવા છતાં તેમણે તેમનો પુસ્તક પ્રેમ, વાંચન અને સંગિત પ્રીયતા ઓછી થવા દીધી નથી. તેમની પાછળ આજે તેઓ માનવ જીવનને સ્પર્શતા તમામ વિષયોને લગતા હજારોની સંખ્યામાં જે પુસ્તકો મુકતા ગયા છે તે કોઈપણ જાહેર વાંચનાલયની સાથે સ્પર્ધા કરી શકે તેવા અને તેટલા છે. પુનામાં દર વર્ષે ભરાતી સવાઈ ગાંધર્વની રાત્રી મહેફીલોમાં છેલ્લા ૨૫ થી ૩૦ વર્ષ થયા તેમણે અચૂક હાજરી આપી છે. શ્રી આનંદમયી માતાજી તથા શ્રી ગોહેંકાજીના તેઓ અનન્ય ભક્ત હતા અને વિપશ્યનાની ઘણી શિબિરો તેમણે ભરી પુનાની લાયન્સ કલબના પ્રમુખ પણ રહી ચૂક્યા અને જાણીતી પુના કલબના લાઈબ્રેરી વિભાગના ઓન. સેક્રેટરી તથા વાઈસ પ્રેસીડન્ટ તરીકે તેમણે સેવા આપી કલબની લાઈબ્રેરીને અદ્યતન સ્વરૂપ આપી સમૃદ્ધ બનાવી, સામાજિક ક્ષેત્રે તેમણે પુના ગુજરાતી બંધુ સમાજમાં ગ્રંથપાલ તરીકે અને ત્યારબાદ કાર્યાધ્યક્ષ તરીકે અને છેવટે પ્રમુખ તરીકે સેવાઓ આપી. તે જ અનેકાન્ત દષ્ટિE 2010_04 Page #8 -------------------------------------------------------------------------- ________________ રીતે શ્રી સૌરાષ્ટ્ર સ્થાનકવાસી જૈન મિત્ર મંડળ સાથે પણ સહકાર સાધ્યો. તેઓ એક સારા તરૈયા હતા. આ રીતે અનેકાંત દ્રષ્ટિથી વિવિધ ક્ષેત્રે પોતાની પ્રતિભા પાડી તેઓએ આ જીવનમાંથી વિદાય લીધી અને તેમનો સંસ્કારમય વારસો તેમના ધર્મપત્ની શ્રીમતી ચંદ્રાબહેન તથા બે પુત્રો ડૉ. રોહિત તથા શ્રી નિખિલ માટે છોડતા ગયા છે. સ્નેહીજનનું મૃત્યુ માનવ સ્નેહ તથા પાછળ રહેલ આપ્ત જનોની ભાવોર્મીઓ ઉપરનો શક્તિશાળી પ્રહાર છે જે સહન કર્યું જ છુટકો છે. મૃત્યુ સર્વ માટે અનિવાર્ય છે પરંતુ તે આવે છે ત્યારે ચિંતનના ક્ષેત્રે પાયાનો પ્રશ્ન જ ઉદ્ભવે છે તે એ છે કે શું મૃત્યુ એ જીવનનો અંત છે? જો હા, તો તે એક એવું પૂર્ણ વિરામ છે કે જે સમગ્ર અસ્તિત્વને માટે ભયજનક પરિણામો લાવી શકે છે. પરંતુ જવાબ જો ન કારમાં હોય એટલે કે જેને આપણે મૃત્યુ કહીએ છીએ તે જીવનનો અંત ન હોય તો તે એક વિસ્મયજનક જાગૃતિ પેદા કરે છે જે સમસ્ત વિશ્વના જીવનનું રહસ્ય ખુલ્લુ કરે છે. આથી મૃત્યુ એક એવી ક્ષણ ઉત્પન્ન કરે છે કે જે કાંતો અસ્તિત્વની અપૂર્ણતા અને શૂન્યતામાં પરિણમે છે અગર તો અસ્તિત્વની અર્થપૂર્ણતા તથા સાર્થકતામાં પરિણમે છે. ધીરુભાઈનું અચાનક મૃત્યુ આપણે સૌ સ્નેહીજનોને જીવનની અર્થપૂર્ણતા અને સાર્થકતામાં પરિણમો તે જ પ્રાર્થના સામે આ પુસ્તિકા સદગતને અર્પણ થઈ તે યોગ્ય છે અમદાવાદ તા. ૩૧-૧૦-૨૦૦૪ ત્રંબકલાલ ઉ. મહેતા (અનેકાન્ત દષ્ટિE 2010_04 Page #9 -------------------------------------------------------------------------- ________________ આવકાર ભારતીય ધર્મદર્શનમાં મુગુટમણિ સમાન જૈનદર્શનના એક પરમતત્ત્વને આધુનિક પરિપ્રેક્ષ્યમાં સમજવાની કોશિષ આ ગ્રંથમાં કરવામાં આવી છે. ધર્મત્ત્વને પામવાનો, સમજવાનો પ્રયાસ યુગે યુગે ચિંતકો વિદ્યાર્થીબુધ્ધિથી કરે છે અને તે પ્રયાસ હોય છે તો સ્વાન્તઃ સુખાય, પરંતુ તે એટલી ભક્તિથી થાય છે કે આ પ્રયાસ અંતે સર્વજન હિતાય બની રહે છે. આ પુસ્તક પણ તેવો જ સરસ પ્રયાસ છે. ભગવાન મહાવીર ૨૬૦૦માં જનકલ્યાણક વર્ષના સ્મરણમાં કેટલાંક ઉત્તમ પુસ્તકો પ્રકટ કરવાનું ગુજરાત સરકારે ઠરાવેલું અને તે સમયે લેખક શ્રી ટી. યુ. મહેતા, એ લેખકશ્રેણીમાં, સૌથી વયોવૃધ્ધ હોવા છતાં તેમનો નિબંધ સૌથી પહેલો લખાઈને આવેલો. અલબત્ત, અનેક રાગદ્વેષની માયાજાળના કારણે ગુજરાત સરકાર તરફથી તે સકાર્ય થયું નહિ. પરંતુ આજે આ પુસ્તક રૂપે આપણને આમ ઉપલબ્ધ થાય છે તે પણ ઘણું પ્રશસ્ય છે. અનેકાન્તને સમજવા માટે ઘણી આંતરિક સ્થિરતા જોઈએ. લેખક આ પુસ્તકમાં બિલકુલ સરળ અને તળપદી ભાષામાં એમનું ચિંતન પ્રસ્તુત કરે છે. વિદ્વાનોને આ વિચારો પ્રત્યે કંઈક કહેવાનું આવે તેમ બનશે. પરંતુ અહીં પ્રસ્તુત થયેલું ચિંતન ઉંડો વિચાર, આધુનિક ન્યાયતંત્રનો વ્યાપક અનુભવ અને ગહન વાંચનમાંથી પ્રકટે છે તે નિઃશંક છે. ધર્મની સાચી શ્રધ્ધા અને પરમતત્ત્વ પ્રત્યેની નિષ્ઠામાંથી પ્રગટતો અભિપ્રાય આદરણીય બની રહે છે. અનેકાન્તનો આ શુભ વિચાર સૌ વાચકોને મોક્ષદા બની રહો તેવી મંગલ કામના છે. મુનિ વાત્સલ્યદીપ -અનેકાન્ત દૃષ્ટિ 2010_04 Page #10 -------------------------------------------------------------------------- ________________ ઉપોદ્યાત અનેકાન્ત ફક્ત વિચાર-પ્રક્રિયામાં જ ઉપયોગી છે તેવું નથી. તેનો વ્યાપ વૈશ્વિક છે. કારણ કે વૈશ્વિક પ્રક્રિયામાં સમતા સમતુલા અને સુલભતા પ્રાપ્ત કરવામાં અનેકાન્ત અદૃષ્ટ મદદ કરે છે. ઋગવેદમાં વિશ્વ વ્યવસ્થા માટે એક શબ્દ વપરાયો છે તે છે ઋત. અંગ્રેજીમાં તેને Cosmic Order કહે છે. આ શબ્દનો વિરોધાભાસ દર્શાવવા અનઋતુ શબ્દ થયો જેનો અર્થ અસત્ય પણ થાય છે. એટલે કે જ્યાં વ્યવસ્થા નથી ત્યાં અસત્યનો જન્મ છે. વિશ્વ રચનાનો આધાર સત્ય છે અને અસત્યથી વિશ્વ વ્યવસ્થાનો ભંગ થાય છે તેવો ભંગ થતો અટકાવવા અનેકાન્ત શબ્દ અત્યંત ઉપયોગી છે. સમતા, સમતુલા અને સુલભતા તમામ પ્રકારની વ્યવસ્થાના આવશ્યક અંગો છે. તેના અભાવમાં કોઈપણ વ્યવસ્થા ટકી શકે નહીં. આ ત્રણે અંગેની જાળવણી માટે વિશ્વ દૃષ્ટિની જરૂર છે. આવી વિશ્વદૃષ્ટિને પૂ. મુનિશ્રી સંતબાલજીએ વિશ્વમયતાનું નામ આપેલ. અનેકાન્તના સિધ્ધાંતો મુજબ વિશ્વની તમામ પ્રકારની અપેક્ષાઓનો સંયોજન અનિવાર્ય છે. આ સંયોજનમાં વિક્ષેપ આવે ત્યારે કોઈપણ આયોજનની સમતુલાનો ભંગ થાય અને સમતુલાના ભંગને પરિણામે સમતાનો તેમજ સુલભતાનો પણ ભંગ થવાનો જ. વિવિધ પ્રકારની વિષમતાઓનો વૈયક્તિક અને સામાજિક ધોરણે આપણે જે સામનો કરવો પડે છે તેના મૂળમાં અનેકાન્ત દૃષ્ટિથી પેદા થતી પરિસ્થિતિ જ જવાબદાર છે. આ રીતે અનેકાન્તનો પ્રયોગ ફક્ત વિચારને સ્તરે જ સિમિત નહીં રહેતા સમસ્ત વૈશ્વિક વ્યવસ્થાને સ્પર્શ કરે છે, તેથી અનેકાન્તને આપણી રોજીંદી જીવન પ્રણાલીમાં દાખલ કરી શકીએ તો જીવન કલહના ઘણા પ્રશ્નો ઉપસ્થિત જ થાય નહીં. ન્યાયતંત્ર તો સાંસારિક કલહ અને તેમાંથી જન્મ લેતી વિષમતાઓને નિવારવાનું ક્ષેત્ર છે. જેમાં રોજીંદી જીવન પ્રણાલીના પ્રશ્નો જ ઉપસ્થિત થતા હોય છે. આથી જ ન્યાય વિતરણ પધ્ધતિમાં અનેકાન્તના સિધ્ધાંતોની અનિવાર્યતા સ્પષ્ટ છે. મારો જીવન સંપર્ક આધુનિક ન્યાય પ્રક્રિયા સાથે રહ્યો છે. તેથી પૂ. મુનિશ્રી વાત્સલ્ય દીપ મ.સા.એ મને આ નિબંધ લખવાની પ્રેરણા આપી. ફક્ત થોડાક જ દિવસમાં આ નિબંધ પુરો કરવાની જરૂર હોવાથી ચાલુ વ્યવસાયમાંથી ત્રુટક ત્રુટક સમય - ૭ (અનેકાન્ત દષ્ટિE 2010_04 Page #11 -------------------------------------------------------------------------- ________________ કાઢીને નિબંધ લખાએલ છે, તેથી ઘણે સ્થળે કાંઈક ક્ષતિઓ અજાણપણે રહી જવાનો સંભવ છે, તે માટે મારૂં ધ્યાન દો૨વા વાચકોને મારી નમ્ર વિનંતી છે. આધુનિક ન્યાય વિતરણ પધ્ધતિના કાનુની પ્રબંધો એક પછી એક લઈને તેઓ કેટલે અંશે અનેકાન્તના સિધ્ધાંતો સાથે બંધ બેસે છે તેની ચર્ચા ઈરાદા પૂર્વક ટાળી છે. કારણ કે તેમ કરવાથી આમ વર્ગ જેને કાનૂની આંટીઘુંટીમાં ખાસ રસ ન હોય તેને તેના વાચનથી જ કંટાળો આવે અને જૈન દર્શનના વિવિધ સિદ્ધાંતોને જૈન તેમજ જૈનેતર સમાજમાં લોકભોગ્ય કરવાનો હેતુ પણ માર્યો જાય. આશા છે કે આ નિબંધને પરિણામે જૈન દર્શનના એક અતિમહત્ત્વના અંગની ઓળખાણ આમ વર્ગ સુધી પહોંચશે. તા. જુલાઈ ૧, ૨૦૦૪ સિદ્ધાર્થ ૩, દાદા રોકડનાથ સોસાયટી, નારાયણનગર પાસે, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ ફોન : ૨૬૬૦૮૮૧૬ આ ભા ૨ અનેકાન્ત દૃષ્ટિ આ પુસ્તિકા છાપવા માટે સ્વ. ધીરૂભાઈ મહેતાના ધર્મપત્નિ શ્રીમતી ચંદ્રાબહેન તથા તેમના બે સુપુત્રો ડૉ. રોહીત તથા નિખિલે આર્થિક સહાય કરેલ છે તે માટે તેઓને ધન્યવાદ. ત્ર્યંબકલાલ ઉ. મહેતા _2010_04 Page #12 -------------------------------------------------------------------------- ________________ અ નુ ક મ ણ કા પાન નં. ૧ ૧ ૧૧ ૧૩ ૧૪ ૧૬ ૧૮ ૧૯ અનુક્રમ શ્રી ધીરૂભાઈને અર્પણ થયેલ શો કાંજલિ અવતરણો ભાવાંજલિ આવકાર ઉપોદ્ધાત પૂર્વભૂમિકા એકાન્તમાંથી અનેકાન્તની યાત્રા જીવન સ્પષિ સિદ્ધાંત અનેકાન્તનું સ્વરૂપ વસ્તુનું હકારાત્મક તેમજ નકારાત્મક સ્વરૂપ અનેકાન્તની તાત્વિક ભૂમિકા વસ્તુની ત્રણ અવસ્થા ચિંતન પ્રક્રિયાના બે તત્ત્વો અભિવ્યક્તિની અપૂર્ણતા નયવાદ નયના પ્રકારો અનેકાન્તલક્ષી સ્યાદ્વાદ સ્યાદ્વાદનો સમનવ્ય વિચારમાં પણ અહિંસા સાંસારિક જીવનમાં અનેકાન્ત fમત્તિ જે નવ મૂકે! . (અંતર્ગત ન્યાયતંત્ર) ઈચ્છાઓનું અતિક્રમણ પ્રાચિન ન્યાય પદ્ધતિમાં અનેકાન્તનું સ્થાન આધુનિક ન્યાય પદ્ધતિ અને અનેકાન્ત ઉપસંહાર સુભાષિતો ૨૬ ૩૨ ૩૪ ૩૭ ૩૯ ૪૧ ४७ Y અનેકાન્ત દષ્ટિE 2010_04 Page #13 -------------------------------------------------------------------------- ________________ પૂર્વભૂમિકા ઈસ્વીસનની ચોથી શતાબ્દીમાં જૈન આચાર્યશ્રી સિધ્ધસેન દિવાકરે અનેકાન્તવાદના સિધ્ધાંતને ગુરુપદે સ્થાપી નમસ્કાર કરતા કહ્યું : जेण विणा लोगस्स वि ववहारो सव्वहाण णिवडई । तस्स भुवणेक्क गुरुणो णमो अणेगंत वायस्स ।। - સન્મતિ તર્જ રૂ/૭૦) અર્થાત : જેના વિના લોક વ્યવહાર સર્વધા અસંભવ છે અને જે સમસ્ત સંસારનો એકમાત્ર ગુરુ છે તે અનેકાન્તવાદને નમસ્કાર હજો. સમસ્ત સંસારનો વ્યવહાર જેના વિના સર્વધા અસંભવ હોય તેવા અનેકાન્તવાદના સંશોધક ભગવાન મહાવીરને પણ આપણા નમસ્કાર હજો. ઈ.સ. પૂર્વેની છઠ્ઠી શતાબ્દીમાં ફક્ત ભારતમાં જ નહિ પરંતુ તે સમયના સમસ્ત વિશ્વમાં એક વૈચારિક ક્રાન્તિનો ઉદભવ થયો હતો, તે સમયે ચીનમાં લાઉન્સે અને કન્ફયુસીઅસ, મધ્ય પૂર્વમાં જરથુષ્ટ્ર, ભૂમધ્ય સરોવરના પૂર્વ કિનારે સોક્રેટીસ પહેલાંના પાયથાગોરસ વગેરે ગ્રીક વિચારકો અને ભારતમાં મહાવીર, ભ, બુદ્ધ, આજીવિકો અને બીજા તરેહ તરેહના તત્ત્વજ્ઞાનીઓ થયા. આ સૃષ્ટિ કેવી રીતે ઉત્પન્ન થઈ, કુદરતી બળો કેવી રીતે કામ કરે છે ? તેનો કોઈ કર્તા છે કે આ બધું આપ મેળે જ ચાલે છે? માનવ જીવનના સુખ દુઃખનું શું કારણ છે? સુખની પ્રાપ્તિ અને દુઃખનું નિવારણ કેવી રીતે થાય ? મનુષ્ય જીવનની સમાપ્તિમાં જ જીવનનો અંત છે કે મૃત્યુ બાદ પણ કાંઈક છે? આ અને આવા અનેક દાર્શનિક પ્રશ્નો ચિતનને ક્ષેત્રે વિશ્વભરમાં જ્યાં જ્યાં માનવ સંસ્કૃતિનો વિકાસ થયો હતો ત્યાં ઉઠતા ગયા. ભ. મહાવીરના સમયમાં ભારતમાં ઉપનિષદોની રચના શરૂ થઈ ગયેલ. પરંતુ વૈચારિક સંઘર્ષ અને દાર્શનિક વિવાદ તેની ચરમ સીમાએ પહોંચી ગએલ. જૈન સાહિત્યનો અતિપ્રાચિન ગ્રંથ સુત્રકૃતાં. તે સમયે પ્રચલિત દાર્શનિક વિચારોના પ્રકારો વર્ણવે છે. જૈન આગમો અનુસાર ભ. મહાવીરના સમયમાં કુલ ૩૬૩ દાર્શનિક મતો હસ્તી ધરાવતા હતા અને દરેક પોતે પોતાના મતના આગ્રહી હતા. એક બાજુ વેદના અધ્યયનોના ગૂઢાર્થને ત્યજી યજ્ઞોના હિંસક વિધિ વિધાનો અને આચારસંહિતા સામે વિરોધ ઉત્પન્ન થયો હતો અને ઈશ્વરના કર્તુત્વનો ઈન્કાર કરી સંસારના વૈવિધ્ય બાબત જુદા જુદા પ્રકારના ખુલાસાઓ દાર્શનિકો તરફથી થતા હતા. બીજી તરફે સમાજમાં ઉચ્ચ નીચના ભેદ, આચારશિથિલતા અને ધાર્મિક વિધિ વિધાનોના પ્રાબલ્યથી સામાન્ય જનતા ત્રાસી ગયેલ હતી. -અનેકાન્ત દષ્ટિ) (૧૦ 2010_04 Page #14 -------------------------------------------------------------------------- ________________ એકાન્તમાંથી અનેકાન્તની યાત્રા આવા સંજોગોમાં ભ. મહાવીર અને ભ. બુદ્ધ ઉપર યોગ્ય દોરવણી આપવાનું કર્તવ્ય આવી પડયું. બન્નેએ જુદી જુદી રીતે ચાલુ વિસંવાદનો નીકાલ કરવા પ્રયત્નો કર્યા. ભ, બુદ્ધનું કહેવું હતું કે દરેક વિસંવાદી દાર્શનિકનો મત એકાન્તિક છે. તેમણે કહ્યું કે આવા દાર્શનિક વિવાદો સંસારમાં કલહ અને અશાંતિના કારણરૂપ છે તેથી તેમાંથી કોઈનો પણ સ્વીકાર કરવા યોગ્ય નથી. માટે આવા એકાન્તિક મંતવ્યોનો ત્યાગ કરી તૃષ્ણાથી મુક્ત થવાના ઉપાયો હાથ ધરી વિમુક્તિ પ્રાપ્ત કરવી જોઈએ. આ રીતે ભ. બુદ્ધનો અભિગમ નકારાત્મક રહ્યો. ભગવાન મહાવીરે પણ કહ્યું કે, જુદા જુદા દાર્શનિકો પોતાનો મત જ આખરી છે તેવો આગ્રહ રાખે છે, ત્યારે બીજાના મતમાંના સાતત્યના અંશની અવગણના કરે છે અને પરિણામે મત વિગ્રહ ઉત્પન્ન થાય છે. આથી ભગવાન મહાવીરના માનવા મુજબ પણ કોઈપણ એકાન્તિક મત સમાજના ઉત્કર્ષ માટે તેમજ વૈચારિક સંશોધન માટે ઉપયોગી નથી. અહિ સુધી બન્ને મહાપુરૂષોનું મૌક્ય હતું, કેમ કે બન્નેએ એકાન્તિક મતનો નિષેધ કર્યો. પરંતુ આ પરિસ્થિતિના ઉપાય બાબત બન્નેના રસ્તા જુદા પડયા. જ્યારે ભગવાન બુદ્ધનો અભિગમ નકારાત્મક રહ્યો ત્યારે ભગવાન મહાવીરનો અભિગમ સકારાત્મક રહ્યો. ભગવાન મહાવીરે ભિન્ન ભિન્ન દાર્શનિક મતોની ઉપેક્ષા કરવાનું ન કહ્યું, પરંતુ તે દરેકમાં જે સત્યનો અંશ હતો તે કઈ અપેક્ષાએ હતો તે શોધીને તેનો સાપેક્ષ સ્વીકાર કરીને તમામના સમન્વયની એક પ્રક્રિયા શોધી જેઅનેકાન્તવાદ તરીકે ઓળખાય છે. એકાન્તમાંથી અનેકાન્તની આ યાત્રા સમન્વયની યાત્રા હતી. તેથી સંપૂર્ણ રીતે હકારાત્મક હતી, અને ઘર્ષણ નિવારણ માટે અત્યંત ઉપયોગી થઈ પડી. સમય જતાં વિશ્વભરના ચિતન ક્ષેત્રે અનેકાન્તની વિચારસરણીએ ક્રાંતિ બીજ વાવી તદન અનોખું અને અમૂલ્ય પ્રદાન કર્યું અને સાંસારિક જીવનમાં મનુષ્યને જે કાંઈ ઘર્ષણ અને વિષમતાઓને સામનો કરવાનો આવે છે ત્યારે ઉપયોગી થઈ પડે તેવી એક વૈચારિક વ્યવસ્થા ઉત્પન્ન થઈ, જેને પરિણામે ઉપર કહ્યું તેમ આચાર્ય સિદ્ધસેન દિવાકરજીએ અનેકાન્તના સિદ્ધાંતને ગુરુપદ આપ્યું. જીવન સ્પર્શી સિદ્ધાંત ન્યાય વિતરણની પ્રક્રિયા સાંસારિક ઘર્ષણોની એક લેબોરેટરી છે, જેમાં તમામ વિરોધી પક્ષોના સત્યાંશોને શોધી એવા નિર્ણય ઉપર આવવાનું હોય છે કે જે સંપૂર્ણ અનેકાન્ત દષ્ટિE 2010_04 Page #15 -------------------------------------------------------------------------- ________________ સત્યનો નહિ પરંતુ સંપૂર્ણ સત્યની જેટલી નજીક જઈ શકાય તેટલું નજીક જવાનો પ્રયત્ન કરે છે. તેમાં બુદ્ધદેવની નકારાત્મક પદ્ધતિ કરતાં મહાવીર દેવની સકારાત્મક પદ્ધતિ સંસારના વ્યવહારની દૃષ્ટિએ અત્યંત ઉપયોગી છે. બુદ્ધદેવનો અભિગમ સંસારિક એષણાઓના સંપૂર્ણ ત્યાગનો જ હતો. તેથી એકાન્તિક મંતવ્યોમાં શું સાચું છે તેની શોધ કરવાની માથાકુટમાં પડયા વિના તેમનો એકાન્તિક મતનો સંપૂર્ણ ત્યાગ કરી દુ:ખ નિવારણનો સીધો રસ્તો સંસાર ત્યાગનો જ પકડયો. તેમનો આ અભિગમ છેવટે શુન્યવાદ તરફ ગયો. સંસાર ત્યાગની તેમના અંગત જીવનની ઘટના પણ આજ રીતે ઘટી. જેથી જ્યારે તેમને જ્ઞાન થયું કે સંસારમાં દુઃખ છે અને તે દુઃખના નિવારણો માર્ગ પણ છે ત્યારે તેમણે કોઈની પણ રાહ જોયા વિના રાત્રીના અંધકારમાં પોતાની પ્રિય પત્ની તથા બાળકને સુતા રાખી તેમનો અને સંસારની તમામ વસ્તુઓનો ત્યાગ કરી સંન્યસ્થ ગ્રહણ કર્યું. જ્યારે ભગવાન મહાવીરે હકારાત્મક અભિગમનો સ્વીકાર કર્યો અને સંસારનો ત્યાગ કર્યા વિના જે સાંસારિક વ્યવહાર અનિવાર્ય થઈ પડે છે તેની વિષમતાઓમાંથી માર્ગ કાઢવાનો રસ્તો બતાવ્યો અને કહ્યું કે જીવનની દરેક પરિસ્થિતિમાંથી જ્યારે વિસંવાદ ઉત્પન્ન થાય છે ત્યારે તેવું વર્તન શા કારણે અને કેવા સંજોગોમાંથી ઉત્પન્ન થયું છે તેનો વિચાર કરીએ તો વિસંવાદની ઉગ્રતા કાબુમાં જરૂર આવે. આવી પરિસ્થિતિનું નિર્માણ કરવા અનેકાન્તવાદનો સિદ્ધાંત આપણને સમજાવે છે કે દુવિ જીવનના કોઈપણ પ્રસંગ કે વિચારને કોઈપણ એક ચોક્કસ દૃષ્ટિથી મૂલવવાને બદલે જેટલી ઉપલબ્ધ હોય તે તમામ વિવિધ દૃષ્ટિઓથી મૂલવવી જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો કોઈપણ એક પ્રસંગ કે વિચારનો ન્યાય કરવાનો સમય આવે ત્યારે તેના દરેક પહેલુઓને સમજીએ તો સત્યાન્વેષણની ક્રિયા સબળ બને અને ત્યારે તમારો નિર્ણય એકાન્તિક કે એક લક્ષી હોવાને બદલે અનેકાન્તિક થશે. ભગવાન મહાવીરના અંગત જીવનમાં પણ તેવું જ થયું. સંસાર ત્યાગી સન્યાસ લેવાની તેમની અભિલાષા ઘણા સમયથી હતી. તે સમયે માતાજી હૈયાત હતા. તેથી તેમની સન્યાસ લેવા બાબત પરવાનગી તેમણે માંગી પણ માતાજીની પરવાનગી મળી નહિ. પરંતુ બુદ્ધદેવની પેઠે તેમણે કોઈનીપણ જાણ વિના સંસાર ત્યાગવાનું પસંદ ન કર્યું. તેમની અનેકાન્તની દૃષ્ટિ માતાજીના આગ્રહને સમજી શકી તેથી કોઈપણ વિસંવાદ ઉત્પન્ન થયો નહિ અને સંસાર શું સરસો રહે, પણ મન પ્રભુની પાસ જેવો અભિગમ અનેકાન્ત દૃષ્ટિ ૧૨૬ 2010_04 Page #16 -------------------------------------------------------------------------- ________________ ધારણ કરી સંસારમાં ચાલુ રહ્યા. બાદ માતાના મૃત્યુ પછી તેમણે ફરી પોતાની સન્યસ્ત લેવાની ઈચ્છા વડીલ બંધુ પાસે જાહેર કરી. આથી વડીલ બંધુને પણ દુઃખ થયું અને કહ્યું કે માતાજી તો ગયા અને ભાઈ તમે પણ અમોને છોડીને જશો તો અમારી લાગણીનો તો વિચાર કરો. મહાવીરનો અનેકાન્તવાદ ફરી તેમની મદદે આવ્યો અને વિરક્તિના ભાવપૂર્વક તેઓએ સંસારમાં રહેવાનું ચાલુ રાખ્યું. સંસારમાં રહેવા છતાં સંસારિક એષણાઓ તેમને સ્પર્શી શકતી નહોતી. પરંતુ તે છતાં પણ સન્યાસ લેવાની તેમની ઈચ્છા એટલા માટે હતી કે સાધનાની સુવિધા રહે અને સન્યાસનો કઠણ માર્ગ ગ્રહણ કરી તપશ્ચર્યાથી અજિત કર્મોની નિર્જરા થઈ શકે. જયારે વડીલ બંધુને તથા બીજા કુટુંબીઓને લાગ્યું કે સાધના કરવાની તેમની ઈચ્છાનો વિરોધ કરવો ઈચ્છનીય નથી. ત્યારે તેમણે સામેથી જ ભગવાનને સન્યાસ લેવાની પરવાનગી આપી. સન્યાસ લીધા. પછી પણ ભગવાનના જીવનમાં જે જે પ્રસંગો આવ્યા તે તમામને તેઓશ્રીએ પોતાના અનેકાન્તવાદના સિદ્ધાંતથી જ મૂલવ્યા છે. આ રીતે અનેકાન્ત તે જીવનસ્પર્શી સિદ્ધાંત છે તેમ ભગવાનના પોતાના જ જીવન પ્રસંગોથી સાબીત થઈ શકે છે. જૈન ધર્મના તમામ મૂળભૂત સિદ્ધાંતોની રચના પાછળ અનેકાન્તનો સિદ્ધાંત કામ કરે છે. આ રીતે અનેકાન્ત જૈન તત્વજ્ઞાનની ચાવી રૂપ છે. અનેકાન્તનું સ્વરૂપ અનેકાન્તનું અંતિમલક્ષ્ય સત્ય શોધનનું છે અને તેથી જીવનના દરેક પ્રસંગમાં કે વિચાર વૈવિધ્યમાં શું રહસ્ય છે, તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે અને શા માટે થઈ છે તેનું સંશોધન કરી જે અપેક્ષાએ તેનું સાતત્ય સાબીત થાય તેનો સ્વીકાર કરવાનો તેમાં પ્રયાસ છે. પરમસત્યની શોધ વેદોના ઋષિમુનિઓએ કરવાના પ્રયત્નો કર્યા, પરંતુ પરમ સત્યની વિવિધ આયામિતા પામવાનું અતિ મુશ્કેલ હતું અને તેની કાંઈક ઝાંખી થઈ હોય તો પણ ભાષામાં રજુ કરી તેનો ખ્યાલ આપવાનું પણ મુશ્કેલ હતું. આથી નેતિ-નેતિ કહીને તેનું નકારાત્મક દષ્ટિબિંદુ રજુ કર્યું. સાકરનો સ્વાદ શું છે તેનું વર્ણન કરીને તેનો હકારાત્મક ખ્યાલ આપવાનું અશક્ય છે. પરંતુ તે અમુક પ્રકારના સ્વાદ જેવો નથી તેમ જણાવી તેનો નકારાત્મક ખ્યાલ જરૂર આપી શકાય. વેદોના ઋષિઓને ચિંતનને પરિણામે જણાયું કે પરમસત્યનું મૂળ સ્વરૂપ તો એક જ છે પરંતુ વિદ્વાનો તેને (અનેકાન્ત દષ્ટિક 2010_04 Page #17 -------------------------------------------------------------------------- ________________ વિવિધ રીતે રજુ કરે છે. આથી ઋગ્વદમાં કહ્યું “એ સદ્ વિUT: વહુધા વતિ ” આનો અર્થ એ થયો કે જો કે પરમ સત્ય એક જ છે છતાં જે જુદી જુદી અપેક્ષાએ તેની રજુઆત થઈ હોય તે અપેક્ષાએ તેનો સ્વીકાર કરો તો વૈચારિક ઘર્ષણ જરૂર ટાળી શકાય. આઠમી શતાબ્દીમાં થએલા આચાર્ય હરિભદ્ર સૂરિજીએ ભારતના તમામ તત્ત્વદર્શનોની વિવેચના કરતો ગ્રંથ પદ્દર્શન સમુચ્ચય લખેલ છે તેમાં જિન પરમાત્માનું વર્ણન પ્રથમ શ્લોકમાં કરતાં તેઓશ્રીએ તેમને “સ્યાદ્વાદ દેશક” કહ્યા છે. શ્રી ગુણરત્ન સુરીજીએ અહીં સ્યાદવાદ જે અનેકાન્તવાદ તરીકે પણ ઓળખાય છે, તેનો અર્થ નીચે મુજબ સમજાવ્યો છે : “જયારે કોઈ એક દર્શન પોતે કહેલ વસ્તુનો અંશ સંપૂર્ણ સત્ય છે તેવો આગ્રહ રાખે છે ત્યારે તે સહજ રીતે બીજો દર્શન જે પણ પોતાના મત વિશે તે પ્રકારનો જ આગ્રહ સેવે છે, તેની સાથે જરૂર ઘર્ષણમાં ઉતરે છે. પરંતુ દરેક દર્શન પોતે કઈ અપેક્ષાએ પોતાના મંતવ્યને સાચું માને છે અને બીજા દર્શનો તેમને પોતાને કઈ અપેક્ષાએ સાચુ માનતા થયા છે તે જાણવાનો પ્રયત્ન કરે તો તરત જ તેને દરેકના સત્યાંશોની ભાળ મળશે અને વિરોધ દૂર થઈ દરેક સત્યાંશોનો આદર કરવા લાગશે અને વસ્તુના અનેકાન્ત સ્વરૂપનું દર્શન થશે. અનેકાન્તના સ્વરૂપને પામવાનો આ એક જ માર્ગ પ્રશસ્ત છે.” (ભાષાન્તર) વસ્તુનું હકારાત્મક તેમજ નકારાત્મક સ્વરૂપ . સારીએ વિશ્વરચનાનો ઉંડાણથી અભ્યાસ કરીશું તો માલુમ પડશે કે જીવનના તમામ પ્રસંગો કે દ્રષ્ટિગોચર થતી વસ્તુઓમાં હકારાત્મક અને નકારાત્મક તેમ બન્ને તત્ત્વોનું વિચિત્ર સંમિશ્રણ હોય છે, જે દ્રષ્ટિગોચર નથી હોતું, પરંતુ અનુભવ ગોચર જરૂર હોય છે. આ બન્ને તત્ત્વોનું અસ્તિત્વ પરસ્પરાવલંબી હોય છે. ઠંડીનો અનુભવ ગરમી હોય તો જ થાય છે. મીઠાશનો અનુભવ કડવાશ હોય તો જ થાય છે. જગતની તમામ વસ્તુઓનું ટેમ્પરેચર અગર સ્વાદ એક સરખો જ હોય તો તે વસ્તુના ગુણધર્મોથી તેની ઓળખ કરવાનું અશક્ય છે. અનેકાન્તનો સિદ્ધાંત આ પરિસ્થિતિનો સ્વીકાર કરે છે તેથી વસ્તુ કે વિચારના નિરૂપણમાં જેટલું સ્થાન તે હકારાત્મક પહેલને આપે છે તેટલું જસ્થાન નકારાત્મક પહેલુઓને પણ આપે છે. પરમસત્યના આવા નકારાત્મક સ્વરૂપની અગત્ય ઉપનિષદના ઋષિઓને પણ સમજાએલ અને તેથી આત્માની ઓળખ તેમણે હકારાત્મક તેમજ નકારાત્મક તેમ બન્ને સ્વરૂપે આપીને કહ્યું – તટું ત તનેગતિ ત૮ ટૂ અનેકાન્ત દૃષ્ટિ 2010_04 Page #18 -------------------------------------------------------------------------- ________________ તતિ તે ચાલે છે અને નથી પણ ચાલતુ, તે દૂર છે અને નજીક પણ છે. વિશેષમાં બૃહદારણ્યક ઉપનિષદના ઋષિએ પણ કહ્યું તે પૂળ પણ નથી અને સુક્ષ્મ પણ નથી, તે હસ્વ પણ નથી અને દીર્ઘ પણ નથી. તૈતરીય ઉપનિષદ્ધાં પણ એજ પ્રકારની ભાવના વ્યક્ત કરીને કહ્યું કે, પરમ સત્ય મૂર્તિ - અમૂર્ત, વાચ્ય-અવાચ્ય, વિજ્ઞાન-અવિજ્ઞાન અને સત્-અસત્ રૂપ છે. આ રીતે સત્યની ઓળખ જુદી જુદી અપેક્ષાએ એક જ વસ્તુના પરસ્પર વિરોધાભાસ દર્શાવતા ધર્મો જુદી જુદી અપેક્ષાએ હોઈ શકે છે તેનો સ્વીકાર કરવો તે અનેકાન્તને સમજવા માટે અતિ જરૂરનું છે. આપણા રોજબરોજના જીવનમાં પણ કોઈપણ પ્રસંગનું સાતત્ય સમજવા માટે આ સિદ્ધાંત અતિ ઉપયોગી છે. આપણે જ્યારે કોઈ એક વ્યક્તિની ઓળખ આપવાની હોય ત્યારે તેને હકારાત્મક તેમજ નકારાત્મક બન્ને દૃષ્ટિ બિન્દુઓથી આપીએ તો સંપૂર્ણ સ્પષ્ટતા થશે. તે વ્યક્તિ કોઈ બીજી એક વ્યક્તિનો પિતા છે, પરંતુ એક ત્રીજી વ્યક્તિનો પિતા નથી, પરંતુ પતિ છે. આ રીતે તેની ઓળખ આપવાથી વિશેષ ચોકસાઈ થઈ શકે છે તે આપણા રોજીંદા અનુભવની વાત છે. આ વિષય બાબતમાં ન્યાય વિતરણની પદ્ધતિ કેવી રીતે કામ કરે છે તે જોઈએ. કોઈ એક વ્યક્તિએ એક બીજી વ્યક્તિનું ખૂન કર્યું અને મામલો ઈન્સાફ માટે કોર્ટ પાસે આવ્યો. ઈન્ડીઅન પીનલ કોડમાં માનવ-વધના બે પ્રકારો છે – એક હલકા પ્રકારનો ગુનો બને છે અને બીજો ભારે પ્રકારનો. ભારે પ્રકારના ગુનામાં મોતની અગર જન્મટીપની સજા થાય, જયારે હલકા પ્રકારના ગુનામાં તેથી હળવી સજા થાય. પ્રશ્ન એ છે કે પ્રસ્તુત કેસમાં આ બન્નેમાંથી કયા પ્રકારનો ગુનો થાય છે? કેસમાં જે પુરાવો રજુ થયો છે તે એમ બતાવે છે કે તહોમતદાર સામાન્ય રીતે શાંત પ્રકૃતિનો માણસ છે કે જે સામાન્ય સંજોગોમાં મનુષ્ય વધ કરવા જેટલી કક્ષાએ જાય નહી. આથી કુદરતી રીતે જ એવો પ્રશ્ન થાય છે કે એવું તો શું બન્યું કે આવી શાન્ત પ્રકૃતિની વ્યક્તિએ આવું ભયંકર કૃત્ય કર્યું ? આ પ્રશ્નના જવાબ રૂપે રજુ થએલ પુરાવામાંથી એવું જાણવા મળ્યું કે તહોમતદારે જોયું કે મરનાર વ્યક્તિ તેની પત્નિ સાથે વ્યભિચાર કરવાના ઈરાદાથી બળાત્કાર કરતો હતો. તેથી તાત્કાલિક ઉત્પન્ન થએલ ઉશ્કેરાટને વશ થઈને તેણે આ કૃત્ય કરેલ છે. આવા સંજોગોમાં તહોમતદારનું કૃત્ય કાં તો સ્વ-રક્ષણનું હોય અગર હલકા પ્રકારના મનુષ્ય વધનું હોય. આ બન્ને વિકલ્પો પણ અનેકાન્ત દષ્ટિક 2010_04 Page #19 -------------------------------------------------------------------------- ________________ અમુક પ્રકા૨ના સંજોગોની અપેક્ષાએ જ મુલવાય. તેમાં જો એવું માલમ પડે કે પોતાની પત્નિના રક્ષણ માટે મરનાર તથા તહોમતદાર વચ્ચે લડાઈ થઈ અને તેનો પ્રકાર એવો હતો કે તહોમતદાર મરનારનું ખૂન કરવા પ્રેરાય તો તે મુક્તિને પાત્ર ઠરે અને નહીં તો હલકા પ્રકારના મનુષ્ય-વધના ગુનાનો પાત્ર ઠરે. આ રીતે એક જ વ્યક્તિમાં શાન્ત ભાવો તથા ક્રોધાન્વિત ભાવો – તેમ બે વિરોધી ભાવોની અભિવ્યક્તિ થઇ તે કયા સંગોની અપેક્ષાએ થઈ તે નક્કી કરવાની પદ્ધતિ આપણી ન્યાય વિતરણની વ્યવસ્થામાં અપનાવવામાં આવે છે તે અનેકાન્તની જ પદ્ધતિ છે. ભગવાન મહાવીરના સમયમાં ઉપર જણાવ્યું તેમ તત્ત્વજ્ઞાનના ક્ષેત્રે વિવિધ મત-મતાંતરો અસ્તિત્વમાં હતા. તેથી તે તમામના સત્યાંશોની ઉપેક્ષા કરવાને બદલે તેનો સ્વીકાર કરી સંપૂર્ણ સત્યની નજીક જેટલું જઈ શકાય તેટલું જવાનો પ્રયત્ન કરવાની જરૂર હતી તે ભગવાને પોતાના અનેકાન્તના સિદ્ધાંતથી પુરી પાડી. આત્મા નિત્ય છે કે અનિત્ય છે તે બાબત તે સમયના તત્વચિંતનના બે મુખ્ય પ્રવાહો વૈદિક અને બૌદ્ધિક હતા. વૈદિક પ્રવાહની માન્યતા મુજબ આત્મા નિત્ય છે, જ્યારે બૌદ્ધિક પ્રવાહની માન્યતા મુજબ આત્મા અનિત્ય છે. આ બંને પ્રવાહો અનુક્રમે શાશ્વતવાદી અને ઉચ્છેદવાદી પણ કહેવાય છે. ભગવાન મહાવીરના પટ્ટશિષ્ય ગૌત્તમે આ વિષય બાબત ભગવાનને પ્રશ્ન કર્યો કે ભગવાન ! જીવ (આત્મા) નિત્ય છે કે અનિત્ય ? ભગવાને કહ્યું : ગૌત્તમ ! અપેક્ષાભેદથી તે નિત્ય છે તેમજ અનિત્ય પણ છે. ગૌત્તમે ફરીથી પુછ્યું : ભગવાન ! આ બન્ને વિરોધાભાસી તત્ત્વો કેમ સંભવે ? ભગવાને ખુલાસો કર્યો કે : હે ગૌત્તમ ! દ્રવ્ય દૃષ્ટિએ (એટલે વસ્તુના અંતર્ગત સ્વભાવની દ્રષ્ટિએ) જીવ નિત્ય છે અને વસ્તુના પ્રત્યક્ષ સ્વરૂપની દૃષ્ટિએ તે અનિત્ય છે. (એટલે આત્મા જ્યારે પરિવર્તન પામી કોઈવાર મનુષ્યરૂપે અને કોઈવાર પશુ, પક્ષી વગેરે વિભિન્ન સ્વરૂપે પ્રત્યક્ષ થાય છે ત્યારે તેનું આ પરિવર્તન થએલ સ્વરૂપે અનિત્ય છે) (ભગવતી સૂત્ર) આ રીતે આત્મા મૂળ સ્વરૂપે એક જ હોવા છતાં પરિવર્તિત રૂપે જુદો ભાસે છે અને તેથી એક જ વસ્તુના વિરોધાભાસી લક્ષણોનો ખુલાસો અનેકાન્તની, દૃષ્ટિથી થયો. અનેકાન્ત દૃષ્ટિ 2010_04 (૧૬); Page #20 -------------------------------------------------------------------------- ________________ અનેકાન્તની તાત્વિક ભૂમિકા: જૈન દાર્શનિકોએ જોયું કે સંસારની દરેક વસ્તુ અનંતધર્માત્મક છે એટલે તેમાં વિવિધ પ્રકારના ગુણ ધર્મો હોય છે. દરેક વ્યક્તિ આ તમામ ગુણધર્મોને લક્ષ્યમાં લઈને વિચરતો નથી કે વિધાનો કરતો નથી, પરંતુ એક કેવિશેષ ગુણધર્મોથી આકર્ષાઈ પોતાનો નિર્ણય બાંધે છે. તેજ વસ્તુના બીજા ગુણધર્મોથી આકર્ષાઈ બીજી વ્યક્તિ પોતાનો જુદો અભિપ્રાય બાંધે છે. આ બન્ને વ્યક્તિઓના અભિપ્રાયો એક જ વસ્તુ કે વિચાર બાબતના છે, છતાં તદન ભિન્ન ભિન્ન પ્રકારના છે, કેમ કે બન્નેમાંથી કોઈ એક વસ્તુના સમગ્ર ગુણધર્મોને લક્ષમાં લઈને પોતાનો અભિપ્રાય બાંધ્યો નથી. આવી પરિસ્થિતિમાં બન્ને વચ્ચે તે વસ્તુ બાબતના નિર્ણયમાં ફેરફાર હોય તે સંપૂર્ણ રીતે સંભવિત છે. પરંતુ બન્ને જો આંતર નિરિક્ષણ કરી જુવે કે વસ્તુના કયા કયા ગુણધર્મો જોઈને તેણે અભિપ્રાય બાંધ્યો છે તો બંન્ને વચ્ચેના વિચાર ઘર્ષણને અવકાશ રહેશે નહિ. આ અંગે અનેકાન્તનો સિદ્ધાંત કહે છે કે વસ્તુના તમામ ગુણધર્મોનો અભ્યાસ જ્યાં સુધી ન હોય ત્યાં સુધી બીજી વ્યક્તિઓનો અભિપ્રાય તદન ખોટો છે કે સાચો છે તેમ કહી શકાય નહીં. બન્ને અભિપ્રાયો પોતપોતાના અભ્યાસની અપેક્ષાએ સાચા છે જો કે સમગ્રતાની અપેક્ષાએ સંપૂર્ણ સાચા નથી. ઉદાહરણાર્થ -દહીંના અનેક ગુણો છે પરંતુ શરદી થએલ વ્યક્તિને તેના અમુક પ્રકારના ગુણધર્મો નુકશાન કરે અને બીજી વ્યક્તિને તેના તેજ ગુણધર્મો ફાયદાકારક નીવડે. જો બન્ને વચ્ચે વિવાદ થાય કે દહીં ખાવું સારું કે નહીં તો તે વિવાદનો અંત અનેકાન્તની દષ્ટિએ એ રીતે લાવી શકાય કે બન્ને વ્યક્તિઓની શારિરીક તંદુરસ્તીની અપેક્ષાએ બન્ને સાચા છે. કાલાંતરે એક જ વસ્તુના ગુણધર્મોમાં ફેરફાર થયા કરે છે. દા.ત. કેરી કાચી હોય ત્યારે ખાટી હોય છે પણ પાક્યા બાદ મીઠી થાય છે તેજ રીતે દરેક વસ્તુનું છે અને માનવ જીવનનું પણ તેમજ છે. બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થામાં એકની એક વ્યક્તિના વિચારો તથા સ્વભાવમાં ભિન્નતા આવે છે તે હકીકત બીન તકરારી છે. ત્યારે તે વ્યક્તિનો પરિચય કોઈ બીજી વ્યક્તિને બાલ્યાવસ્થામાં થયો હોય તો કે કાચી તેમજ અપકવ બુધ્ધિનો જણાય. બીજી વ્યક્તિને તેજ વ્યક્તિનો અનુભવ યુવાવસ્થામાં થયો હોય તો તે ઉગ્ર સ્વભાવનો અને ઉતાવળીઓ માલુમ પડે. ત્રીજી વ્યક્તિને વૃધ્ધાવસ્થામાં તેનો પરિચય થયો હોય તો તે ચિંતનશીલ અને ઠરેલ સ્વભાવનો માલુમ પડે. આ રીતે એક જ વ્યક્તિ માટેના ત્રણ જુદા જુદા અભિપ્રાયો થયા. પરંતુ તે ત્રણે અભિપ્રાયો મૂળ વ્યક્તિની ઉંમર તથા અનુભવની અપેક્ષાઓ છે તેથી તેમાં કોઈ (અનેકાન્ત દષ્ટિક 2010_04 Page #21 -------------------------------------------------------------------------- ________________ વિરોધાભાસ આવતો હશે તો તેનો ખુલાસો અનેકાન્તની દ્રષ્ટિએ સહેલાઈથી મળી જશે. આપણા દરેકના અનુભવની વાત છે કે આપણી માનસિક સ્થિતિ સારી હોય ત્યારે કુદરતનું સૌન્દર્ય કે પ્રભાતના પક્ષીઓનો કલરાવ મીઠા લાગે પરંતુ તેજ સૌન્દર્ય કે કલરવ આપણી માનસિક કે શારીરિક અસ્વસ્થતામાં કોઈ આનંદ આપી શકતા નથી. આ રીતે જીવનની તમામ ઘટનાઓનું મૂલ્યાંકન સાપેક્ષ જ હોય છે. આ પ્રકારની સાપેક્ષતા અનેકાન્તનું રહસ્ય છે અને તે સારાએ જીવનમાં વ્યાપ્ત છે અને તેથી જ ઉપર જણાવ્યું તેમ આચાર્ય સિધ્ધસેન દિવાકરજીએ કહ્યું તેમ સમસ્ત સંસારનો વ્યવહાર તેના વિના અસંભવ છે. વસ્તુની ત્રણ અવસ્થા ઉપર કહ્યું કે વસ્તુ તત્ત્વ “અનંત ધર્માત્મક” છે. તો પ્રશ્ન એ છે કે તેમ શા માટે છે? તેનો જવાબ એ છે કે આ સૃષ્ટિની તમામ વસ્તુઓ ત્રણ અવસ્થામાંથી પસાર થાય છે. આચાર્ય ઉમાસ્વાતિ “તત્વાર્થ સૂત્ર”માં વસ્તુનું અનેકાંતિક સ્વરૂપ સ્પષ્ટ કરતાં કહે છે કે “ઉત્પાદુ થય ગ્યાત્મન્ સત્ ” એટલે કે દરેક વસ્તુની ત્રણ અવસ્થા હોય છે. એક ઉત્પન્ન થવાની, બીજી વ્યય થવાની અને ત્રીજી તેના કાયમી (પ્રૌવ્ય) સ્વરૂપની. તેનું જે કાયમી સ્વરૂપ છે તેજ તેના બાહ્ય સ્વરૂપના વ્યય બાદ બીજા સ્વરૂપે તેને ઉત્પન્ન કરે છે. આ ત્રણે અવસ્થાઓ વસ્તુના ગુણધર્મોમાં વૈવિધ્ય પેદા કરે છે અને તે વૈવિધ્યના કારણે જ દરેક વસ્તુ “અનંત ધર્માત્મક” ગણાય છે. વસ્તુનું જે ધ્રૌવ્ય સ્વરૂપ છે તેને સીધી રીતે ઓળખવું મુશ્કેલ છે. પરંતુ દરેક વસ્તુ તેના ગુણધર્મોથી ઓળખી શકાય છે, કારણ કે ગુણધર્મો ઈન્દ્રયજન્ય હોવાથી જાણી કે અનુભવી શકાય છે અને વસ્તુની પ્રોવ્ય અવસ્થાથી તેઓ સ્વતંત્ર નથી હોતા, તે વસ્તુમાંથી જ ઉત્પન્ન થયા હોય છે. આ કારણસર દરેક વ્યક્તિના કાર્ય ઉપરથી તે વ્યક્તિના પ્રોવ્ય સ્વરૂપની ઓળખાણ મેળવી શકાય છે. આથી ન્યાય વિતરણની વ્યવસ્થામાં જ્યારે જ્યારે કોઈપણ વ્યક્તિના ઈરાદાના સંશોધનની જરૂર જણાય ત્યારે તેના પ્રસંગોચિત વ્યવહાર ઉપરથી જ તેના ઈરાદાનું અનુમાન થઈ શકે છે. ત્યારબાદ તે ઈરાદો અમુક પરિસ્થિતિની અપેક્ષાએ હોઈ શકે કે કેમ તેનો પણ નિર્ણય લેવાનો રહે છે અને છેવટે જ્યારે એમ જણાય કે અમુક સંજોગોની અપેક્ષાએ અમુક પ્રકારનો ઈરાદો શક્ય છે ત્યારે આખરી નિર્ણય લઈ શકાય. આ રીતે જાણતા કે અજાણતા ન્યાયતંત્ર અનેકાન્તના સિધ્ધાંતોનું જ પાલન કરે છે. અનેકાન્ત દૃષ્ટિ ૧૮E 2010_04 Page #22 -------------------------------------------------------------------------- ________________ ચિંતન પ્રક્રિયાના બે તત્ત્વો અનેકાન્તની તાત્વિક ભૂમિકા સમજવા માટે પ્રથમ આપણે એ સમજવું જોઈએ કે માણસ જયારે એક વસ્તુ કે વિચારનો નિર્ણય બાંધે છે ત્યારે તેના ચિતનમાં મુખ્યત્વે બે તત્ત્વો ભાગ ભજવે છે તે આ પ્રમાણે હોય છે. (૧) જે વસ્તુ કે વિચાર બાબત આપણે નિર્ણય લેવાનો હોય તે વસ્તુ કે વિચારના ગુણધર્મો શું શું છે? અને (ર) તે વસ્તુ કે વિચાર બાબત જે વ્યક્તિ નિર્ણય લે છે તેના અભ્યાસ અને અનુભવની મર્યાદા. આપણા જીવનના તમામ પ્રશ્નો બાબત જે તે સમયે આપણે કોઈ ચોક્કસ નિર્ણય ઉપર આવ્યા હોઈએ તેનું અન્વેષણ અને વિશ્લેષણ કરશો તો તમને એમ જરૂર જણાશે કે આપણા નિર્ણય માટે ઉપરના બે તત્ત્વો જ મુખ્યત્વે જવાબદાર હતા. જો તેમ હોય તો હવે આપણે વિચારીએ કે જે આ બે તત્ત્વોએ નિર્ણય લેવામાં મુખ્ય ભાગ ભજવ્યો તે તત્ત્વો પોતે (સ્વત:) પરિપૂર્ણ હતા? જો તે બન્ને તત્ત્વો પરિપૂર્ણ હોય એટલે કે સંપૂર્ણ રીતે ક્ષતિઓથી મુક્ત હોય તો આપણે નિર્ણય સાચો હતો તેમ કહી શકાય. પરંતુ જો આ બંને તત્ત્વો પોતે જ ક્ષતિગ્રસ્ત અગર અપૂર્ણ હોય તો તેટલે અંશે આપણે નિર્ણય પણ ક્ષતિગ્રસ્ત હોય તે સ્વાભાવિક છે. આથી હવે વિચારવાનું એ રહે છે કે ઉપર જણાવેલ બે તત્ત્વો મનુષ્યમાં સામાન્યતઃ સ્વતરૂપે પરિપૂર્ણ હોઈ શકે ? આ પ્રશ્નનો જવાબ નકારમાં મળશે કારણ પ્રથમ તો એ કે કોઈ પણ વસ્તુ કે વિચારના ગુણધર્મો અનંત છે. જેમાંના તમામ આપણને દષ્ટિગોચર થતાં નથી. વિજ્ઞાને પદાર્થના ગુણધર્મોની શોધ જેમ જેમ આગળ વધારી તેમ તેમ જણાતું ગયું કે પદાર્થના ઘણા અગત્યના ગુણધર્મોથી માનવ અજ્ઞાન હતો. ગુરૂત્વાકર્ષણનો નિયમ તો સૃષ્ટિઉત્પન્ન થઈ ત્યારથી જ અસ્તિત્ત્વમાં હતો. પરંતુ ન્યુટને તેની શોધ કરી તે પહેલાં તે બાબતની જાણ વિજ્ઞાનીઓને હતી નહીં અને તેને પરિણામે પદાર્થવિજ્ઞાનના ક્ષેત્રે ઘણા નિર્ણયો ક્ષતિગ્રસ્ત માલુમ પડ્યા. ત્યારબાદ ન્યુટનની શોધને પરિણામે એવી માન્યતા બંધાઈ કે પદાર્થો હરેક પરિસ્થિતિમાં અમુક ચોક્કસ રીતે જ વર્તન કરે છે. પરંતુ આધુનિક પદાર્થ વિજ્ઞાનના પ્રણેતા આલ્બર્ટ આઈન્સ્ટાઈને શોધ્યું કે દરેક પદાર્થના ગુણધમો અમુક ચોક્કસ પરિધિમાં જ વર્તતા હોય છે તેવું નથી કારણ કે તેનું વર્તન બીજા ઘણા બાહ્ય પરિબળોને આધિન હોય છે એટલે વિવિધ પ્રકારની અપેક્ષાએ તે વર્તન અમુક સ્વરૂપ ગ્રહણ કરે છે. આ શોધને અંગ્રેજીમાં Theory of Relativity સાપેક્ષતાનો સિધ્ધાંત કહે છે. આ સિદ્ધાંતને પરિણામે પાછુ વસ્તુના ગુણધર્મો નક્કી (અનેકાન્ત દષ્ટિક 2010_04 Page #23 -------------------------------------------------------------------------- ________________ કરવાની પધ્ધતિમાં ફેરફાર થયો. પરંતુ તે બાદ પણ જેમ જેમ વિજ્ઞાનની આગેકુચ થતી ગઈ તેમ ગુણધર્મો નક્કી કરવાની વિચાર પધ્ધતિ પણ ફરતી ગઈ, જે બાબતની ચર્ચા નિર્ણય લેનાર વ્યક્તિના અભ્યાસ અને અનુભવ બાબતના બીજા તત્વ અંગે આપણે વિચાર કરીશું ત્યારે થશે. આથી એક વાત સ્પષ્ટ થઈ કે મનુષ્ય માત્રના દરેક પ્રાસંગિક નિર્ણયમાં જે બે તત્ત્વો ઉપર જણાવ્યા મુજબના કામ કરે છે તેમાંનું પ્રથમ તત્ત્વ વસ્તુના ગુણધર્મો બાબતનું છે તે તત્ત્વ સ્વતઃ પરિપૂર્ણ નથી હોતું અને તેથી તે જેટલે અંશે અપૂર્ણ હોય તેટલે અંશે આપણે નિર્ણય પણ અપૂર્ણ રહે. હવે નિર્ણય માટેના જવાબદાર બીજા તત્ત્વને લઈએ. ઉપર જણાવ્યું તેમ આ બીજું તત્ત્વ એ છે કે જે વ્યક્તિ નિર્ણય લે છે તે તેના પોતાના અભ્યાસ અને અનુભવની અપેક્ષાએ લે છે. દરેક વ્યક્તિનો અભ્યાસ તથા અનુભવ ભિન્ન ભિન્ન પ્રકારનો હોય છે એટલે પરિણામે દરેક વ્યક્તિનો નિર્ણય પણ ભિન્ન ભિન્ન હોય તે સ્વાભાવિક છે. આ બીજા તત્ત્વ બાબતમાં જે મુખ્ય પ્રશ્ન વિચારવાનો રહે છે તે એ છે કે કોઈપણ વ્યક્તિ એવો દાવો નહીં કરી શકે કે તેનો અંગત અભ્યાસ કે અનુભવ સંપૂર્ણ છે. આવો સંપૂર્ણતાનો દાવો તો મિથ્યાભિમાની વ્યક્તિ જ કરી શકે. સંસારની મિથ્યાભિમાની વ્યક્તિઓની માનસ પ્રક્રિયા Normal (સ્વાભાવિક) નથી તેમ માનીને તેવા કિસ્સાઓ બાજુએ રાખીને આપણે આગળ વધીએ તો જણાશે કે આ સંસારની હેરક વ્યક્તિનું માનસ ઘડતર વિવિધ પ્રકારના સંયોગોથી થાય છે. તે વ્યક્તિના જન્મજાત સંસ્કારો, જે વાતાવરણ કે સમાજમાં તેનો જન્મ તથા ઉછેર થએલ હોય છે, તેની અભ્યાસ કક્ષા, સમાચાર માધ્યમોનો પ્રકાર, તેની બૌધ્ધિક ગ્રહણ શક્તિ વગેરે અનેક વસ્તુઓ દરેક માણસના વ્યક્તિત્ત્વને ઘડે છે અને તે વ્યક્તિના માનસ અભિગમ પણ તે મુજબનો જ રહે છે. આથી નિર્ણય લેનાર વ્યક્તિનો અંગત માનસ - અભિગમનો પ્રભાવ તે નિર્ણય ઉપર અત્યંત અસરકારક હોય છે. પરિણામ એ આવે કે એક જ વસ્તુ કે વિચાર બાબત વ્યક્તિ વ્યક્તિના નિર્ણયો વિવિધ પ્રકારના હોઈ શકે. પરંતુ તેમાંના તમામ નિર્ણય વ્યક્તિગત અપેક્ષાએ હોઈ કોઈપણ સંપૂર્ણ ન હોય. . આઈન્સ્ટાઈનની સાપેક્ષતાના સિધ્ધાંતની શોધ બાદ હાઈસનબર્ગ અને વિદ્વાનોએ કવાટમ મીકેનીઝમની શોધ કરીને કહ્યું કે વસ્તુ કે વિચારનું ખરૂં સ્વરૂપ શું છે તેનો નિર્ણય ચોક્કસ રીતે થઈ શકે તેમ નથી કારણ કે જે વિચાર કે વસ્તુ નિર્ણયાધિન અનેકાન્ત દષ્ટિ) 2010_04 Page #24 -------------------------------------------------------------------------- ________________ છે તે વિચાર અને વસ્તુ નિર્ણય કરનાર વ્યક્તિના વ્યક્તિત્વથી પ્રભાવિત થાય છે. આથી કોઈ પણ નિર્ણય સંપૂર્ણ રીતે વાસ્તવદર્શી (વૈષયિક) Objective રહી શકતો નથી. તેમાં વૈયક્તિક (subjective) પ્રભાવ પણ પડતો હોય છે અને આ વૈયક્તિક પ્રભાવ વ્યક્તિ વ્યક્તિ દીઠ જુદો હોય છે તેથી તેટલે અંશે વસ્તુ કે વિચારનું અસલ સ્વરૂપ શું છે તે નક્કી કરવામાં કઠીનાઈ ઉત્પન્ન થાય છે. આ પરિસ્થિતિને પ્રિન્સીપલ ઓફ અનસર્ટનીટી (અચોક્કસતાનો સિધ્ધાંત) કહે છે. કહેવાનો મતલબ એ છે કે આપણે જે જે નિર્ણયો લઈએ છીએ તેના ઉપર જણાવેલ બે મુખ્ય તત્ત્વો છે તે બન્ને પરિપૂર્ણ હોતા નથી અને તેમ હોવાથી જે જે અપેક્ષાએ તે નિર્ણયો લેવાયા હોય તે તે અપેક્ષાએ તેનું આંશિક સત્યસ્વીકારીને આગળ ચાલીએ અને તેવા બધા આંશિક સત્યોનો સુમેળ સાધીએ તો આપણી દૃષ્ટિ અને કાન્તિક બની શકે. જૈન દાર્શનિકોએ આ વાત એક તદન સાદા અને ઘણા જાણીતા ઉદાહરણથી સમજાવી છે. તેમણે કહ્યું કે ચાર-પાંચ અંધ વ્યક્તિઓને કહેવામાં આવ્યું કે તમો હાથી પાસે જાઓ અને તે કેવો છે તેનું વર્ણન કરો. આથી આ અંધજનોએ આ આદેશનો અમલ કર્યો અને દરેકે હાથીનું વર્ણન જુદી જુદી તેમના સ્પર્ધાનુભવ મુજબ આપ્યું. કોઈ કહે સર્પ જેવો છે, તો કોઈ કહે દોરડા જેવો છે. કોઈ કહે ભીંત જેવો છે તો કોઈ કહે થાંભલા જેવો છે. આ રીતે જેણે હાથીના જે અંગને સ્પર્ષ કર્યો તે અંગેનું સ્પર્ષજ્ઞાન મેળવી પોતાનો નિર્ણય જાહેર કર્યો. તેમાંનો કોઈપણ નિર્ણય સંપૂર્ણતયા ખોટો હતો તેમ કહેવાશે? આ અંધજનોની જ્ઞાન પ્રાપ્ત કરવાની જે મર્યાદા હતી તે ધ્યાનમાં રાખીએ તો તેઓ જુઠું બોલી રહ્યા છે તેવું વિધાન તો આપણે નહીં જ કરીએ કેમ કે તેઓ દષ્ટિહીન માણસો હતા અને હાથીનું પૂર્ણ સ્વરૂપ જોઈ શકતા નહોતા. આથી સ્પષેન્દ્રિયથી જે જ્ઞાન મળ્યું તે આખરી છે તેમ માનીને તેઓએ પોતાનો અભિપ્રાય આપ્યો જે અભિપ્રાય ફક્ત અંશતઃ જ સાચો હતો. તે બધા અંશતઃ અભિપ્રાયના સત્યાસોને જો જોડી શકીએ તો કદાચ હાથીના સ્વરૂપનો કાંઈ ખ્યાલ આવે છતાં આ ખ્યાલ પણ સર્વાંશે સાચો નહીં હોય. આજ દશા આપણા તત્ત્વદર્શનની તેમજ રોજીંદા સામાજિક વ્યવહારની છે. જે કોઈ વ્યક્તિ સત્યનું (આત્મ સ્વરૂપનું) દર્શન સંપૂર્ણ રીતે કરી શકે છે તેનું જ્ઞાન અગાધ છે અને તેને જૈન વિચારકો “કેવળી”ની સંજ્ઞા આપે છે. તેઓ આત્મસ્વરૂપના હાથીને સમગ્રતાથી જોઈ શકે છે. આપણી સામાન્ય માનવીઓની જ્ઞાનદષ્ટિઅતિ સિમિત (અનેકાન્ત દૃષ્ટિE 2010_04 Page #25 -------------------------------------------------------------------------- ________________ હોય છે તેથી આપણી સ્થિતિ પેલા અંધજનો જેવી છે અને તેથી તત્ત્વ વિશેના કે સાંસારિક વ્યવહારો વિશે આપણું જ્ઞાન તથા અનુભવો સિમિત હોય છે અને તેથી આપણા નિર્ણયો પણ તેટલે જ અંશે સિમિત રહેવાના. એક વખત આ વાત સમજાય જાય તો વિચાર સંઘર્ષમાંથી ઉત્પન્ન થતો વિવાદ કેટલો અસ્થાને છે તે સમજાય જશે અને આવી સમજ આવશે તો અનેકાન્તનો આશ્રય લઈ દરેક સત્યાંશોનું અન્વેષણ કરી એક સમન્વય સાધવાનો પ્રયાસ કરવા આપણે પ્રેરાશું, અને કલહનો અંત આવશે. આ રીતે વૈચારિક ભૂમિકા એજભ. મહાવીરનો અહિંસાનો સિદ્ધાંત પ્રતિષ્ઠિત થશે. અભિવ્યક્તિની અપૂર્ણતા ઉપર જોયું તો ચિંતન પ્રક્રિયાના બન્ને તત્ત્વો સ્વત: પરિપૂર્ણ હોઈ શકતા નથી. પરંતુ આ બન્ને અપૂર્ણ તત્ત્વોના પરિણામે જે ચિંતન થયું તેની અભિવ્યક્તિ પણ ઘણી અપૂર્ણ રહે છે. જેને સત્યનું દર્શન પૂર્ણ સ્વરૂપે થયું હોય - જેને કૈવલ્ય પ્રાપ્ત થયું હોય - તેવી વ્યક્તિને પણ પોતાને જે પ્રાપ્ત થયું છે તે ભાષામાં અભિવ્યક્ત કરવાની મુશ્કેલી છે અને તેથી જ ઉપનિષદ્રના ઋષિ મુનિઓએ પોતાને લાધેલા સત્ય દર્શનને “નેતિ નેતિ” કહીને નકારાત્મક ભાષામાં વર્ણવ્યું. તૈત્તરીય ઉપનિષદે તો આખરી સત્યનું વર્ણન આપતાં કહ્યું “યતો વાવો નિવર્તિતે પ્રાણ મન સદા” અર્થાત “જયાં વાણી પહોંચી શકતી નથી અને જે મન દ્વારા પણ પ્રાપ્ત થતું નથી.” આથી જ ભારતિય તત્ત્વજ્ઞાનને “તત્ત્વદર્શન” કહ્યું છે, એટલે કે જે જોઈ શકાય છે – અનુભવી શકાય છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ તેમના “અપૂર્વ અવસર” કાવ્યમાં યથાર્થ કહ્યું કે :જે પદ શ્રી સર્વશે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહિ પણ તે શ્રી ભગવાન જો, તેહ સ્વરૂપને અન્યવાણીને શું કહે ? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાનજો . (૨૦) અર્થાત્ સર્વજ્ઞ ભગવાન પણ જે પદને ફક્ત અનુભવી જ શકે છે, કહી શકતા નથી તેવા અકથ્ય સ્વરૂપને બીજાની વાણીતો કેવી રીતે કહી શકે તે તો ફક્ત અનુભવ ગોચર જ છે. વાણી માત્રની મર્યાદા તેની મારફત થતી અભિવ્યક્તિની પણ મર્યાદા બની રહે છે તેથી ચિંતન તત્ત્વની મર્યાદાઓમાં આ અભિવ્યક્તિની મર્યાદા ઉમેરાય છે. =અનેકાન્ત દૃષ્ટિ (૨૨E 2010_04 Page #26 -------------------------------------------------------------------------- ________________ અનેકાન્તનું તાર્કિક સ્વરૂપ હવે ટુંકમાં જોઈએ કે અનેકાન્તની તાત્ત્વિક દષ્ટિને જૈન તત્ત્વજ્ઞોએ તાર્કિક સ્વરૂપ કેવી રીતે આપ્યું. આ બાબતની ટુંકી ચર્ચા અનેકાન્તનું વ્યવહારિક સ્વરૂપ સમજવામાં અતિ ઉપયોગી છે તેથી તેના શાસ્ત્રિય ઉંડાણમાં નહિ જતાં ફક્ત સામાન્ય સ્વરૂપના અમુક પાયાના સિદ્ધાંતોનો જ અહિ ઉલ્લેખ કરીશું. આ પાયાના સિધ્ધાંતોની સમજ ન્યાયતંત્રને માટે ઘણી ઉપયોગી છે. કારણ કે ન્યાય વિતરણની સારી વ્યવસ્થા અજાણપણે પણ આજ સિધ્ધાંતોનો પ્રત્યક્ષ અગર પરોક્ષ રીતે ઉપયોગ કરે છે. અનેકાન્તને તાર્કિક સ્વરૂપ આપવાના બે પાયા છે તે “નયવાદ” અને “સ્યાદ્વાદ” છે. તેમાંના પ્રથમ નયવાદની ચર્ચા કરીએ. નયવાદ નય” એટલે “દૃષ્ટિકોણ જેને અંગ્રેજીમાં “Stand Point” અગર “Aspect” કહે છે. આપણે આ અગાઉ જોયું કે દરેક વસ્તુ કે વિચારને જુદા જુદા દષ્ટિકોણથી જોઈ શકાય. આપણે એ પણ જોયું કે જ્યારે ઘણાં દૃષ્ટિકોણોમાંથી માણસ અમુક દષ્ટિકોણથી જ પ્રભાવિત થઈને પોતાનો નિર્ણય બાંધે છે ત્યારે ભૂલ થવા સંભવ રહે છે અને તેજ રીતે બંધાએલા વિરોધી નીર્ણય સાથે ઘર્ષણ ઉભુ થાય છે. એ ઘર્ષણ ટાળવું હોય તો નયવાદનો સિદ્ધાંત સમજીને વિરોધી મત દર્શન કઈ અપેક્ષાએ થયું છે તે જાણવાની જરૂર રહે છે. આ બાબતમાં આપણા વિશ્વવિખ્યાત તત્વજ્ઞ ડૉ. રાધાક્રિષ્નન કહે છે - “The doctrine of Naya or Stand point is a peculiar feature of Jain Logic. A Naya is a standpoint from which we make a statement about a thing. - What is true from one standpoint may not be true from another. Particular aspeets are never adequate to the whole reality. The relative solutions are abstractions under which reality may be regarded, but do not give us full and sufficient account of it. Jainism makes basic and fundamental principle that truth is relative to our standpoint.” અર્થાત : “નય” અથવા “દષ્ટિકોણ” બાબતનો સિદ્ધાંત તે જૈન તર્કશાસ્ત્રનું એક આગવું પ્રદાન છે. નય એટલે અમુક દૃષ્ટિકોણ કે જે મારફત આપણે વસ્તુનું દર્શન કરીએ છીએ. એક દૃષ્ટિકોણથી જે વાત સાચી લાગે છે તે બીજા દષ્ટિકોણથી તેવી સાચી નથી લાગતી. કોઈ ચોક્કસ દૃષ્ટિકોણથી જોવાથી વસ્તુની સમગ્રતાનો ખ્યાલ આવી શકતો નથી. સાપેક્ષ નિર્ણયો વાસ્તવિકતાને પહોંચવાનો પ્રયત્ન કરે છે. પરંતુ તેનો સંપૂર્ણ (અનેકાન્ત દષ્ટિક 2010_04 Page #27 -------------------------------------------------------------------------- ________________ ખ્યાલ આપી શકતા નથી. આથી જૈન દર્શનનો પાયાનો મૂળભૂત સિદ્ધાંત છે કે સત્યનું દર્શન તો આપણા અંગત દૃષ્ટિકોણની અપેક્ષાએ જ થાય છે અને તે રીતે ‘‘સાપેક્ષ’ છે (૧) આથી જે ફલિત થાય છે તે એ છે કે જે વસ્તુનું પ્રતિપાદન શકય હોય તેટલા વિશેષ દૃષ્ટિકોણોથી થયું તે અનેકાન્ત છે. બાકીના એકાન્ત છે અને જેટલે અંશે તે એકાન્ત છે તેટલે અંશે તે અધુરા છે. તે દા.ત. આદિ શંકરાચાર્યજી જેવા વિદ્વાનો એમ કહે છે કે આ સમસ્ત વિશ્વમાં જે કાંઈ સચરાચર વસ્તુ છે તે તમામ બ્રહ્મમય છે અને તેમાં જે કાંઈ ભિન્નતા દેખાય છે તે ફક્ત માયા છે અને અવાસ્તવિક છે. એટલે કે બ્રા સત્ય જ્ઞાત્ મિથ્યા । તેમના કહેવા મુજબ માટીમાંથી અનેક આકારના વાસણ બને છે. પરંતુ તેમાં જે માટી તત્વ છે તે કાયમનું છે અને આકાર જે દખોય છે તે ક્ષણિક છે તેથી અવાસ્તવિક છે અને માયારૂપ છે. આથી વિરૂધ્ધ બૌધ્ધો એમ માને છે કે વિશ્વની તમામ વસ્તુઓ સદંતર રૂપાંતરને પામે છે અને તેની રૂપાંતરતા એટલી ઝડપથી થતી હોય છે કે તે નજરે ચડતી નથી અને એકરૂપતાનો ભ્રમ ઉત્પન્ન કરે છે. તેના સમર્થનમાં નદીના પ્રવાહનો તથા દીપ શિખાનો દાખલો આપી કહે છે કે તે બંન્ને એકરૂપે જ વહન કરતા હોય છે તેવો આભાસ થાય છે. જ્યારે હકીકતે નદીના પ્રવાહ અનેક બિન્દુઓનો બનેલ હોવાથી તમો જ્યારે તેનો સ્પર્ષ કરો છો ત્યારે પ્રથમ સ્પર્ષ કરેલ જલબિન્દુ તો દૂર ચાલ્યું ગયું હોય છે અને બીજા અનેક બિન્દુઓનો સ્પર્ષ થતો હોય છે. તેજ રીતે દીપશિખામાં બળતા તૈલ બિન્દુઓનું છે. આથી બૌધ્ધોની માન્યતા મુજબ આત્મા સહીત વિશ્વની તમામ વસ્તુઓ સતત પરિવર્તનશીલ જ છે. કોઈપણ સ્થાયી કે શાશ્વત નથી. અનેકાન્તલક્ષી જૈન મત પ્રમાણે આ બન્ને મતો એકાન્તિક છે. કારણ કે બ્રહ્મલક્ષી મત વસ્તુની શાશ્વતતાના લક્ષણને જ ધ્યાનમાં લઈ તેના રૂપાંતરની ઉપેક્ષા કરે છે. જ્યારે બૌધ્ધમત રૂપાંતરતાને જ ધ્યાનમાં લઈ શાશ્વતતાની ઉપેક્ષા કરે છે. માટીની બનાવટથી જ જુદા જુદા રૂપધારી વાસણો બને છે તે સત્ય છે પરંતુ વાસણનું વર્તમાનરૂપ વાસ્તવિક નથી અને ફક્ત માયારૂપ છે તેમ માનવું યોગ્ય નથી. માટીનો ઘડો પાણી ભરવાના ઉપયોગમાં લેવાય, પરંતુ રસોઈ કરવામાં કે ભોજન લેવાના કામમાં ન લેવાય. આથી માટીના વાસણનો ચાલુ ઉપયોગ અત્યંત વાસ્તવિક બન્યો અને તેનું હાલ જે સ્વરૂપ છે તે ગમે તેટલું ક્ષણિક હોય તો પણ વાસ્તવિક છે એટલે (1) Indian Philosophy - Vol. 1 P. 298-299 અનેકાન્ત દૃષ્ટિ 2010_04 ૨૪ Page #28 -------------------------------------------------------------------------- ________________ તે “માયા” છે તેમ ન કહી શકાય. આ રીતે બ્રહ્મવાદીઓનો મત એકાન્તિક છે તેમાં ફક્ત આંશિક સત્ય છે. આજ રીતે પાણીના પ્રવાહના અગર દીપશિખાના જવલનમાં કોઈ એક સમયે એક બિન્દુ સ્થાયી રહેતું નથી. પરંતુ તેની જગ્યાએ બીજુ તેજ પ્રકારનું બિદું જરૂર આવે છે, પરંતુ તમામ બિન્દુઓનો અંતર્ગત સ્વભાવ તેમજ રસાયનિક ઘડતર કાયમ એક સરખા જ રહે છે. દા.ત. પાણી તેના દરેક બિન્દુમાં H o વાળા રાસાયણિક દ્રવ્યો એક સરખા જ રહે છે અને તેજ રીતે જીવાત્મા જુદા જુદા બાહ્યરૂપ ધારણ કરે છતાં તેનો અંતર્ગત સ્વભાવ અને હસ્તી તેના તેજ રહે છે. આથી બૌદ્ધ-મત પણ આંશિક સત્ય ધરાવે છે અને તેથી એકાન્તિક છે. જૈન તત્વજ્ઞો આ બન્ને મતોનો સમન્વય કરીને કહેશે કે આત્મા (જીવ) મુળ દ્રવ્યની દષ્ટિએ શાશ્વત છે. પરંતુ પર્યાય (બદલતી પરિસ્થિતિ) ની દૃષ્ટિએ અશાશ્વત છે. આ દષ્ટિ અનેકાન્તની છે એટલે કે જુદા જુદા દૃષ્ટિકોણથી જોઈને બન્ને પ્રકારના દષ્ટિકોણથી આત્માની ઓળખ બાબત નિર્ણય કર્યો. આ પ્રકારની તર્કદષ્ટિ જીવનના તમામ પ્રસંગોમાં ઉપયોગી થાય છે. જે ન્યાય-વિતરણની પ્રક્રિયામાં તો ખાસ ઉપયોગી છે. અગાઉ મનુષ્ય વધના દાખલામાં જોયું તેમ “સ્વ બચાવ” ની દષ્ટિએ જોઈએ તો તહોમતદાર ખૂનના આરોપમાંથી છુટકારો મેળવવાને પાત્ર ઠરે છે. બીજી દષ્ટિએ તાત્કાલિક ઉશ્કેરાટના કારણે હલકા પ્રકારનો ગુનો સાબીત થાય છે. જ્યારે કોઈપણ કારણ વિના અપરાધ કર્યો હોય તો ખૂન કરવા માટે ક. ૩૦૨ નીચે જન્મટીપ અગર ફાંસીને પાત્ર ઠરે છે. કેસ ચાલતા દરમ્યાન પુરાવાની તુલના કરવામાં પણ અમુક પુરાવો અમુક અપેક્ષાથી જોવાય તો તહોમતદાર સજાને પાત્ર અને બીજા પ્રકારની અમુક અપેક્ષા દૃષ્ટિથી જોવાય તો નિર્દેશ સાબીત થાય. ઉપરના વિશ્લેષણનો આધાર નયવાદના સિધ્ધાંતો છે. તેથી આ જ્યવાદની સમીક્ષા વિદ્વાનોએ અતિ બારીકાઈથી કરી છે. તેમણે નયવાદના બે પ્રકારો કહ્યાં છે. (૧) દ્રવ્યાર્થિક નય, (૨) પર્યાયાર્થિક નય. વસ્તુના મુળ એટલે કે અસલ સ્વરૂપને દ્રવ્ય કહે છે. એટલે તે અસલ સ્વરૂપને જ લક્ષમાં રાખીને જે નિર્ણય લેવાયો હોય તે દ્રવ્યાર્થિક કહેવાય. પરંતુ દ્રવ્યનું બાહ્ય રૂપાંતર થાય તેને પર્યાય કહે છે અને તે રૂપાંતરને લક્ષમાં રાખીને જે નિર્ણય લેવાય તે પાર્યાયાર્થિક નય કહેવાય. વસ્તુની ખરી ઓળખ મેળવવી હોય તો આ બન્ને પ્રકારના નયોને લક્ષમાં (અનેકાન્ત દષ્ટિE 2010_04 Page #29 -------------------------------------------------------------------------- ________________ રાખવાથી થાય. આથી આચાર્ય સિધ્ધસેને કહ્યું અને ધર્માત્મવત્ વસ્તુ વિરઃ () એટલે કે વસ્તુને યોગ્ય રીતે સમજવા માટે તેના વિવિધ ધર્મોને લક્ષમાં લેવા જોઈએ. જૈન તત્ત્વજ્ઞોએ વિવિધ દૃષ્ટિબિન્દુઓને લક્ષમાં લઈને તેના મુખ્ય સાત પ્રકારો જણાવ્યા છે અને તે સાતેયના બીજા પેટા પ્રકારો પણ બતાવ્યા છે. આ તમામની ચર્ચા અહીં અસ્થાને છે. પરંતુ જે પ્રકારો જાણવા યોગ્ય છે તે નીચે મુજબ છે. આ પ્રકારો જાણવાથી અમુક વસ્તુ અગર વિચારનું ધ્યાન ક્યા દૃષ્ટિકોણથી કરવામાં આવે છે તેની સ્પષ્ટતા થશે અને તે દૃષ્ટિકોણ કઈ અપેક્ષાએ ધારણ થયો છે તે સમજવાનું સરળ પડશે. આ હેતુથી આપણે અહીં નયના ચાર પ્રકારને ટુંકમાં જોઈશું. “નય”ના પ્રકારો: (૧) નૈગમ નય :- “નૈગમ” નો શાબ્દિક અર્થ “પરિણામ થાય જેને અંગ્રેજીમાં end product કહેવાય. આપણે ઘણી વખત કોઈ કાર્યનું વર્ણનતે કાર્યના અંતિમ પરિણામને લક્ષમાં રાખીને કરતા હોઈએ છીએ જોકે તે પરિણામ ઉપર હજુ પહોંચ્યા ન હોઈએ. આચાર્ય ઉમાસ્વાતિના “તત્વાર્થ સૂત્ર”માં આનૈગમનયના પ્રકારની સમજ આપતાં જણાવ્યું છે કે કોઈ વ્યક્તિ રસોઈ કરવાના ઈરાદાથી પાણી, ચોખા અને અગ્નિ લઈ રસોઈની પૂર્વ તૈયારી કરતો હોય ત્યારે બીજો કોઈ તેને પુછે કે ભાઈ શું કરો છો? અને તે જવાબ આપે કે રસોઈ કરૂં છું. આ જવાબ વસ્તુતઃ બરાબર નથી કેમ કે તે તો હજુ રસોઈ માટેની પૂર્વ તૈયારી જ કરે છે. છતાં તે જુઠુ નથી બોલતો કારણ કે જે હેતુથી તે પ્રવૃત્તિ કરે છે તે હેતુને લક્ષમાં રાખીને તેણે પોતાની પ્રવૃત્તિની ઓળખાણ આપી છે. બીજા શબ્દોમાં કહીએ તો પરિણામને લક્ષમાં રાખી જવાબ આપ્યો છે. આવા પરિણામ લક્ષી વિધાનોને અંગ્રેજીમાં Teleological statement (હેતુલક્ષી વિધાન) કહે છે. કાર્ય હજુ ચાલુ હોય અને પુરૂ થયું ન હોય છતાં તેના છેવટના હેતુની અપેક્ષાએ કરેલા આવા વિધાનોને “નૈગમાભાસ”નો દોષ લાગે છે અને તેથી તેનું મુલ્યાંકન તે રીતે કરવું જોઈએ, કારણ કે આવા વિધાનને સ્વીકારીને હેતુની અગર પરિણામની પૂર્ણતાનું અનુમાન ન થઈ શકે. ન્યાયની વિતરણની પધ્ધતિમાં આવા નેગમાભાસવાળા કાર્યો “તૈયારી” (preparation)ની કક્ષામાં આવે. અમુક ગુનાઓ એવા છે કે જેની તેયારી પણ ગુનાહિત હોઈને સજાને પાત્ર થાય છે. (૧) ચાયવતાર પૂ. ર૧ Yઅનેકાન્ત દષ્ટિ) 2010_04 Page #30 -------------------------------------------------------------------------- ________________ (૨) નયનો બીજો પ્રકાર “સંગ્રહનય”નો છે. કોઈ વસ્તુ કે કાર્યના સર્વ સામાન્ય કક્ષાના તત્ત્વો ધ્યાનમાં લેવાય પરંતુ તે કાર્ય કેવી રીતે અમલમાં આવ્યું તેની ખસુસ વિગતો ધ્યાનમાં ન લેવાય ત્યારે તે “સંગ્રહનય”નો પ્રકાર બને છે. તત્વજ્ઞાનના ક્ષેત્રે જૈનો સ્રટ્ઠા સત્ય જ્ઞાત્ મિથ્યા । ના સૂત્રને આ કક્ષામાં મુકે છે. આમ શા માટે તેની ચર્ચા આપણે કરી ગયા. ન્યાય વિતરણના કામમાં એક વ્યક્તિએ બીજી વ્યક્તિનું કુહાડી મારી મોત નીપજાવ્યું તેટલી હકીકત સાબીત થાય. પરંતુ કુહાડી શરીરના કયા ભાગમાં મારી અને તે ભાગમાં મારવાથી મોત નિપજે કે કેમ ? તે જાતના પ્રશ્નો અગત્યના છે કારણ કે તે પ્રશ્નોના જવાબ ઉપર કોર્ટના છેલ્લા નિર્ણયનો આધાર રહે છે. તેથી આવા સંગ્રહનયના પ્રકારના વિધાનો કે પુરાવાઓ છેલ્લો નિર્ણય કરવા માટે પુરતા નથી. તેથી આવા વિધાનોને “સંગ્રહાભાસ”નો દોષ હોય છે. (૩) નયનો ત્રીજો પ્રકાર “વ્યવહારનય”નો છે. જ્યારે આપણે વ્યવહારમાં દૃષ્ટિગોચર થતી વસ્તુઓ ઉપર જ ખ્યાલ કરીએ છીએ અને તેમના ઉદ્ભવસ્થાનની ઉપક્ષા કરીએ છીએ ત્યારે આપણું વિધાન કે કાર્ય ‘વ્યવહાર નય’ની કક્ષામાં આવે છે. તત્વજ્ઞાનના ક્ષેત્રે ચાર્વાક મતવાદીઓ આ કક્ષામાં આવે કેમ કે તેમનું તત્વજ્ઞાન યાવત્ નીવેત્ સુવું નીવેત્ ના સૂત્રમાં જ સમાય છે. ન્યાય વિતરણ દરમ્યાન જો ફક્ત એટલો જ પુરાવો મળે કે અમુક વ્યક્તિએ અમુક શસ્ત્ર દ્વારા કોઈ બીજી વ્યક્તિનું મોત નિપજાવ્યું. પરંતુ વિશેષ કોઈ એવો પુરાવો ન આવે કે તે વ્યક્તિએ આ પ્રકારનું કાર્ય કર્યું તેની પાછળ શું કારણ કે હેતુ હતો તો ફક્ત મોત થયું તેટલા જ પુરાવા ઉપરથી ઠરાવ આપવામાં આવે અને તેમ થાય તો ગંભીર અન્યાય થવા સંભવ છે અને તેવા અન્યાયના કારણભૂત “વ્યવહારાભાસ”નો દોષ ગણાય. (૪) નયનો ચોથો પ્રકાર “ઋજુસૂત્ર” નયનો છે. આ નયમાં અમુક સમયે જ વ્યવહારમાં જે વસ્તુ દૃષ્ટિ ગોચર થાય છે તે વસ્તુને જ લક્ષમાં લઈને નિર્ણય કરવામાં આવે છે. બૌધ્ધ તત્વજ્ઞો ચાલુ જીવન પધ્ધતિમાં ક્ષણે ક્ષણે બદલાતી જતી પરિસ્થિતિને જ ધ્યાનમાઙ્ગ લઈ પોતાના ક્ષણિક વાદનું સર્જન કરે છે અને આ તમામ પરિવર્તનશીલ પરિસ્થિતિઓ પાછળ ગતિ આપનાર ચૈતન્ય છે તેની ઉપેક્ષા કરે છે અને તેથી તેઓ આ ઋજુસૂત્ર નયનો દોષ વહોરે છે. અનેકાન્ત દૃષ્ટિ ૧૨૭ _2010_04 Page #31 -------------------------------------------------------------------------- ________________ ન્યાય વિતરણ પધ્ધતિમાં પણ અમુક ક્ષણે અમુક પ્રકારની બાહ્ય પ્રવૃત્તિ થઈ પરંતુ તે પ્રવૃત્તિ પાછળ શું હેતુ હતો તે ખ્યાલમાં ન આવે તો ન્યાય થઈ શકે નહીં. આ રીતે “નય”ના ચાર મુખ્ય પ્રકારો જોયા અને તત્ત્વજ્ઞાનના ક્ષેત્રે તેમજ ન્યાયના ક્ષેત્રે તેઓ કેવી રીતે ઉપયોગમાં આવે છે તે જોયું અને એ પણ જોયું કે ફક્ત અમુક નયની જ અપેક્ષાએ આખરી નિર્ણય ઉપર આવવાથી અન્યાય થવા સંભવ છે. આવું બનવા પામે નહીં તે માટે તત્વજ્ઞોએ જે રચના કરી તે “સ્યાદ્વાદ” તરીકે ઓળખાય અનેકાન્ત લક્ષી સ્યાદ્વાદ નયવાદની ચર્ચાથી એક વાત સિધ્ધ થઈ કે (૧) વિશ્વની તમામ વસ્તુઓ અનેક ધર્મા હોય છે અને તેથી અમુક વસ્તુ બાબત નિર્ણય કરવો હોય તો તેના અનેક ધર્મોમાંથી ફક્ત અમુક ધર્મોને જ પસંદ કરીને નિર્ણય કરીએ તો તે ભૂલ ભરેલ હોવાનો પુરો સંભવ છે. (૨) વિશેષમાં એ પણ જોયું કે વસ્તુની ઓળખ ચોકસાઈથી કરવી હોય તો તેને હકારાત્મક તેમજ નકારાત્મક તેમ બન્ને દૃષ્ટિકોણથી તપાસવી જોઈએ. (૩) ત્રીજી અગત્યની હકીકત આપણે જોઈ તે એ છે કે કોઈપણ વસ્તુ કે વિચાર બાબત નિર્ણય કરનાર વ્યક્તિનો માનસિક અભિગમ તેના નિર્ણયમાં ઘણો અગત્યનો ભાગ ભજવે છે તે વ્યક્તિનો અભ્યાસ, અનુભવ, ઉછેર અને નિર્ણય લેતી વખતના સંયોગોની છાપ તેના નિર્ણય ઉપર અનિવાર્ય રીતે પડે છે અને તેથી એક જ વસ્તુની ઓળખ જુદી જુદી વ્યક્તિ જુદી જુદી રીતે કરે તે સંપૂર્ણ રીતે સંભવિત છે. વસ્તુ કે વિચાર બાબતના અંતિમ નિર્ણયમાં ઉપરની ત્રણ બાબતો મહત્ત્વનો ભાગ જો ભજવતી હોય તો તેનું અનિવાર્ય પરિણામ એ આવે કે આપણે લીધેલ નિર્ણયો સર્વ કાળમાં (સદૈવ) સર્વ સ્થળે અને સર્વ સંજોગોમાં અફર છે અને સત્યને સંપૂર્ણ રીતે વરેલા છે તેમ કહી શકાય નહીં. બીજા શબ્દોમાં કહીએ તો આપણા કોઈપણ વિધાનો “નાફેરવાદી” હોઈ શકે જ નહિ. તેઓ એક યા બીજી રીતે અપેક્ષિત જ હોય. દા.ત. આપણે કોઈ એક વસ્તુનું વજન કરીને કહીએ કે તેનું વજન પાંચ શેરનું છે. અગર તેમ કહીએ કે પાંદડાનો કલર લીલો છે. આ બન્ને વિધાનો વ્યવહારની દષ્ટિએ સંપૂર્ણ સત્ય છે પરંતુ તે બન્ને સાપેક્ષ (Relatable) છે. કેમ કે વસ્તુનું વજન પાંચ શેર છે તેનો પૃથ્વિના ગુરૂત્વાકર્ષણની અપેક્ષાએ છે. તેજ વસ્તુને પૃથ્વિના ગુરૂત્વાકર્ષણના ક્ષેત્રની બહાર લઈ જાઓ તો તે વજન વગરની તરવા લાગશે. અગર તો કોઈ બીજા ગ્રહમાં લઈ જાઓ તો -અનેકાન્ત દૃષ્ટિ) =૨૮= 2010_04 Page #32 -------------------------------------------------------------------------- ________________ ગ્રહના ગુરૂત્વાકર્ષણની અપેક્ષાએ તેનું વજન જુદુ જ થશે. તેજ રીતે પાંદડાનો રંગ લીલો છે તે તેજ કિરણના વિવિધ રંગો (Spectrum of light)માંથી કોઈ પણ રંગને ગ્રહણ કરવાની પાંદડાની શક્તિ ઉપર આધાર રાખે છે તે શક્તિમાં ફરક પડશે ત્યારે તેનો રંગ ફરી જશે. આ રીતે ઉપરના બન્ને વિધાનો ફક્ત વ્યવહાર નયની દ્રષ્ટિએ જ સાચા છે. સ્યાદ્વાદનો સમન્વય જો આમ હોય તો હવે પ્રશ્ન એ થાય છે કે આપણે અમુક વિધાન સાચું છે કે ખોટું છે તે બાબતનો કોઈ છેલ્લો નિર્ણય લઈ શકીએ જ નહીં તો તેની અભિવ્યક્તિ કેવી રીતે કરવી? આ અભિવ્યક્તિ કરવાની રીત જૈન તત્વજ્ઞોએ આપી છે તેને “સ્યાદ્વાદ” કહે છે. “ચા” શબ્દનો શાબ્દિક અર્થ “સંભવિત” અગર “કદાચ” થાય છે. પરંતુ અહીં તે પ્રથમ અર્થ “સંભવિત”ના ભાવથી જ વપરાય છે. કારણ કે ઉપર જણાવ્યું તેમ ત્રણ કારણોસર કોઈપણ વિધાનનું સંપૂર્ણ સાતત્ય વિવિધ કારણો તથા સંજોગો ઉપર આધાર રાખે છે. તેથી કોઈપણ વિધાનને યથાર્થ રીતે રજુ કરવું હોય તો આપણે કહેવું જોઈએ કે સંભવતઃ આ વાત સાચી છે. પરંતુ અમુક સંજોગોમાં તે ખોટી પણ હોઈ શકે છે. આ બન્ને હકીકતોને સૂત્રાત્મક રીતે રજુ કરવી હોય તો કહીએ કે સાત-અસ્તિ, સ્વાનાસ્તિ. અહીં સ્માતનો અર્થ એટલો જ છે કે અમુક વિધાન અમુક અપેક્ષાએ સાચું છે અને અમુક અપેક્ષાએ સાચું નથી. દા.ત. સંતાનની અપેક્ષાએ એક વ્યક્તિ પિતા છે પરંતુ તેની પત્નિની અપેક્ષાએ અગર તો તેના ભાઈ-બહેનની અપેક્ષાએ અગર તેના માતા-પિતાની અપેક્ષાએ તે “પિતા” નથી. જીવનમાં આપણને જે અનુભવો થાય છે તેમાં આ રીતની હકારાત્મક અને નકારાત્મક પરિસ્થિતિ જ નથી હોતી. એક ત્રીજા પ્રકારની પરિસ્થિતિનો પણ સામનો કરવાનો રહે છે અને તે એવી પરિસ્થિતિ છે કે આપણે “હા” કે “ના” કશું જ કહી શકીએ નહીં. આવી પરિસ્થિતિને “અવક્તવ્ય” કહે છે. આથી કોઈપણ વિધાનની ત્રણ અવસ્થા હોઈ શકે. (૧) કાં તો તે સાચું છે, (૨) કાં તો તે ખોટું છે અને (૩) કાં તો તે અવક્તવ્ય છે – “સ્યા-અસ્તિ”, “સ્યાનાસ્તિ”, “સ્યા-અવક્તવ્ય”. આ ત્રીસૂત્રાત્મક અવસ્થાને સ્યાદ્વાદ કહેવાય છે તેના મુળમાં નયવાદ છે. આથી જો નયવાદ વિશ્લેષણાત્મક છે તો સ્યાદ્વાદ સમન્વયાત્મક છે, અને નયવાદની સૂત્રાત્મક અભિવ્યક્તિ છે. આચાર્ય હેમચંદ્રજી તેને અનેકાન્ત તરીકે ઓળખે છે અને કહે છે; થાત્ રૂત્યયમાન્તોતમ્ I (8) અનેકાન્ત દૃષ્ટિ 2010_04 Page #33 -------------------------------------------------------------------------- ________________ અહીં ધ્યાન આપવા જેટલી હકીકત એટલી જ છે કે સાત્ શબ્દનો અર્થ “શંકા” છે તેવો નથી - પરંતુ શકયતા છે તેવો છે. આદિ શંકરાચાર્યેસ્યાદ્વાદની ટીકા કરતાં કહ્યું કે તે શંકા-જનક સિધ્ધાંત છે. પરંતુ વિદ્વવર્ય શ્રી આનંદશંકર ધ્રુવે આ પ્રકારની દલીલને રદીયો આપતા કહ્યું છે : The Doctrine of Syadvad seeks to achieve the synthesis of different theories (of philosophy). Shakaracharya's critieism of Syadvad has no relevance to its central them. It is certain that a thing cannot be properly understood so long as it is not examined from various aspects. The doctrine of syadvad is useful for this reason. Some people call this doctrine of Mahavir as doctrine of "doubt”. But I do not agree with them because it teaches comprehensive art to judge a thing properly. (2) અર્થાત્ ઃ - “સ્યાદવાદનો સિધ્ધાંત તત્ત્વજ્ઞાનના જુદા જુદા સિધ્ધાંતોનો સમન્વય કરે છે. શંકરાચાર્યની ટીકા, તેનો જે મધ્યવર્તિ વચાર છે તેની અવગણના કરે છે. એક વાત ચોક્કસ છે કે જયાં સુધી એક વસ્તુના વિવિધ લક્ષણો લક્ષ્યમાં ન લેવાય ત્યાં સુધી તેની સાચી ઓળખ થઈ શકે નહીં અને તેથી જ સ્યાદ્વાદની જરૂર છે. મહાવીરના આ સિધ્ધાંતને અમુક વ્યક્તિઓ “શંકાનો સિધ્ધાંત ગણે છે. પરંતુ હું તેમની સાથે સહમત થઈ શકતો નથી. તે શંકા નો સિધ્ધાંત નથી કારણ કે એક વસ્તુને બરાબર સમજવા માટે તેની સમગ્રતાનો ખ્યાલ આ સિધ્ધાંતથી મળે છે.” ભારતીય તત્વજ્ઞાનના વિદ્વાન શ્રી દાસગુપ્તા સાદ્વાદના સિદ્ધાંતને સમજાવતાં કહે છે - This (Syad-Asti) will indicate that the affirmation is only relative, made some how, from some point of view and under some reservations and not in any sense absolute. There is no judgement which is absolutely true, and no judgement which is absolutely flase. All judgements are true in some sense and false in another. (3) (૧) सिध्धहेम (૨) આજ લેખકનું “Path of ArhatP. 137. (3) History of Indian Philosophy Vol. 1 P. 179 અનેકાન્તદષ્ટિ - - - DGE 2010_04 Page #34 -------------------------------------------------------------------------- ________________ અર્થાત્ ઃ “સ્યાદ્-અસ્તિ એમ નિર્દેશ કરે છે કે જે કાંઈ કહેવામાં આવે છે તે સાપેક્ષ છે અને અમુક અપવાદોને લક્ષમાં રાખીને આખરી સત્ય હોવાનું ટાળ્યું છે. કોઈપણ નિર્ણય સંપૂર્ણતયા સત્ય છે કે અસત્ય છે તેમ કહી શકાય નહીં. તમામ નિર્ણયો અમુક અપેક્ષાએ સાચા હોય છે અને અમુક બીજી અપેક્ષાએ ખોટા પણ હોય છે.’ જૈન તત્વજ્ઞોએ તો હજુ પણ ઉંડા ઉતરીને આ મુખ્ય ત્રણ વિકલ્પોમાંથી કુલ સાત વિકલ્પો બતાવ્યા છે તે આ રીતે (૧) (૨) (૩) અવક્તવ્યમ (૪) અસ્તિ-નાસ્તિ (૫) અસ્તિ-અવક્તવ્યમ્ (૬) નાસ્તિ-અવક્તવ્યમ્ અસ્તિ-નાસ્તિ-અવક્તવ્યમ્ (૭) અસ્તિ નાસ્તિ આ સાતે વિકલ્પોને સપ્તભંગી કહેવાય છે. ન્યાય વિતરણની પધ્ધતિમાં આ સપ્તભંગીનો ઉપયોગ નીચે મુજબ થાય. (૧) અસ્તિનું ઉદાહરણ :- વિના કરણ અને ઈરાદાપૂર્વક બળ પ્રયોગ કરવો તે ગુનોછે. (૨) નાસ્તિનું ઉદાહરણ ઃ એક નિર્દોશ અને નિરાધાર અબળા સ્ત્રી ઉપર બળાત્કાર કરનાર સામે બળપ્રયોગ કરવો તે ગુનો નથી. (૩) અસ્તિ – નાસ્તિનું ઉદાહરણ ઃ કાનુન-ભંગ કરીને બળ પ્રયોગ કરવો તે ગુનો છે, પરંતુ પોતાની કાનુની ફરજ બજાવવા બળ પ્રયોગ કરવો પડે તો ગુનો નથી. ૩૧ (૪) (૫) અવક્તવ્યમ્નું ઉદાહરણ ઃ કયા સંજોગોમાં બળપ્રયોગ કરવામાં આવેલ છે તે જાણ્યા સિવાય અમુક બળપ્રયોગ ગુનો બને છે કે કેમ તે કહી શકાય નહિ. અસ્તિ-અવક્તવ્યમ્નું ઉદાહરણ : બળપ્રયોગ કરવો તે ગુનો જરૂર છે, પરંતુ દરેક સંજોગોમાં બળપ્રયોગ ગુનો બને છે તેમ કહી શકાય નહીં. (૬) નાસ્તિ અવક્તવ્યમ્ : અમુક સંજોગો એવા છે કે તેમાં બળપ્રયોગ કર્યો હોય તે અનેકાન્ત દૃષ્ટિ _2010_04 Page #35 -------------------------------------------------------------------------- ________________ (9) ગુનો બનતો નથી, પરંતુ તે સંજોગો શું હતા તે જાણ્યા સિવાય કહી શકાય નહીં કે ગુનો બન્યો છે કે નહિ. અસ્તિ-નાસ્તિ-અવક્તવ્યમ : બળપ્રયોગ કરવો તે સામાન્ય રીતે ગુનો બને છે, પરંતુ અમુક સંજોગો એવા છે કે તેમાં બળપ્રયોગ કરવો પડે તો ગુનો બનતો નથી. આથી કયા સંજોગોમાં બળપ્રયોગ થયો છે તે જાણ્યા સિવાય કશું કહી શકાય નહીં કે ગુનો બને છે કે નહીં. આ બધા ઉદાહરણો ન્યાય વિતરણ પધ્ધતિ જે આપણા દેશમાં ચાલી રહેલ છે તેને અનુલક્ષીને છે તેથી સ્પષ્ટ થશે કે જાણતા કે અજાણતા ન્યાયતંત્ર ભ. મહાવીરન અનેકાન્તવાદના સિધ્ધાન્તોને જ અનુસરે છે, કારણ કે આ સિધ્ધાંતો આચાર્ય સિધ્ધસેનજીના કહેવા મુજબ રોજીંદા લોક વ્યવહારના જ સિધ્ધાંતો છે. વિચારમાં પણ અહિંસા અમેરીકન ઈતિહાસવેત્તા પ્રો. સ્ટીફન રે પોતાના લેખ “Jaininfluences on Gandhi's Early thoughts”Hiģ-11-11 2475Londol fluid 041048 oulori di મત હતો તેનો ઉલ્લેખ કરતાં જણાવે છે કે: સને ૧૯૨૬માં ગાંધીજીએ લખ્યું- “It has been my experience that I am always true (correct) from my point of view, and offen wrong from the point of view of my crities. I know that we are both (myself and my critics) right from our respective points of view.” અર્થાત્: “મારો એ અનુભવ સદા રહ્યો છે કે મારા દૃષ્ટિબિન્દુ અનુસાર હું સાચો છું, પરંતુ મારા ટીકાકારોની દષ્ટિ અનુસાર હું સાચો નથી. પરંતુ હું સમજુ છું કે અમો બન્નેની દૃષ્ટિની અપેક્ષાએ અમો બન્ને સાચા છીએ.” વિશેષમાં ગાંધીજી જણાવે છે: “I very much like the doctrine of manyness of reality. (Anekant). It is this doctrine which has tought me to judge a Musalman from his standpoint and a christian from his..... From the platform of Jains, I prove the non creative aspect of god, and from that of Ramanuj the craetive aspect. As a matter of fact we are all thinking of the unthinkable discribing the indescribable, seeking to know the unknown and that is why our speech falters, is inadequate and has been contradictory." Kઅનેકાન્ત દષ્ટિક 2010_04 Page #36 -------------------------------------------------------------------------- ________________ અર્થાતુ: “મને અનેકાન્તનો સિધ્ધાંત બહુ પસંદ છે. મુસલમાનને મુસ્લિમના દષ્ટિબિન્દુથી અને ઈસાઈને ઈસાઈના દષ્ટિબિન્દુથી જોવાનું આ સિધ્ધાંતે મને શીખવ્યું છે. જૈનોના દષ્ટિબિન્દુથી હું ઈશ્વરના કર્તુત્વના ઈન્કારને સમજી શકું છું અને રામાનુજના દષ્ટિબિન્દુથી હું ઈશ્વરના કર્તુત્વને પણ સમજી શકું છું. વાસ્તવમાં જે અચિંત્ય અને અવર્ણિનય છે અને જે અગમ્ય પણ છે તેને પામવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ અને તેથી તેનું વર્ણન કરી શકતા નથી. આપણી વાણી તે માટે અસમર્થ બને છે અને કેટલીકવાર વિસંગતતા પણ ઉભી કરે છે.” જૈન ધર્મના પાયાનો સિધ્ધાંત અહિંસા છે. આચારમાં અહિંસાની જરૂરીયાતનો એક યા બીજી રીતે દુનિયાના તમામ ધર્મોએ સ્વીકારેલ છે. પરંતુ આચારના મુળમાં જે વિચાર છે ત્યાં પણ અહિંસાનું તત્વ અનેકાન્તના સિધ્ધાંત દ્વારા ભ. મહાવીરે જગતને અર્પણ કર્યું. પશ્ચિમ જગતના અગ્રગણ્યચિંતકોએ પણ અજાણ પણામાં આજ સિધ્ધાંતનો સ્વીકાર કર્યો છે. “અજાણપણામાં” કહું છું તે એટલા માટે કે તેઓએ સવિચાર અને વ્યવહારના પાયાના સિધ્ધાંતો વિશે ચિંતન કરતા જે અભિવ્યક્તિ કરી તે અનાયાસે જ અનેકાન્તના સિધ્ધાન્તોને અનુમોદન આપનારી થઈ. પરંતુ ભ. મહાવીર અને તેના વિધ્વાન અનુયાયીઓએ આ સિદ્ધાંતોને જે તાર્કિક અને વ્યવસ્થિત સ્વરૂપ આપ્યું તે બીજા કોઈએ કર્યું નથી. પશ્ચિમના જાણીતા તત્વચિંતક જર્મન શ્રી શોપેનહાઉઅર કહે છે “Ofhten things that annoy us, nine would not be able to do so, if we understood them thoroughly in their own causes and therefore know their necessity and true nature." અર્થાતઃ આપણને જે દશ વસ્તુઓ ઉદ્ધગમાં નાંખતી હોય તેમાંની નવ વસ્તુઓનો આપણને ઉગ કરતી બંધ થશે, જો તે વસ્તુઓના ઉદ્દભવના કારણો આપણે સમજી શકીએ અને તેમની ઉત્પતિ તેમજ તેમના પ્રકારને જાણી શકીએ.” સંસારમાં જે વિસંવાદિતા, ઘર્ષણ, વિવાદ અને કલેશ ચાલે છે અને જેના પરિણામે વ્યક્તિગત તેમજ સમુહગત હિંસાનો સિલસિલો ચાલુ થઈ જાય છે તેનો અસરકારક ઉપાય જોઈતો હોય તો અનેકાન્ત પુરો પાડશે. (અનેકાન્ત દષ્ટિક 2010_04 Page #37 -------------------------------------------------------------------------- ________________ સાંસારિક જીવનમાં અનેકાન્તનું સ્થાન : ન્યાયતંત્રને જે નિસ્બત છે તે તાત્વિક ભૂમિકા ઉપર નથી, પરંતુ સાંસારિક વિષયો પરત્વે છે. સાંસારિક વ્યવહારમાં માણસ માણસ વચ્ચે વિચાર કે વ્યવહારનું ઘર્ષણ જ્યારે થાય છે ત્યારે કલેશ ઉત્પન્ન થાય છે. આ કલેશનું નિવારણ જો તેના મુળમાંથી જ થઈ શકે તો ન્યાયતંત્રની મદદની જરૂર રહે નહીં. માટે સમાજમાં અનેકાન્તનો જેમ પ્રચાર વિશેષ થાય તેમ ઘર્ષણ તેમજ તેની માત્રા ઓછા થતા જાય તે સ્પષ્ટ છે. પરંતુ જે જે પ્રસંગોમાં કોઈપણ કારણસર ઘર્ષણ ઉત્પન્ન થયું હોય અને મામલો ન્યાયતંત્ર પાસે પહોંચ્યો હોય ત્યારે પણ તે ઘર્ષણના નિવારણ અર્થે અનેકાન્તના સિધ્ધાન્તો લક્ષમાં લેવાની તેટલી જ જરૂર રહે છે. આથી સાંસારિક જીવનમાં અનેકાન્તની જરૂર સમજવા માટે એક વાત સતત ખ્યાલમાં રાખવાની જરૂર છે તે એ છે કે જીવન એક સતત વહેતી વસ્તુ છે, જેમાં થતાં ફેરફારો ચાર મુખ્ય ભૂમિકાએ થાય છે. તે ચાર ભૂમિકા છે (૧) દ્રવ્ય, (૨) ક્ષેત્ર, (૩) કાળ અને (૪) ભાવ. કોઈપણ વસ્તુ કે પ્રસંગનો નિર્ણય લેતાં પહેલાં આ ચાર ભૂમિકાની અપેક્ષાએ વિચાર કરીએ તો તે વસ્તુ કે પ્રસંગ બાબત યોગ્ય નિર્ણય લઈ શકાશે. દ્રવ્ય - એટલે જે વસ્તુ કે વિચાર બાબત નિર્ણય બાંધવાનો હોય તે ઉપર નય વાદ તેમજ સ્યાદ્વાદના સિધ્ધાંતો ધ્યાનમાં લઈને દ્રવ્યની ઓળખ થવી જોઈએ. ક્ષેત્ર – જે ઓળખ થયા બાદ કયા ક્ષેત્રમાં તે દ્રવ્યની ઉત્પત્તિ તથા વિકાસ થયો તે ધ્યાનમાં લેવું જોઈએ. કારણ કે વિવિધ ક્ષેત્રમાં પ્રવર્તતી પ્રણાલિકાઓ અને સામાજિક આર્થિક અને રાજકીય પ્રવાહોએ તે દ્રવ્યને ઉત્પન્ન કરવામાં અને ઘડવામાં ઘણો જ અગત્યનો ભાગ ભજવ્યો છે. કાળ – તે જ રીતે તેને ઉત્પન્ન કરવામાં અને ઘડવામાં તેવો જ ભાગ કાળની ભૂમિકા ભજવે છે. જીવન જો વહેતો પ્રવાહ છે તો વિવિધ કાળમાં વહેતો જીવન પ્રવાહ વૈવિધ્ય જરૂર ઉત્પન્ન કરે અને તેથી આ પ્રકારના વૈવિધ્યની અસર વસ્તુ કે વિચાર ઉપર કેવી રીતે થઈ તે જાણવાની તેટલી જ જરૂર છે. ભાવ - દરેક કાર્ય કે વિચાર પાછળ જે ભાવોએ કામ કર્યું હોય તેનું જ્ઞાન પણ તે કાર્ય કે વિચારને સમજવામાં અતિ ઉપયોગી હોય છે. દા.ત. એક સર્જન તેના દર્દી ઉપર વાઢ-કાપની ક્રિયા કરે છે અને એક વ્યક્તિ બીજી વ્યક્તિને ક્રોધ કે દ્વેષના ભાવથી ઈજા કરે છે તે બન્નેના ભાવોમાં મોટું અંતર છે અને તે અંતરને કારણે જ એક વ્યક્તિને અર્થોપાર્જન થાય છે. જયારે બીજી વ્યક્તિને સજા થાય છે. અનેકાન્ત દષ્ટિ 2010_04 Page #38 -------------------------------------------------------------------------- ________________ આ રીતે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની દૃષ્ટિએ મુલ્યાંકન કરવાની પધ્ધતિ અનેકાન્તની જ પધ્ધતિ છે અને તેનો ઉપયોગ જીવનના દરેક ક્ષેત્રમાં તથા પ્રસંગમાં અતિ ઉપયોગી થઈ પડે છે. તેના થોડાક ઉદાહરણો વિચારીએ. (૧) એક ઉદ્યોગપતિને તેના ઉદ્યોગમાં કામ કરતાં જુદી જુદી કક્ષાના અમલદારો તથા કારીગરો વચ્ચે વહીવટી સામન્જસ્ય સ્થાપવું છે કે જેથી તેના ઉદ્યોગમાં પ્રગતિ સાધી શકાય. અનેકાન્તના સિધ્ધાન્તોનો ઉપયોગ કરીને તે જરૂર પોતાની ધ્યેય સિધ્ધિ કરી શકશે. અંગ્રેજીમાં આને Personnel Management કહે છે. ઉદ્યોગની કાર્યદક્ષતા વધે અને ઉદ્યોગમાં કામ કરતા વિવિધ પ્રકારના કાર્યકરોમાં સંવાદિતા સધાય તે માટે પ્રથમ તો તેણે પોતાના વહીવટી વર્તનમાં અનેકાન્તવાદના સિધ્ધાંતોની સ્થાપના કરવી પડશે અને તો જ દરેક કક્ષાના કાર્યકરો ઉપર પોતાનો પ્રભાવ પાડી શકશે. તે બાદ જુદી જુદી કક્ષાના કાર્યકરોનું સ્યાદ્વાદ તથા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની દષ્ટિએ મુલ્યાંકન કરી કામની વહેંચણી કરવી પડશે અને તેવી વહેંચણી થયા બાદ બધા વચ્ચે સહકાર અને સામન્જસ્ય વધે તેવી વહીવટી ગોઠવણ કરવી પડશે. ઉદ્યોગમાં હડતાલ કે તાળાબંધી જેવા બનાવો બનવા પામે નહિ તેવી વહીવટ અને વળતર સબંધી યોજના કરવી પડશે અને આ તમામ કરવામાં અનેકાન્તના સિધ્ધાંતોને ધ્યાનમાં લઈને આગળ વધશે તો તે. તેના લક્ષને જરૂર સાધી શકશે. ડૉ. હસમુખ સાવલાની, ભૂતપૂર્વ મેનેજમેન્ટ કન્સલટન્ટ, આ વિષયમાં લખે છેઃ "If one really practices Anekantvad for a reasonable perod the minimisation of “Raga" (attachment) towards himself and “Dvesha” (aversern) towards others bring him closer to the hearts of his people and, therefore, an open atmosphere emerges which makes all people comfortable, including himself as well.” અર્થાત્ : “જો કોઈ વ્યક્તિ અમુક સમય સુધી અનેકાન્તવાદના સિધ્ધાંતોને અનુસરે તો તેને પોતાના પ્રત્યેનો રાગ અને બીજા પ્રત્યેનો દ્વેષ કમી થાય છે તેને તેના માણસોની વધુ નજીક લાવે જેને પરિણામે એવું વાતાવરણ ઉત્પન્ન થાય કે જેથી તે પોતે તથા તેના માણસો વચ્ચે સામન્જસ્ય ઉભુ થાય.” નઉપE (અનેકાન્ત દૃષ્ટિક 2010_04 WWW.jainelibrary.org Page #39 -------------------------------------------------------------------------- ________________ ત્તિ કે સવ-મૂSS વેર મત્યું ને ડું - અંતર્ગત ન્યાયતંત્ર આજે જીવનમાં જે સામાજિક વિષમતા, હિંસા, ક્રૂરતા, અનાચાર, અત્યાચારનું પ્રભુત્વ જણાય છે તેણે માનવી મૂલ્યનો લગાતાર દાસ કરેલ છે તેને પુનઃ સ્થાપિત કરવા અનેકાન્તના સિધ્ધાંતો દ્વારા પ્રયત્નો કરવાની જરૂર છે, કે જેથી “ન્યાયતંત્રની સ્થાપના સામાજિક જીવનમાં જ અંતર્ગત રીતે થઈ શકે. જે સમાજ પોતાની અંતર્ગત સ્વયં સંચાલિત ન્યાયતંત્રની વ્યવસ્થા જેટલે અંશે સ્થાપી શકતો નથી તેટલે અંશે તેને બાહ્ય ન્યાયતંત્રની જરૂર રહે છે. પરંતુ આ બાહ્ય ન્યાયતંત્ર તો ફક્ત લડતનું મેદાન જ છે. સમાજમાં શાંતિ અને સુખની સ્થાપના તો તેની અંતર્ગત સ્થપાએલ ન્યાયતંત્ર મારફત જ થઈ શકે અને તે પ્રકારની અંતર્ગત સ્થાપના કરવાનો તદન સરળ રસ્તો અનેકાન્તના સિધ્ધાન્તોનો સ્વીકાર જ છે. તે સિધ્ધાંતો મારફત જ વિરોધીઓનો વિરોધાભાસ કઈ અપેક્ષાએ છે અને શા માટે છે તે સમજવાનું સરળ થઈ પડશે અને એક વખત તે રીતે સમાજના તેમજ વ્યક્તિગત તમામ પ્રશ્નો સમજવાની ટેવ પડશે ત્યારે મિત્તિ સવ ભૂપુ આપોઆપ સ્થાપિત થશે. આ રીતે કૌટુંબિક જીવનમાં, સાંસારિક જીવનમાં, વ્યાપાર-વણજ અને બૌધ્ધિક પ્રવૃત્તિઓમાં, રાષ્ટ્રિય તેમજ આંતરરાષ્ટ્રિય, પ્રવૃત્તિઓમાં – તમામમાં અનેકાન્તના સિધ્ધાંતો વ્યવહારૂ અને અસરકારક સાબીત થઈ શકે છે. ભ. મહાવીરે આચારમાં અહિંસા અને વિચારમાં અનેકાન્તનું ઉદબોધન કર્યું તે અત્યંત અર્થપૂર્ણ છે. કારણ કે દરેક આચારનું ઉદ્ભવ સ્થાન વિચાર છે અને તેથી ઉદ્ભવ સ્થાને જ અહિંસાની સ્થાપના હોય તો આચારમાં તેની સ્થાપના આપોઆપ આવી શકે છે. આથી દાર્શનિક સમસ્યાઓના નિરાકરણ માટે અનેકાન્તના પ્રયોગો ઘણા વિદ્વાન સંતોએ કર્યા પરંતુ સંસારિક જીવનમાં રોજબરોજના પ્રશ્નોમાં અનેકાન્તનો પ્રયોગ આપણે કરી શકીએ તો. વ્યક્તિગત જીવનની તેમજ સામાજિક જીવનની ઘણી વિષમતાઓને ટાળી શકાય. ઉપર જણાવ્યું તેવા “અંતર્ગત” ન્યાયતંત્રનો આ અર્થ છે. - ન્યાયતંત્રની સામાજિક અનિવાર્યતા ત્યારે જ જણાય કે જ્યારે માનવ-માનવ વચ્ચેના વ્યવહારોમાં વિસંવાદ ઉત્પન્ન થાય, અને આ વિસંવાદનો ઉકેલ અરસ-પરસની સંમતિથી થઈ શકે નહિ જેને પરિણામે તે અંતિમ કક્ષાએ પહોંચે. પરંતુ વિસંવાદથી પ્રસિત થએલ વ્યક્તિઓ આંતર નિરીક્ષણ કરી પોતાનું દૃષ્ટિબિન્દુકઈ અપેક્ષાએ ઉત્પન્ન થયું છે અને સામી વ્યક્તિનું દૃષ્ટિબિન્દુ કઈ અપેક્ષાએ ઉત્પન્ન થયું છે તેની તપાસ કરવાની –અનેકાન્ત દષ્ટિ --- - 2010_04 Page #40 -------------------------------------------------------------------------- ________________ વિચાર પ્રક્રિયા શરૂ કરે તો વિસંવાદની તીવ્રતા ઓછી થવા લાગશે અને એક બીજાના દૃષ્ટિબિંદુને સમજીને સમાધાનનો માર્ગ શોધવાના પ્રયત્નો શરૂ થશે. સામાન્ય રીતે દરેક વ્યક્તિ વધતે ઓછે અંશે સમાધાન પ્રિય હોય છે. આથી વિવાદમાં સપડાએલ તમામ વ્યક્તિઓ અનેકાન્તની સહેલી પધ્ધતિથી ઉત્પન્ન થએલ વિવાદ તથા કલેશની માત્રા અસરકારક રીતે ઘટાડી શકશે. આ છે અંતર્ગત ન્યાયતંત્રની પધ્ધતિ. વ્યક્તિગત વિસંવાદો આ પધ્ધતિથી કાબુમાં લઈ શકાય. સમુહગત વિસંવાદો જો કાબુમાં ન લઈ શકાય તો તેમાંથી ઉત્પન્ન થતો સામાજિક વિવાદ કોઈ કોઈ સમયે ભયંકર વિનાશ સર્જે છે. માનવ સમાજમાં ઉત્પન્ન થએલ વર્ગવિગ્રહોનો ઈતિહાસ તપાસીશું તો તે વિગ્રહો રાજકીય, આર્થિક અને ધાર્મિક કારણોસર જ મુખ્યત્વે થએલ છે. આ ત્રણે કારણોના મુળમાં શ્રી અને સત્તા મેળવવાની મહત્વકાંક્ષા હોય છે અને તે મહાત્વાકાંક્ષાના મૂળમાં માનવીની અહવૃત્તિ હોય છે. આ અહત્તિનું સ્વરૂપ સમજી તેને માણસ જો કાબુમાં રાખી શકે તો સમાજ પરિવર્તન અત્યંત અસરકારક રીતે કામ કરે. અનેકાન્તનો પ્રયોગ અહમવૃત્તિનું સ્વરૂપ સમજવામાં ઘણી સહેલાઈથી કારગત થઈ શકે છે, કારણ કે તે આંતર-નિરિક્ષણની પ્રક્રિયા છે. આ પ્રકારના આંતરનિરીક્ષણથી માણસને સમજાય છે કે વ્યક્તિ અને સમાજ અંતતોગત્વા એક જ છે. વ્યક્તિને ભોગે આદર્શ સમાજરચના અશક્ય છે અને સમાજને ભોગે વ્યક્તિ સામર્થ્ય વિનાશ સર્જે છે. કોઈપણ સમાજનું રાજકીયતંત્ર, આર્થિકતંત્ર, શૈક્ષણિકતંત્ર કે ધર્મતંત્ર પોતપોતાની સમતુલા ગુમાવે ત્યારે તે સમાજમાં વિષમતા અને વિવાદો ઉત્પન્ન થવા લાગે. આથી આ દરેક વિષયોમાં સમતુલતા સ્થાપવા અનેકાન્ત દ્રષ્ટિ જ ઉપયોગી થઈ શકેછે. અનેકાન્ત દ્રષ્ટિવાળો સમાજ કોઈ એક જ પ્રકારની માન્યતા કે સિધ્ધાંતને ચુસ્તપણે વળગીને બેસી રહે નહીં. (અને સમાજના વિવિધ વર્ગની વિવિધ પ્રકારની માન્યતાઓને જુદી જુદી અપેક્ષાઓએ સ્થાન છે તેવું સ્વીકારીને હેય ઉપાદેયનો વિવેક વાપરી સંતુલિત સમાજ વ્યવસ્થા સ્થાપવાનો પ્રયાસ કરે. ઈચ્છાઓનું અતિક્રમણ આ પ્રકારની વૈયક્તિક અને સામાજિક પ્રણાલિકા સ્થાપવા ભ. મહાવીરે જૈન શ્રાવકની આચારસંહિતા આપી. આ આચારસંહિતાનું આધુનિક યુગમાં યથાયોગ્ય પાલન કરવામાં આવે તો માનવ સમાજને બાહ્ય ન્યાયતંત્રની જરૂર ઓછી રહે. ભ. અનેકાન્ત દૃષ્ટિ ૩૭ 2010_04 Page #41 -------------------------------------------------------------------------- ________________ મહાવીરની વ્યવહારૂ દ્રષ્ટિએ જોયું કે શ્રાવકે સંસારમાં રહીને તમામ વ્યવહારો કરવાનો છે તેથી સંસાર – મુક્ત સંતો માટેની આચારસંહિતા શ્રાવકો માટે કારગત થઈ શકશે નહીં. આથી તેમણે શ્રાવકો માટે ઈચ્છા પરિમાણની વાત કરી અને અપરિગ્રહ - જરૂર કરતાં વિશેષનો પરિગ્રહ નહીં કરવાનો આદેશ આપ્યો. સ્વસ્થ સમાજના નિર્માણ માટે વ્યક્તિગત જીવનમાં ભોગોપભોગ વિરમણના વ્રતની ભલામણ કરી. આજે સમાજ આથી ઉલ્ટી દિશામાં પ્રગતિ કરી રહેલ છે અને ઉપભોગ વાદ (Cosumerism) દ્વારા આર્થિક ઉન્નતિ છે તેવું પ્રતિપાદિત કરવાની કોશીષો થઈ રહી છે. પરંતુ તેથી અર્થોપાર્જનમાં અશુધ્ધિ, પ્રમાણિકતાનો અભાવ સત્તા અને લક્ષ્મીની લોલુપતા અને સ્વાર્થનું સામર્થ્ય વધતા જ રહ્યા છે જે દુઃખ મુક્તિ અને શાંતિની સાધનામાં અત્યંત બાધક છે. દશ વૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે.. “ઈચ્છાઓનું અતિક્રમણ કરો તો દુઃખ આપોઆપ અતિક્રમણ કરશે.” પરંતુ ઉપભોગવાદમાં તો ઈચ્છાઓનો ફેલાવો કરવાની જ શીખ છે અને પરિણામે અતિક્રમણ જે થાય છે તે દુઃખનું નહિ, પરંતુ સુખનું જ થાય છે. ઉપભોગવાદની દષ્ટિ ફક્ત એકાન્તિક છે અને સમાજને અસંતુલિત બનાવે છે. શોષણહીન સમાજ રચનાના સંદર્ભમાં કાર્લ માર્કસે દુનિયાને સામ્યવાદની ભેટ કરી અને વિશ્વમાં થતું આર્થિક શોષણ અટકાવવા વર્ગ વિગ્રહની વાત કરી પરંતુ વિગ્રહથી વિગ્રહનો અંત આવતો નથી અને ભૌતિક સુખ મેળવવાની દોટ લગાવતો માનવ બીજાનું શોષણ કરવાના ખ્યાલથી જ્યાં સુધી મુક્ત ન થાય ત્યાં સુધી શોષણની પ્રક્રિયા એક યા બીજા સ્વરૂપે જીવતી જ રહેવાની તેવી પાયાની વાતોની તેમણે ઉપેક્ષા કરી જેને પરિણામે શોષણહીન સમાજ રચનાના તેમના ખ્યાલો પુસ્તકની મર્યાદામાંથી બહાર નીકળી વ્યવહારમાં ફળીભૂત થયા નહીં. આજે સામ્યવાદ એક ભૂલી જવા જેવી ઐતિહાસિક ઘટના કરતાં વિશેષ અગત્ય ધરાવતો વિચાર નથી, તેના કારણમાં તેની એકાન્તિક દષ્ટિ જ છે. સંસારમાં કોઈપણ ધર્મ હિંસાને પુષ્ટિ કરતો નથી છતાં આ સંસારમાં વધુમાં વધુ રક્ત-પાત અને હિંસા ધર્મના નામે જ થયેલ છે, તેનું કારણ પણ જે તે ધર્મના અનુયાયીઓની એકાન્તિક વ્યવહાર દ્રષ્ટિ જ છે. ધર્મના મૂળ તત્વોને ભૂલી જઈને ઔપચારિક વિધિ વિધાનોને જ ધર્મ માની તેના વિષેના બુધ્ધિહીન આગ્રહો ફક્ત એકાન્તિક સ્વરૂપના જ હોવાથી ધર્મતંત્રમાં પણ વિગ્રહ પ્રવેશ મેળવેલ છે. વિશેષ આશ્ચર્યની વાત તો એ છે કે જૈન તત્ત્વજ્ઞોએ ભ. મહાવીરના અનેકાન્ત -અનેકાન્ત દષ્ટિE 2010_04 Page #42 -------------------------------------------------------------------------- ________________ વાદની સ્પષ્ટ સમજણ આપી તેને જીવંત વ્યવહારમાં મુકવાનો માર્ગ બતાવ્યો તેમના જ અનુયાયીઓ પોતાના એકાન્ત મતા ગ્રહને વળગી રહીને સમાજમાં વિસંવાદીતા ઉત્પન્ન કરી રહેલ છે. તેમની ધર્માંધ અસહિષ્ણુતા અનેકાન્તના વૈજ્ઞાનિક સ્વરૂપની તેમની અજ્ઞાનતાનો દાર્શનિક પુરાવો છે. વ્યક્તિ તથા સમાજની અંતર્ગત સ્વસંચાલિત ન્યાય પધ્ધતિનો ઉલ્લેખ આપણે કર્યો. પરંતુ દરેક સંજોગોમાં દરેક વ્યક્તિ કે સમાજ તેવી વ્યવસ્થા ઉભી કરી શકે નહીં અને તેથી બહારથી મેળવી શકાય તેવી રાજ્યે સ્થાપેલ ન્યાય પધ્ધતિની ચર્ચા હવે જરૂરની બને છે. રાજ્યે સ્થાપેલ ન્યાય પધ્ધતિ પણ જે સિધ્ધાંતો ઉપર કામ કરી રહેલ છે તે સિધ્ધાંતો પણ અનાયાસે અનેકાન્તના સિધ્ધાંતો છે તે કેવી રીતે તે જોઈએ. પ્રાચિન ન્યાય પધ્ધતિમાં અનેકાન્તનું સ્થાન આધુનિક ન્યાયપધ્ધતિ મુખ્યત્વે રોમન લૉ પર આધારિત છે. પરંતુ હરેક સ્તરે તેમાં વાદી પ્રતિવાદી બંન્ને પક્ષોના મંતવ્યોને લક્ષ્યમાં લઈ નિર્ણય કરવાના જે પ્રબંધો છે તે અનેકાન્તના સિધ્ધાંતો સાથે સામ્ય ધરાવે છે. ખરેખર હકીકત તો એ છે કે કોઈપણ સુધારેલા સમાજની ન્યાય પધ્ધતિ પક્ષ અને પ્રતિપક્ષના મંતવ્યો ધ્યાનમાં લીધા સિવાય કાર્યક્ષમ બની શકે જ નહીં. બ્રીટીશ રાજઅમલ પહેલાં પણ ભારતિય સંસ્કૃતિનો ઈતિહાસ હજારો વર્ષ જુનો હતો. રામાયણ અને મહાભારતના સમયમાં પણ ભારતિય સમાજમાં વ્યક્તિગત વિવાદો અને ઘર્ષણ ઉત્પન્ન થતા હતાં અને તેના નિવારણની વ્યવસ્થા પણ હતી. તેના પ્રબંધો અદ્યતન ન્યાય પધ્ધતિ સાથે દરેક પ્રકારનું સામ્ય ધરાવતા હતા. બ્રહસ્પતિ તે સમયની ન્યાય વિતરણ પધ્ધતિ (ન્યાયક્રમઃ) બાબતના ચાર અંગો નીચે મુજબ વર્ણવે છે. पूर्वपक्षः स्मृतः पादो द्वितीयस्तूत्तरस्तथा । क्रियापादस्तथा वाच्यः चतुर्थो निर्णयस्तथा ॥ અર્થાત્ ઃ ‘“પૂર્વપક્ષ” એટલે વાદીની હકીકત (જેને આપણે ‘દાવા અરજી” – Plaint કહીએ છીએ) તથા “ઉત્તર” એટલે પ્રતિપક્ષનો જવાબ, તે બાદ “ક્રિયા” એટલે ન્યાયાધિકારી પાસે થતી તકરારો બાબતની કાર્ય – પધ્ધતિ અને ચોથો ‘“નિર્ણય’’ એટલે ન્યાયધિકારીનો આખરી ફેંસલો – ન્યાય પ્રક્રિયાના આ ચાર અંગો છે. અનેકાન્ત દૃષ્ટિ ૩૯ _2010_04 Page #43 -------------------------------------------------------------------------- ________________ હકીકતે આ ચારે અંગે આધુનિક ન્યાય પધ્ધતિમાં પણ છે અને દેખીતી રીતે જ આ ચારે અંગો દર્શાવે છે કે જે આખરી નિર્ણય લેવાય તે બન્ને પક્ષની હકીકત સાંભળી તે હકીક્ત બાબતનો પુરાવો લઈને જ લેવાવો જોઈએ. એટલે કે એકાન્તિક ન હોવો જોઈએ. ન્યાયાધિકારીનો જે આખરી નિર્ણય થાય તેમાં પણ કોઈ એકાન્તદષ્ટિનો નિષેધ કરવામાં આવેલ છે તે બ્રહસ્પતિના નીચેના સૂત્ર ઉપરથી સ્પષ્ટ થશે. केवलं शास्त्रमाश्रित्य न कर्तव्यो विनिर्णय : युक्ति हीने विचारेतु धर्महानिः प्रजायते ।। અર્થાત્ ઃ ન્યાયિક નિર્ણય ફક્ત શાસ્ત્ર-વચન (કાનુની પ્રબંધો) ઉપર જ ન આપવો જોઈએ. જો નિર્ણય યુક્તિહીન, અવ્યવહારૂ (એટલે કે કેસની હકીકતો અને સંજોગોની ઉપેક્ષા કરીને લેવાએલ) હોય તો ધર્માહાનિ - અન્યાય – થવા સંભવ છે. જે વિચારો “યુક્તિદિન” છે એટલે કે પ્રસંગના તમામ દષ્ટિબિન્દુઓને ધ્યાનમાં લીધા વિના કરવામાં આવેલ છે તેવા વિચારો શુદ્ધ ન્યાય કરવામાં ઉપયોગી થતા નથી અને તેથી “ધર્મહાનિ - અન્યાય - ઉત્પન્ન થાય છે. આ વિધાનો સંપૂર્ણ રીતે અનેકાન્તને જ રજુ કરે છે. તેજ પ્રમાણે આગળ કહે છે: केवलं शास्त्रमावित्य क्रियते या निर्णयः व्यवहारस्य विज्ञेयो धर्मस्तेनापि हीयते ।। અર્થાત: ફક્ત કાનુનમાં લખેલ હકીકતના શબ્દાર્થને વળગી રહીને અને વ્યવહારમાં બનતી હકીક્તોની ઉપેક્ષા કરીને ન્યાય થઈ શકતો નથી. ફક્ત સંયોગિક પુરાવો હોય ત્યારે ન્યાયધિકારીએ કેવી કાળજી રાખવાની જરૂર છે તે બાબત નારદે કહ્યું છે કે : कश्चित्कृवाडडत्मनिश्चह्न द्वेषात्परमुपद्रवेत । __ युक्तिहेत्वर्थ सम्बन्धैस्तत्र युक्त परीक्षणम् ।। અર્થાત્: શ્રેષથી પ્રેરાઈને બીજાને ઉપદ્રવ કરવાના હેતુથી માણસો અમુક પ્રકારના સંજોગો ઉત્પન્ન કરે છે. આથી આધાર રાખી શકાય તેવા હેતુથી તમામ પરિસ્થિતિઓનું પરીક્ષણ કરવું જોઈએ. -અનેકાન્ત દૃષ્ટિ) 2010_04 Page #44 -------------------------------------------------------------------------- ________________ પ્રાચિન ભારતમાં કોઈપણ કેસમાં પુરાવો લેવાની પધ્ધતિ બે પ્રકારની હતી. અદ્યતન પધ્ધતિમાં જેને પુરાવાનો કાનુન (Evidence Act) કહે છે તે બાબતમાં યજ્ઞવાલક્ય નીચે મુજબ જણાવે છે. प्रमाणं लिखितं भुक्तिः साक्षिण श्रेत कीर्तितम । एषामन्यतमाभावे दिव्या न्यतममुच्यते ।। કોઈપણ હકીકતનું પ્રમાણ - સાબીતિ આપવા માટે લેખીત પત્ર તથા મૌખિક સાહેદી તેમજ વસ્તુનો કબજો માન્ય રાખવામાં આવે છે તે ઉપરાંત “દિવ્ય” પુરાવો પણ સ્વીકારવામાં આવે છે. આ “દિવ્ય પુરાવો એ જાતનો હતો કે પોતાની હકીકતની સત્યતા સાબીત કરવા પક્ષકાર વિવિધ પ્રકારની યાતનામાંથી પસાર થવાની દરખાસ્ત કરતો. દા.ત. ઉકળતા તેલમાં હાથ નાંખવો વગેરે. આ જાતની પ્રથા દુનીઆના ઘણા પ્રાચિન સમાજોમાં હતી. પરંતુ “દિવ્ય” પુરાવો આપવાની પ્રથા ત્યારે જ ઉપયોગમાં લેવામાં આવતી જ્યારે બીજા સાહેદોનો મૌખિક કે દસ્તાવેજી પુરાવો ઉપલબ્ધ ન હોય. તે નીચેના કાત્યાયનના શ્લોક પરથી જણાશે. __ क्रिया न दैविकी प्रोत्का विद्यमानेषु साक्षिषु । लेख्ये य सति वादेषु न दिव्यं न च साक्षिणः ।। જ્યારે સાહેદો ઉપલબ્ધ હોય ત્યારે દિવ્ય પુરાવાની જરૂર નથી રહેતી અને જ્યારે દસ્તાવેજી પુરાવો ઉપલબ્ધ હોય ત્યારે મૌખિક પુરાવાની તેમજ “દિવ્ય પુરાવાની જરૂર રહેતી નથી. પુરાવાને લગતા આ તમામ પ્રબંધો અનેકાન્તના સિધ્ધાંતોને અનુકુળ છે. “દિવ્ય પુરાવાની પધ્ધતિ આધુનિક કાનુનોમાં નથી. પરંતુ આધુનિક કાનુનોમાં પણ Special oath લઈ શકાય છે. જો પક્ષકારો કબુલ કરે કે તેમાંનો કોઈ એક પોતાના કેસની સત્યતા બાબત ખાસ પ્રકારના સોગન લે તો બીજો પક્ષ તેવી રીતે સોગન લેનારની વાતને કબુલ રાખે તે જાતના પ્રબંધો હાલના કાનુનમાં છે તે પ્રાચિન કાળના “દિવ્ય” પુરાવાના સિધ્ધાંતમાંથી જ આવેલ હોય તેમ જણાય છે. આધુનિક ન્યાયપધ્ધતિ અને અનેકાન્ત | નયવાદના સિધ્ધાંતોથી આપણે જોયું કે કોઈપણ વસ્તુ કે પ્રસંગને વિવિધ દ્રષ્ટિકોણથી જોઈએ તો જ તેની સાચી પરખ થઈ શકે. આધુનિક ન્યાય વિતરણની પધ્ધતિ Gઅનેકાન્ત દષ્ટિક 2010_04 Page #45 -------------------------------------------------------------------------- ________________ આજ કારણસર બંન્ને પક્ષોને સાંભળ્યા સિવાય છેલ્લો નિર્ણય થઈ શકે નહી તે વાતનો સ્વીકાર કરે છે અને તેથી દિવાની કેસોમાં સીવીલ પ્રોસીજર કોડ અને ફોજદારી કેસોમાં ક્રીમીનલ પ્રોસીજર કોડ આ બાબતમાં વિસ્તારથી પ્રબંધો કરે છે. દિવાની કે ફોજદારી કેસોમાં બન્ને પક્ષો તરફથી પોતપોતાના મંતવ્યોની રજુઆત થાય તે બાદ જ કોર્ટે પોતાનો નિર્ણય કરવાનો રહે છે. પરંતુ આ રજુઆત થયા પહેલાં બન્ને પક્ષને પોત-પોતાના મંતવ્યોના સમર્થનમાં દસ્તાવેજી તથા મૌખિક પુરાવો આપવાની સંપૂર્ણ તક આપવામાં આવે છે અને આ પુરાવાનું મુલ્યાંકન પણ અનેકાન્તના સિધ્ધાંતોને અનુરૂપ જ કરવામાં આવે છે. ઉપર જોયું તેમ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના તત્વો કોઈપણ વસ્તુ કે વિધાનની સત્યતા સમજવા માટે અગત્યના હોય છે. જેની સમજણ પાન-૩૪ ઉપર આપવામાં આવી છે. દા.ત. કોઈ સાહેદે અમુક વિધાન કર્યું તે વિધાનની ચકાસણી કરતી વખતે કોર્ટે નીચેની હકીકત ધ્યાનમાં લેવી જોઈએ. (૧) દ્રવ્યઃ વિધાન જે વ્યક્તિએ કરેલ હોય તે વ્યક્તિને અમુક રીતે વિધાન કરવાના કોઈ ખાસ કારણ હોય જેવા કે, તે વ્યક્તિ કોઈપણ પક્ષકાર સાથે સંબંધ ધરાવતી હોય અગર કોઈપણ પક્ષકાર પ્રત્યે દ્વેષનું કારણ હોય તો તે ધ્યાનમાં લેવા જોઈએ. તેમજ તે વિધાન કરનાર વ્યક્તિનો અભ્યાસ, અનુભવ કે સામાજિક સ્થાન કયા પ્રકારનો છે તેની અંગત આબરૂ કેવા પ્રકારની છે તે પણ ધ્યાનમાં લેવું જોઈએ. ક્ષેત્ર વિધાનમાં કહેલ હકીકતો કેવા ક્ષેત્રમાં બનવા પામેલ, તે ક્ષેત્રમાં વિધાનમાં જે બનાવ બન્યાનો ઉલ્લેખ હોય તે બનાવ બનવાનો કેવો સંભવ છે અને જો કાંઈ સંભવ હોય તો જે રીતે તે બન્યાનું કહેવાય છે તે રીતે જ બનાવનો સંભવ છે? કાળ : જે કાળે તકરારી બનાવ બન્યાનું વિધાન છે તે કાળે તે બન્યું હોય તે શક્ય છે? જો હા, તો તે કાળ એવો હતો કે બનાવની વિગતોનું નિરીક્ષણ યોગ્ય રીતે થઈ શકે? ભાવના સાહેદે જે વિધાન કરેલ છે તેની પાછળ તેની શી ભાવના છે. ઘણા માણસો તટસ્થતાથી સાહેદી આપતા હોય છે છતાં બન્નેમાંથી એક પક્ષ પ્રત્યેની અગર તો જે પ્રસંગને અનુલક્ષીને સાહેદી આપતા હોય તે પ્રસંગ પ્રત્યેની સહાનુભૂતિની અગર વિરોધની ભાવનાથી દોરવાઈને અમુક પ્રકારનું વિધાન કરતા હોય. =અનેકાન્ત દૃષ્ટિ) 2010_04 Page #46 -------------------------------------------------------------------------- ________________ આ રીતે અનેકાન્તવાદના જે ચાર સંયોગોને લક્ષમાં લેવાના હોય છે તે ચારે લક્ષણો હાલની ન્યાયિક પ્રક્રિયામાં પણ લક્ષમાં લેવાની જરૂર રહે છે. ફોજદારી કેસોમાં પુરાવાની તુલનાના પ્રસંગે અમુક ચોક્કસ પ્રકારના સંજોગોમાં અનેકાન્તના સિધ્ધાંતો અજાણતા પણ કેવી રીતે લક્ષમાં લેવાય છે તે જોઈએ. ફોજદારી રાહે ચાલતા કેસોમાં એક અગત્યનો નિયમ એ હોય છે કે ગુનો કોણે કર્યો છે અને કેવા સંજોગોમાં કર્યો છે તે બાબતની સાહેદી કોર્ટ સમક્ષ સોગન ઉપર લેવાએલ હોય અને તહોમતદાર પક્ષને તેવા સાહેદની ઉલટ તપાસ કરવાની તક મળી હોય તો જ તેવા પુરાવાને આખરી નિર્ણય સમયે ધ્યાનમાં લઈ શકાય. પરંતુ આ બાબતમાં એક મોટો અપવાદ છે અને તે છે ગુનાને પરિણામે જેનું મૃત્યુ થયું હોય તેનું મરણોન્મુખ નિવેદન (Dying Declaration) જેમાં ગુનો કેવી રીતે બન્યો, શા માટે બન્યો વગેરે બાબતનો ખુલાસો મરનારે પોતે આપ્યો હોય. આવું નિવેદન સોગન ઉપરની જુબાનીમાં કોર્ટ સમક્ષ આપવામાં આવેલ ન હોય અને તે બાબતમાં મરનારની કોઈ ઉલટ તપાસ પણ ન થઈ હોય તો પણ તેને એક અગત્યના પુરાવા તરીકે સ્વીકારવામાં આવે છે. જે બીજા કોઈ પુરાવાના ટેકા વિના પણ કોર્ટ સ્વીકારી શકે છે. તેમ કરવામાં ફક્ત એટલી જ કાળજી રાખવાની હોય છે કે તેવું નિવેદન મરનારે પોતાની સ્વેચ્છાથી અને બહારના કોઈ તત્ત્વોની શીખામણ કે ઉશ્કેરણીથી કર્યું નથી. આ પ્રકારના અપવાદ પાછળ જે સિધ્ધાંત સ્વીકારવામાં આવેલ છે તે એ છે કે મૃત્યુ જયારે સન્મુખ આવીને ઉભું હોય છે ત્યારે માણસ ખોટું બોલવાને પ્રેરાતો નથી - પરંતુ તેવું નિવેદન કોઈ બીજાની શીખામણ કે ઉશ્કેરણીથી થએલ હોય તો તે મરનારની સ્વેચ્છાથી થએલ ગણાય નહીં. એટલે કે ફક્ત તેના ઉપર જ આધાર રાખી છેવટનો નિર્ણય લઈ શકાય નહિ. આ રીતે મૂળભૂત સિધ્ધાંતમાં તેમજ તેના અપવાદમાં “ચાઅસ્તિ-નાસ્તિ”નો જ સ્વીકાર કરવામાં આવેલ છે તે સ્પષ્ટ છે. સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિએ તકરારી વિષય બાબત કોર્ટ બહારની વ્યક્તિ પાસે કોઈ નિવેદન કરેલ હોય તો તે નિવેદન તેની કોર્ટ રૂબરૂની જુબાનીમાં દાખલ થઈ શકે. પરંતુ ગુનાની પોલીસ તપાસ દરમ્યાન તેણે પોલીસ રૂબરૂ જે નિવેદન કર્યું હોય તો તે મુખ્ય પુરાવા તરીકે સ્વીકાર્ય નથી. કારણ કે પોલીસથી દબાઈને તે નિવેદન કર્યાનો સંભવ રહે છે. પરંતુ પોલીસ પાસે કરેલ નિવેદન જો કોર્ટમાં અપાએલ સોગન ઉપરથી જુબાનીથી વિરોધાભાસી હોય તો તેનો મર્યાદિત ઉપયોગ સાહેદની વિશ્વસનિયતા તોડવા અનેકાન્ત દૃષ્ટિક 2010_04 Page #47 -------------------------------------------------------------------------- ________________ પુરતો જ થઈ શકે. આ સિધ્ધાંતોથી સ્પષ્ટ છે કે જુદા જુદા સંજોગોની અપેક્ષાએ જુદી જુદી પરિસ્થિતિનું નિર્માણ થાય છે, જે અનેકાન્તનું જ સ્વરૂપ છે. ઘણા કેસમાં એક કરતાં વધારે તહોમતદારો હોય છે જેમાં બધાએ સાથે મળીને કાવત્રુ કરેલ હોય. આવા કેસોમાં કોઈ એક તહોમતદાર બીજા સયતોમમતદાર વિરૂધ્ધ જુબાની આપે તો તેના ઉપર કેટલો આધાર રાખી શકાય? તેના જવાબમાં એવું ધોરણ છે કે સતતહોમતદારની જુબાની ઉપર ત્યારે જ આધાર રાખી શકાય કે જ્યારે બીજા આધારલાયક પુરાવાથી તેને સમર્થન મળે. આજ રીતે કોઈ તહોમતદારે પૂર્વે કોર્ટ સમક્ષ ગુન્હાની કબુલાત કરી હોય પરંતુ તે બાદ તે ફરી ગયો હોય તો પૂર્વે કરેલ કબુલાત ઉપર કેટલો આધાર રાખી શકાય તે પ્રશ્ન બાબત પણ એવું ધોરણ સ્વીકારવામાં આવે છે કે આવા સંજોગોમાં પૂર્વે કરેલ કબુલાતને બીજા આધાર લાયક પુરાવાનો ટેકો હોવો જોઈએ. કોર્ટે હંમેશા મૌખિક જુબાની કરતાં દસ્તાવેજી પુરાવા ઉપર વિશેષ આધાર રાખે છે. તેમાં પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના ચાર તત્વોમાંથી “કાળ” તત્વ ઉપર વધારે વજન આપે છે, કારણ કે જે દસ્તાવેજ તકરાર શરૂ થયા પહેલાં અસ્તિત્વમાં આવેલ હોય અને જેમાં હકીકતોની લેખિત રજુઆત થએલ હોય તે તકરાર દરમ્યાનની મૌખિક જુબાની કરતાં વિશેષ વિશ્વાસજનક હોય. આ પણ અનેકાન્તના સિધ્ધાંતોને અનુરૂપ છે. દિવાની તથા ફોજદારી કેસો કઈ પધ્ધતિથી ચાલે તેને માટે સીવીલ પ્રોસીજર કોડ અને ક્રીમીનલ પ્રોસીજર કોડ તેમ બે કાનુનો છે. જેના તમામ પ્રબંધો અનેકાન્તના સિધ્ધાંતોને અનુકૂળ છે જે દર્શાવે છે કે અનેકાન્તના સિધ્ધાંતો ન્યાય વિતરણ માટે કેટલા સક્ષમ છે. આ સંબંધમાં એકત્રીજો કાનુન છે જે પણ તેટલો જ અગત્યનો છે અને અનાયાસે અનેકાન્તના મૂળભૂત સિધ્ધાંતોને અનુકૂળ છે. આ કાનુન છે ઈન્ડીઅન એવીડન્સ એકટ -પુરાવાનો કાનુન. જેની નીચે કઈ જાતનો પુરાવો કેટલે અંશે ગ્રાહ્ય થઈ શકે તે બાબતના પ્રબંધો છે. આ પ્રબંધોની રૂએ તકરારી વિષયોને લગતી અને તેના ઉપર પ્રકાશ પાડતી હકીકતો ક્યારે અને કેવી રીતે સાબીત કરી શકાય તેનું માર્ગદર્શન છે, જે તમામ વિવિધ અપેક્ષાલક્ષી હોઈને અનેકાન્તના સિધ્ધાંતોને જ સમર્થન આપે છે. આ પ્રબંધો મુજબ કોઈપણ પ્રસંગના ઘણા લક્ષણોમાંથી ફક્ત અમુક જ લક્ષણોને ધ્યાનમાં લઈને ચુકાદો અનેકાન્ત દષ્ટિE 2010_04 Page #48 -------------------------------------------------------------------------- ________________ આપવામાં આવે તો એક યા બીજા નયાભાસનો દોષ લાગે અને તેવા દોષને નિવારવા તમામ લક્ષણોને ધ્યાનમાં લેવા જોઈએ. કોર્ટ સમક્ષ ચાલતા કેસોમાં બન્ને પક્ષના વકીલોએ પણ પોતાના કેસની રજુઆત કરતી વખતે સામાવાળાના કેસના ગુણદોષો પણ ધ્યાનમાં રાખવા જોઈએ અને તેમ થવા પામે તો જ પોતાના અસીલના કેસનું સાતત્ય અને વિરોધ પક્ષના કેસમાં રહેલ નયાભાસને સ્પષ્ટ કરી શકે. આ રીતે “નયવાદ”ની વિશ્લેષણાત્મક પધ્ધતિ અને સ્વાદ્વાદની સંયોજનાત્મક પધ્ધતિનું અનુસરણ આધુનિક ન્યાયપધ્ધતિમાં થયા કરે છે. - આધુનિક ન્યાયપધ્ધતિની એક વિશેષતા છે તે કુદરતી ન્યાય (Natural Justice) નો સિધ્ધાંત. આ સિદ્ધાંતને ન્યાયના ક્ષેત્રમાં અનેકાન્તની દષ્ટિએ એક અતિ મહત્વનું પ્રદાન કરેલ છે. આ સિધ્ધાંતની અગત્ય આધુનિક રાજ્યાધિકારોની વિશાળતા અને વિવિધતાની દષ્ટિએ અતિમહત્વની છે. ઘણા કાનુનો એવા હોય છે કે તેમાં રાજ્યાધિકારીઓ પાસે નિર્ણય લેવાની વિષાળ અને અબાધિત સત્તાઓ હોય છે. આવી. સત્તાના ઉપયોગ ઉપર કોઈ કાનુની નિયંત્રણ ન હોય ત્યારે “કુદરતી ન્યાય”નો સિધ્ધાંત ન્યાયના હિતમાં અમલમાં આવે છે તે સિધ્ધાંતના બે પાયા છે. તેના લેટીન સૂત્રો નીચે મુજબ છે. (૧) “Nemo debet esse judex in propria causa” એટલે કે કોઈપણ વ્યક્તિ પોતાના કેસમાં પોતે જ ન્યાય આપી શકે નહિ. આ સિદ્ધાંતનું અર્થઘટન એ રીતે કરવામાં આવ્યું છે કે જે વસ્તુ ન્યાયાધિન હોય તેમાં ન્યાય કરનારનું કોઈપણ પ્રકારનું અંગત હિત હોવું જોઈએ નહિ. મતલબ કે, તે વ્યક્તિ તટસ્થ હોવી જોઈએ. (૨) “Audi Alteram Partem” એટલે કે કેસના તમામ પક્ષોને સાંભળ્યા બાદ જ નિર્ણય આપવો જોઈએ. આ બન્ને સિધ્ધાંતો અનેકાન્તની દષ્ટિએ પાયાના સિધ્ધાંતો છે કારણ કે જો મારા કેસનો ચુકાદો મારા જ હાથમાં હોય તો મારી દષ્ટિએકાંકી બનવા પુરો સંભવ છે. તેજ પ્રમાણે જો તમામ પક્ષકારોને સાંભળ્યા વિના ચુકાદો અપાય તો તે એક પક્ષીય હોવાનો સંભવ છે. આથી કાનુની પ્રબંધો મુજબ કોઈપણ રાજ્યાધિકારીને અબાધિત સત્તા આપવામાં આવી હોય તો પણ કુદરતી ન્યાયના આ સિદ્ધાંતોને અનુસરીને જતે સત્તાનો (અનેકાન્ત દૃષ્ટિક 2010_04 Page #49 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગ કરવો જોઈએ. તેવું ભારતની કોર્ટોમાં સર્વસ્વીકૃત છે. જર્મન તત્વવેત્તા કાન્ટ આ બાબત કહે છે: “Formerly I viewed human common sense only from the stand point of my own. Now I put myself into the position of another's reason outside myself and observe my judgements, to gether with their most secret causes from the point of view of others. It is true that the comparison of both observations results in pronounced parallaxes. But it is the only means of the power of knowledge in human nature into its true place.” (1) અર્થાત્: પહેલાં તો માનવ-જ્ઞાનનું પરિક્ષણ હું મારા પોતાના દષ્ટિબિન્દુથી જ કરતો હતો; પરંતુ હવે હું બહારની વ્યક્તિના દષ્ટિબિન્દુથી જોવાનો પ્રયત્ન કરું છું અને મારા દષ્ટિબિન્દુના અંતર્ગત કારણોની સાથે બીજાના દૃષ્ટિબિન્દુઓના અંતર્ગત કારણો સાથે સરખાવું છું. આથી જો કે સ્વાભાવિક રીતે જ ઘણી વિષમતાઓ ઉભી થાય છે, પરંતુ દર્શાવરણને ટાળવાનો તેમજ મનુષ્ય સ્વભાવનું રહસ્ય જાણીને તમારા જ્ઞાનમાં વૃદ્ધિ કરવાનો આ એક જ રસ્તો છે. ભ. મહાવીરના અનેકાન્તના સિધ્ધાંતોનો અભ્યાસ કર્યા વિના પણ જેણે સત્ય અને ન્યાયના સિધ્ધાંતોનું સ્વતંત્ર રીતે ચિંતન કર્યું છે તેણે અનાયાસે જ અનેકાન્તના સિધ્ધાંતોનું પ્રતિપાદન કરેલ છે. રોમન લૉ ના નિષ્ણાત રૂડોલ્ફસોમ (Rudolph Sohm) કહે છે “He alone can claim to have obtained a real vision of law, of justice and injustice, to whom life has revealed it self in its fullness. It is, of course, true of jurisprudence, as it is of other sciences, that the knowledge it commands is, and will remain fragmentary. But it has a lofty end in view, to which it must strive with unremitting endeavour to approach as nearly as may be.” અર્થાત્ “એ જ વ્યક્તિને યોગ્ય કાનુની દષ્ટિ તેમજ ન્યાય અન્યાય જોવાની દૃષ્ટિ પ્રાપ્ત થાય છે કે જે જીવનને તેની સમગ્રતામાં જોઈ શકે છે. એ સત્ય છે કે બીજા શાસ્ત્રોની (1) Philosophy of Kant - By C. J. Fridich P. 15 અનેકાન્ત દૃષ્ટિ) 2010_04 Page #50 -------------------------------------------------------------------------- ________________ માફક ન્યાયશાસ્ત્ર પણ સંપૂર્ણ જ્ઞાનને ધરાવતું નથી, જે ત્રુટી-પ્રસ્ત છે અને તેવું રહેશે પણ ખરું. પરંતુ તેનો ઉદેશ ઘણો જ ઉદાત છે જે મેળવવા તેણે અવિરત પરિશ્રમ કરવો જોઈશે અને સત્યની નજીક જેટલું જઈ શકાય તેટલું જવું જોઈશે.” રૂડોલ્ફ સોમની આ દષ્ટિ અનેકાન્તની દષ્ટિ જ છે. ઉપસંહારઃ આ રીતે વિશ્વમાં ચિંતનની ભૂમિકાએ અનેકાન્તનો સિધ્ધાંત અત્યંત વૈજ્ઞાનિક અને મૌલિક છે. તેનું ઉદભવસ્થાન તત્ત્વજ્ઞાનના વિકાસમાં હતું, પરંતુ સંસારના રોજીંદા જીવન-વ્યવહારમાં પણ તે તેટલું જ ઉપયોગી છે. કોઈપણ પ્રકારના અંતિમ કક્ષાના વાદનું તેમાં સ્થાન નથી તેનો પ્રયાસ સત્યની ખોજનો જ હોઈ કોઈપણ ખુણે ખાંચરેથી તે સત્યાંશોને શોધવાનો પ્રયત્ન કરે છે. વિશ્વના મહાન વૈજ્ઞાનિક અને ચિંતક બટ્રોન્ડ રસેલ ઠીકજ કહે છે કે : “The distnictive feature of an unintelligent man is the hastiness and absoluteness of his opinions. The scientist is slow to believe and never speaks without modification - always ready to concede that it may be wrong.”. અર્થાત્ “અજ્ઞાની વ્યક્તિની એક વ્યક્ત ખાસીઅત એવી હોય છે કે તેના અભિપ્રાયો અંતિમ કક્ષાના હોય છે અને તેની અભિવ્યક્તિ કરવામાં તે બિનજરૂરી ઉતાવળમાં હોય છે. પરંતુ વૈજ્ઞાનિક દષ્ટિ ધરાવતી વ્યક્તિ કોઈપણ વસ્તુ કે વિચારનો સ્વીકાર કરવામાં ઉતાવળ કરતી નથી અને પર્યાયો (modifications) ની અપેક્ષાએ જ વિધાનો કરે છે અને અમુક વિધાન ખોટું હોઈ શકે છે તેમ માનવા હંમેશા તૈયાર હોય છે.” રસેલનું આ વિધાન વાંચીને એક વિદ્વાને સ્યાદવાદનો સિધ્ધાંત સમજાવતાં કહ્યું કે કોઈ વ્યક્તિ ભ. મહાવીરને જઈને કહે “ભગવાન ! આપની અહિંસાની વાતો તો માણસોને ગેરરસ્તે દોરવવા વાળી છે અને તેનાથી તો ઘણો અન્યાય સર્જાય તેમ છે.” અહિંસાના પ્રખર હિમાયતી ભ. મહાવીર આ વ્યક્તિને કેવો પ્રતિકાર આપશે? વિદ્વાને કહ્યું કે ભગવાન આ વ્યક્તિને ફક્ત એટલું જ કહેશે “સ્યાત અસ્તિ”. મતલબ કે અમુક અપેક્ષાએ તું પણ સાચો છે. જીવનમાં ઘણા એવા પ્રસંગો બને છે કે યોગ્ય પ્રકારની હિંસાનો આશરો લીધા વિના કોઈ મોટી હિંસા અને ગંભીર પ્રકારનો અન્યાયનિવારી શકતો નથી. આવા સંજોગોમાં અમુક પ્રકારની હિંસાનો આશરો લેવાનું અનિવાર્ય બને તો તેનું પ્રાયશ્ચિત કરવાનો પણ પ્રબંધ છે. અનેકાન્તની આ વૈચારિક સહિષ્ણુતા જ્યારે જૈનોમાં જ જોવામાં ન આવે ત્યારે તે અત્યંત દુઃખનો વિષય બને છે. H૪૭) (અનેકાન્ત દષ્ટિE 2010_04 Page #51 -------------------------------------------------------------------------- ________________ સુભાષિતો ૧. बालाणं अकामं तु मरणं असई भते । ૩. ૪. પડિયાળ સામ તુ મેળ સરૂં મને । (ઉ.અ.૫ ગા. ૩) અજ્ઞાની મનુષ્યોનું અકાળ (ઈચ્છારહિત) મરણ વારંવાર થયા કરે છે, જ્યારે પંડિતોનું સકામ મરણ એક જ વખત થાય છે. दाराणि सुयाचेव मित्ताय तह बान्धवा । નીવંત મળ્યુ નીતિ મયં નાણુષ્વયંતિય ।। (ઉ.૨.૧૮ ગા. ૧૪) સ્ત્રીઓ, પુત્રો, મિત્રો અને બંધુજનો – તે બધાં જીવતાનાં જ સગા છે. મરણ પછ તે કોઈ સાથે આવતું નથી. समया सव्वभूअसु, सत्तुमिते सुवाजगे । પાળાવાય વિદ્ નાવનિવાસે ટુક્કર ।। (ઉ.અ.૧૯ ગા. ૨૬) જગતના તમામ પ્રાણીઓ – શત્રુ હોય કે મિત્ર હોય – તે તમામ પ્રત્યે સમભાવે વર્તવું જીંદગીપર્યંત પ્રાણીમાત્ર પ્રત્યે આ રીતે સમભાવે વર્તવાનું દુષ્કર છે (તેમ સમજો). जरा मरण वेगेणं बुझमाणाण पाणिणं । ધમ્મોરીવો પઠ્ઠાય, નફ્ સરળ મુત્તમ ।। (ઉ.અ. ૨૩ ગા. ૬૮) જરા અને મરણના પ્રવાહમાં ઘસડાતા પ્રાણીઓને માટે એક ધર્મ જ મહાદ્વીપ છે આશરા રૂપ છે અને તેજ ઉત્તમ શરણ છે. जइ वि य णिगणे. किसे चरे, जइ वि य मुंजिय मासमंतसो । નેફદ માયાર્ મિગ્ગડુ, મળતા બાય વંતસો ।। (સુત્રકૃતાંગ૨-૧-૯ કોઈ નગ્નાવસ્થામાં વિચરે કે મહિનાને અંતરે એક જ વાર ખાય, પરંતુ જો તે માયાથી બંધાયેલ હોય તો તે વારંવાર ગર્ભવાસ પામવાનો (જન્મ લેવાનો). અનેકાન્ત દૃષ્ટિ 2010_04 ૪૮ Page #52 -------------------------------------------------------------------------- ________________ લેખક પરિચય આ પુસ્તિકાના વિવેચક શ્રી યંબકલાલ ઉ. મહેતા (ઉ.વ.૮૭ વર્ષ) હિમાચલ હાઈકોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિસ છે અને પોતાની નિવૃત્તિ બાદ ગુજરાતના જાહેર પ્રશ્નોમાં સક્રિય રસ લે છે. નિવૃત્તિ બાદ તેમની મુખ્ય પ્રવૃત્તિ વાચન-લેખનની રહેલ છે. હાલ તેઓ મુનિશ્રી સંતબાલજીએ પંચાવન વરસ પહેલાં સ્થાપેલ ભા. ન. પ્રા. સંઘના પ્રમુખ છે. તેઓ મુનિશ્રી સંતબાલજીએ શરૂ કરેલ “વિશ્વવાત્સલ્ય' માસિકના સંપાદક મંડળના સભ્ય છે અને વિશ્વમાં પ્રચલિત ધર્મોના તેમજ ખાસ કરીને જૈનદર્શનના અભ્યાસી છે. આ પુસ્તિકા ઉપરાંત તેમની રચનાઓ નીચે મુજબ છે : 1. પાથ ઓફ અહંતુ (અંગ્રેજીમાં) જૈનદર્શનના મૂળભૂત સિદ્ધાંતોની વૈજ્ઞાનિક દૃષ્ટિએ સમજૂતી. સંતબાલ - એ સેઈન્ટ વીથ આ ડિફરન્સ (અંગ્રેજી) મુનિશ્રી સંતબાલજીનું જીવન તથા પ્રેરક પ્રસંગો. સંતબાલ, એક અનોખી માટીના સંત - ઉપરના પુસ્તકનો ગુજરાતી અનુવાદ - અનુવાદક શ્રી મગનભાઈ પટેલ. આનંદઘન સ્તવનો (ગુજરાતી) - અવધૂત શ્રી આનંદઘનજીએ બાવીસ તીર્થંકર ઉપર રચેલ સ્તવનોનું વિવેચન. ઉત્તરાધ્યયન - સાર - ભગવાન મહાવીરે આપેલ અંતિમ ઉપદેશની ગાથાઓ અંગેનું વિવેચન. જૈનદર્શનની રૂપરેખા - 2 જૈનદર્શનના દરેક પાયાના સિદ્ધાંતોની સાદી સમજ. વોટ ઈઝ જૈનીઝમ (અંગ્રેજી) - પ્રશ્નોત્તરી રૂપે જૈન સિદ્ધાંતોની અંગ્રેજી ભાષામાં સમજ. બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ (અંગ્રેજી) આ કાનૂનની અંગ્રેજીમાં કાનૂની દૃષ્ટિએ વકીલો તથા કોર્ટોને ઉપયોગી ટીકા. 9. ઇસ્લામનું રહસ્ય સૂફીઝમ (ગુજરાતી) 10. વંદિતુ પ્રતિક્રમણ-સૂત્ર - મુનિશ્રી સંતબાલજીનું પદ્યાંતર - તેની સમજૂતી. 11. સામાયિક સૂત્ર. નીચેની રચનાઓ પ્રકાશિત કરવાની યોજના છે. (1) ગુજરાતની અસ્મિતા (આદિકાળથી શરૂ કરી મરાઠાકાળ સુધીનો ગુજરાતનો ઇતિહાસ) (2) સોક્રેટિસ પૂર્વેના ગ્રીક ફિલસૂફો. 2010_04