________________
ખ્યાલ આપી શકતા નથી. આથી જૈન દર્શનનો પાયાનો મૂળભૂત સિદ્ધાંત છે કે સત્યનું દર્શન તો આપણા અંગત દૃષ્ટિકોણની અપેક્ષાએ જ થાય છે અને તે રીતે ‘‘સાપેક્ષ’ છે (૧)
આથી જે ફલિત થાય છે તે એ છે કે જે વસ્તુનું પ્રતિપાદન શકય હોય તેટલા વિશેષ દૃષ્ટિકોણોથી થયું તે અનેકાન્ત છે. બાકીના એકાન્ત છે અને જેટલે અંશે તે એકાન્ત છે તેટલે અંશે તે અધુરા છે. તે
દા.ત. આદિ શંકરાચાર્યજી જેવા વિદ્વાનો એમ કહે છે કે આ સમસ્ત વિશ્વમાં જે કાંઈ સચરાચર વસ્તુ છે તે તમામ બ્રહ્મમય છે અને તેમાં જે કાંઈ ભિન્નતા દેખાય છે તે ફક્ત માયા છે અને અવાસ્તવિક છે. એટલે કે બ્રા સત્ય જ્ઞાત્ મિથ્યા । તેમના કહેવા મુજબ માટીમાંથી અનેક આકારના વાસણ બને છે. પરંતુ તેમાં જે માટી તત્વ છે તે કાયમનું છે અને આકાર જે દખોય છે તે ક્ષણિક છે તેથી અવાસ્તવિક છે અને માયારૂપ છે.
આથી વિરૂધ્ધ બૌધ્ધો એમ માને છે કે વિશ્વની તમામ વસ્તુઓ સદંતર રૂપાંતરને પામે છે અને તેની રૂપાંતરતા એટલી ઝડપથી થતી હોય છે કે તે નજરે ચડતી નથી અને એકરૂપતાનો ભ્રમ ઉત્પન્ન કરે છે. તેના સમર્થનમાં નદીના પ્રવાહનો તથા દીપ શિખાનો દાખલો આપી કહે છે કે તે બંન્ને એકરૂપે જ વહન કરતા હોય છે તેવો આભાસ થાય છે. જ્યારે હકીકતે નદીના પ્રવાહ અનેક બિન્દુઓનો બનેલ હોવાથી તમો જ્યારે તેનો સ્પર્ષ કરો છો ત્યારે પ્રથમ સ્પર્ષ કરેલ જલબિન્દુ તો દૂર ચાલ્યું ગયું હોય છે અને બીજા અનેક બિન્દુઓનો સ્પર્ષ થતો હોય છે. તેજ રીતે દીપશિખામાં બળતા તૈલ બિન્દુઓનું છે. આથી બૌધ્ધોની માન્યતા મુજબ આત્મા સહીત વિશ્વની તમામ વસ્તુઓ સતત પરિવર્તનશીલ જ છે. કોઈપણ સ્થાયી કે શાશ્વત નથી. અનેકાન્તલક્ષી જૈન મત પ્રમાણે આ બન્ને મતો એકાન્તિક છે. કારણ કે બ્રહ્મલક્ષી મત વસ્તુની શાશ્વતતાના લક્ષણને જ ધ્યાનમાં લઈ તેના રૂપાંતરની ઉપેક્ષા કરે છે. જ્યારે બૌધ્ધમત રૂપાંતરતાને જ ધ્યાનમાં લઈ શાશ્વતતાની ઉપેક્ષા કરે છે.
માટીની બનાવટથી જ જુદા જુદા રૂપધારી વાસણો બને છે તે સત્ય છે પરંતુ વાસણનું વર્તમાનરૂપ વાસ્તવિક નથી અને ફક્ત માયારૂપ છે તેમ માનવું યોગ્ય નથી. માટીનો ઘડો પાણી ભરવાના ઉપયોગમાં લેવાય, પરંતુ રસોઈ કરવામાં કે ભોજન લેવાના કામમાં ન લેવાય. આથી માટીના વાસણનો ચાલુ ઉપયોગ અત્યંત વાસ્તવિક બન્યો અને તેનું હાલ જે સ્વરૂપ છે તે ગમે તેટલું ક્ષણિક હોય તો પણ વાસ્તવિક છે એટલે (1) Indian Philosophy - Vol. 1 P. 298-299
અનેકાન્ત દૃષ્ટિ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
૨૪
www.jainelibrary.org