________________
અનેકાન્તનું તાર્કિક સ્વરૂપ
હવે ટુંકમાં જોઈએ કે અનેકાન્તની તાત્ત્વિક દષ્ટિને જૈન તત્ત્વજ્ઞોએ તાર્કિક સ્વરૂપ કેવી રીતે આપ્યું. આ બાબતની ટુંકી ચર્ચા અનેકાન્તનું વ્યવહારિક સ્વરૂપ સમજવામાં અતિ ઉપયોગી છે તેથી તેના શાસ્ત્રિય ઉંડાણમાં નહિ જતાં ફક્ત સામાન્ય સ્વરૂપના અમુક પાયાના સિદ્ધાંતોનો જ અહિ ઉલ્લેખ કરીશું. આ પાયાના સિધ્ધાંતોની સમજ ન્યાયતંત્રને માટે ઘણી ઉપયોગી છે. કારણ કે ન્યાય વિતરણની સારી વ્યવસ્થા અજાણપણે પણ આજ સિધ્ધાંતોનો પ્રત્યક્ષ અગર પરોક્ષ રીતે ઉપયોગ કરે છે.
અનેકાન્તને તાર્કિક સ્વરૂપ આપવાના બે પાયા છે તે “નયવાદ” અને “સ્યાદ્વાદ” છે. તેમાંના પ્રથમ નયવાદની ચર્ચા કરીએ. નયવાદ
નય” એટલે “દૃષ્ટિકોણ જેને અંગ્રેજીમાં “Stand Point” અગર “Aspect” કહે છે. આપણે આ અગાઉ જોયું કે દરેક વસ્તુ કે વિચારને જુદા જુદા દષ્ટિકોણથી જોઈ શકાય. આપણે એ પણ જોયું કે જ્યારે ઘણાં દૃષ્ટિકોણોમાંથી માણસ અમુક દષ્ટિકોણથી જ પ્રભાવિત થઈને પોતાનો નિર્ણય બાંધે છે ત્યારે ભૂલ થવા સંભવ રહે છે અને તેજ રીતે બંધાએલા વિરોધી નીર્ણય સાથે ઘર્ષણ ઉભુ થાય છે. એ ઘર્ષણ ટાળવું હોય તો નયવાદનો સિદ્ધાંત સમજીને વિરોધી મત દર્શન કઈ અપેક્ષાએ થયું છે તે જાણવાની જરૂર રહે છે. આ બાબતમાં આપણા વિશ્વવિખ્યાત તત્વજ્ઞ ડૉ. રાધાક્રિષ્નન કહે છે -
“The doctrine of Naya or Stand point is a peculiar feature of Jain Logic. A Naya is a standpoint from which we make a statement about a thing. - What is true from one standpoint may not be true from another. Particular aspeets are never adequate to the whole reality. The relative solutions are abstractions under which reality may be regarded, but do not give us full and sufficient account of it. Jainism makes basic and fundamental principle that truth is relative to our standpoint.”
અર્થાત : “નય” અથવા “દષ્ટિકોણ” બાબતનો સિદ્ધાંત તે જૈન તર્કશાસ્ત્રનું એક આગવું પ્રદાન છે. નય એટલે અમુક દૃષ્ટિકોણ કે જે મારફત આપણે વસ્તુનું દર્શન કરીએ છીએ. એક દૃષ્ટિકોણથી જે વાત સાચી લાગે છે તે બીજા દષ્ટિકોણથી તેવી સાચી નથી લાગતી. કોઈ ચોક્કસ દૃષ્ટિકોણથી જોવાથી વસ્તુની સમગ્રતાનો ખ્યાલ આવી શકતો નથી. સાપેક્ષ નિર્ણયો વાસ્તવિકતાને પહોંચવાનો પ્રયત્ન કરે છે. પરંતુ તેનો સંપૂર્ણ
(અનેકાન્ત દષ્ટિક
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org