________________
હોય છે તેથી આપણી સ્થિતિ પેલા અંધજનો જેવી છે અને તેથી તત્ત્વ વિશેના કે સાંસારિક વ્યવહારો વિશે આપણું જ્ઞાન તથા અનુભવો સિમિત હોય છે અને તેથી આપણા નિર્ણયો પણ તેટલે જ અંશે સિમિત રહેવાના. એક વખત આ વાત સમજાય જાય તો વિચાર સંઘર્ષમાંથી ઉત્પન્ન થતો વિવાદ કેટલો અસ્થાને છે તે સમજાય જશે અને આવી સમજ આવશે તો અનેકાન્તનો આશ્રય લઈ દરેક સત્યાંશોનું અન્વેષણ કરી એક સમન્વય સાધવાનો પ્રયાસ કરવા આપણે પ્રેરાશું, અને કલહનો અંત આવશે.
આ રીતે વૈચારિક ભૂમિકા એજભ. મહાવીરનો અહિંસાનો સિદ્ધાંત પ્રતિષ્ઠિત થશે. અભિવ્યક્તિની અપૂર્ણતા
ઉપર જોયું તો ચિંતન પ્રક્રિયાના બન્ને તત્ત્વો સ્વત: પરિપૂર્ણ હોઈ શકતા નથી. પરંતુ આ બન્ને અપૂર્ણ તત્ત્વોના પરિણામે જે ચિંતન થયું તેની અભિવ્યક્તિ પણ ઘણી અપૂર્ણ રહે છે. જેને સત્યનું દર્શન પૂર્ણ સ્વરૂપે થયું હોય - જેને કૈવલ્ય પ્રાપ્ત થયું હોય - તેવી વ્યક્તિને પણ પોતાને જે પ્રાપ્ત થયું છે તે ભાષામાં અભિવ્યક્ત કરવાની મુશ્કેલી છે અને તેથી જ ઉપનિષદ્રના ઋષિ મુનિઓએ પોતાને લાધેલા સત્ય દર્શનને “નેતિ નેતિ” કહીને નકારાત્મક ભાષામાં વર્ણવ્યું. તૈત્તરીય ઉપનિષદે તો આખરી સત્યનું વર્ણન આપતાં કહ્યું “યતો વાવો નિવર્તિતે પ્રાણ મન સદા” અર્થાત “જયાં વાણી પહોંચી શકતી નથી અને જે મન દ્વારા પણ પ્રાપ્ત થતું નથી.” આથી જ ભારતિય તત્ત્વજ્ઞાનને “તત્ત્વદર્શન” કહ્યું છે, એટલે કે જે જોઈ શકાય છે – અનુભવી શકાય છે.
શ્રીમદ્ રાજચંદ્રજીએ તેમના “અપૂર્વ અવસર” કાવ્યમાં યથાર્થ કહ્યું કે :જે પદ શ્રી સર્વશે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહિ પણ તે શ્રી ભગવાન જો, તેહ સ્વરૂપને અન્યવાણીને શું કહે ? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાનજો . (૨૦)
અર્થાત્ સર્વજ્ઞ ભગવાન પણ જે પદને ફક્ત અનુભવી જ શકે છે, કહી શકતા નથી તેવા અકથ્ય સ્વરૂપને બીજાની વાણીતો કેવી રીતે કહી શકે તે તો ફક્ત અનુભવ ગોચર જ છે.
વાણી માત્રની મર્યાદા તેની મારફત થતી અભિવ્યક્તિની પણ મર્યાદા બની રહે છે તેથી ચિંતન તત્ત્વની મર્યાદાઓમાં આ અભિવ્યક્તિની મર્યાદા ઉમેરાય છે.
=અનેકાન્ત દૃષ્ટિ
(૨૨E
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org